રોજ માત્ર 3 મિનિટ કરો આ કામ,ફટાફટ ઉતરી જશે વજન,એ પણ રૂપિયાના ખર્ચ વિના…

0
282

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે વધુ પડતુ વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે.

હાલ ના સમય ની જો કોઈ મોટી તકલીફ હોય તો તે છે લોકો મા વધતો જતો વજન. આ વજન વધારા ને ઓછું કરવા માટે માણસો જાત-જાત ના પ્રયોગ કરતા હોય છે. ઘણા લોકો ડાઈટિંગ ની મદદ લે છે તો ઘણા લોકો જીમ નો સહારો લેતા હોય છે. એટલી હદે જાત-જાત ના પ્રયોગો કરવા છતાં અને મેહનત કર્યા બાદ પણ જોઈએ તેવા બદલાવ મળતા નથી. તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવા એક ઉપાય વિષે ની કે જે તમને ઘણી ઉપયોગી સાબિત થશે.

તમે કોઇપણ પ્રકાર ની મેહનત વગર એક્યુપ્રેશર પદ્ધતિ ના ઉપયોગ થી વજન ઘટાડી શકો છો. આ ઘણી જૂની પદ્ધતિ છે અને તેમા આખા શરીર મા રહેલા જુદા-જુદા પોઈન્ટ્સ ને દબાવવા ના હોય છે. આ પદ્ધતિ થી ઘણી જીવલેણ બીમારીઓ ના નિદાન પણ શક્ય છે. આ પદ્ધતિ થી તણાવ, માથા નો દુખાવો તેમજ અનિન્દ્રા જેવી તકલીફો ને દુર કરી શકાય છે. આ સિવાય મગજ ને લગતી કોઇપણ પ્રકાર ની બીમારી ને પણ દૂર કરી શકાય છે.

આ પદ્ધતિ ખાલી રોગ ને જ દુર નથી કરતી પણ શરીર ના મેટાબોલિઝ્મ ને વધારવા ની સાથોસાથ વજન ઘટાડવા મા પણ મદદરૂપ થાય છે. આ પદ્ધતિ માટે તમારે કોઈ દાકતર અથવા તો નિષ્ણાંત વ્યક્તિ ની પણ જરૂર રેહતી નથી પરંતુ તમે જાતે જ પ્રેક્ટિસ કરી ને વજન ઘટાડી શકો છો. આપણા શરીર મા અમુક મસાજ પોઈન્ટ્સ હોય છે જ્યાં તમારે માત્ર આંગળી થી દબાણ આપી ને આ સરળ રીતે વજન ઘટાડવા નો હોય છે.

સૌથી પ્રથમ તમારે તમારા ઉપર ના હોઠ તેમજ નાક ની વચ્ચે આવેલ જગ્યા ઉપર આંગળી થી હળવું દબાણ આપી ને વજન ઓછું કરી શકો છો. આ પ્રેશર પોઈન્ટ ને શુઈગો સ્પોટ ના નામ થી ઓળખવામા આવે છે. જો નિયમિત આ જગ્યા ઉપર બે થી ત્રણ મિનીટ સુધી દબાણ આપી ને મસાજ કરવા મા આવે તો તેના થી મેટાબોલિઝ્મ સિસ્ટમ સારી થાય છે અને વજન મા ઘટાડો થાય છે.

આ સિવાય કોણી થી એક ઈંચ નીચે ના ભાગે નિયમિત અંગુઠા થી બે થી ત્રણ મિનીટ સુધી દબાણ આપવામા આવે તો તેના થી આંતરડાઓ સારી રીતે કાર્ય કરે છે અને જમેલું સમ્પૂર્ણ ભોજન વ્યવસ્થિત રીતે પછી જાય છે. આ પોઈન્ટ ને ઈનર એલ્બો પોઈન્ટ તરીકે ઓળખવામા આવે છે.

કાન ના બુટી ના ભાગ મા દબાણ આપી ને પણ વજન ઘટાડી શકાય છે. તમારા કાન ના બુટી ના ભાગ ને આંગળ થી પકડી ઉપર-નીચે કરવું અને નીચે કરતા સમયે આંગળી થી દબાણ આપવું. આ પોઈન્ટ ને નિયમિત એક થી બે મિનીટ સુધી દબાવતુ રહેવું. આ પોઈન્ટ થી ભૂખ નિયંત્રિત રહે છે અને વજન વધતો નથી.આ સિવાય હાથ ના અંગૂઠા ની નીચે ના ભાગ મા દબાણ આપો. આ પોઈન્ટ થાઈરોઈડ ગ્રંથિ ને ઉત્તેજિત કરે છે તેમજ મેટાબોલિઝ્મ ને મજબૂત બનાવે છે. આ પોઈન્ટ ને પણ નિયમિત દબાણ આપવું જોઈએ. આ પોઈન્ટ ને થમ્બ પોઈન્ટ કહેવાય છે.

મિત્રો જાણીએ અન્ય ઉપાય વિશે.જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. નીચે આપેલા ઉપાયો કરવાથી આપનો વજન ઘટી શકે છે.રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો.

બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ 15 મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે, પેટ બહાર આવે છે.

ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે.જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે.

સવારે ઊઠીને ગરમ પાણી પીવો.સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે.રોજેરોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો.વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કર.જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે.કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

મધ છે ફાયદાકારક – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.ગ્રીન ટી પણ મદદ કરશે.તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.