સૈફઅલી ખાન એ જાહેર કરી બેડરૂમ ની આ અંગત જીવન ની વાતો જાણી ને આશાર્યચકિત થઈ જશો.

0
205

મિત્રો, કોરોના નો કહેર સમગ્ર વિશ્વમા ફેલાયેલો છે. આપણા દેશમા પણ આ સમસ્યાના કારણે ૩૧ મે સુધી લોકડાઉન લંબાવેલુ છે. હાલ, સામાન્ય લોકોની માફક જ બોલીવુડ સિતારાઓ પણ પોત-પોતાના ઘરોમા કેદ છે. આ સિતારાઓ વર્તમાન સમયમા સોશિયલ મીડિયા પર વધુ પડતા એક્ટીવ જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન સિતારાઓ સાથે સંકળાયેલ અમુક જુના કિસ્સા અને વાર્તાઓ પણ સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહી છે. એક આવો જ કિસ્સો કરીના કપૂર અને સૈફઅલી ખાનને લઈને વાયરલ થઇ રહ્યો છે, જેમા સૈફ પોતાના બેડરૂમના સિક્રેટ શેર કરી રહ્યો છે, જેને સાંભળી કરીનાના ગાલ લાલ થઇ જાય છે.

હાલ, થોડાક સમય પહેલા જ સૈફ પોતાની પત્નીના ચેટ શોમા હજાર રહ્યો હતો અને તેમણે ત્યા અંગત જીવન ને લઈને અનેક વાતો શેર કરી હતી. કરીનાએ સૈફને પૂછ્યુ હતુ કે, ‘એવી કઈ વસ્તુ છે જે લોકોએ પોતાના વૈવાહિક જીવનમા અપનાવવી જોઈએ. કોઈ એવી વસ્તુ જે તેમના વૈવાહિક જીવનમા ઉત્સાહને જાળવી રાખે ?’ સૈફે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો, “રોલ પ્લે”. આ સાંભળીને કરીના શરમાઈ ગઈ હતી અને તેમણે કહ્યું, વાસ્તવમા, આપણે આ શો પર લગભગ દરેક વિષય પર વાત કરીએ છીએ એટલે આ પણ ઠીક છે. ત્યારબાદ સૈફે જણાવ્યુ કે, તેઓ ફક્ત મજાક કરતા હતા.

આ વાત પૂર્ણ કરતા સૈફે પેલા પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યુ કે, જો તમે પોતાના જીવનમાં કઈક નવુ કરતા રહો છો તો તમને એક તાજગીનો અનુભવ યથાવત રહે છે. જેથી, દિવસ પૂર્ણ થાય તેમછતા પણ તમારા અંદરની તાજગી યથાવત રહેશે. તેમણે જણાવ્યુ હતુ કે, દરરોજ એક જેવા કાર્યો કરવાથી લગ્નજીવન રસ વિનાનુ બની જાય છે. સાથે જ મારુ માનવુ એવુ છે કે, કોઈપણ વ્યક્તિએ પોતાના પાર્ટનરને લગ્નમા ઉત્સાહ જાળવી રાખવા માટે દબાણ ના આપવુ જોઈએ. હંમેશા પોતાના આકર્ષણને જાળવીને રાખી શકો છો.

આટલુ જ નહી સૈફ જ્યારે કરણ જોહરના શોમા પુત્રી સારા અલી ખાન સાથે પહોચ્યા હતા, ત્યારે પણ તેમણે પોતાના બેડરૂમ સિક્રેટ શેર કર્યા હતા. કરણ જોહરે સૈફને તેમના અમુક સિક્રેટ વિશે પૂછ્યુ હતુ કે, જ્યારે સૈફની પત્ની કરીના જીમના આઉટફીટમા હોય છે તો તેમનુ શુ પ્રતિભાવ હોય છે? તો તેના પ્રત્યુતરમા સૈફે જણાવ્યુ હતુ કે, હુ પોતે જ બેડરૂમમાંથી નીકળતા પહેલા તેમનો ક્લોઝઅપ લુક જોઉ છુ.

તમને જણાવી દઈએ કે, કરીના એ સૈફની બીજી પત્ની છે. આ બંનેએ વર્ષ ૨૦૧૨મા લગ્ન કર્યા હતા. આ બંનેનો એક પુત્ર છે તૈમુર અલી ખાન. સૈફની પહેલી પત્નીનુ નામ અમૃતા સિંહ છે. એ પણ જણાવી દઈએ કે, હાલ આ લોકડાઉન દરમિયાન સૈફ અને કરીના પુત્ર તૈમુર સાથે સારો એવો સમય પસાર કરી રહ્યા છે.