રોજના 170 માતાપિતાને મફત મા ભોજન કરાવે છે આ બંને ભાઇઓ,કારણ જાણીને તમારી આંખમા પણ આવી જશે આસું..

0
134

આજે પણ દુનિયામાં ઘણા એવા માતા પિતા છે જેમને વૃદ્ધાવસ્થામાં સાથ આપવા વાળુ કોઈ નથી અથવા તો બાળકો આપવા નથી માંગતા. આ વૃદ્ધ લોકો એકલા ઘણી મુશ્કેલીની સાથે પોતાનું જીવન ગુજારે છે. આવામાં ગુજરાતના સુરતના અલથાનમાં રહેવા વાળા બે સગા ભાઈ ગૌરાંગ અને હિમાંશુ સુખડીયા આવી રીતના વૃદ્ધ લોકોની જિંદગીમાં ભગવાન બનીને આવ્યા છે.

હકીકતમાં, ગૌરંગ અને હિમાંશુ 2016થી દરરોજ 170 બેસહારા વૃદ્ધ માતાપિતાને મફત ભોજન ખવડાવે છે. તેમની સેવા ફક્ત ખાવા સુધી જ મર્યાદિત નથી, પરંતુ તે તેમના સ્વાસ્થ્ય, સારવાર અને બીજા જરૂરતોથી સબંધિત મદદ પણ કરે છે.આ બધાની શરૂઆત ત્યારે થઈ જ્યારે બન્ને ભાઈઓ એ પોતાના પિતા ને એમ કાર અકસ્માતમાં ગુમાવી દીધાં હતાં.જ્યારે આ અકસ્માત થયો હતો તો ગાડીમાં ગૌરાંગ અને તેના પિતા હતા. અકસ્માત પછી પિતાની જાન ગતિ રહી જો કે ગૌરાંગ બચી ગયો.

આ પછી ગૌરાંગ ને હંમેશા આ વાત ખટકતી હતી કે એ કોઈ દિવસ પોતાના પિતા માટે કોઈ ખાસ ના કરી શક્યો. બસ આ પછી તેમને આઈડિયા આવ્યો કે તેઓએ તેમના પિતા માટે ભલે કઈ કર્યું નથી પણ એ બાકી લોકોના માતા પિતા માટે કાઈ ને કાઈ જરૂર કરી શકીએ છીએ. બસ ત્યારથી તેમને વૃદ્ધ અને બે સહારા માતા પિતાના ઘરે ટિફિન મોકલવાનું ચાલુ કરી દીધું.

વ્યવસાયમાં આ બન્ને ભાઈ ખાનપાનની દુકાન ચલાવે છે અને સાથે જ પ્રોટીન ઇન્વેસ્ટમેન્ટનું કામ પણ કરે છે. જ્યારે તેમને આ કામ ચાલુ કર્યું હતું તો ફક્ત 40 વૃદ્ધને ખાવાનું મોકલાવતા હતા. પછી ધીરે ધીરે આ સંખ્યા વધીને 170 સુધી પહોંચી ગઈ. તેમને ખાવાનું મોકલવાની કામગીરી રોજિંદા થાય છે. કોઈ દિવસ રજા નથી હોતી. તેમનું ખાવાનું બનાવા માટે નિયમિત કર્મચારી છે.

ટિફિન પહોંચાડવાનું કામ ચાર રીક્ષા વાળા મળીને કરે છે. આ કામમાં તેમના દર મહિને 1 લાખ 70 હજાર રૂપિયા સુધી ખર્ચ થઈ જતો હતો. આ છતાં તેમને કોઈ દિવસ કોઈની જોડે મદદ પણ નથી માંગી. ગૌરાંગ કહે છે કે કોઈ કોઈ વાર લોકો પોતાની મર્જિથી મદદ કરવા જરૂર આવી જાય છે.

ગૌરંગ કહે છે કે જ્યારે એક બાળક તેના માતાપિતાને છોડી દે છે તો તેમને ખુબજ દુઃખ થાય છે. હવે હું આ દુઃખ ઓછું તો નથી કરી શકતો પરંતુ તેમની સાથે શેર જરૂર કરી શકું છું. આજ કારણ છે કે ગૌરાંગ આ બેસહારા વૃદ્ધને ખાવાનું મોકલવાનો ઉપરાંત કોઈ કોઈ વાર તેમની પાસે જઇને હાલચાલ પણ પૂછી લે છે. તે એ પણ જાણે છે કે આખરે તેમના બાળકોએ તેમને કયા કારણથી છોડી દીધા. આટલું જ નહી તે તેમની દવાઓ, ગોળીઓ, આંખોના ચશ્માં અને બીજી સારવારનો પણ ખ્યાલ રાખે છે. આ આખા કામ પર ગૌરાંગ જાતે જ નજર રાખે છે.

આ કામને લઈને પોતાની સૌથી મોટી સિદ્ધિનો સંદર્ભ આપતા ગૌરાંગ કહે છે કે કેટલીક વાર એવું પણ થયું છે કે જ્યારે હું આ વૃદ્ધ માતા પિતા એટલો ખ્યાલ રાખું છું તો તેમના બાળકો શરમના મારે તેમને પોતાની સાથે લઈ જાય છે. આ બન્ને ભાઈ આપણા બધા માટે એક પ્રેરણા છે. તેમને અમારી શુભેચ્છાઓ.