રોજ પીવું જોઈએ કોથમીર નું પાણી,પેટ ની બીમારી થી લઈને લોહી વધારવા માટે છે ખૂબ ઉપયોગી….

0
251

લગભગ બધા જ ભારતીયોના ઘરમાં કોથમીર હોય છે. ભોજનમાં સ્વાદ વધારનાર કોથમીર દુનિયાભર માં ફેમસ છે. ભારતીય રસોઈમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ આમાં ઔષધીય ગુણધર્મો પણ ભરપૂર માત્રામાં રહેલ છે. આને અંગ્રેજીમાં ‘કોરીયાન્ડર’ નામના શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે.

કોથમીર ખાવાના અનેક લાભ હોય છે. જેના સેવનથી અનેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે. તેમા રહેલા પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. કોથમીર એક આયુર્વેદિક ઔષધિ છે. જે પેટની બિમારીથી લઇને શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી છે. કોથમીરનું પાણી તમે ઉકાળીને કે જ્યુસ બનાવીને પી શકો છો..

– કોથમીરના પાણીમાં રહેલા ફાઇબર અને ઇસેંશલ ઓઇલ લિવરથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે. તેમજ લિવરની બિમારીઓ દૂર કરે છે.કોથમીરના પાણીમાં એક વિશેષ તત્વ ડોડનલ રહેલું છે. તે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે. આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

– કોથમીરનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. તેનુ પાણી પીવાથી કોલેસ્ટ્રેલમાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રેલ દૂર કરે છે. આ પાણીને રોજ પીવાથી હૃદય સંબંધિત બિમારીઓનો ખતરો દૂર કરે છે.તે સિવાય કોથમીરના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે.

– દરરોજ કોથમીરનું પાણી પીવાથી મોંમાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોથમીરનું પાણી કોલેજન ટિશ્યુના પ્રોડક્શનને વધારે છે. જેથી અલ્સરની સમસ્યા દૂર થઇ જાય છે.મહિલાઓની સમસ્યા પીરિયડ યોગ્ય સમયે ન આવવા પર સવારે ખાલી પેટે તેના સેવનથી લાભ મળે છે. તેનાથી PCODની સમસ્યા પર પણ લાભ થાય છે. આયુર્વેદમાં પણ કોથમીરના અનેક ફાયદા જણાવ્યા છે.

– ડાયાબિટીસ અને થાઇરોઇડમાં કોથમીરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેના સેવનથી લોહીમાં શુગરનું પ્રમાણને કંટ્રોલ કરી શકાય છે.કોથમીર ના પાન ખાવાથી ત્વચાની સમસ્યા દુર થાય છે. આમાં એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક અને ડિટોકસીફાઈંગ જેવા ગુણધર્મો જોવા મળે છે. ત્વચામાં આવતી ખંજવાળને દુર કરવા કોથમીર ખુબ જ બેનિફિશિયલ છે. જે જગ્યાએ તમને ખંજવાળ આવતી હોય ત્યાં કોથમીરની પેસ્ટ બનાવીને લગાવવી. આ ત્વચાની વિભિન્ન સમસ્યા જેમકે ખરજવું, શુષ્કતા અને એલર્જી થી રાહત આપે છે.

ડાઈજેસ્ટિવ સિસ્ટમ ઠીક કરે : આ ડાઈજેસ્ટિવ સિસ્ટમ (અપચો) ને દુર કરે છે. આના લીલા પાંદડા પિત્તનાશક હોય છે. પિત્ત અથવા કફની સમસ્યા થાય ત્યારે એક ચમચી કોથમીરના ગ્રીન લીવ્સનું સેવન કરવું. કોથમીરમાં વિટામીન સી, વિટામીન કે અને પ્રોટીનનું પણ સારું પ્રામણ હોય છે.

આંખ માટે બેનિફિટ : કોથમીર માં વિટામિન ‘એ’ પ્રચુર માત્રામાં હોય છે. તેથી કોથમીરની ચટણી નિયમિત રૂપે ખાવાથી આપણી આંખો માટે ફાયદાકારક નીવડે છે. આમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ખનિજ પદાર્થ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, થીયામીન, પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે.

વિકનેસ દુર કરે: જો તમને શરીરમાં થાક અને નબળાઇ વધારે મહેસૂસ થાય છે તો તમે બે ચમચી કોથમીરના રસમાં 10 ગ્રામ ખાંડ અને અડધી વાટકી પાણી મિક્સ કરીને સવાર સાંજ પી લો. તેનાથી શરીરમાં ઉર્જા મળશે અને તમે આખો દિવસ તરોતાજા રહેશો.

 

ડાયાબિટીસમાં ફાયદાકારક : કોથમીરને ડાયાબિટીસનો નાશ કરનાર પણ કહેવાય છે. ડાયાબિટીસથી પીડાતા લોકો માટે આ વરદાન સમાન છે. આના નિયમિત સેવનથી બ્લડમાં સંતુલન જળવાઈ રહે છે. આમાં રહેલ વિટામીન અલ્ઝાઇમરની બિમારી માટે ફાયદાકારક છે.

ખીલની સમસ્યા દુર : કોથમીર માં Antiseptic અને antioxidants નામના તત્વો મળી આવે છે. જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે. જો તમારા ચહેરા પણ વારંવાર Pimples આવે તો બે ચમચી કોથમીર પીસીને તેમાં અડધી ચમચી ગ્લિસરીન મેળવીને ચહેરા પર લગાવવાથી એક્ને ની સમસ્યા દુર થાય છે.

પેશાબ સાફ કરે : જો તમને પેશાબ પીળો આવતો હોય તો સુકાયેલ કોથમીરને પીસીને એક ગ્લાસ પાણીમાં બે ચમચી પીસેલ કોથમીરનો પાવડર નાખીને પાંચ થી સાત મિનીટ સુધી ઉકાળવું. આ પાણી ઠંડુ થાય એટલે સવાર સાંજના સમયે પીવું આનાથી તમારો પેશાબ સાફ થઇ જશે.ટાઈફોઈડ માં પણ કોરીયાન્ડર ઉપયોગી છે, ટાઈફોઈડ ની બીમારી થાય એટલે આના લીવ્સનું સેવન કરવું.

માસિકધર્મ માં છ ગ્રામ સુકા ધાણાના બીજ ને અડધા લીટર પાણીમાં ઉકાળવા. પાણી અડધું થાય એટલે થોડી ખાંડ નાખીને ગરમ પીવું.સાંધામાં દુ:ખાવો હોય તો આર્થરાઇટિસ થવા પર કોથમીરનો લેપ ઘણો લાભદાયક હોય છે.Summer Season માં લૂ થી બચવા માટે આને પીસીને રસ પીવો.માથામાં વાળ ખરવા લાગે તો કોરીયાન્ડર નું જ્યુસ કરીને પીવું.જો ઊંઘ આવતી ના હોય તો કોથમીરમાં ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો અને બે ચમચી સવાર સાંજ પાણી સાથે પીવો. થોડાં જ દિવસોમાં તેની અસર જોવા મળશે.