સામેથી આવતા વાહનની લાઈટથી આંખો અંજાઈ જતા કાબુ ગુમાવ્યું, પથ્થર સાથે માથું અથડાતા મગજ ફાટીને બહાર આવી ગયું, ઓમ શાંતિ..!

રોજબરોજ ઘણા બધા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે પોતાના વાહનો તેમ જ સરકારી ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરતા હોય છે, જ્યારે પણ મુસાફરી કરવાની થાય ત્યારે દરેકના મનમાં એક ડર હંમેશા રહે છે કે, તેઓ સુખ શાંતિથી પોતાના મુકામે પહોંચી જાય તો સારું..
કારણ કે, અત્યારે લોકોના ખૂબ જ ખરાબ ડ્રાઇવિંગને કારણે અકસ્માતના બનાવવામાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો નોંધાવી રહ્યો છે, રોજ ઘણા બધા અકસ્માતના બનાવો સામે આવી જતા હોય છે. જેમાં કેટલાય બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ જતા હોય છે. અત્યારે વધુ એક અકસ્માતનો કાળમુખો બનાવ સામે આવી ગયો છે..
આ ઘટના શાંતિપૂર ગામના પાટીયા પાસેથી પસાર થતા હાઇવેની છે, આ હાઈવે ઉપર સાંજના સમયે 29 વર્ષનો કિશોર નામનો યુવક બાઈક લઈને તેની પત્નીના ત્યારે તેને તેડવા માટે જોતો હતો. એ વખતે સામેની બાજુએથી ખૂબ જ વધારે ગતિએ એક ટ્રક અને એક કાર આવી રહ્યા હતા..
આ કાર અને ટ્રકની લાઈટ એટલી બધી અંજવાળું ફેંકતી હતી કે, આ લાઈટનો પ્રકાશ કિશોરની આંખોમાં જતાની સાથે જ તેની આંખ અંજાઈ ગઈ હતી અને બાઈક ઉપરથી તેણે કાબુ ગુમાવી દીધો હતો, તેની બાઈક નજીકમાં રહેલા રોડની અંદર નીચે ઉતરી ગઈ હતી અને ત્યાં અન્ય એક બાઈકને પણ તેણે અડફેટે લઈ લીધી હતી..
ત્યાં નજીકમાં રહેલા પથ્થર સાથે તેનું માથું અથડાઈ જવાને કારણે તે ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો, અને તેનું મગજ ફાટીને બહાર આવી જતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અન્ય એક બાઈક ચાલકની હાલત ખૂબ જ ગંભીર હોવાને કારણે અત્યારે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે..
જ્યારે આ ઘટના બની ત્યારે હાઇવે ઉપરથી પસાર થતાં ઘણા બધા વાહનોએ પોતાના વાહનો તો થોભાવી દઈને આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં કિશોરનું તો ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. તેના વોલેટમાંથી તેની ઓળખ મળી આવી હતી..
એ મુજબ તેના પરિવારના સભ્યોને પણ જાણકારી પહોંચાડવામાં આવી કે, કિશોરનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. અને તેનું મૃત્યુ ખૂબ જ દર્દનાક રીતે થયું હોવાથી તેને નજરે જોવું પણ ખૂબ જ મુશ્કેલ હતું. આ ઘટનાના સમાચાર જ્યારે નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચે ત્યારે પોલીસમાં કાફલા પણ ઘટના સ્થળે દોડી આવ્યો..
અને કિશોરની લાશને નજીકના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે, કિશોર તેના પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો. તેના લગ્ન થયા તેના માત્ર ચાર વર્ષ વીત્યા છે. તેની પત્ની કિશોરના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ નીચે ઠળવી પડી હતી..
તો કિશોરના માતા-પિતા માટે પણ દુઃખની આ ઘડી સહન થઈ શકી નથી. રોજબરોજ અકસ્માતના આવા ઘણા બધા બનાવો સામે આવા લાગ્યા છે જે દરેક માટે ખૂબ જ ચોંકાવનારા સાબિત થતા હોય છે, પરિવારના કોઈ સભ્યનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો દુઃખની આ ઘડીને કોઈ વ્યક્તિ સહેલાઈથી ભુલાવી શકતો નથી..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.