સહેલાઈથી મળી આવતાં આ પાંદડા છે ખુબજ કામના, એકવાર તેનાથી થતાં ફાયદા જાણી લેશો તો રોજ કરશો સેવન.

0
820

આમ જોઇએ તો અત્યારે મોટાભાગના લોકો એ જામફળ ખાતા હોય છે જે આપણા સ્વાસ્થ્યને માટે પણ ઘણા જ ફાયદાકારક થાય છે પરંતુ તમે ક્યારેય એ વિચાર્યુ છે કે એના પાંદડા એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે માટે આપણા વાળની સુંદરતાથી લઇને ચામડીની કાળજી એ લેવામા જામફળના પાન એ ખૂબ જ ઉપયોગી છે તેમજ તેના પાંદડામાથી અનેક રોગોનો ઇલાજ શક્ય છે.આ સિવાય તેમા ઘણા ઔષધીય ગુણધર્મોની દ્રષ્ટીએ પણ જામફળ કરતા તેના પાંદડા એ વધુ ફાયદાકારક છે અને આ પાંદડાના ફાયદા અંગે તમને ખૂબ ઓછો લોકોને ખબર હશે.

જામફળ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, જામફળના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંપરાગત રીતે, જામફળના પાંદડા તેના ઔષધીય ગુણોને કારણે, ઝાડા, કોલેસ્ટરોલ ઓછું કરવા અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ માટે ફાયદાકારક છે. જામફળનાં પાન અનેક રોગોનું જોખમ ઘટાડે છે. તેમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જામફળના પાનમાં 80 ટકા પાણી હોય છે. તેમાં ફાયબર પણ હોય છે, જે વ્યક્તિને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સામાન્ય રીતે સ્ટેફિલોકોકસ ઑરિયસ બેક્ટેરિયાના વધવાના કારણે ઝાડાની સમસ્યા થાય છે, પરંતુ જામફળના પાન બેક્ટેરિયાના વિકાસને નષ્ટ કરી શકે છે. જામફળના પાનનો ઉકાળો પીવાથી પેટનો દુખાવો ઓછો થાય છે. ઝાડની સમસ્યામાંથી ઝડપથી રાહત માટે, એક કપ ઉકળતા પાણીમાં જામફળના પાંદડા નાખો, પછી તે પાણીને ગાળીને ખાલી પેટે પીવો.

એક અધ્યયનમાં સાબિત થયું છે કે, ચામાં જામફળના પાન નાખી તેને પીવાથી આઠ અઠવાડિયામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જામફળના પાંદડામાં વિટામિન સી અને આયર્નનું પ્રમાણ વધુ હોવાથી, જામફળના પાનનો ઉકાળો ખાંસી અને શરદી મટાડવા માટે મદદગાર છે. જામફળનો રસ ફેફસાં અને ગળાને સાફ કરવામાં મદદ કરે છે.

જામફળના પાંદડા વાળને ખરતા અટકાવે છે અને વાળને સુંદર બનાવે છે. આ માટે, જામફળના પાન લો અને લગભગ 20 મિનિટ સુધી તેને પાણીમાં ઉકાળો, પછી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તમારા વાળને પાણીથી ધોઈ લો અને પછી વાળના મૂળમાં જામફળના પાન વાળા પાણીને માથામાં લગાવો. અને તેની થોડી વાર રહેવા દો પછી ફરી પાછું માથું સ્વચ્છ પાવીથી ધોઈ લો. દાંતના દુખાવા માટે જામફળના પાનને પાણીમાં નાખી તેને ઉકાળો અને પછી તેને ગાળી લો. પછી તે પાણીથી કોગળા કરો. તે દાંતનો દુખાવો અને મોઢાના ચાંદા દૂર છે.

કોઇ વ્યકિતએ સંધિવાની સમસ્યાએ હોય તો તેના માટે તમારે પાંદડા એ ખૂબ જ ફાયદાકારક છે અને આ જામફળના પાનને તમારે ગરમ કરીને જ્યા દુખાવો છે ત્યા લગાવી રાખો માટે આમ કરવાથી તમને દુખાવો અને સોજામા ઘણી રાહત પણ મળશે. આ સિવાય લ્યુકોરિયા નામનો આ રોગને તમારે છુટકારો મેળવવા માટે દરરોજ ૧૦ થી ૨૦ મિલીગ્રામ સુધીના જામફળ તાજા પાંદડાનો રસ લો આનાથી તમને લ્યુકોરિયામા ફાયદો થશે.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખશે જેમ જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે, તેવી જ રીતે તેના પાનનું પાણી પણ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે. પાણીમાં જામફળના થોડા પાન નાખી તેને ઉકાળો અને તે પાણીને ગાળીને પીવાથી ડાયાબિટીઝ નિયત્રંણમાં રહે છે.આ સિવાય એન્ટીઑકિસડન્ટના ગુણ જેમ કે જામફળના પાંદડાઓમા હાજર હોય છે માટે જો કોઈ વ્યકિતના ચહેરા પર ખીલની સમસ્યાએ હોય તો તેમણે આ તાજા પાંદડાની પેસ્ટ એ બનાવી ખીલ પર લગાવો આમ કરવાથી તમારા ખીલ થોડા દિવસમા દૂર થશે.

જામફળના પાન સ્કીન ને યુવાન બનાવે, મિત્રો આ માટે તમારે ફક્ત જામફળના ૨ પાન લઈને તેને સારી રીતે વાટી લેવાના છે અને તેનો પેસ્ટ તૈયાર કરવાનો છે. હવે આ પેસ્ટ ને તા તમારા ફેસ પર અડધો કલાક માટે લગાવીને રાખવાનું છે. બાદમાં ફેસ ને હુફાળા પાણીથી ધોઈ લેવાનો છે. તમે તેના પાન ચાવીને ખાઇ પણ શકો છો. આમ કરવાથી ફેસ ચમકદાર અને રોગમુક્ત થઇ જશે.વજનને ઘટાડવામાં જામફળ ના પાન ફાયદા કારક છે કેમ કે તે પાંદડા જટિલ સ્ટાર્ચ ને શુગરમાં ફેરવવા ની પ્રક્રિયાને અટકાવે છે. તેના પાન ને ૧૦ મી.લી. રાબ પીવરાવવાથી વામીટ કે ઉલટી બંધ થઇ જાય છે.

આજે મોટાભાગના લોકોમાં શરીર ની નબળાઈ જોવા મળે છે તો તેના પાનને વાટીને તનો રસ કાઢીને તેમાં સ્વાદ મુજબ ખાંડ ભેળવીને રોજ પીવાથી પુરુષોની નબળાઈ માં ફાયદો થાય છે. આ પાન ના રહેલા તત્વો ના કારણે તેનું જ્યુસ લીવરમાંથી કચરો કાઢવામાં મદદ કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે.આ પાન માં મળી આવતું પોષણ અને એન્ટીઓક્સીડેંટ તત્વ જે માણસ ના વાળના ગ્રોથને વધારે છે. લોકોને મોટા ભાગે ખંજવાળ નું કારણ એલર્જી હોય છે પણ આ પણ માં એલર્જી અવરોધક ગુણ મળી આવે છે. એલર્જી ઘણી બધી બીજી ખંજવાળ નું મુખ્ય કારણ છે.એટલે કે એલર્જી ઓછી કરવાથી ખંજવાળ પોતાની જાતે જ ઓછી થઇ જાય છે.

જામફળ એક હાઈ એનર્જી ફ્રુટ છે જેમાં ભરપુર માત્રામાં મિનરલ્સ અને વિટામીન જોવા મળે છે. આ તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી હોય છે.ડીએનએ ને પણ સુધારવામાં મદદરૂપ છે જામફળ. જામફળમાં ઉપલબ્ધ વિટામીન B-9 આપણા શરીરની કોશિકાઓ અને ડીએનએ સુધારવાનું કામ પણ ખુબ જ સરળતાથી કરે છે.

જામફળમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને આપણા શરીરની માંસપેશીઓને પણ મજબુત રાખે છે. અને ઘણી બધી બીમારીઓથી આપણને બચાવે છે. જે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો જામફળનું સેવન કરવું ખુબ જ ફાયદા કારક ગણાય છે.શરદી અને ઉધરસમાં પણ ખુબ જ ફાયદાકારક છે જામફળ. જામફળના સેવનથી આપણને તે સિઝનમાં થતી શરદી અને ઉધરસ જેવી બીમારીથી પણ છુટકારો મળે છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જામફળ ખાવાથી શરદી થઇ જાય છે. પરંતુ તે વાત બિલકુલ ખોટી છે.

વિટામીન A અને E થી ભરપુર હોય છે જામફળ. જામફળમાં રહેલ વિટામીન A અને E આપણી આંખ, વાળ, ત્વચાને ખુબ જ પોષણ આપે છે. જેનાથી આપણા વાળ મજબુત થાય છે. આંખોની રોશની વધે છે અને આપણી ત્વચા ફ્રેશ રહે રહે છે.સ્કીન કેર માટે પણ જામફળ ફાયદાકારક છે. જામફળમાં બીટાકેરોટીન હોય છે જે શરીરને ત્વચા સંબંધી બીમારીથી બચાવવામાં મદદ કરે છે. ત્વચાને લાગતી બીમારીઓ જામફળ ખાવાથી ઓછી થઇ જાય છે.કફમાં હોય તો તેનો રામબાણ ઈલાજ છે જામફળ. જામફળનું નિયમિત સેવન કરવાથી કફની સમસ્યામાં પણ ખુબ જ સરળતાથી રાહત મળે છે.

મોં માં ચાંદી પડી હોય તો પણ જામફળ ખાવાથી તેમાં રાહત મળે છે. જામફળની સાથે સાથે તેના પાંદડા પણ ચાંદી માટે ખુબ અસરકારક છે. જામફળના એક પાંદડામાં મીઠું નાખીને ખાવામાં આવે તો એક જ વારમાં બધી ચાંદી દુર થઇ જાય છે.જામફળ આપણા ખાવાની સિસ્ટમમાં પણ સ્વાદ વધારે છે. જામફળનું રાયતું, ચટણી, અથાણું અને જામફળ શેક ખાવામાં સ્વાદનો વધારો કરે છે. તેનાથી ખાવામાં ટેસ્ટ વધે છે અને આપણે ભરપુર ખાવાનું ખાઈ શકીએ છીએ.

કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે જામફળ. જામફળ આપણા શરીરના મેટાબોલીઝમને બરાબર રાખે છે. જેના દ્વારા આપણું કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. જો જામફળનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનો આપણા શરીરને ભરપુર ફાયદો થાય છે.થાઈરોઈડ પણ સારો કરવામાં મદદ કરે છે જામફળ. જો થાઈરોઈડ થયો હોય ત્યારે પણ ડોક્ટરો જામફળ ખાવાની સલાહ આપે છે. થાઈરોઈડના દર્દીએ વધારેમાં વધારે જામફળ ખાવા જોઈએ.

તો આ હતા જામફળ ખાવાના ફાયદા. જામફળને બને ત્યાં સુધી રાત્રે જમ્યા પછી ન ખાવું જોઈએ. કેમ કે તે પચાવવામાં થોડા કઠણ હોય છે. આજે આપણે જે જામફળ વિશે વાતો જાણી તે બધી વાતો આયુર્વૈદ દ્વારા જણાવવામાં આવી છે. જામફળ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી ફળ જે સિઝનમાં ખાવામાં આવે તો તેના અપાર ફાયદાઓ આપણને મળે છે.