શરીર માટે ખુબજ કામની શાકભાજી છે આ,એકવાર ફાયદા વાંચજસો તો જાતેજ કરવા લાગશે સેવન.

0
290

શાકભાજીનું સેવન કરવાથી શરીરને તમામ પ્રકારના ફાયદા થાય છે. મશરૂમ્સનું સેવન કરવાથી પણ ઘણા ફાયદા થાય છે. યુવાનો ને મશરૂમની વાનગીઓ બહોળા પ્રમાણમાં પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે તે જાણો કે મશરૂમ્સ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેમાં અનેક પ્રકારના આવશ્યક પોષક તત્વો પણ જોવા મળે છે. મશરૂમ્સનું સેવન આપણને ફાયબર આપે છે. જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એટલું જ નહીં, મશરૂમ્સના ઉપયોગથી અનેક પ્રકારના રોગો પણ દૂર થાય છે.

મશરૂમ સ્વાસ્થ્ય માટે મદદગાર હોય છે, માત્ર શરત એટલી છે કે, તેનું સાચી રીતે સેવન કરવુ જોઈએ. ઘણા રોગમાં ડૉક્ટર પણ મશરૂમ ખાવાની સલાહ આપે છે. કારણ કે, તેમાં મળી આવનાર જરૂરી તત્વ અને વિટામિન શરીરને દુરસ્ત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.જ્યારે લોકો પોતાની ફિટનેસનું ખાસ ખ્યાલ રાખે છે તેમના માટે પણ મશરૂમને પોતાની ડાઈટમાં શામેલ કરવું જરૂરી નથી. કારણકે તેનાથી સ્વાસ્થ્ય પર સારી અસર રહે છે. આ સિવાય આ વિટામીન ડી નો પણ સારો સ્રોત્ર છે. ઉલ્લેખનીય છે કે ઠંડીનાં મોસમમાં લોકોને વિટામીન ડીની વધુ પ્રમાણમાં જરૂરયાત રહે છે.

મશરૂમ પેટની સમસ્યાઓથી લઈને વજન નિયંત્રિત કરવા સુધીમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. આ વિટામિન ડીનો સારો સ્ત્રોત હોય છે અને જો તમારા શરીરમાં વિટામિન ડીની ખામી થઈ ગઈ છે તો તમારે મશરૂમ ખાવા જોઈએ. મશરૂમમાં પોટેશિયમ, કોપર, આયરન અને ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ હોય છે અને તેના એન્ટી ઓક્સીડેંટ ગુણ તમારી સ્કીન માટે લાભકારી હોય છે.

મશરૂમમાં કેલરી ઓછા પ્રમાણમાં મળી આવે છે. જેના કારણથી આ જાડાપણા સામે લડવામાં સક્ષમ છે.મશરૂમમાં વિટામિન સી વધારે પ્રમાણમાં મળી આવે છે. તેનાથી શરીરમાંથી હાનિકારક તત્વોને અલગ કરવામાં મદદ મળે છે.મશરૂમમાં સેલેનિયમ મોટા પ્રમાણમાં મળી આવે છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમને દુરુસ્ત રાખવામાં મદદ મળે છે. સેલેનિયમ અને મેગ્નીશિયમ મળીને થાયરોઈડ જેવા રોગનો રોકવામાં પણ કામ કરે છે.મશરૂમમાં પર્યાપ્ત પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

ઉલ્લેખનીય છે કે દરરોજ મશરૂમ નું સેવન કરવાની આપણી લગભગ 20 ટકા જરૂરિયાત વિટામિન-ડીમાં જોવા મળે છે. શિયાળામાં, વ્યક્તિને શિયાળાની ભૂલોને ટાળવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે. આ સ્થિતિમાં, મશરૂમ એક સારો ઉપાય છે કારણ કે મશરૂમ માનવ ત્વચાની જેમ સૂર્યને શોષી લે છે. આ સિવાય વિટામિન બી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ સહિતના ઘણા મહત્વપૂર્ણ ખનીજ અને વિટામિન મશરૂમ્સમાં જોવા મળે છે.

મશરૂમમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ આપણને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તે ખાવાથી શરીરમાં એન્ટીવાઇરલ અને અન્ય પ્રોટીનની માત્રા વધે છે જે કોશિકાઓને રીપેર કરે છે. આ એક પ્રાકૃતિક એન્ટીબાયોટિક છે જે માઇક્રોબાયલ અને અન્ય ફંગલ ઇન્ફેક્શનને સાજુ કરે છે. તે પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે. તેમાં બીટા ગ્લુકન અને કંજુગેટેડ લાઇનોલિક એસિડ હોય છે જે એક એન્ટી કાર્સિનોજેનિક પ્રભાવ છોડે છે. તે કેન્સરના પ્રભાવને ઓછું કરે છે.

મશરૂમમાં હાઇ ન્યુટ્રિઅન્ટ્સ હોય છે માટે તે હૃદય માટે સારું છે. તેમાં કેટલાંક પ્રકારના એન્ઝાઇમ અને રેસા હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે.મશરૂમ એ બધુ આપશે જે ડાયાબીટિઝના રોગીને જરૂરી હોય છે. તેમાં વિટામિન મિનરલ અને ફાઇબર હોય છે. સાથે તેમાં ફેટ, કાર્બોહાઇડ્રેટ અને શુગર પણ નથી હોતું જે ડાયાબીટિઝના રોગી માટે જીવલેણ હોય છે. તે શરીરમાં ઇન્સ્યુલિન બનાવે છે.

તેમાં લીન પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં બહુ કારગર હોય છે. સ્થૂળતા ઓછી કરવા ઇચ્છનારાને પ્રોટીન ડાયટ પર રહેવાનું કહેવામાં આવે છે જેમાં મશરૂમ ખાવું એ સારું ગણાય છે.મશરૂમમાં વિટામિન બી હોય છે જે ભોજનને ગ્લુકોઝમાં ફેરવીને ઊર્જા પેદા કરે છે. વિટામિન બી2 અને બી3 આ કાર્ય માટે ઉત્તમ છે.

ભારતમાં મશરૂમની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. તે જોતા મશરૂમ નું મોટાપાયા ઉપર ઉત્પાદન કરવાની જરૂર છે. આં તો મશરૂમના ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે, પણ જેટલી માંગ છે, તેના પ્રમાણમાં ઘણી ઓછો છે. જો કે હવે ગામની જ નહી, શહેરોમાં પણ શિક્ષિત યુવાનો મશરૂમ ઉત્પાદનને પોતાની કેરિયર તરીકે સ્વીકારવા લાગ્યા છે.
મશરૂમની ખેતી ઓછી જગ્યા અને ઓછા રોકાણમાં શરુ કરી શકાય છે અને રોકાણના પ્રમાણમાં નફો અનેક ગણો વધુ હોય છે. ત્યાં સુધી કે તેને તમે એક રૂમમાં પણ શરુ કરી શકો છો. વર્ષ દરમિયાન તમે માત્ર એક રૂમમાં 3 થી 4 લાખ ની આવક સરળતાથી થઇ શકે છે તે પણ માત્ર 50 થી 60 હજાર રૂપિયા ખર્ચ કરવાથી થાય છે.

મશરૂમ ઉત્પાદનમાં મોસમનું ખાસ મહત્વ છે, તેને ધ્યાન બહાર ન કરી શકાય. મશરૂમની એક વેરાયટી વોલ વેરીયલ્લા માટે તાપમાન 30 થી 40 ડીગ્રી સે. અને નમી 80 થી વધુ હોવું જોઈએ. તેનું ઉત્પાદન એપ્રિલ થી ઓક્ટોબર ની વચ્ચે કરવામાં આવે છે. ઓયસ્ટર મશરૂમ માટે તાપમાન ૨૦ થી 30 ડીગ્રી સે. તથા નમી 80 ટકાથી વધુ હોવી જોઈએ. તેના ઉત્પાદન માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર નો મહિનો ઉત્તમ માનવામાં આવે છે. ટેમ્પરેટ મશરૂમ માટે 20 થી ૩૦ ડીગ્રી સે. તાપમાન અને 70 થી 90 ટકા નમી જરૂરી છે. તેનું ઉત્પાદન ઓક્ટોમ્બર થી ફેબ્રુઆરી વચ્ચે ઠીક રહે છે.

આ મશરૂમને ઉગાડવામાં ઘઉંનું ભૂસું અને દાણા બન્ને નો ઉપયોગ થાય છે. આ મશરૂમ 2.5 થી 3 મહિનામાં તૈયાર થઇ જાય છે. વધુ પ્રમાણમાં તેનું ઉત્પાદન પંજાબ સહિત ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે. આ મશરૂમ ને સૌ પહેલા હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલય ને પ્રોફેસર અંનતકુમારે વર્ષ 2013 માં લગાવ્યો હતો. પ્રોફેસર અંનતકુમાર પોતાની આ રીત નું હવે પેટેન્ટ કરાવવા જઈ રહ્યા છે.

એક કિલોગ્રામ મશરૂમ તૈયાર કરવામાં લગભગ 50 હજાર રૂપિયા ખર્ચ (જો ભૂસું, ઘઉં વગેરે સામાન ખરીદવામાં આવેતો ) આવે છે. તેના દ્વારા 15 કિલોગ્રામ મશરૂમ બનાવવા માટે 10 કિલોગ્રામ ઘઉંના દાણાની જરૂર હોય છે. જો તમે એક વાર 10 ક્વિન્ટલ મશરૂમ ઉગાડી લો તો તમને કુલ ખર્ચ 50 હજાર રૂપિયા આવે છે. તેના માટે તમારે 100 ચોરસ ફૂટના એક રૂમમાં રેતી પાથરવાની છે.

સૌથી પહેલા ઘઉંને ઉકાળવામાં આવે છે અને પછી મશરૂમ પાવડર નાખવામાં આવે છે, જેનાથી મશરૂમના બીજ તૈયાર થઇ જાય છે. તેને ત્રણ મહિના માટે તે બીજ ને 10 કિલોગ્રામ ઘઉંના ભૂસામાં 10 ગ્રામ બીજ ના હિસાબે રાખવામાં આવે છે. ત્રણ મહિના પછી ઘઉંના આ દાણા મશરૂમ માં અંકુરિત થવાના શરુ થઇ જાય છે. ત્યાર પછી તેને 20 થી 25 દિવસ માટે પોલીથીનમાં નાખીને 25 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વાળા રૂમમાં રાખવામાં આવે છે.ત્યાર પછી મશરૂમ વેચવા માટે તૈયાર થઇ જાય છે.

ઓસ્ટર મશરૂમ ની દેશમાં વધુ માંગ છે. કંપનીના સ્ટોર ઉપર પણ સૌથી વધુ ઓસ્ટર મશરૂમનું વેચાણ છે. આ મશરૂમ ના ભાવ ઓછામાં ઓછા 150 થી 200 રૂપિયા કિલોના ભાવથી મળે છે. જેના માટે તમે સારું માર્કેટિંગ કરીને કોઈ રીટેલ સ્ટોર સાથે કરાર કરી શકો છો તો ભાવ પણ વધુ મળી શકે છે. ઓછામાં ઓછા 150 રૂપિયા કિલો ગ્રામના ભાવથી 10 ક્વિન્ટલ મશરૂમ ની કિંમત 150000 રૂપિયા થાય છે. તેવામાં મશરૂમ વર્ષમાં બે વખત ઉત્પન કરી શકાય તો તે રકમ સરળતાથી બમણી કે ૩ લાખ રૂપિયા સુધી પહોચી જાય છે.

મશરૂમ ઉત્પાદન સ્વરોજગાર ની ગણતરીએ સારી માનવામાં આવે છે. આ કામ ઓછા રોકાણે અને નાની જગ્યા ઉપર પણ થઇ શકે છે. સરકાર કૃષિ સબંધિત આ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. મશરૂમ ઉત્પાદન ને સ્વરોજગાર તરીકે અપનાવનાર અરજદારોને ભારત સરકાર ના કૃષિ મંત્રાલય દ્વારા પાચ લાખ રૂપિયા સુધી આર્થિક મદદ ની જોગવાય કરવામાં આવે છે. તે સિવાય એસસી/એસટી અરજદારોને સરકારી સહાયમાં રાહતની પણ સગવડતા છે.મશરૂમ ઉત્પાદનમાં રસ લેવાવાળા અરજદારો માટે દેશભરના કૃષિ વિશ્વવિદ્યાલયો અને કૃષિ અનુસંધાન કેન્દ્રોમાં એક બે અઠવાડિયા અને માસિક સમયના કોર્ષ ચલાવવામાં આવે છે.