શારીરિક નબળાઈને દૂર કરી બાહુબલી બનાવિદે છે આ વસ્તુ,અત્યારથીજ શરૂ કરીદો સેવન,જાણો વિગતે……

0
1222

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે.વડનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે.આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે વડવાઇ કહેવાય છે.

આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય છે. ક્યારેકતો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે ખબર પડતી નથી. ગુજરાતમાં કબીર વડ આવું એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે. વડનાં વૃક્ષ પર નાનાં નાનાં લાલ રંગનાં ફળ આવે છે જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. આ ફળને ટેટા કહેવાય છે તો ચાલો મિત્રો જાણીએ આગળ.

વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા,અને પોતે ધોમ ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી અપાયેલ છે.વડલાનું વૃક્ષ મોટું અને સ્થિર ગણાય છે અને ભારતમાં દરેક જગ્યાએ વડલાના વૃક્ષ જોવા મળે છે. તેમાં સમય જતાં નવી વડવાઈઓ ફૂટે છે. તે મૂળ સ્વરૂપ ધારણ કરે છે અને આમ થવાથી તેનો વિસ્તાર સતત વધતો રહે છે.

વડલાની વડવાઇ અને તેનાં પાંદડાં તેની છાલ અને તેના મૂળિયા અને તેનું શરીર પણ ઔષધ તરીકે કામ લાગે છે. તેનો સ્વાદ તૂરો હોય છે અને કોઠે ઠંડું હોય છે. તે પચવામાં ભારે હોય છે અને તે રંગનો સુધારો કરે છે.તે આંતરડાંને સંકોચાવી છે. તે લોહીનું શુદ્ધિકરણ કરે છે. તે ગર્ભનું સ્થાપન કરવામાં મદદ કરે છે.વડને અંગ્રેજીમાં બનિયાન ટ્રી કહે છે. આ નામ ગુજરાતી વાણિયા પરથી પડેલ છે.જુનાં જમાનામાં મહદઅંશેતો વેપાર ધંધો વાણિયા જ્ઞાતિનાં લોકોજ કરતા,જે હિન્દી ભાષામાં બનિયા તરીકે ઓળખાતા અને ગામે ગામ વડનાં વૃક્ષ નીચે પોતાની દુકાન લગાવતા.

પોર્ટુગિઝ લોકોએ આ પ્રથાને કારણે જે વૃક્ષ નીચે વેપારીઓ ધંધો કરતા તે વૃક્ષનેજ બનિયાન તરીકે ઓળખવાનું ચાલુ કરી દીધું, અને ૧૬૩૪ આસપાસ આ શબ્દ અંગ્રેજી ભાષામાં પણ પ્રવેશ પામ્યો.ઘટાદાર દેખાવ, ડાળીઓ અને વડવાઇઓના કારણે વડનું વૃક્ષ સુશોભન માટે બોન્સાઇ (મોટા વૃક્ષોને વામન સ્વરૂપ આપવાની કલા) માટે વધુ વપરાય છે. તાઇવાનમાં એક ૨૪૦ વર્ષ જુનું બોન્સાઇ વડવૃક્ષ છે.આંખોના રોગો માટે ફાયદો કરે છે અને આંખોના મા થતા બળતરા દૂર કરે છે. વડલા ની છાલ તુંરી હોય છે. પૌષ્ટિક હોય છે. અને તે હાડકા ને જોડે છે. વડલા ના ફળ મીઠા અને શીતળ હોય છે. વડલાના મૂળ કે તેની વડવાઇ કે તેનાં કૂણાં પાન માંથી જડતું દૂધ દરેક દવાઓમાં કામ લાગે છે.

તેના મૂળ જમીનમાં ઊંડે સુધી ગયેલા હોય છે. તેથી આપણા માટે તે તંદુરસ્તી લાવે છે. જો ઊલટીની સમસ્યા હોય તો વડલા ના પાન નો રસ કાઢી અને પિવાથી તેમાં રાહત થાય છે. ખીલના કાળા ડાઘ વડલાના દૂધને મસૂરની દાળ માં બેસવાથી અને તેનો લેપ ખીલ પર કરવાથી ખીલ ના કાળા ડાઘ દૂર થાય છે.હિંદુ ધર્મમાં વડને બહુજ પવિત્ર મનાય છે, તેને અશ્વશ્થ વૃક્ષ કહેવાય છે. દક્ષિણામૂર્તિ પ્રમાણે ભગવાન શિવ દક્ષિણામૂર્તિ તરીકે, રૂષિઓ સાથે મૌન સાધનામાં હંમેશા વડવૃક્ષની નીચેજ બેઠેલા દર્શાવાય છે.આ વૃક્ષનાં અસીમ વિસ્તારને કારણે તેને અનંત જીવનનાં પ્રતિક સમાન ગણવામાં આવે છે.હિંદુસંસ્કૃતિમાં ઘણા અન્ય વૃક્ષોની જેમ વડને પણ કલ્પવૃક્ષ કહેવામાં આવે છે.બૌદ્ધ ધર્મમાં પાલી (પાલી વડ, નિગ્રોધ)નો ઉલ્લેખ ઘણી વખત થયો છે.

વડ જેમ પોતની ડાળી આદિ વિસ્તારીને અન્ય વૃક્ષ, જમીન આદિને પોતાનામાં આવરી લે છે તેમ કામ પણ માણસોને ગળી જાય છે. વડના સ્વાભાવીક ગુણોનો દાખલો આપીને આ વાતને ખૂબ સારી રીતે સમજાવી છે.જો તમારે પરસેવો ખૂબ જ દુર્ગંધ મારતો હોય તો અને પરસેવાના પીડા કપડાં પર રહી જતા હોય તો વડલાના પીડા પાનનો ઉકાળો કરીને પીવું. આ ઉપરાંત જો હાડકું વધવું હોય રસોળી થઈ હોય તો વડલા નું દૂધ અને સિંધવ ચોપડી શકો છો દસથી પંદર દિવસમાં વધેલી ગાંઠ કે વધુ હાડકું ઓછું થઈ જશે.જો એક દિવસમાં એકવાર વડલાના ટેટા નું પાણી પી પીવામાં આવે તો તે શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે. તે ફળને પાણીમાં ગરમ કરી અને તમારા મનપસંદ ફળો સાથે વડલાના ટેટા ના પલ્પને ઉપયોગમાં લઇ શકાય છે.

તે એક એન્ટી બેક્ટેરિયલ છે અને એક એન્ટીસેપ્ટિક છે.ફીલેપાઈન પૌરાણીક કથાઓમાં વડને ઘણી જાતીના ભૂત પિશાચ દાનવ જેવા પ્રાણીઓનું ઘર મનાય છે.જેમ કે, વિસાયન (ચોકસાઈથી, દીલ્લે ઇંગોન નટો, અર્થાત, અમારા જેવી વસ્તુ નથી તે), માલિગ્નો (માંત્રીક પ્રાણી) તેની સાથે જોડાયેલ કપ્ર (કદાવર પાત્ર), દ્વેન્દે (બટુક પાત્ર) અને ખાસ ઉલ્લેખનીય ટિકબાલંગ (એક પાત્ર જેનું ઉપરનું શરીર ઘોડાનું છે અને નીચેનું માનવનું).

તેનાથી ચેપની અસર કે ઇન્ફેક્શન ની અસર દૂર કરી શકાય છે.રસાયણિક દૃષ્ટિએ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે વડલાની છાલમાં 10% ટેનિન નામનું તત્વ મળી આવે છે. તેના ફળ એટલે કે ટેટા તે ખૂબ જ મીઠા હોય છે. તેમાં ગ્લુકોઝ ઉપરાંત ફ્રૂતોજ પણ હોય છે.અને તેમાં ફાઈબર પણ અતિ ઉત્તમ પ્રમાણમાં મળી આવે છે. જે પાચન તંત્રને અત્યંત સક્રિય કરે છે. અને તે ખાધા પછી શરીરમાં રહેલી ખાંડ સોસાઈ જાય છે. વડવાઈ નો ઉપયોગ સંતાન પ્રાપ્તિ માટે અકસીર દવા છે.

વડવાઈ એટલે કે વડના વૃક્ષની ડાળી માં ઉગેલા ના ના પાંદડા ના મૂળ માંથી આ દવા બનાવવામાં આવે છે.ગૌમ ચામોરો લોકો તાઓતાઓમોનાની વાર્તામાં માને છે અને તેમાં વડ ડ્યુંડીસ અને અન્ય પિશાચોનું ઘર છે. તાઓતાઓમોના એ પ્રાચીન ચામોરો લોકોની આત્મા છે જેઓ વડની રખવાળી કરે.વડોદરા શહેરનું નામ વડવૃક્ષ પરથી પડેલ છે.હવાઇ દેશનાં હિલો પરગણામાં ઘણાજ વડનાં વૃક્ષો જોવા મળે છે.તેમાંના કેટલાક પ્રખ્યાત મહાનુભાવો દ્વારા વવાયેલ છે.આ વૃક્ષો દ્વારા આખો વડ માર્ગ બનેલ છે.તેને જો ગાયના દૂધની સાથે પીવામાં આવે તો સ્ત્રીને ગર્ભ રહેવાની શક્યતા વધારે રહે છે.

વડના સીરમા ખાંડ ઉમેરી અને પીવાથી હરસ મસા કે પેટને લગતી બીમારીમાં રાહત થાય છે.આ ઉપરાંત શરીરમાં કોઈપણ જગ્યાએ લાગેલી ઇજા કે સોજા માટે રાહત આપે છે. અને વડલાનું દૂધ તો સવારે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો પુરુષ તત્વની ખામી હોય તેવા પુરુષોને ઉપયોગી છે.આને વડલા નું દૂધ વીર્યમાં વધારો કરે છે. અને જો તમારા દાંત પડી ગયા હોય તો તેના દાંત પર મંજન કરવાથી અને દાંત પર મુકવાથી રાહત થાય છે.અમેરિકામાં થોમસ આલ્વા એડિસને પ્રથમ વડવૃક્ષ, ફોર્ટ માયર્સ, ફ્લોરિડામાં વાવેલ.

આ વૃક્ષ તેમને હાર્વે ફાયરસ્ટોન મારફત મળેલ, ફાયરસ્ટોન ૧૯૨૫માં ભારતથી આ વૃક્ષની ૪ ફુટ ઉંચાઇની કલમ લાવેલા જે અત્યારે ૪૦૦ ફુટનાં ઘેરાવામાં પથરાયેલ છે.વૃક્ષની પૂજા કરવી તે આપણા દેશની પરંપરા નો એક ભાગ રહ્યો છે.આમ, તો દરેક વૃક્ષ કે છોડને ઉપયોગી માનીને તેની રક્ષા કરવી તે પરંપરા છે. પરંતુ વડના વૃક્ષની પૂજાનું ખાસ મહત્ત્વ છે.વડના વૃક્ષનું ધાર્મિક મહત્ત્વ.વડના વૃક્ષ માટે માનવામાં આવે છે, કે તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્ર સ્થાનેે શિવજીનો વાસ હોય છે.

આ વૃક્ષ લાંબા સમય સુધી અક્ષય રહે છે, તેથી તેને અક્ષયવડ તરીકે પણ ઓળખવામાં આવે છે.અખંડ સૌભાગ્ય અને આરોગ્ય માટે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.પ્રલયના અંત સમયે વટવૃક્ષના પાનમાં માર્કણ્ડેયઋષિને શ્રીકૃષ્ણના દર્શન થયા હતા.પ્રયાગમાં ગંગા કિનારે સ્થિત થયેલા વટવૃક્ષને તુલસીદાસજીએ તીર્થરાજનું છત્ર કહ્યું છે.વડના વૃક્ષ નીચે સાવિત્રીએ પોતાના પતિને જીવનદાન અપાવ્યું હતું. માનવામાં આવે છે, કે દેવી સાવિત્રી વડના વૃક્ષમાં નિવાસ કરે છે.

ત્યારથી આ વ્રત વટસાવિત્રીના નામથી ઓળખાય છે.જો તમે ૧૦ ગ્રામ વડલા ની છાલ તેમાં કાથો ઉમેરો તેમાં તીખા ઉમેરો અને તે બધાનો પાવડર બનાવો. તો તેમાંથી એક દંત મંજન બને છે.તે દાંત ઉપર લગાવવાથી દાંત માં રહેલો સડો દાંતમાં દુખાવો. અને દાંતમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે. વડલાનું દૂધ આ સિવાય બવાસીરના રોગોમાં પણ ઉપયોગી છે. તેના કૂણાં પાંદડા નો પાવડર બનાવે ખાવાથી માનસિક શક્તિમા વધારો થાય છે.

અને તેના ટેટાનો જો સ્ત્રી અને પુરુષ નિયમિત રીતે સેવન કરે તો ગર્ભધારણની શક્યતા વધે છે.સૌભાગ્ય અને સુખ શાંતિની પ્રાપ્તિ,જેઠ કૃષ્ણપક્ષ અમાસના દિવસે વટવૃક્ષની પૂજા કરવી.શાસ્ત્રો મુજબ આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવાથી સૌભાગ્ય, ધન અને સુખ-શાંતિની પ્રાપ્તિ થશે. સંજોગની વાત છે, કે આજ દિવસે શનિ મહારાજનો જન્મ થયો હતો, તથા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી.

વડના ટેટા શરીરમાં રહેલી ગરમી દૂર કરે છે. તે માટે ગર્ભધારણ શક્ય બને છે. આ ઉપરાંત વડના ટેટાનું શાક અને અથાણું પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. જો તમને ગરમીથી માથું દુખતું હોય તો કપાળ ઉપર વડના દૂધનું લેપ લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

ગરમીના દિવસોમાં માથાને ઠંડક મળે તે માટે વડ ના મોટા પણ માથા ઉપર મૂકી ટોપી તરીકે પહેરી શકાય છે.ચાર પ્રકારના વૃક્ષ,વડના ઝાડને વટવૃક્ષ પણ કહેવામાં આવે છે.સનાતન ધર્મમાં એક તહેવાર સંપૂર્ણ રીતે વડને સમર્પિત કરવામાં આવ્યો છે. અક્ષય વડ, પંચવડ, વંશી વડ અને સિદ્ધ વડ આ ચાર વટવૃક્ષનું વધારે મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.

મોટાભાગના લોકો આ વૃક્ષની પ્રાચીનતાથી અજાણ હોય છે.આયુર્વેદમાં વડના વૃક્ષનું મહત્ત્વ,આયુર્વેદમાં દરેક રોગનો ઇલાજ રહેલો છે. વડના વૃક્ષના વિવિધ ભાગનો ઉપયોગ કરીને ઔષધિ બનાવવામાં આવે છે.તેના પાન, ફળ, ફૂલ, મૂળ, છાલ વગેરેના ઉપયોગથી રોગોનો નાશ થાય છે.પર્યાવરણની રક્ષા કરે છે,વટવૃક્ષ કાર્બનડાયોક્સાઇડ ગ્રહણ કરીને અને ઓક્સિજન છોડવાની ક્ષમતા ડબલ ધરાવે છે.વડનું ઝાડ લોકોને જીવન આપનાર છે, તેથી તેની પૂજા કરવી પણ સ્વભાવિક જ છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.