સારવાર બાદ પણ વારેઘડી રહે છે પથરીની સમસ્યા, તો કરો આ અસરકારક ઘરેલુ ઉપચાર,તરત જ મળી જશે આરામ..

0
299

પથરી એ ઘણા દર્દીઓમાં જોવા મળતો એક મહત્ત્વનો કિડનીનો રોગ છે. પથરી અસહ્ય દુખાવો કરી શકે છે પરંતુ ઘણા દર્દીઓમાં પથરી હોવા છતાં દર્દીને કોઈ જ તકલીફ નથી હોતી.અમુક દર્દીઓમાં પથરીની સમયસર સારવાર ન લેવામાં આવે તો પથરી, પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન પણ કરી શકે છે. એકવાર પથરી થાય તો વારંવાર પથરી થવાનું એ ખૂબ જ સામાન્ય છે. તેથી પથરી વિશે અને તેને અટકાવવાના ઉપાયો વિશે જાણવું જરૂરી છે.

પથરી એટલે શું, પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.પથરી કેવડી હોય છે? તે કેવી દેખાય? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે?મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોઈ શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે.અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે.

શું તમને વારેઘડી પથરીની સમસ્યા રહે છે તો તેના માટે ઓછું પાણી પીવાની આદત અને વધારે મસાલા વાળું ખાવાનું જવાબદાર હોઈ શકે છે. જેના કારણે દુઃખાવો પણ થાય છે. જો આ બીમારી લાંબા સમય સુધી રહે તો કિડનીને જોખમ રહે છે અને શક્ય છે કે તેની સારવાર પણ ન થઈ શકે. જો તમને પણ આ સમસ્યા છે તો તમે આ ઘરેલૂ ઉપાયથી રાહત મેળવી શકો છો.પત્થરચટ્ટા છે રામબાણ ઉપાય, પથરીની બીમારીથી લડવાનો સૌથી સરળ અને કારગર ઉપાય પત્થરચટ્ટાના પાન છે. રોજ સવારે ખાલી પેટે 5-6 પાન ચાવીને ખાવાથી ઝડપથી રાહત મળે છે. આ ઉપાયને પથરી કાઢવા માટે સૌથી વધારે કારગર માનવામાં આવે છે. આ છોડ પત્થર તોડવાની ક્ષમતા ધરાવતું હોવાથી તેને પત્થરચટ્ટા કહેવાય છે.

અનાનસનો રસ કરે છે મદદ. : અનાનસમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. માનવામાં આવે છે કે અનાનસનો જ્યૂસ પીવાથી કિડની સાફ થઈ જાય છે. આ કિડનીથી પણ વધારે અનાવશ્યક તત્વ કાઢીને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે લોકોને પથરીની સમસ્યા રહે છે તેને નિયમિત રીતે અનાનસનો જ્યૂસ પીવો.

ડુંગળી ખાવાથી નીકળી જશે પથરી. : પથરીના દર્દીએ વધારે પાણી પીવું. માનવામાં આવે છે કે કાચી ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. ગરમીમાં લૂથી બચવામાં પણ કાચી ડુંગળી મદદ કરે છે. જે લોકોને વારેઘડી પથરીની સમસ્યા રહે છે તેઓએ વધારે પ્રમાણમાં ડુંગળી ખાવી.

ગાજરનો જ્યૂસ. : ગાજરના જ્યૂસમાં વિટામિન એ અને ફાઈબર વધારે હોય છે. આ કિડનીથી પથરી કાઢવામાં મદદ કરે છે. સાંજે નાસ્તામાં ગાજરનો જ્યૂસ પીવાથી રાહત મળે છે. જેમને પથરીની તકલીફ છે તેઓએ રોજ ગાજરનો જ્યૂસ પીવો. તેનાથી પથરી બનતી બંધ થઈ જશે.

ખારેક કરશે ફાયદો : આ એક ખાસ ઘરેલૂ નુસખો ગણાય છે. તેને ખાવાથી પથરી નીકળી જવાની શક્યતા વધારે રહે છે. રોજ રાતે સૂતા પહેલાં 5-6 ખારેકને સુધારીને એક ગ્લાસ દૂધમાં ઉકાળો. આ ઉપાય એક અઠવાડિયા સુધી રોજ કરવાથી પથરી નીકળી જાય છે.આ સિવાય બીજા અન્ય ઘરેલુ ઉપચાર, લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.દિવસમાં 3 થી 4 ગ્લાસ ગાજરનું જ્યુસ પીવું. આ મૂત્રાશયમાં જઈને પેશાબનો રસ્તો બહાર કાઢે છે.મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.નિયમિત રીતે રોજ સફરજનનું જ્યુસ પીતા આ ક્યારેય નહિ થાય અને રોગ થયો હોય તો પણ મટી જશે.

હંમેશા પ્રવાહી વધારે પીવું (૩લિટર કે ૧૨થી ૧૪ ગ્લાસથી વધારે). આ ઉપાય પથરી બનતી અટકાવવામાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત આ રોગને દુર કરવા પ્રતિદિન બે લીટરથી વધારે પાણી પીવું જરૂરી છે.દહીં પાચનક્રિયાઓ ને ઠીક કરે છે સાથે આમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા હોય છે, જે કીડનીઓની સફાઈ કરે છે. આમાં રહેલ સારા બેક્ટેરિયા રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત બનાવે છે.નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.લાલ શિમલા મીર્ચમાં વિટામીન એ, સી, બી6, ફોલિક એસિડ અને રેશા મળી આવે છે. આ ઉપરાંત આમાં પોટેશિયમની માત્રા પણ ઓછી હોય છે. આ કીડનીને સાફ રાખે છે.

કારેલા આમતો ઘણા કડવા હોય છે પણ તેનાથી થતા ફાયદાઓ ચોક્કસ મીઠા હોય છે. પથરીના રોગનો આ રામબાણ ઈલાજ છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વો હોય છે, જે પાથરીને બનતા અટકાવે છે.આદુનો રસ પણ પથરીના રોગને મટાડવા અસરકારક છે. આદુમાં આયર્ન, કેલ્શિયમ, આયોડીન, ક્લોરિન અને વિટામિન્સ જેવા તત્વો હોય છે. આ કીડનીના વિષાક્ત પદાર્થો બહાર નીકાળે છે.