સવારે પેટ થઈ જશે એકદમ સાફ,બસ ખાલી રોજ રાતે ખાઈ લો આ વસ્તુ,જાણી લો આ વસ્તુના બીજા પણ ફાયદા..

0
215

નારિયેળ કે શ્રીફળ એક ફળ છે જે નારિયેળી નામક વૃક્ષ પર ઉગે છે ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નિકળે છે. આ લીલું નારિયેળ ત્રોફા તરીકે ઓળખાય છે પાકી ગયેલું નારિયેળ હિન્દૂ ધર્મમાં પવિત્ર ફળ મનાય છે અને મંદિરમાં ભગવાનને ધરાવાય છે તેમ જ ઘણાં ધાર્મિક સામાજિક પ્રસંગોમાં તેનો ઉપયોગ થાય છે પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે કોપરું કે ટોપરું એવા નામે ઓળખાય છે આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.

નારિયેળ એક સુપર ફ્રુટ ગણાય છે કારણ કે તે સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની દ્રષ્ટિએ સારું હોય છે. નારિયેળનું પાણી, પલ્પ દૂધ અને તેલને વાપરી શકાય છે સૌંદર્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો નારિયેળની સરખામણી અન્ય કોઇ ફળ સાથે ન કરી શકાય. આવો જાણીએ કે ચહેરો નિખારવા અને ડાઘા ધબ્બા દૂર કરવા નારિયેળનો પ્રયોગ કઇ રીતે કરી શકાય.

નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઈમ્યૂનિટી વધારે છે અને મેમરી પણ શાર્પ થાય છે. તેના અન્ય પણ ઘણાં સારાં ફાયદાઓ છે. નારિયેળ વિટામિન મિનરલ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. ગરમીમાં તે ઠંડક આપે છે અને તેમાં પાણીની માત્રા પણ સારી હોય છે. જેથી તે બોડીને પ્રોપર હાઈડ્રેટ પણ રાખે છે. તેનાથી વાળ અને સ્કિનને પણ ગજબનો ફાયદો થાય છે.

પેટને સાફ કરે છે જો તમને કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય તો નારિયેળનો એક મોટો ટુકડો રાતે સૂતા પહેલાં ખાઓ. સવારે તમારું પેટ સાફ થઈ જશે. તેમાં ફાયબર સારી માત્રામાં હોય છે. જેનાથી અપચામાં રાહત મળે છે.નસકોરીમાં બેસ્ટ છે જે લોકોને ઉનાળામાં નસકોરી ફૂટવાની પ્રોબ્લેમ થતી હોય અને નાકમાંથી લોહી નીકળતું હોય તેમના માટે આ એક બેસ્ટ દવાનું કામ કરે છે. તેના માટે સાકર સાથે નારિયેળ મિક્ષ કરીને ખાઓ. ઊલટીમાં રાહત જો તમને ઊલટી જેવું ફીલ થાય અને ઊલટી આવતી હોય તો નારિયેળનો નાનો ટુકડો મોંમાં રાખીને ધીરે-ધીરે ચાવીને ખાવાથી આ પ્રોબ્લેમ તરત જ આરામ મળે છે.

નારિયેળના અન્ય ફાયદા નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.નારિયેળનું પાણી કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોય છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જેના કારણે હૃદય સાથે જોડાયેલી બિમારીઓથી ખતરો ઓછો રહે છે.આ એક સારું એન્ટીબાયોટિકનું પણ કામ કરે છે. આ દરેક પ્રકારની એલર્જીને પણ આ દૂર કરે છે.

નારિયેળ તેલ એક સારું સનસ્ક્રીનનું પણ કામ કરે છે. તડકામાં નીકળતાં પહેલાં તેને લગાવવાથી મોંઘા સનસ્ક્રીનની જરૂર પડતી નથી.પિંપલ્સને દૂર કરવા માટે કાકડીના રસમાં નારિયેળ પાણી મિક્ષ કરીને ચહેરા પર લગાવો.ઓછી કેલેરી અને પચવામાં સરળ હોવાના કારણે નારિયેળ પાણી વજન ઘટાડવા માટે આદર્શ અને કામ કરનારું પીણું છે. તેમાં બાયોએક્ટિવ એન્જાઇમ્સ હોય છે જે પાચનશક્તિ માટે ફાયદાકારક છે.

ખાસ કરીને મેગ્નેશિયમની અછત હોવાના કારણે માઈગ્રેન થાય છે. એક્સપર્ટ્સની અનુસાર, નારિયેળ પાણી માઇગ્રેનના દુખાવાને ઓછો કરીને મટાડી દે છે.એક અભ્યાસ મુજબ, નારિયેળ પાણીમાં એમિનો એસિડ અને ડાયટરી ફાઈબર હોય છે જેનાથી બ્લડ શુગરને નિયત્રિંત કરવામાં મદદ મળે છે. તેનાથી ઇન્સ્યૂલિયની સંવેદનશીલતા પણ સુધરે છે.તમને જાણીને હેરાની થશે કે નારિયેળ પાણીમાં સૈાઈટોકાઈનિંગ હોય છે. જેમાં શરીરને સ્ફૂર્તિભર્યુ રાખવાનો ગુણ છે. આ ઉપરાંત આયુષ્ય સંબંધિત બિમારીઓને દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે.એક રિસર્ચમાં જાણવા મળ્યું કે નારિયેળનું પાણી તમારા એનર્જી ડ્રિંક્સની જગ્યા લઇ શકે છે. વર્કઆઉટ પછી શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

રાતની મસ્તી બાદ જો તમે સવારે સારું ફિલ નથી કરી રહ્યા તો સવારે ભૂખ્યા પેટે નારિયેળ પાણી પીવાનું શરૂ કરો. આ પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરે છે.ચમચી નારિયેળ તેલ કે નારિયેલનો પલ્પ લઇ તેમાં બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. આને 2-3 મિનિટ માટે ચહેરા પર ઘસો અને પછી ગરમ પાણીથી મોઢું ધોઇ લો.

1ચમચી નારિયેળ પાણી અને પીસેલી દાળ લઇ મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર બે મિનિટ રહેવા દઇ સ્ક્રબ કરો.તમારી સ્કિન હાઇડ્રેટ થઇ જશે અને તેમાં કસાવ આવશે.રોજ રાતે ઊંઘતા પહેલા થોડું નારિયેળ પાણી તમારા ચહેરા પર ઘસો. આવું થોડા દિવસો સુધી કરવાથી ચહેરા પરથી બધા ડાઘા ગાયબ થઇ જશે અને ચહેરો હાઇડ્રેટ થશે તેમજ તેમાં નમી પણ આવશે.

લીંબુના રસના થોડા ટીપાં સાથે નારિયેળનું થોડું પાણી મિક્સ કરી ચહેરા અને શરીર પર લગાવો. આનાથી ત્વચામાં નમી આવશે તથા કસાવ પણ આવશે. જેનાથી તમારી ઉંમર ઓછી દેખાશે. સ્નાન કર્યા બાદ તમારા શરીર પર નારિયેળનું દૂધ લગાવો અને 15 મિનિટ પછી ધોઇ લો. આનાથી શરીરમાં પ્રભાવી રૂપે નમી આવશે અને રંગ પણ નીખરશે.