શા માટે એક દીકરી બે કુટુંબ ને તારે છે?,જાણો લગ્નની વિધિનું મહત્વ,99 ટકા લોકોને નથી ખબર….

0
148

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.શું તમે જાણો છો કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શા માટે લગ્નમાં ધાર્મિક વિધીઓ કરવામા આવે છે આમ તો આપણે બધાં જાણીએ જ છીએ કે આપણા દેશમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘણી બધી પૂજા-વિધિઓ કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નમાં જે રીતે અનેક વિધિઓ કરવામાં આવે છે તે વિશ્વના અન્ય કોઈ ધર્મમાં નથી તેમ છતાં પણ અમુક લોકો તેને અંધવિશ્વાસ માને છે તો કેટલાક લોકો આવી વિધિને મુર્ખતા સમાન માને છે.

પરંતુ આ વિધિ કરવા પાછળ ધાર્મિકતા ની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે ખરેખર તો કંકોત્રી લખવા થી લઈને દીકરીની વિદાય અને ગૃહલક્ષ્મી નું આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ વિધિ અને પરમ્પરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલ ના જીવનનાં મૂળ સાથે જોડાયેલી હોય છે આજની ધાર્મિક વાતોમાં અમે તમને જણાવીશું લગ્નની વિધિઓ પાછળ રહેલા ખાસ મહત્વ વિશે, તો અંત સુધી આ લેખ વાંચતા રહો.

સૌથી પહેલા આવે છે પીઠી ચોડવાની વિધિ આમ તો પીઠી ચોડિયા વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે ધાર્મિક રિવાજો મુજબ લગ્નમાં પીઠી ચોડવી એ શુભ માનવામાં આવે છે પરંતુ પીઠી ચોડવાની વિધિ પાછળ પણ એક વૈજ્ઞાનિક રહસ્ય જોડાયેલુ છે પીઠી ચોડવા માટે હળદર નો ઉપયોગ કરવામાં આવે છે જે એક કુદરતી એન્ટિબાયોટિક હોય છે જે ચામડીમાં રહેલા બેકટેરિયા નો નાશ કરે છે ત્યાર પછી આવે છે મહેંદી લગાવવાની વિધિ લગ્નમાં મહેંદી નું પણ ખાસ મહત્વ રહેલું છે મહેંદી થી શરીરમાં શીતળતા મળે છે.

જે તેમને માથાનો દુઃખાવો અને તાવ થી રાહત આપે છે ત્યાર પછી આવે છે બંગળી પહેરવી લગ્નમાં દુલ્હન ના હાથમાં બંગળી પહેરાવવામાં આવે છે.આપણા દેશમાં લગ્ન દરમિયાન ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે. અમુક લોકો આને અંધવિશ્વાસ મને છે તો કેટલાક લોકો આ વિધિને મૂર્ખ માને છે. પરંતુ, આ વિધિની પાછળ ધાર્મિકતા ની સાથે-સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. અમે આજે તમને જણાવવાના છીએ કે, લગ્નની વિધિઓ પાછળ રહેલ મહત્વ વિષે.

પીઠી,પીઠી વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. ધાર્મિક રિવાજો મુજબ લગ્નમાં પીઠી ચોળવી એ શુભ માનવામાં આવે છે. પરંતુ પીઠી ચોળવાની વિધિ પાછળ પણ એક વૈજ્ઞાનિક રહસ્ય રહેલ છે. હળદર એક કુદરતી એન્ટી બાયોટીક હોય છે, જે ત્વચાના બેક્ટેરિયાનો નાશ કરે છે.મહેંદી લગાવવી,લગ્નમાં મહેંદી નું પણ ખાસ મહત્વ રહેલ છે. મહેંદી થી શીતળતા મળે છે. આ તમને માથાનો દુખાવો અને તાવથી રાહત આપે છે.બંગડી પહેરવી,લગ્નમાં દુલ્હનના હાથમાં બંગડી પહેરાવવા માં આવે છે.

આપણા હાથના કાંડામાં ઘણા બધા એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે. બંગડી પહેરવાથી આ પોઈન્ટ્સ પર દબાવ આવે છે. જે તમને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે.ફેરા ફરવા,હિન્દૂ રીતી રિવાજમાં જયારે લગ્ન થાય છે ત્યારે અગ્નિના ફેરા અવશ્ય લેવામાં આવે છે. અગ્નિ આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખે છે. તે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને હકારાત્મકતા ફેલાવે છે. આ એક શક્તિશાળી શુદ્ધિકારક બની જાય છે. તે શુદ્ધ પર્યાવરણમાં જે લોકો ઉપસ્થિત હોય છે તેમના આરોગ્ય પર ખૂબ જ સારી અસર પડે છે.

આજે વાત કરવી છે લગ્નની પરંપરાની. ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી. કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે.ભારતીય સનતાન હિંદુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદભૂત છે.

ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે. અને આ સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર.લગ્ન એટલે માત્ર બંધન જ નહી પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન.

લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહી પરંતુ બે આત્માઓનું મીલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહ લક્ષ્મી હોય છે.આપણા ત્યાં લગ્ન બાદ દિકરાની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે.

Indian Wedding Ceremony, Indian Marriage Photo

તેને પુત્રવધુ કહેવામાં આવે છે. પુત્ર વધુ એટલે જેનું મહત્વ પોતાના પુત્ર કરતા પણ વધુ છે તે પુત્ર વધુ.લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે? શું રહસ્ય છે? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે? આ તમામ બાબતો પર એક નજર કરીએ.

લગ્ન, લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. મૂલતઃ લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન.વરઘોડો, વરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથીયું.

પોંખણુ, વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે.કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે. પોંખણામાં ચાર લાકડાની દંડીકાઓ હોય છે જેને રવઈયો, મુશળ, ઘુંસરી અને તરાક કહેવામાં આવે છે. આવો તેના મહત્વ પર પણ એક નજર કરીએ.