શનિવારે સાંજનાં સમયે કરો આ ખાસ ઉપાય, તમારી દરેક ઇચ્છાઓ થઈ જશે ચપટી વગાડતા માં પુરી….

0
195

બધા અમંગળને દૂર કરીને મંગલમૂર્તિ શ્રી હનુમાનજી તમારી શરણમાં આવનારા બધા સંકટોનો નાશ કરી દે છે. એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે.

આમ તો દરેક દિવસમાં માટે અલગ અલગ માન્યતા છે અને દરેક દિવસનું મહત્વ પણ અલગ અલગ હોય છે. રવિવારથી શનિવાર સુધીમાં કોઈને કોઈ દેવી-દેવતાઓનું મહત્વ રહેલું છે. પરંતુ શનિવારે શનિદેવ અને હનુમાન દાદાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે અમે આપને જણાવીયે. આ ઉપાયથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

જો તમારી કિસ્મતના બધા તાળા  બંધ થઈ ગયા હોય કે ક્યાક થી કોઈ રસ્તો નથી મળી રહ્યો તો શનિવારે દિવસે 5 થી 7 વાગ્યાની વચ્ચે અહી અમે જે આજે આપને બતાવી રહ્યા છે તેમાથી કોઈપણ કામ ફક્ત એકવાર કરવાથી હનુમાનજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરી દેશે.   જાણો શનિના દિવસે સાંજે કેવી રીતે કરવી જોઈએ શ્રી હનુમાનજીની પૂજા અને ઈચ્છા પૂર્તિ માટે ઉપાય.

  • શનિવારે હનુમાનજીની કરો પૂજા
  • સાંજના સમયે કરો આ ખાસ ઉપાય
  • હનુમાનજી કરશે તમામ મનોકામનાઓ પૂર્ણ
  • દર શનિવારે અચૂક કરો આ ઉપાયો
  • શનિવારે જો હનુમાન ચાલીસા કરવામાં આવે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે.

તેથી શનિવારે સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
શનિવાર અથવા હનુમાન જયંતી પર પાનનું બીડું તૈયાર કરી અને તેને હનુમાનજીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.પાનનું બીડું ધરાવતી વખતે પ્રાર્થના કરવી કે તમારી દરેક સમસ્યાની જવાબદારી તે ઉઠાવી લે. પાનના બીડામાં માત્ર ગુલકંદ અને વરીયાળી ઉમેરી અને પ્રભુને ધરાવવું. પાનનું દાન કરવાથી વ્યક્તિને દરેક પાપમાંથી મુક્તિ મળે છે. તેથી કોઈ શુભ દિવસ હોય ત્યારે પાનનું દાન પણ કરી શકાય છે

શાસ્ત્રોમાં શનિવારે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો એ પુણ્યનું કામ માનવામાં આવે છે.
જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે.

જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.જો શનિવારે સાંજે 5 થી 7 ની વચ્ચે હનુમનાજીના આ નામો જેવા કે હનુમાન, બજરંગબલી. પવનપુત્ર, અંજલી પુત્ર અને મારુતિ વગેરેનો જાપ 108 વાર કરો તો તમારી પાસે સંકટ નહી આવે.

જો કોઈ  કામમાં વારે ઘડીએ અવરોધ આવી રહ્યો હોય તો શનિવારે સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનુ તેલ અને સિંદુરથી હનુમાનજીનો અભિષ્કે કરો. થોડાક જ દિવસમાં બધુ ઠીક થવા માંડે છે. શનિવારે ગોઘુલી બેલામાં હનુમાનજીને લાલ ચોલા, ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી બધી મનોકામના પૂરી થવા માંડે છે.

શનિવારે કાળા ઘોડાની નાળ કે જુની નાવની ખીલીઓથી બનાવેલી એક લોખંડની અંગૂઠી લઈને હનુમાનજીના મંદિરમાં જઈને તેને હનુમાનજીના ચરણોમાં રાખી 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા પછી જમણા હાથથી અંગૂઠી ઉપાડીને તેમાં થોડું સિંદુર જે હનુમાનજીના પગે લગાવેલુ હોય તે લઈને અંગૂઠી પર લગાવો અને જમણા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરો. આ ઉપાયથી તમામ તકલીફો દૂર થઈ જશે.

શનિવારના દિવસે સવારે થોડા કાળા તલમાં લોટ, ખાંડ ભેળવી સરખી રીતે મિક્સ કરી આને કીડીઓને ખવડાવો. ધનની વૃદ્ધિ થશે. એક ત્રોફો લો તેનુ પાણી કાઢી લઈ તેમાં મોટો હોલ કરી અંદર લોટ અને ખાંડ ભરો આ ત્રોફાને કોઈ ઝાડની નીચે મુકી દો આવુ કરવાથી કીડિયારૂ પુરવાનું પુન્ય મળશે.

શનિવારે સવારે ગંગાજળ ભેલવેલા જળથી સ્નાન કર્યા પછી એક કટોરીમાં સરસોનું તેલ અને તેમાં તમારો ચહેરો જોઈને તેલનું દાન કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને કરવાથી ફાયદો થશે. આનાથી તમારા જીવનમાં જે કામમાં બાધાઓ આવે છે તે દૂર થશે અને સફળતા તમારા કદમોમાં આળોટશે.

શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને 108 આંકડાના પાંદ પર સિંદુરથી શ્રી રામ લખીને પહેરાવવાથી હનુમાનજી તાત્કાલીક પ્રસન્ન થાય છે. આ સિવાય શનિવારે ભૂખ્યાને ભોજન કરાવવાથી તેમજ બાળકોને ચોકલેટ ખવડાવવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. નાગરવેલના પાનમાં કપૂર મુકીને તેને હનુમાનજી સામે પ્રગટાવી પ્રાર્થના કરવાથી મનની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.