શારિરીક સબંધ દરમિયાન ફક્ત કોન્ડમજ નહીં પરંતુ આ વસ્તુઓ પણ વાપરી શકાય છે,જાણો આ વસ્તુઓ વિશે.

0
811

એચ આઇ વી એઇડ્સ અને ગર્ભથી બચવા માટે કોન્ડમ સૌથી કામયાબી વસ્તુ છે. જૂના સમયની તુલનામાં વર્તમાન સમયમાં કોન્ડોમનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે. આ સાથે, તે પણ સ્પષ્ટ છે કે આજના સમયમાં લોકો તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થયા છે, તેથી તેઓ કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે.મિત્રો આજે આ લેખમાં એક એવા પતિ પત્ની વિશે જણાવીશું જે સંભોગ દરમિયાન ગર્ભનિરોધક માટે કોન્ડોમ સિવાય આ વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે.

પ્રશ્ન: હું ૪૨ વર્ષનો પરિણીત પુરુષ છું. મારી પત્નીની ઉંમર ૩૭ વર્ષની છે. અમારે ૧૯ વર્ષનો પુત્ર અને ૧૪ વર્ષની પુત્રી છે. અમારું પરિણીત જીવન સુખી છે. સમાગમ (સંભોગ) પહેલાંની પ્રક્રિયામાં થોડો સમય કાઢ્યો તો શિશ્નમાંથી પાતળી લાળ જેવું પ્રવાહી નીકળે છે. મારી આ સમસ્યા માટે યોગ્ય ઇલાજ સૂચવવા વિનંતી.

ઉત્તર: અમુક વ્યક્તિઓમાં મનગમતી વ્યક્તિ જુએ અને કામેચ્છા વધુ જાગ્રત થાય તો આ પ્રમાણે લાળ આવી શકે એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. એ બીમારી નથી એટલે એનો કોઈ અલાજ નથી. લાળ દરેક વ્યક્તિમાં આવે એ જરૂરી નથી. આ લાળ ૫૫-૬૦ વર્ષની ઉંમર સુધી આવી શકે છે અને ત્યાર પછી વિશેષ જોવા નથી મળતી.સ્ત્રીમાં યોગ્ય કામેચ્છા જાગ્રત થાય અને તે ઉત્તેજિત થાય તો જેમ  પુરુષની ઇન્દ્રિયનું ઉત્થાન થાય છે એ જ પ્રમાણે સ્ત્રીના યોનિમાર્ગમાં ચીકણાહટ પેદા થાય છે. પરાકાષ્ઠા વખતે ઘણાખરા પુરુષોમાં આનંદની અનુભૂતિ થાય છે અને સાથે – સાથે વીર્યસ્ખલન થાય છે, જ્યારે સ્ત્રીઓમાં માત્ર આનંદની અનુભૂતિ થાય છે અને વીર્યસ્ખલન નથી થતું.પ્રશ્ન:મને અસ્થમાની બીમારી છે. તો ભવિષ્યમાં હું લગ્ન કરું તો મારી પત્ની અને બાળકોને પણ અસ્થમા થઈ શકે.

ઉત્તર: તમારી પત્નીને અસ્થમા થવાની કોઈ શક્યતા નથી, કે અસ્થમા ચેપી બીમારી નથી. એ બાળકોને થવાની શક્યતા પણ ઘણી ઓછી છે. તમને જો ડાયાબિટીઝ જેવી બીમારી હોય તો જે વ્યક્તિને ડાયાબિટીઝ ન હોય એવી વ્યક્તિનાં બાળકો કરતાં તમારાં બાળકોમાં ડાયાબિટીઝની સમસ્યા આવવાની શક્યતા થોડીક વધુ રહે છે. અસ્થમાવાળી વ્યક્તિને સેકસની સમસ્યાઓ થવાની પણ કોઈ શક્યતા નથી રહેતી. ક્યારેક જો દમ જેવું વધુ લાગે તો સમાગમ પહેલાં પંપથી અમુક નિર્દોષ દવા લેવાથી સમાગમ વખતે પણ કોઈ સમસ્યા સર્જવાની શક્યતા નથી. અસ્થમામાં યોગાભ્યાસ કરવામાં આવે અને તમારી પ્રકૃતિને સમજીને યોગ્ય આહાર આપવામાં આવે તો અસ્થમાને મહદંશે કાબૂમાં કરી શકાય છે. અસ્થમા સાથે સેક્સને કોઈ સીધો સંબંધ નથી, પણ ઘણી વખત જો વ્યક્તિને હાંફ ચડતી હોય તો એ સમાગમમાં બાધારૂપ બની શકે. અર્વાચીન યુગમાં આ સમસ્યા સહેલાથી નિવારી શકાય એવી દવાઓ કુશળ ડોકટરો અને વૈદ્યો પાસે ઉપલબ્ધ છે.

પ્રશ્ન: મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારી પત્ની ૩૧ વર્ષની છે. અમે સમાગમ કરતી વખતે કોન્ડોમ (નિરોધ)નો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભ ન રહે એ માટે કોન્ડોમ સિવાય સ્ત્રી અને પુરુષ માટે બીજો વિકલ્પ કયો છે.ઉત્તર: પુરુષ માટે કોન્ડોમ સિવાય બીજી કોઈ સુરક્ષિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. એમાં તમે જે ગર્ભનિરોધક ગોળીમાં લો ડોઝ હૉર્મોન હોય એ લઈ શકો છો. તમારી પત્નીએ માસિકપાળી પૂરી થાય પછી રોજ રાત્રે એક ગોળી લેવી અને એક પેકેટમાં જેટલી ગોળી હોય એ બધી પૂરી કરવી.

ગોળી પૂરી થયા પછી લગભગ અઠવાડિયામાં ફરી માસિકપાળી આવી જશે. ફરી પાછી માસિકપાળી પૂરી થાય એટલે ગોળી લેવાનું શરૂ કરી દેવું. ગોળી લેવાનું પહેલી વાર શરૂ કરો ત્યારે એક અઠવાડિયા સુધી નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજી સાઈકલમાં ગોળી લો ત્યારે પહેલા દિવસથી જ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાઓ છો અને પછી નિરોધની આવશ્યકતા નથી રહેતી.આ ગોળી લેવાથી ઘણી વાર અનિયમિત  માસિક પણ નિયમિત બની જાય છે. જો કોઈ સ્ત્રીને બ્રેસ્ટકેન્સર હોય અથવા હોર્મોનની બીજી કોઈ સમસ્યા હોય, ડાયાબિટીઝ અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની કોઈ તકલીફ હોય તો આ ગોળી લેવાનો નિષેધ છે. આ ગોળી શરૂ કરતાં પહેલાં તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી આવશ્યક છે.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે. બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.મારી ઉંમર ૫૪ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે. મારી પત્નીને સેક્સમાં બહુ રસ પડતો નથી. તેને ફોરપ્લેમાં પણ રસ નથી પડતો. ક્યારેક તેને સ્પર્શ ગમે છે તો ક્યારેક નથી ગમતો. સમજાતું નથી કે તેને શું ગમે છે. મને અઠવાડિયામાં એકાદ વખત સંભોગ કરવાની ઇચ્છા થાય છે. મને ઘણા કામુક વિચારો આવે છે છતાં મારું શિશ્ન આપમેળે ઉત્તેજિત નથી થતું. પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી. હવે હસ્તમૈથુન કરીને ઉત્તેજના લાવવી પડે છે. પત્નીના સ્પર્શથી ઉત્તેજના આવે છે, પણ તેને સેક્સની જરાય ઇચ્છા નથી થતી. મને જલદી સ્ખલન થઈ જાય છે એ માટે શું કરવું પત્નીને રસ લેતી કરવા માટે શું થઈ શકે?

જવાબ.ઉંમર થવાની સાથે આવા બદલાવો સહજ છે. યુવાનીમાં કલ્પના માત્રથી ઉત્તેજના આવી જાય છે, પરંતુ ઉંમર વધતાં ધીમે ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે. ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે. આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એને માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો અને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો.

પત્નીને ઉત્તેજિત કરવા માટે સૌથી પહેલાં તો તેના ઘણા અણગમા જાણી લેવા જરૂરી છે. બની શકે કે તેને જે પ્રકારે સ્પર્શ પસંદ નથી એવું જ તમે કરતા હો એને કારણે તેઓ અકળાઈ જતાં હોય. દરેક સ્ત્રીની પસંદ-નાપસંદ યુનિક હોય છે એટલે પત્નીને ગમતી ચીજ શોધવા માટે તમારે ટ્રાયલ્સ કરવી જ રહી. સંભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રકિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.

શીઘ્રસ્ખલનનું મોટું કારણ ચિંતા અને ઍન્ગ્ઝાયટી હોય છે એટલે સમાગમ પહેલાં રિલૅક્સ થવું જરૂરી છે. જલદી સ્ખલન ન થાય એ માટે ડૅપોક્સિટિન નામની ગોળી લેવી. એ ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. અલબત્ત, એ તમે ઓવરઑલ બૉડી ચેકઅપ કરાવીને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો એ બહેતર રહેશે.

સવાલ.મારી ઉંમર ૬૦ વર્ષ છે. પત્ની મારાથી બે વર્ષ નાની છે છતાં તેની કામેચ્છા સાવ ઘટી ગઈ છે. મને હજીયે દસ-પંદર દિવસે સમાગમ કરવાનું મન થાય છે, પણ મારી પત્નીને જરાય મન થતું જ નથી. મારા ફ્રેન્ડસર્કલમાં પણ લગભગ આવી જ હાલત છે. શું એનો મતલબ એ કે પુરુષોની સેક્સ ડ્રાઇવ હંમેશાં ઍક્ટિવ જ હોય? બીજું, મારી સમસ્યા એ છે કે ઘણી વાર ઇચ્છા ખૂબ હોય છે, પણ યોનિપ્રવેશ થઈ શકે એટલું પૂરતું કડકપણું આવતું નથી. એ માટે વાયેગ્રા લઈ શકાય? પત્ની સહકાર આપે અને મારી સમસ્યા સમજે એ માટે શું કરવું?

જવાબ.સ્ત્રી હોય કે પુરુષ, બન્ને માટે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ભારતમાં મોટા ભાગની મહિલાઓમાં મેનોપૉઝ પછી સેક્સ લાઇફમાંથી રસ ઘટી જતો હોવાનું જોવા મળ્યું છે, પણ એમાં શારીરિક કારણો કરતાં મહદંશે માનસિક કારણો હોઈ શકે છે. સ્ત્રીઓ જો ઇચ્છા કરે તો તેઓ જીવે ત્યાં સુધી ગમે એ ઉંમરે સેક્સ પરફોર્મન્સ કરી શકે છે અને એન્જૉય પણ કરી શકે છે.

સ્ત્રીઓમાં મેનોપૉઝ દરમ્યાન ફીમેલ હૉર્મોન્સ ઇસ્ટ્રોજન પેદા થવાનું લગભગ બંધ થઈ જતું હોવાથી એની અસર શરીર અને મન બન્ને પર પડે છે. મેનોપૉઝ પછી ફર્ટિલિટીનો અંત જરૂર આવે છે, પણ સેક્સ્યુઅલ લાઇફનો નહીં. ફીમેલ હૉર્મોન્સની કમીને કારણે સમાગમ દરમ્યાન પૂરતું લુબ્રિકેશન નથી થતું જેને પગલે સમાગમ કષ્ટદાયક રહે છે. અગેઇન, આ લક્ષણો પરથી તેઓ એવી ધારણા બાંધી દે છે કે તેમની સેક્સ-લાઇફ પૂરી થઈ ગઈ હોવાથી આમ થયું છે.

જો તમે ઇચ્છતા હો કે પત્ની વધુ રસ લેતી થાય તો એ માટે સાચી સમજણ આપવાની જરૂર છે. કોઈ પણ ઉંમરે સ્ત્રીઓને રોમૅન્સ ગમે છે એટલે ફરી યુવાનીના દિવસોને તાજા કરતી સરપ્રાઇઝ આપતા રહો તો સેક્સ લાઇફ નવપલ્લિત થઈ શકશે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સમાં ઘટાડો અચાનક નથી થતો, પણ ધીમે ધીમે થાય છે. ઉત્થાનની સમસ્યા માટે ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી વાયેગ્રા લઈ શકો છો.

સવાલ:ડો. સાહેબ મારી ઉંમર 24 વર્ષની છે. અને હું M.A. 2 માં અભ્યાસ કરું છું. મારી સમસ્યાથી ખૂબ જ પરેશાન છું.મારી સમસ્યા એ છે કે મારુ લીંગ નાનું છે. જેની લંબાઇ 10-11 સે.મી. ની આસપાસ છે. મારી ખોટી આદતને લીધે લીંગ નાનું થઇ ગયેલ છે. મને આ કુટેવ નાનપણથી જ પડી ગયેલ છે અને હજી પણ છે. ઉપર મારી લીંગની જે લંબાઇ લખી છે એ ઉતેજીત અવસ્થા વખતની છે. નહીંતર એની લંબાઇ એનાથી પણ નાની છે. મેં એક ચોપડીમાં વાંચ્યું હતું કે ઓછામાં ઓછી લંબાઇ 14 સે.મી.ની હોવી જોઇએ. મિત્રો કહે છે કે હસ્તમૈથુનથી વ્યક્તિ નામર્દ થઇ જાય છે. નપુંસકતા આવી જાય છે અને તે વ્યક્તિના શુક્રાણુ નષ્ટ થઇ જાય છે. મારા લગ્ન ટૂંક સમયમાં છે. મને માનસિક રીતે આ જ સવાલો ઉદભવતા હોય છે કે શું હું મારી પત્નિને શારિરીક સુખ આપી શકીશ? આ ચિંતાના લીધે મારુ શરીર પણ સુકાઇ ગયું છે. બે-ચાર સેક્સોલોજીસ્ટને બતાવી ચુક્યો છું. તેમને દવાનો ખર્ચ 4000થી 8000 સુધી બતાવે છે. હું આટલા પૈસા ખર્ચી શકુ તેમ નથી. તમે યોગ્ય દવા બતાવશો.

જવાબ:સૌ પ્રથમ તો જાણીલો કે હસ્તમૈથુન એક આદત છે. બિમારી નથી. જીંદગીમાં મોટાભાગના પુરષો અને ઘણી બધી સ્ત્રીઓ એ ક્યારે ને ક્યારે તો હસ્તમૈથુન કરેલ જ હોય છે. જો હસ્તમૈથુનથી નપુંસકતા આવતી હોય કે શુક્રાણુ નષ્ટ થતા હોય તો ભારત દેશની વસ્તી આટલી વઘી જ ના હોત. હસ્તમૈથુન યોગ્ય રીતે થાય તો તે હમેશાં ફાયદાકારક જ હોય છે. પુરુષની ઇન્દ્રિયની લંબાઇ ઉતેજીત અવસ્થામાં પાંચ સેન્ટીમીટરની હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરતી છે. કારણ કે સ્ત્રીના યોનિમાર્ગની લંબાઇ પંદર સેન્ટીમીટર છે. પણ તેમાં જીંદગી એટલે કે સેન્સેશન બહારના ભાગમાં અને આગળના પાંચ સેન્ટીમીટરમાં જ છે. બિનઉતેજીત અવસ્થામાં ઇન્દ્રિયનું કામ માત્ર પેશાબ કરવાનું જ છે.

માટે તે સમયે તેની લંબાઇ એક સેન્ટીમીટર હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી.જે રીતે નાક લાંબુ કરવાથી સારુ શુંઘી શકાતું નથી, કાન લાંબો કરવાથી વધારે સાંભળી શકાતું નથી. તેજ રીતે જો ઇન્દ્રિયની લંબાઇ ઉતેજીત અવસ્થામાં પાંચ સેન્ટીમીટર ની હોય તો લંબાઇ વધારવાથી સ્ત્રીના જાતીય સંતોષમાં કોઇ જ ફરક પડતો નથી. આ ઉપરાંત આ દુનિયામાં કોઇ દવા કે તેલથી ઇન્દ્રિયની લંબાઇ વધી શકતી નથી. માત્ર ઓપરેશન દ્વારા જ ફાયદો થઇ શકે. માટે આપે જે ડોક્ટરને બતાવેલ છે તે મને લેભાગુ લાગે છે. તમે કોઇ જ ચિંતા વગર લગ્ન કરી લો. લગ્નજીવનની શરૂઆત પ્રેમ અને વિશ્વાસથી થાય છે. નહીં કે ઇન્દ્રિયની લંબાઇના આધારે. છતા પણ કઇ પણ તકલીફ હોય તો દર સોમવારે મને તમે રાજસ્થાન હોસ્પિટલમાં બતાવી શકો છો. ત્યાં કોઇ જ ફી લેવામાં આવતી નથી.