શરીર ના કોઈ પણ અંગ માં નસ જાંબુડિયા રંગની થઈ છે,તો જાણી લો એનું કારણ અને ઘરેલુ ઉપચાર….

0
662

આજકાલ જોવામાં આવે તો આપણું જીવન પૂરી રીતે બદલાય ગયું છે, કહેવાનો મતલબ એ છે કે આજ ના સમયમાં આપણે સમયસર ખાતા-પીતા નથી અને જે ખાઈ છે તે પહેલા જેવું નથી રહ્યું, દરેક લોકોની ખાણીપીણી બદલાઈ ગઈ છે. સૌથી વધુ ધ્યાન આપવાવાળી વાત તો એ છે કે આજે ખાવા પીવાની લગભગ દરેક વસ્તુઓમાં મિલાવટ આવે છે. જેના લીધે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણે બીમાર પડી જાય છે.

આજકાલનું ખાણું-પીણું એવું થઈ ગયું છે કે જે આપણા શરીર ને કમજોર બનાવી દે છેઆ બીમારીની જ એક બીમારી છે નસ બ્લોક થવી. જી હા નસ બ્લોક થવાથી હાર્ટ એટેક, લકવા જેવી ગંભીર બીમારીઓ નો સામનો કરવો પડી શકે છે.

ફુલેલી નસો માં નસો પહોળી તથા જાડી થતી દેખાય છે. પગની નસો સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસતા નસોની દિવાલો અને પહોળાઇમાં ફેરફાર સર્જાય છે. ક્યારેક આ અસર સમગ્ર પગ ઉપર કે પગના થોડા ભાગ ઉપર પણ થઇ શકે છે. પગની પાતળી દિવાલ રૂપે આ નલિકાઓ માંથી અશુદ્ધ લોહી પાછું હૃદય તરફ જતા લોહી નિયંત્રિત કરે છે.ફુલેલી નસ શરીરના કોઈપણ ભાગ માં થઈ શકે છે છતાં સામાન્ય રીતે બે પગ પર તેની અસર વધારે જણાય છે. કારણકે પગની નસો શરીરમાં વ્યાપક રીતે છવાયેલી હોય છે જેમાં નીચે છેડાના ભાગથી હદયમાં ઉપરના ભાગ તરફ રક્તનું વહેણ સતત થાય છે.

આ નસોની રુધિરાભિસરણ ની દિશા મહદ્અંશે ગુરૂત્વાકર્ષણથી નક્કી થાય છે. જો કે લોહીના વહેણ માં કઈ પ્રકારનાં યાંત્રિક અંતરાયો ઊભા થતા નથી. વાલ્વ કે પડદામાં કોઈ ક્ષતિ સર્જાવાને કારણે નસોમાં દબાણ વધવા માંડે છે.રક્તની માત્રા જમા થવાથી નસો ઉપસી આવે છે આખરે તૂટીને હૃદય તથા ફેફસા તરફ ખસતા ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આવી તકલીફ પુરૂષો કરતાં સ્ત્રીઓમાં મહદ્અંશે જણાય છે.

ફુલેલી નસ ના લક્ષણો: નસો ફૂલતા સોજા આવવાં, એ ફુલેલી નસની પ્રથમ નિશાની છે. તેની સાથે સ્નાયુઓમાં ખેંચાણ થતા ભારની લાગણી અનુભવાય છે. લોહી જમાં હોવાથી ખાસ કરીને રાત્રે, પ્રભાવિત પગમાં થાક લાગે છે. ક્યારેક અમુક કેસોમાં જ્યારે દર્દી સીધો ટટાર ઉભો હોય ત્યારે હૃદય તરફ વહેતો લોહીનો સામાન્ય પ્રવાહ વિપરીત દિશા પકડે છે પરિણામે નસોનું લોહી પગના નીચેના ભાગમાં જમા થઇ જતા ચામડી જાંબુડિયા રંગની બની જાય છે. જેથી તે ફૂલેલા ખરજવા અથવા ફૂલેલા ચાંદા તરીકે ઓળખાય છે. બન્ને પ્રકારની સ્થિતિમાં અત્યંત પીડા ઉત્પન્ન થતી હોય છે.

નસ ફૂલવાના કારણો : જે લોકો સતત ઉભા રહીને કાર્ય કરતા હોય છે. જેમાં દાંતના તબીબો (ડેન્ટિસ્ટ), દુકાનમાં મદદરૂપ વ્યક્તિઓમાં અન્ય વ્યવસાય કરનાર વ્યક્તિ ની સરખામણી માં નસો ફૂલી જવાની સમસ્યાઓની વ્યાપક અસર જણાય છે. બન્ને પગની આંટી વાળીને બેસવાથી, ચુસ્ત કપડા પહેરવાથી અને વધારે પડતું બેસી રહેવાથી પણ નસો ઉપસવાને વેગ મળે છે. રૂધિરાભિસરણ માં આવી નસોની સ્થિતિ નિષ્ક્રિય બનવાના ઉપરોક્ત અનેક કારણો ઉપરાંત બીજા ઘણા કારણો અને પરિબળો મુજબ બંધકોશ, ખોટી અયોગ્ય આહારશૈલી, કસરતની આળસ અને ધૂમ્રપાન ખાસ જવાબદાર છે. ગર્ભાવસ્થા દરમિયાન કટિપ્રદેશ અને પેટ પર દબાણ વધવાથી પણ પગની નસો ફૂલી જતી હોય છે, પરિણામે નીચેથી હૃદય તરફ જતો લોહીનો પ્રવાહ મંદ ગતિએ ચાલે છે. આવી સ્થિતિ સ્ત્રી પ્રજનન અવસ્થાના પ્રારંભિક કાળ દરમ્યાન ખાસ કરીને થાય છે. મેદ વૃદ્ધિ પણ આ તકલીફ વધારે છે.

નસ ફૂલતા રોકવાના ઉપાયો : 5 થી 10 ગ્રામ મેથીના બીજ સવાર સાંજ ગોળ સાથે ભેળવીને સેવન કરવાથી ફાયદો મળે છે અને નસ (શીરા) પોતાની જગ્યા ઉપર બરોબર રહે છે. રોગીની નસ ફૂલતી રોકવા માટે મેથી ને વાટીને તેનો લેપ નસ ઉપર લગાવીને તેને કપડાથી બાંધી દેવો. ગોરવા ને કમર ઉપર બાંધવાથી નસ ના ફૂલવાથી અને જાંબલી થતી રોકવામાં લાભ મળે છે. તેનો પ્રયોગ રોજ કરવાથી નસોનું ફૂલવાનું બંધ થઇ જાય છે. લજામણી ને વાટીને બાંધવાથી શીરાસ્ફીતિ ના રોગમાં ફાયદો મળે છે. કટકરંજ ના બીજનું ચૂર્ણ એરંડિયાના પાંદડા ઉપર નાખીને ફૂલતી નસ ઉપર બાંધવાથી આ રોગ દુર થાય છે.

આ ઉપરાંત 1/2 કપ કુવારપાઠું નો ગર્ભ, 1/2 કપ કાપેલા ગાજર અને 10 ml સફરજન નું વિનેગર આ બધી વસ્તુ એક સાથે મિક્સરમાં નાખીને સારી રીતે વાટીને પેસ્ટ તૈયાર કરવી. ફુલેલી નસ વાળા ભાગ ઉપર આ પેસ્ટ ને ફેલાવીને સુતરાઉ કપડાથી ખુબ જ હળવો પાટો બાંધી દઈ સીધી જગ્યા ઉપર પીઠ ઉપર સુઈ જવું અને પગને શરીરના તળિયાથી લગભગ એક સવા ફૂટ ઉપર ઉપાડીને કોઈ આધાર વગર ટેકવી લેવા. આ સ્થિતિમાં લગભગ ત્રીસ મિનીટ સુધી સુઈ રહેવું. આ પ્રયોગ રોજ ત્રણ વખત કરવાથી ફાયદો થાય છે.

શરીરમાં ક્યાંય પણ, કોઈપણ માંસપેશીઓમાં દુઃખાવો (Muscular pain) થાય તો તેનો ઈલાજ કોઈપણ થેરેપીમાં પેન કિલર સિવાય કઈ જ નથી. તે તમે બધા સારી રીતે જાણો છો અને તમે તે પણ જાણો છો કે પેન કિલર કોઈ ઈલાજ નથી. તે એક નશા જેવી છે જેટલો સમય તેની અસર રહે છે તેટલો સમય બ્રેનના દુઃખાવાનો અહેસાસ નથી થતો. અને તમને પેન કિલર ખરાબ અસર (સાઈડ ઈફેક્ટ) વિષે પણ જાણો છો, જેને તમે ધારો તો પણ ના નહી કહી શકો. આ બધાનું મુખ્ય કારણ છે ખોટી રીતે બેસવું – ઉઠવું, સોફા કે પથારીમાં અડધા સુવાની સ્થિતિમાં વધુ સમય રહેવું, ઊંધું સુવું, બે બે ઓશિકા રાખીને સુવું, પથારીમાં બેસીને વધુ સમય સુધી લેપટોપ કે મોબાઈલ નો ઉપયોગ કરવો કે વધુ મુસાફરી કરવી કે વધુ સમય સુધી ઉભું રહેવું કે વધુ સમય સુધી એક સ્થિતિમાં બેસી રહેવું વગેરે.

પહેલા લોકો રોજ બરોજની જરૂરિયાતો માટે મશીનો ન હોવાને કારણે શારીરિક મહેનત વધુ કરતા હતા. જેવા કે વાહનો ના હોવાથી માઈલો સુધી પગે ચાલતા, ઝાડ ઉપર ચડવું, લાકડા કાપવા, તેને સળગાવવા માટે લઇ શકાય તે માટે તેને ટુકડા કરવા (ફાડવા), ખેતરમાં કામ કરવા પાવડા, ખુરપા, દાંતી વગેરેનો ઉપયોગ કરવો જેનાથી તેમના હાથો અને પગમાં કુદરતી રીફ્લેકશ પોઈન્ટ્સ પોતાની મેળે જ દબાતા રહેતા હતા અને તેનો ઉપચાર જાતે પ્રકૃતિ કરતી રહેતી હતી. તેથી તેઓ હમેશા તંદુરસ્ત રહેતા હતા. હું શરીરને સ્વસ્થ રાખવામાં પ્રકૃતિની મદદ કરું છું તેની વિરુદ્ધ નથી એટલા માટે મારા ઉપચારની કોઈ ખરાબ અસર નથી.

શરીરમાં કોઈ પણ રોગ આવતા પહેલા આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી થઇ જાય છે કે માંસ પેશીઓ ઉપર નિયંત્રણમાં નુકશાન અને કોઈ મોટો રોગ આવતા પહેલા ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલા અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ ની કાર્યપ્રણાલી સુસ્ત અને અવ્યવસ્થિત થઇ જાય છે. થોડી ગ્રંથીઓ પોતાનું કામ ઓછું કરવા લાગે છે અને થોડી ગ્રંથીઓ વધુ, જેના કારણે ધીમે ધીમે શરીરમાં રોગ થવા લાગે છે.