શરીરમાં જોવાં મળે આ લક્ષણોતો તરતજ ચેતી જજો નહીંતો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ…..

0
455

મહિલાઓના સ્વાસ્થ્ય પ્રોબ્લેમ માં એક પ્રોબ્લેમ બ્રેસ્ટ કેન્સર નો છે.આજે ભારત માં 25 થી 40 સાલ ની વધારે મહિલાઓ આ બીમારી ની ચપેટ માં આવી જાય છે. જેનું એક કારણ લાપરવાહી પણ છે . સંકેતો ને અંગણવાની છે , આમ તો 60 ટકા મહિલાઓ આ જાણી જ નહિ શકતી કે તે બીમારી થી જોડાયેલી છે. કેમકે એ આ બીમારી ને લઈને જાગૃત નથી.પરિણામ એનું એ એના વિશે જાણે ત્યારે આ બીમારી ત્રીજા અને ચોથા સ્ટેજ પર પોહચી જાય છે. પણ જો કઈક શરીર માં થવા વાળો ફેરફાર ધ્યાન આપવામાં આવે તો આ બીમારી ને રોકી શકાય છે. જેનાથી દર્દીઓ જલ્દી થી ઠીક થઈ શકે છે.

કેન્સરનું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે. ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી જો સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો એના ગંભીર પરિણામોથી ચોક્સકપણે બચી શકાય છે. આજે આજે અમે તમને જણાવીશું કે કેન્સર શા માટે થાય છે? કોને કેન્સર સ્તન કેન્સર થવાની શક્યતા વધુ હોય છે? તેના નિદાન માટે કઇ તપાસ કરાવવી? તેના લક્ષણો શું હોય? એની સારવાર કઇ રીતે થાય છે?

વિશ્વભરમાં મોટાભાગનાં દેશોમાં અને ભારતમાં પણ, સ્તન કેન્સરના કિસ્સાઓ વધી રહયા છે. સ્તન કેન્સર થવાના કારણો અને એના સમયસરના નિદાન માટેના લક્ષણો તેમજ એના ઉપાયો અંગે અહીં વિગતવાર ચર્ચા કરી છે. સ્તનના કેન્સરનું નિદાન સમયસર કરવામાં આવે તો એને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓનું પ્રમાણ ઘટાડી શકાય, એટલું જ નહી પરંતુ એની સારવાર પણ શરૂઆતના તબક્કામાં ઓછી ખર્ચાળ અને સરળ બને છે.

કેન્સર થવાનું કારણ શું?

કેન્સર થવાનું મુખ્ય કારણ કોષોની વૃદ્ધિ ઉપરનો શરીરનો કાબૂ જતો રહે એ છે. સામાન્ય કોષોની વૃદ્ધિ રોજે રોજ ચાલ્યા કરતી હોય છે. જુના કોષો નાશ પામે એની જગ્યા રોજે રોજ નવા બનતા કોષો લેતા રહે છે. પરંતુ આ આખી પ્રક્રિયા પર શરીરનું નિયંત્રણ હોય છે. જેથી જેટલાં પ્રમાણમાં કોષા નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું ઉત્પાદન થતું રહે છે. જયારે જરૂરિયાત કરતાં ખૂબ વધારે પ્રમાણમાં અનિયંત્રણ પણે કોષોનું ઉત્પાદન થવા લાગે ત્યારે કેન્સર થયું એમ કહેવાય. વધુ પ્રમાણમાં જે કોષો બનવા લાગ્યા હોય તે ગાંઠ બનાવે, આજુબાજુની અન્ય પેશીઓમાં ધૂસે અને લોહી કે લસિકા દ્વારા આખા શરીરમાં ફેલાઇ જાય છે. જયારે એક ભાગનાં કેન્સરનાં કોષો શરીરનાં બીજા અવયવમાં ફેલાઇને ત્યાં વૃદ્વિ પામે ત્યારે ‘મેટાસ્ટેસિસ’ તરીકે ઓળખાય છે. આ મેટાસ્ટેસિસ (કેન્સર ફેલાવા) ને કારણે અન્ય અવયવોની કામગીરી પણ ખોરવાઇ જાય છે.આજે અમે તમને આવી મહત્વ પૂર્ણ વાતોની જાણકારી વિશે બધી મહિલાઓ ને હોતી નથી.એના પેહલા એના લક્ષણો જાણો આ લક્ષણો ને અવગણશો નહિ.

જો સ્તન પર ગાંઠ બની હોય તો.

સ્તનમાં દુખાવો , ખંજવાળ અને લાલ બન્યા હોય.

અંડર આર્મ અથવા ખભાની બાજુ ના ભાગ માં દુખાવો સોજો કે ગાંઠ બની હોયગળાના ઉપરના ભાગ માં દુખાવો રહ્યો હોય કારણ કે કેન્સર ના કોષો જ્યારે વધવા લાગે છે તો આ કરોડરજ્જુ ના હાડકાને પણ અસર કરે છે જેનાથી ગળામાં વધારે દુખાવો અને સોજા જેવી સમસ્યા થવા લાગે છે.નીપલ માં મટમેલું પાણી જેવું ચિપાચિપ છૂટતું હોય .નીપલ વળેલા હોય કે એનો આકાર અને રંગ બદલવા લાગે.

બહુ વધારે થકાવટ મહેસૂસ થાય કારણ કે કેન્સર ના સેલ્સ લોહી ના પર દબાણ આપે છે જેનાથી શરીર વધારે થકાવટ અનુભવે છેઆવા કોઈ લક્ષણો દેખાય તો તરત જ એને બતાવો કારણ કે સમય પર આ બીમારીને પકડી લેવાય તો એનાથી છુટકારો મેળવવો સરળ છે.

કારણો ની વાત કરીએ તો એના બહુ કારણો હોઈ શકે છે. આ બીમારી જેનેટિક પણ છે ઘરમાં કોઈ મહિલાને આ સમસ્યા છે તો ઘરની બીજી મહિલાઓને પણ આનું જોખમ રહે છે.તમારું જીવન શૈલી બરાબર ના હોય તો આ પણ એક મોટું કારણ છે. જેવું કે હેલ્ધી ખાવાના ની જગ્યા એ હેલ્ધી વગર નું ખાવું.

જે મહિલાઓ 30 પછી પ્રેગ્નન્સી કરે છે તો એમના માં પણ કેન્સરનું જોખમ વધી જાય છે.પીરીયડ જલ્દી આવું અને બંધ થઈ જવાથી પણ આ બીમારી નું જોખમ રહે છે. જેવું કે માસિક ધર્મ 12 વર્ષની ઉંમર પેહલા ચાલુ થાય અને 55 વર્ષ પેહલા બંધ થઈ જાય તો એમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.

બહુ વધારે તનાવ માં રેહ વા વાળી મહિલાઓ પણ આની ચપેટ માં આવી શકે છે.કેટલીક વાતો પર ધ્યાન આપવાની જરૂર છે  નાહતા સમય સ્તન ની આસપાસ હાથ વડે જરૂર ચેક કરો .સ્તનો ની આસપાસ કોઈ પણ પ્રકારનો દુખાવો કે ગાંઠ હોય તો તરત ડૉક્ટર ને બતાવો.ડાયટ માં હેલ્ધી ચીજો નું જ સેવન કરો. ફળો ,લીલા શાકભાજી ખાવો.

વ્યાયામ યોગ ને તમારી દિનચર્યા નો ભાગ બનાવો અને વજનને કંટ્રોલ માં રાખો.ધ્યાન કરો અને પોતાને તનાવ થી દુર રાખો.

જંકફુડ નું સેવન ના કરો.આ ચીજો તમને માત્ર બ્રેસ્ટ કેન્સર થી જ નહિ પણ અન્ય બીજી બીમારીથી પણ બચાવી રાખે છે.