સંજય દત્તની આ હિરોઈન હવે લાગે છે એવી કે ઓળખવી પણ મુશ્કેલ છે, જુઓ તસવીરો…..

0
492

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમજ આ લેખમાં હું તમારા માટે એક નવી જ માહિતી લઈને આવ્યો છું અને તેમજ આ બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેમણે પહેલી ફિલ્મમાં તો ઘણું નામ કમાયું પણ એ પછી જાણે કે ગાયબ જ થઈ ગઈ. પોતાની પહેલી ફિલ્મથી આ એક્ટ્રેસોએ દર્શકોના દિલ પર એક અલગ છાપ છોડી દીધી. તેમણે પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકોને પોતાના દીવાના બનાવી દીધા. પણ આ હિરોઈનનો એક બે ફિલ્મ કર્યા પછી જાણે કે ગુમ જ થઈ ગઈ. દર્શક તેમની નવી ફિલ્મો જોવા માટે આતુર રહ્યા પણ તેમને એ તક ફરી મળી નહિ.

આ એક્ટ્રેસ બોલિવૂડમાં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું, પ્રથમ ફિલ્મ જ સુપરહિટ રહી તેમછતાં એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકદમથી ગુમ થઈ ગઈ. આ એક્ટ્રેસ બીજુ કોઈ નહીં પણ ગ્રેસી સિંહ છે. ગ્રેસીએ આમિર ખાન સાથે ફિલ્મ ‘લગાન’થી ઘણી લોકપ્રિયતા મેળવી. ‘લગાન’ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જેવી સુપરહિટ ફિલ્મ્સમાં કામ કરનારી ગ્રેસી સિંહે તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો, તેનો જન્મ 20 જુલાઈ 1980ના દિલ્હીમાં થયો હતો.

હાલ બોલિવુડ ની આ અદાકારા ગ્રેસી સિંહ આજ રોજ તેમનો ૩૯મો બર્થ ડે ઉજવી રહી છે. બોલિવુડ ની ખ્યાતનામ અદાકારા ગ્રેસી સિંહ એ તેમની કારકિર્દી નો આરંભ અમીર ખાન ની મુવી લગાન થી શરુ કરી હતી. ગ્રેસી સિંહ ની આ પ્રથમ મુવી સકસેસ ગયા હોવા છતા પણ તે ફિલ્મ ઈંડસ્ટ્રિઝ મા થી જતી રહી. મુવી મા ગ્રેસી સિંહ આવી તે પૂર્વે તે ટેલિવિઝન ના કાર્યક્રમ મા કાર્ય ફરજ બજાવતી હતી. ૧૯૯૭ ના વર્ષ મા જીટીવી ના એક શો ‘અમાનત’ મા ગ્રેસી સિંહે ડીંકી નુ પાત્ર ભજવ્યુ હતુ.

ગ્રેસીના માતા-પિતા ઈચ્છતા હતા કે ગ્રેસી ડૉક્ટર કે એન્જિનિયર બને પરંતુ તેને ક્લાસિકલ ડાન્સર બનવું હતું. ગ્રેસી એક ટ્રેન્ડ ભરતનાટ્યમ અને ઓડિસી ડાન્સર છે. તેથી જ ફિલ્મ ‘લગાન’ માટે તેનો સ્ક્રિન ટેસ્ટ થયો અને તેને ‘હોઠોં પે એસી બાત’ ગીત પર ડાન્સ કરવા કહેવામાં આવ્યું. તેના ડાન્સિંગ ટેલેન્ટ અને એક્ટિંગના કારણે ગ્રેસીને આ ફિલ્મની ઓફર થઈ હતી.

જ્યારે ગ્રેસીને ‘લગાન’માં એક્ટ્રેસ બનવાની તક મળી તો તે પોતાના રોલમાં એટલી ઢળી ગઈ કે શૂટિંગ પર આસપાસના લોકો સાથે વાત પણ નહોતી કરતી. ગ્રેસીએ બોલિવૂડમાં એન્ટ્રી તો શાનદાર રીતે કરી પરંતુ ધીમે-ધીમે તેનું કરિયર બી-ગ્રેડ ફિલ્મ્સ અને ટીવી પર આવી અટકી ગયું. થોડા જ સમયમાં ગ્રેસીએ બોલિવૂડ છોડી દીધું. ગ્રેસીએ પોતાના કરિયરના પ્રારંભમાં એક ડાન્સ ગ્રૂપનો પ્રારંભ કર્યો હતો.

ગ્રેસી સિંહે પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં અજય દેવગણ સાથે કામ કર્યું પરંતુ તે રોલ ઘણો નાનો હતો અને તેના કારણે એક્ટ્રેસને નુકસાન પણ ભોગવવું પડ્યું હતું અને તેમજ જે પછી તે 2004માં મુન્નાભાઈ એમબીબીબેસ’માં સંજય દત્ત સાથે જોવા મળી હતી. 2008માં તેણે કમાલ આર ખાનની કેઆરકેની ફિલ્મ ‘દેશદ્રોહી’ કરી હતી. ફિલ્મ્સમાં વધુ તકની શક્યતા ના દેખાતા ગ્રેસી ફિલ્મ્સથી દૂર થઈ અને ટીવી પર એન્ટ્રી કરી. તેણે ‘સંતોષી મા’શોમાં મુખ્ય ભૂમિકા ભજવી. ગ્રેસી હવે ફિલ્મ વર્લ્ડથી દૂર છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તેનો લુક પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.