હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 19 વર્ષની યુવતીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. યુવતી નું મોત થતા જ તેના પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે એક 19 વર્ષની યુવતીને ઝેરીલા સાપે પગમાં ડંખ માર્યો હતો.
ત્યારબાદ પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ગઈકાલે સાંજના સમયે સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું. દીકરીના મોત ના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું.
આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ અન્નુ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ અન્નુ સવારે ઊઠીને રૂમની બહાર જઈ રહી હતી. ત્યારે એક ઝેરીલા સાથે તેને પગમાં ડંખ માર્યો હતો. આ કારણોસર તેને જોરથી ચીસો પાડી હતી.
દીકરીની ચીસો સાંભળીને પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે રસ્તામાં દીકરી બેભાન થઈ ગઈ હતી. તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જયપુર લઈ જવામાં આવી હતી. જ્યાં જયપુરમાં રવિવારના રોજ સાંજના સમયે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. ત્યારબાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. માત્ર 19 વર્ષની દીકરીનું મોત થતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું. દીકરીનું મોત થયા બાદ દીકરીના માતા પિતાએ હૈયાફાટ રૂદાને કર્યું હતું.
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.