સતત હાથ ધોવાથી પણ થાય છે આ ગંભીર બીમારીઓ,જાણીલો અને અત્યારેજ સુધારીલો.

0
158

સ્વસ્થય રહેવા માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આ કોરોના કાળમાં સમય સમયે હાથ પગ ધોવા જરૂરી છે.સ્વચ્છ જીવન જીવવું એ તમારી સારી જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે. જ્યારે તમે નાના હતા ત્યારે રમીને બહારથી ઘરે આવતાં ત્યારે તમને ઘરના મોટા લોકો હાથ ધોવાનું કહેતા હશે પરંતુ મોટા થયા પછી તમે સમજી જ ગયા હશો કે ઘરના મિત્રોની આ વાતો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હતી અને તમે આ સલાહ અન્યને આપશો.

યુ.એસ. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર અનુસાર સ્વસ્થ રહેવા માટે તમારા હાથ સાફ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમને હાથ ધોવાની ટેવ વધારે છે, તો આ ટેવ તમને બીમાર બનાવી શકે છે. હવે તમારા મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે આપણે કેવી રીતે જાણવું જોઈએ કે તંદુરસ્ત રહેવા માટે કેટલી વાર હાથ ધોવા જોઈએ?આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આપણી ત્વચા પર બે પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે. એક તે છે જે આપણને બીમાર બનાવે છે અને બીજું કે જે આપણને રોગોથી દૂર રાખે છે.

આવી સ્થિતિમાં જો તમે તમારા હાથને એક કરતા વધારે વાર ધોવો છો તો પછી તમારી ત્વચા પર હાજર બિનઆરોગ્યપ્રદ બેક્ટેરિયાની સાથે, તંદુરસ્ત બેક્ટેરિયા પણ દૂર થાય છે. જે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે.ફક્ત તંદુરસ્ત બેક્ટેરિયા જ નહીં, પરંતુ વારંવાર હાથ ધોવાથી તમારી ત્વચા પણ શુષ્ક થઈ જાય છે. કારણ કે આ કરવાથી તમારી ત્વચા પરનું સ્વસ્થ તેલ દૂર થઈ જાય છે અને ત્વચા શુષ્ક થઈ જાય છે.

ઘણા લોકો હાથ સાફ રાખવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ પણ કરે છે. આરોગ્ય નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હાથ પર વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પણ આરોગ્ય માટે હાનિકારક છે. જે લોકો હેન્ડ સેનિટાઇઝરનો વધુ ઉપયોગ કરે છે તે લોકો ઝડપથી બીમાર પડે છે.

અમારા લેખનો અર્થ એ નથી કે તમે તમારા હાથને સાફ રાખશો નહીં અને તમારા હાથ ધોશો નહીં, જોકે કોઈ પણ વસ્તુનો વધુ ઉપયોગ કરવો નુકસાનકારક છે, તે જ રીતે વારંવાર તમારા હાથ ધોવા પણ નુકસાનકારક હોઈ શકે છે.સ્વસ્થ રહેવા માટે હાથ સાફ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ફક્ત હાથથી બેક્ટેરિયા આપણા પેટમાં પ્રવેશ કરે છે અને આપણને બીમાર બનાવે છે.

તમારે હંમેશાં ધ્યાન આપવું પડશે કે તમારે તમારા હાથ ક્યારે અને કેટલા સાફ કરવા પડશે. જેમ શૌચાલય છોડ્યા પછી હાથ ધોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે જ રીતે ખોરાક લેતા પહેલા હાથ ધોવા જરૂરી છે. તમે તમારા મોબાઇલનો ઉપયોગ કર્યા પછી અથવા કોઈ સાર્વજનિક સ્થળની મુલાકાત લીધા પછી હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ અને પછી તેનો ઉપયોગ યોગ્ય માનવામાં આવે છે.

સૌથી મોટો ફાયદો પેટના કૃમિમાં થાય છે. નાનાં બાળકોને ટૉઇલેટમાં નાના સફેદ કૃમિ પડવાની તકલીફ હોય છે એ અસ્વચ્છતાને કારણે જ પેદા થઈ હોય છે. જો બાળકને ટૉઇલેટમાંથી બહાર આવીને તેમ જ જમતાં પહેલાં બરાબર હાથ ધોવાની આદત પાડવામાં આવી હોય તો કૃમિથી બચી શકાય છે. કૃમિ માત્ર નાની વયનાઓમાં જ નથી હોતા. અસ્વચ્છતા ધરાવતાં ઘરોમાં મોટેરાઓમાં પણ આ સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને રસોડામાં કામ કરવા ઘૂસતાં પહેલાં જ હાથ ધોઈને સાફ રાખવાની આદત પાડવી જરૂરી છે. ૯૦ ટકા કૃમિનો ફેલાવો આ આદતથી અટકી શકે છે.

આ બન્ને ચીજો વાઇરસના ફેલાવાને કારણે થાય છે. શરદીને કારણે છીંક ખાતી વખતે વાઇરસ હવામાં ફેલાય છે. આવા સમયે મોં આડો હાથ રાખવાથી એ હવામાં ફેલાતા અટકે છે, પણ હાથમાં આવીને ચોંટે છે. શરદી કે ફ્લુ હોય એવી વ્યક્તિ સાથે શેકહૅન્ડ કરવાથી કે એ જે ચીજને અડી હોય એને અડીને પછી પોતાના નાકે લગાવવાથી ફ્લુ સરળતાથી ફેલાય છે. ફ્લુ અટકાવવા માટે જ્યારે પણ બહારથી ઘરમાં આવીએ ત્યારે પહેલાં હાથ ધોવા જરૂરી છે.

પાચનતંત્રની ગરબડોનું કારણ બૅક્ટેરિયાનો ફેલાવો હોય છે. ખાસ કરીને ટૉઇલેટથી બહાર નીકળ્યા પછી હાથ બરાબર સાફ કરવાની આદત ન હોય ને એ જ હાથે પછી ખાવાનું ખાવામાં આવે તો કેટલાક ઈ-કૉલી અને એચ. પાઇલોરી જેવા પેટમાં ગરબડ પેદા કરે એવા બૅક્ટેરિયા પાચનતંત્રને ખોરવી નાખે છે. એને કારણે ડાયેરિયા, ડિસેન્ટ્રી જેવી તકલીફો થાય છે.

આ તકલીફમાં આંખમાંથી નીકળતું પાણી ચેપી હોય છે. એ પણ અન્ય ચીજવસ્તુઓ કે શેકહૅન્ડ મારફતે બીજાઓમાં ફેલાય છે. એટલે જ કોઈ પણ જગ્યાએ ટચ કરીને કે કોઈકને શેકહૅન્ડ કર્યા પછી તરત જ હાથ ચહેરાને લગાવવો નહીં. કન્જક્ટિવાઇટિસનો રોગચાળો ચાલતો હોય તો દિવસમાં ચારથી પાંચ વાર હાથ ધોવાની આદત પાડવી.

આ રોગમાં વાઇરસને કારણે હાથ-પગ અને ચહેરા પર ફોડલીઓ ફૂટી નીકળે છે. આ વાઇરસ પણ રોગી સાથે શેકહૅન્ડ કરવાને કારણે ફેલાય છે. આમ તો ટીબીનાં જંતુઓ ખાંસી કે છીંકમાં નીકળતા પ્રવાહી વાટે ફેલાતાં હોય છે, પરંતુ એ પ્રવાહી જો હાથે લાગ્યું હોય કે એના છાંટા ઊડ્યા હોય એવી જગ્યાઓએ હાથ લગાવવામાં આવે તો એનાથી પણ બીજાઓમાં ફેલાય છે.

અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ફ્લુના વાઇરસ બારણાના હૅન્ડલ, ટેબલ, કી-બોર્ડ, સોફાના હાથા જેવી ચીજો પર ૨૪ કલાક સુધી ટકી શકે છે. એટલે જાહેર જગ્યાઓ પર આવી ચીજો પર હાથ લગાવ્યા પછી તરત જ હાથ પોતાના નાક પર લઈ જવાથી વાઇરસનો ચેપ લાગી શકે છે. આ રિસર્ચરોએ તો એટલે સુધી કહ્યું છે કે ફ્લુનો ફેલાવો અટકાવવા માટે હાથ મિલાવવાને બદલે કોણીથી ટચ કરો. એકબીજાને ગ્રીટ કરવાની આ નવી પદ્ધતિ અપનાવવાથી ચેપી વાઇરસનો ફેલાવો ઘણે અંશે અટકાવી શકાશે એવું આ સાયન્ટિસ્ટોનું કહેવું છે.