રૂપિયા નો પણ ખર્ચ કર્યા વગર આ મહિલાએ ઉતાર્યું 10 kg વજન,જાણી લો કેવી રીતે….

0
375

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ જીમમાં ગયા વગર કોઈ પૈસા ખર્ચ્યા વગર આ શિક્ષિકાએ ઘટાડ્યું ૧૦ કિલોગ્રામ વજન જાણો આજકાલની લાઈફ સ્ટાઈલ ને લઈને દર દસમાંથી 7 વ્યક્તિ મેદસ્વીતાનો શિકાર બની બેઠા છે. એનું કારણ છે ખાનપાન અને બેઠાડું જીવન અને કામમાં વ્યસ્તતા. આજકાલ લોકો પાસે સમય નથી કે તેઓ ઘરે જ હેલ્ધી ખોરાક રાંધીને બનાવી શકે અને એટલા માટે જ બહારના જંકફૂડ તરફ લોકો આકર્ષાયા છે અને સાથે સાથે કસરત કરવાનો અભાવ આ બંને વસ્તુને લઈને વધારે ને વધારે લોકો મેદસ્વી બની રહ્યા છે.

તો ચાલો આજે આ લેખમાં આપણે જોઈએ કે આવી જ રીતે મેદસ્વીતાનો ભોગ બનનાર એક શિક્ષિકાએ ઘરે બેસીને હ પોતાનું 10 કિલો વજન કેવી રીતે ઘટાડયું તેના વિષે.આ ૨૫ વર્ષીય શિક્ષિકા યુવતીએ જીમમાં ગયા વગર ઘટાડ્યું ૧૦ કિલોગ્રામ વજન, પહેલા તેમનું વજન ૬૦ કિલોગ્રામ હતું. ૧૦ કિલોગ્રામ વજન ઘટાડવા માટે આ યુવતીને ૨ માસનો સમય લાગ્યો. આ યુવતીના વિવાહ થયા બાદ તેનું વજન વધી ગયું હતું, વજન વધુ હોવાને કારણે તેમની ઉંમર પણ વધુ દેખાતી હતી એટલે આ યુવતી એ વજન ઘટાડવાનો નિર્ણય કર્યો. તો ચાલો જાણીએ આ યુવતીના વજન ઉતારવાની મુસાફરી બાબતે.

આ હતો એ શિક્ષિકાનો ડાયટ પ્લાન આ યુવતી દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ લીંબુ નો રસ એક ગ્લાસ પાણીમાં મધ મેળવીને પીતી હતી. ત્યારબાદ તે થોડા સુકામેવા અને એક બાફેલા ઈંડાનુ સેવન કરતી હતી. આ સિવાય તે ક્યારેક ક્યારેક નાસ્તામાં બાફેલા ચણા અને સફરજન પણ ખાતી હતી. તે મધ્યાહન ભોજન દરમિયાન ખીચડી અને દહીંનું સેવન કરતી હતી જ્યારે બપોરના નાસ્તામાં એક કપ ગ્રીન ટી સાથે ૪ બિસ્કીટ ખાતી હતી.

રાત્રે ૮ વાગ્યે રાત્રી ભોજન દરમિયાન રોટલી,શાક અને ભાત સહિત સલાડનું સેવન કરતી હતી.લો કેલેરીવાળો ખોરાક જ લેવાનું રાખ્યું હતું આ યુવતીએ જીમમાં ગયા વગર ઘર પર જ થોડી કસરત કરી પોતાનું વજન ઘટાડ્યું છે. તેણે તેના ખોરાક પર કંટ્રોલ કરી સફળતાપૂર્વક પોતાનું વજન ઘટાડ્યું. વજન ઘટાડવાની પ્રકિયા દરમિયાન તે લો કેલેરી વાળો ખોરાક લેતી હતી. તે પૌઆમાં ગાજર કાંદા વગેરે મેળવીને ખાતી હતી.દિવસમાં પાંચ વાર ગ્રીન ટીનું સેવન ફરજયાત કરતાં હતા વજન ઘટાડવાની વાત કરતા આ યુવતી જણાવે છે કે હું ખાંડનું સેવન કરવાનું ટાળતી હતી અને રોજ પુષ્કળ માત્રામાં પાણી પીતી હતી તેમજ બટાટાવાળા જમણથી પણ દૂર રહેતી હતી. હું રોજ ૫ વાર ગ્રીન ટી પીતી હતી.

વધુ માહિતી આપતા સ્થૂળતા સામાન્ય રીતે લાઇફસ્ટાઇલની દેન હોય છે. મોટા શરીર કે શરીરમાં વધી રહેલી ચરબી બિલકુલ સારી લાગતી નથી. જો તમે ફક્ત આ બે આદત રોજ અપનાવશો તો એક અઠવાડિયામાં તમારું વજન ઘટી શકે છે. આ બે ઉપાય છે જેના માટે ન તો તમારે જીમ જવાની જરૂરત છે અને ન તો વજન ઓછું કરવા માટે કોઇ દવાની જરૂરિયાત છે. વજન ઓછું કરવા માટે તમારે તમારા શરીરમાં એકઠી થયેલી કેલરીને તેના અનુસાર ઓછી કરવી પડશે.જો તમે એક અઠવાડિયાની અંદર વજન ઓછું કરવા માંગો છો તો તમારે તમારી આદતો બદલવી પડશે.

જે ખાવાનામાં વધારે પડતી સુગર કેલરી હોય તે ખાવાનાથી દૂર રહેવું જોઇએ. બેક્ડ વસ્તુ ફ્રાઇડ ફૂડ સ્વીટ જેવા આહારથી દૂર રહેવું જોઇએ. આ દરેક વસ્તુમાં વધારે પ્રમાણમાં ફેટ હોય છે. જેથી વજનમાં વધારો થાય છે. જેથી તમારે કેક કુકીજ કપકેક્સ મફિંસ બ્રેડ પેસ્ટ્રી બિલકુલ ન ખાવા જોઇએ. સાથે ખાવામાં સોલ્ટી ફૂડ સ્નેક ફ્રેન્ચ ફ્રાઇજ પોટેટો ચિપ્સના સેવનથી દૂર રહેવું જોઇએ.ચરબી દૂર કરવા માટે ઓછા પ્રોટીન વાળા આહાર પસંદ કરવા જોઇએ. તેલમાં તળેલી વસ્તુની જગ્યાએ ગ્રિલ્ડ કરેલી વસ્તુ વધારો ખાવી યોગ્ય છે.

તેલમાં તરેલી વસ્તુથી ચરબી વધે છે. જ્યારે શેકેલી વસ્તુથી ચરબી દૂર રહે છે.ઝડપથી ચાલવાની આદત પાડો ઝડપથી ચાલવું એ એક એવી કસરત છે. જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થઇ શકે છે. થોડૂંક ચાલવાથી માત્ર તમે 0.46 કિગ્રા એટલે કે એક પાઉન્ડ વજન ઓછું કરી શકો છો. પરંતુ આ દરેક વાત નિર્ભર કરે છે કે તમે એક અઠવાડિયામાં કેટલું ચાલો છો. તમે જીમ ગયા વગર ફક્ત ચાલવાથી 9 કિગ્રા સુધીનું વજન સહેલાઇથી ઘટાડી શકો છો. 10000 પહલા રોજ ચાલવાથી વજનમાં ઘટાડો કરી શકો છો.

 

 

તેની અસર એક અઠવાડિયામાં જોવા મળી શકે છે. 10000 પગલાં ચાલવા તમને વધારે લાગી શકે છે. પરંતુ તમે કોશિશ કરી રોજ ચાલી શકો છો. તમે લિફ્ટની જગ્યાએ સીડીનો સહારો લઇ શકો છો. નજીકમાં ક્યાંક જવું છે તો વ્હીકલની જગ્યાએ તમે ચાલીને પણ જઇ શકો છો. જોકે એક વ્યક્તિને વજન ઓછું કરવા માટે બે હજાર પગલાંની આસપાસ ચાલવાની જરૂર હોય છે. તમે એક નાત સમજી લો કે એક મીલમાં તમારી 100 કેલરી બર્ન થાય છે. પરંતુ તમે 10 હજાર પગલાં ચાલવાની આદત કરશો તો ઝડપથી વજન ઓછું કરી શકો છો અને જીમ જવાની પણ જરૂરત નથી.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી લીંબુ પાણી દૂધ જ્યુસ સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ.

સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.યોગાસન જરૂરી છે કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ સર્વાંગાસન ભુજંગાસન વજ્રાસન પદ્માસન શલભાસન વગેરે પણ કરવા જોઇએ.