શનિ જયંતિ પર શનિદેવને ખુશ કરવા કરો આ ખાસ ઉપાય, હમેશા રહેશે શનિદેવની કૃપા…..

0
237

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે અમુક એવા કામો છે જેનાથી શનિદેવ ગુસ્સે થઇ શકે છે જો ક્યાંય પણ શનિદેવ ની વાત થાય છે તો વ્યક્તિ ના મન માં ડર બેસી જાય છે દરેક વ્યક્તિ શની ની ખરાબ દ્રષ્ટિ થી બચવા માંગો છો એવું કહેવામાં આવે છે કે જો શનિદેવ કોઈ વ્યક્તિ થી નારાજ થઇ જાય તો તે વ્યક્તિ ના જીવન માં બહુ બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે શનિદેવ ને ન્યાય ના દેવતા તરિકે ઓળખવામા આવે છે અને જે લોકો ઉપર શનિદેવ ની કૃપા હોય છે તેમના જીવનમા કોઇપણ જાતની મુશ્કેલીઓ આવતી નથી અને શનિદેવ મહારાજ ની કૃપા થી તેમના લોકોનુ જીવન ખુશિઓ થી ભરેલુ હોય છે અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો ની સ્થિતી નો બદલાવ આવવાથી આપણા જીવન મા પણ ઉતાર ચઢાવ આવ્યા જ કરે છે.

મિત્રો સુર્ય પુત્ર શનિદેવ વિશે સમાજમાં ઘણી ગેરસમજો છે કે તે ગુસ્સે, ભાવનાહીન અને નિર્દય છે પરંતુ આ કંઈ સાચું નથી શનિદેવ ન્યાયના ભગવાન છે અને આ કારણોસર ભગવાન શિવએ શનિ મહારાજને નવગ્રહોમાં ન્યાયાધીશ તરીકે કામ સોંપ્યુ છે અને તેમની કૃપા જીવનમાં કદી પણ કમી ન રહે અને તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે શનિનો પ્રકોપ જેનો દુનિયા ડરે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે શનિવાર શનિદેવ ની વાર માનવામાં આવે છે તેથી આ દિવસે અમુક કર્યો ન કરવા જોઈએ અને જો તમે આ દિવસે આ કામો કરશો તો શનિ અશુભ થઇ શકે છે અને ખરાબ પરિણામ ભોગવવું પડે છે. તેથી આજે અમે તમને અમુક એવા કામો જણાવશું જે શનિવારે કરવા ન જોઈએ તેમજ શનિવારના દિવસે ન કરવા જોઈએ.

મિત્રો શનિવારના દિવસે ક્યારેક લોખંડ કે લોખંડથી બનેલ વસ્તુ ઘરમાં ન લાવવી જોઈએ. આવું કરવાથી શનિદેવ નારાજ થઇ શકે છે. જો કે આ દિવસે લોખંડનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેથી જો તમારી પાસે લોખંડથી બનેલ કંઈ વસ્તુ હોય તો ગરીબોને દાન કરવી જોઈએ તેમજ આમ તો ગરીબોનું અપમાન કરવું હંમેશા માટે ખરાબ જ છે પરંતુ શનિવારના દિવસે તો આ ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ. જણાવી દઈએ કે ગરીબોનું પ્રતિનિધિત્વ શનિદેવ કરે છે અને જો તમે આ દિવસે તેને પરેશાન કે અપમાન કરશો તો શનિદેવ તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ વધારી શકે છે.

મિત્રો જો તમને એવું લાગી રહ્યું છે કે શનિદેવ તમારાથી નારાજ છે અને તમારા જીવનમાં વધુ મુશ્કેલીઓ આવી જાય તો શનિદેવને મનાવવા શનિવારના દિવસે તેલનું દાન કરવું જોઈએ. પરંતુ એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે તેલ ઘરે ન લાવવું જોઈએ. એટલેકે દાન કરવું તો શુભ છે પણ આ દિવસે તેલ ઘરમાં લાવવું અશુભ માનવામાં આવે છે તેમજ શનિવારના દિવસે કોઈ પણ બહારના વ્યક્તિ પાસેથી બુટ-ચંપલ ભૂલથી પણ ભેટ રૂપે સ્વીકાર ન કરવો જોઈએ. જો કે શનિવારના દિવસે બુટ કે ચંપલ ગરીબોને દાન કરવાથી શનિ દોષ દુર થઇ જાય છે.

મિત્રો જો તમારી પાસે જુના ચપ્પલ છે તો તેને તમે શનિવારે દાન કરી શકો છો અને જો શક્ય હોય તો નવા ખરીદીને પણ દાન કરી શકો છો અને શનિદેવને ખુસ કરવા માંગો છો તો શનિવારના દિવસે પીપળાની પૂજા કરો અને પૂજા કર્યા બાદ તેની સાત વાર પરિક્રમા કરો તેમજ શનિના પ્રકોપથી બચવાનો આ પણ એક અસરકારક ઉપાય છે તેમજ શનિના પ્રકોપને દુર કરવા અને શનિદેવને ખુશ કરવા માટે શનિવારના દિવસે કાળા તલનું દાન કરો.

અને શનિવારના દિવસે કાળા તલનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. બની શકે તો કોઈ ગરીબને દાન કરો તેમજ શનિના પ્રકોપને દુર કરવા માટે તમે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને સરસોના તેલનો દીવો કરી શકો છો. આવું કરવાથી શનિદેવ ખુસ થઇ જાય છે અને શનિના પ્રકોપથી તમને જલ્દી છુટકારો મળી જાય છે.

મિત્રો તે સિવાય જો મીઠાની ખરીદી કરવી જ હોય તો પણ શનિવારના દિવસે ના કરો માનવા માં આવે છે કે શનિવારે મીઠાની ખરીદી કરવાથી ઘરમાં દેવુ આવે છે તેમજ શનિવારના દિવસે નોનવેજ-દારૂનું સેવન કરવું નહી. ભુલીને પણ આ વસ્તુનો ઉપયોગ કરશો નહી અને જો આ વસ્તુ ઓનો ઉપયોગ શનિવારે કર્યો તો શનિદેવ તમારા પર ગુસ્સે થશે તેમજ શનિવાર ના દિવસે મસુરની દાળ ખાશો નહી કારણ કે મસુર સૂર્ય અને મંગળથી સંબંધિત છે તથા શનિનો તેની સાથે શત્રુવત સંબંધ છે. શનિવારે મસુરની દાળ ખાવાથી શનિ ઉગ્ર બને છે.

મિત્રો આ સિવાય અમુક એવા ઉપાય પણ છે જેનાથી તમે શનિદેવને ખુશ કરી શકો છો તેમજ આમ તો દરેક દિવસમાં માટે અલગ અલગ માન્યતા છે. અને દરેક દિવસનું મહત્વ પણ અલગ અલગ હોય છે અને રવિવારથી શનિવાર સુધીમાં કોઈને કોઈ દેવી-દેવતાઓનું મહત્વ રહેલું છે.જ્યારે શનિવારે શનિદેવ અને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે શનિવારે આ ઉપાયથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

શનિવાર નો દિવસ શનિદેવ અને હનુમાનજીનો છે જેથી તેને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે અને શનિવારે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે અને તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને શનિવારે જો હનુમાન ચાલીસા કરવામાં આવે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છેતેથી શનિવારે સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

મિત્રો તમને જણાવી દઇએ કે શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે અને જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે અને જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.