રોજ કરો છો દૂધ નું સેવન તો થઈ જાવ સાવધાન,લીવર અને કિડની થઈ શકે છે ખરાબ,જાણો કેમ??….

0
254

દૂધ પીવુ તે સેહત માટે ખુબ ફાયદાકારક થાય છે અને તેને પીવાથી શરીરને ખૂબ લાભ મળે છે. નાના બાળકોથી લઇને વૃદ્ધ લોકો દૂધનુ સેવન કરવું જ જોઈએ.દરરોજ દૂધ પીવાથી બોડીઓ મજબૂત થાય છે અને શરીરને શક્તિ મળે છે.તેથી કહેવામાં આવે છે કે દરેકને રોજ ઓછા મા ઓછું એક ગ્લાસ દૂધનું સેવન કરવું જ જોઈએ.જોકે આજની દુકાનોમાં અને ડેરીમાં વેચાયેલુ દૂધ ખૂબ જ મિલાવટી હોય છે.

દૂધ જેમ કૅલ્શિયમ આપે છે, જે આપણા હાડકાંને મજબૂત કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી કેટલી તાજગી થાય છે, ગરમ દૂધ પીવાથી આપણને શું ફાયદો થાય છે, તે બહુ થોડા લોકો જાણે છે તેથી, ગરમ કરીને દૂધ પીવાનું દૂધ ખૂબ મહત્વનું છે. પરંતુ માત્ર થોડા લોકો જાણે છે કે પીવાના દૂધમાં સમય પણ છે. જે તમને સંપૂર્ણ લાભ આપે છે

આપણે દરેક લોકો જાણીએ છીએ કે દૂધની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે અને જો નિયમિત રૂપે દૂધનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને યોગ્ય માત્રામાં કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો મળી રહે છે. પરંતુ જો આ જ દૂધની અંદર કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવે તો તેના કારણે તે આપણા લીવર અને કિડની માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે જો સતત બે વર્ષ સુધી આવા ભેળસેળ યુક્ત દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ વ્યક્તિને લીવર અથવા તો કિડનીની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે, અને સાથે સાથે અનેક પ્રકારની ખતરનાક બીમારીઓ નો શિકાર થઇ શકે છે. ભારત દેશની અંદર એક રિપોર્ટ અનુસાર દેશમાં મળતા કુલ દૂધ માંથી માત્ર ૧૦ ટકા દૂધ પીવા લાયક માનવામાં આવતું નથી. જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

દૂધમાં કઈ વસ્તુઓની થાય છે ભેળસેળ,જે ૧૦ ટકા દૂધ દુષિત હોય છે એટલે કે જે આપણા માટે નુકસાનકારક સાબિત થાય છે. તેની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ નું મિશ્રણ કરવામાં આવે છે. આ દૂધને વધુ સારું દેખાવા માટે તેની અંદર યુરિયા, વેજીટેબલ ઓઈલ, ગ્લુકોઝ અને એમોનીયમ સલ્ફેટ જેવી વસ્તુઓને ભેળવવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. એક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે જો આ મિલાવટી દૂધની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તું તેના કારણે તમને ફૂડપોઇઝનિંગ પેટ ના દુખાવો, ડાયરિયા, ટાઈફોડ, ઊલટી અને લૂઝ મોશન જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે.

મિલાવટી દૂધથી થાય છે આ પરેશાનીઓ. : જો દૂધની અંદર મિનરલ્સની ની ભેળસેળ કરવામાં આવી હોય તો તેના કારણે હાથ-પગના સાંધામાં દુખાવો થાય છે.જો દૂધની અંદર કીટનાશક અથવા તો કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેના કારણે તમારા પેટની અંદર ગડબડ થાય છે, અને તમારા શરીરની અંદર લાંબો સમય સુધી ખરાબ અસર પડે છે. જો ખૂબ લાંબો સમય સુધી એટલે કે બે વર્ષ સુધી આવું મિલાવટી દૂધ પીવામાં આવે તો તેના કારણે તમને લીવર અને કીડની ની સમસ્યા થઈ શકે છે. જો સતત દસ વર્ષ સુધી આવા મિલાવટી દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને કેન્સર જેવી ભયાનક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે.

શું પેચ્યુરાઈસ દૂધથી થાય છે ફાયદો : એક ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું પેચ્યુરાઈસ દૂધ એટલા માટે જ બનાવવામાં આવે છે કે જેથી કરીને તમારા સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. પરંતુ જો આ દૂધની અંદર કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવી હોય તો તેના કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ની જગ્યાએ બની શકે છે નુકસાનકારક.

મિલાવટી દૂધ કેવી રીતે ઓળખવું : સિંથેટિક દૂધની ઓળખ કરવા માટે તેને સૂંઘો. જો સાબુ જેવી ગંધ આવી રહી છે તો તેનો મતલબ છે કે દૂધ સિંથેટિક છે. જ્યારે કે અસલી દૂધમાં કોઈ ગંધ હોતી નથી. અસલી દૂધનો સ્વાદ થોડો ગળ્યો હોય છે જ્યારે કે નકલી દૂધનો સ્વાદ ડિટર્જેંટ અને સોડા મિક્સ હોવાને કારણે કડવો લાગે છે.

અસલી દૂધ સ્ટોર કરતા તે પોતાનો રંગ નહી બદલે. જ્યારે કે નકલી દૂધ થોડા સમય પછી પીળુ પડવા માંડશે. જો અસલી દૂધને ઉકાળો તો તેનો રંગ નહી બદલાય. બીજી બાજુ નકલી દૂધ ઉકાળવાથી તેનો રંગ પીળો થઈ જાય છે.

દૂધમાં પાણીની મિલાવટ તપાસવા મટે કોઈ ચિકણી લાકડી કે પત્થરની સપાટી પર દૂધના એક કે બે ટીપા ટપકાવીને જુઓ. જો દૂધ વહેતુ નીચેની તરફ જાય અને સફેદ ધારની નિશાન બની જાય તો દૂધ શુદ્ધ છે.

અસલી દૂધને હાથની વચ્ચે રગડાઅથી કોઈ ચિકાશ અનુભવાતી નથી. નકલી દૂધને જો તમે તમારા હાથની વચ્ચે રગડશો તો તમને ડિટર્જેંટ જેવી ચિકાશ અનુભવાશે.