રોજ દહીં ખાવાથી થાય છે આ 5 જબરદસ્ત ફાયદા,જાણી લો આજે જ…..

0
130

મોટાભાગના લોકોના આહારમાં દહીં એક મહત્વપૂર્ણ ભાગ છે. દહીંમાં ઘણા પોષક તત્વો હોય છે. દરરોજ દહીં ખાવાથી તમે માત્ર તાજું જ નથી રાખતા, પરંતુ તે પાચક સિસ્ટમ પણ બરાબર રાખે છે અને પેટની સમસ્યાઓ પણ નથી કરતું. દહીં અસ્થિક્ષય, બ્લડ પ્રેશર, વાળ અને હાડકાં માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે દહીં પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામિન બી 12 જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે.

ચાલો જાણીએ તેના પાંચ ફાયદાઓ,હાઈ બ્લડ પ્રેશર: દરરોજ દહીં ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘણી હદ સુધી ઓછું થાય છે. તે જ સમયે, દહીં હૃદયને લગતા રોગોથી દૂર રાખવામાં પણ ઉપયોગી છે.તમે વાળ અને ત્વચા પર સીધા જ દહીં લગાવી શકો છો અને તમે ખૂબ જ સારા પરિણામ જોઈ શકો છો. ડેન્ડ્રફથી બચવા માટે વાળમાં દહીં લગાવવું ખૂબ સારું છે. આ માટે વાળમાં દહીં લગાવો અને અડધા કલાક પછી વાળ ધોઈ લો.

દહી ફેટનું ફોર્મ સારું છે. દહીંમાં દૂધ જેવા પોષક તત્વો હોય છે. દહીંમાં કેલ્શિયમ ભરપુર હોય છે. દહીં ખાવાથી દાંત અને હાડકાં જ મજબૂત બને છે, સાથે સાથે ઓસ્ટીયોપોરોસિસનું જોખમ પણ ઓછું થાય છે.દહીં ખાવાથી તણાવ ઓછો થાય છે. અહીં દહીં ઉર્જા બૂસ્ટર પણ છે. તે એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે અને શરીરને હાઇડ્રેટ પણ કરે છે.રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, નિંદ્રાની સમસ્યાને દૂર કરવામાં દહીં પણ ફાયદાકારક છે.

નિયમિતરૂપે નાસ્તામાં દહીં ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા લાભો મળે છે. મિત્રો સામાન્ય રીતે લોકોને સવારના નાસ્તામાં ચા લેવાની આદત હોય છે પરંતુ સવારે નાસ્તામાં દહીં ખાવાના ફાયદા સાંભળીને તમે નાસ્તામાં દહીં ખાવાનું પસંદ કરશો. આમ પણ મિત્રો ચા કે કોફીના સેવનથી આપણા શરીરને ઘણું નુકસાન થાય છે. જો તે નુકસાનને અટકાવવું હોય અને તમારે અનેક સ્વાસ્થ્ય લાભો જોઈતા હોય તો સવારે તમારે નાસ્તામાં દહીં ખાવાનું ચાલુ કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે નાસ્તામાં દહીં ખાવાથી ક્યાં ક્યાં લાભો થાય છે.

નાસ્તામાં દહીં ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. દહીંથી આપણા શરીરને ભરપૂર કેલ્શિયમ, પ્રોટીન, ઝીંક, વિટામીન બી 12 મળે છે. તેના નિયમિત સેવનથી રોગો સામે લડવાની શક્તિ મળે છે.આંબળાના ચૂરણની સાથે દહીંનું સેવન કરવાથી શરીરના બધા રોગ અને દોષ દૂર થઇ જાય છે. દહીંમાં થોડો ગોળ અથવા તો આંબળાનું ચૂરણ મિક્સ કરી ખાવામાં આવે તો દહીં અમૃત સમાન થઇ જાય છે.

મિત્રો પાચન શક્તિને લગતી બીમારીઓ અત્યારે લોકોને વધી ગઈ છે કારણ કે વ્યાયામ કોઈ કરતુ નથી તેમજ લોકોનું જીવન પણ ખુબ બેઠાડું થઇ ગયું હોવાથી અપચાની સમસ્યા રહે તે સ્વાભાવિક છે. પરંતુ તે અપચો દૂર કરવા માટે પણ દહીં ફાયદાકારક છે. તેના માટે તમારે તેમાં બે વસ્તુ નાખીને તેનું નિયમિત સેવન કરવાનું રહેશે. એક ચમચી જીરૂ લઇ તેને શેકી લો અને શેક્યા બાદ તેને પીસી લો. ત્યારબાદ બે થી ત્રણ કાળા મારી લઇ તેને પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ આ બંને પાવડર દહીંમાં ઉમેરી તેનું સેવન કરવું. તેનાથી અપચો દૂર થશે અને ભોજન ઝડપથી પચવા લાગશે.

આધાશીશીનો દુઃખાવો હોય મતલબ કે માથાનો દુઃખાવો સૂર્યની સાથે વધે અથવા તો ઘટે છે તો તેને આધાશીશીનો દુઃખાવો કહેવામાં આવે છે. પરંતુ મિત્રો દહીં સાથે ભાત ખાવાથી આ દુઃખાવો પણ દૂર થાય છે. સૂરજ ઉગતાની સાથે જો તમને દુઃખાવો ચાલુ થતો હોય તો દુઃખાવો ચાલુ થયા પહેલા તમારે દહીં સાથે ભાતનું સેવન કરવાનું રહેશે.

બાળક માટે સૌથી સારું ભોજન છે. માં ના દૂધ પછી બાળક માટે સૌથી ઉત્તમ ભોજન છે દહીં. જે બાળકને માતાનું દૂધ નથી આપવામાં આવતું તેને દહીં આપવું જોઈએ.વજન ઘટાડે છે. શરીરમાં વધેલી ચરબી પોતાની સાથે ઘણી બધી બીમારીઓને સાથે લઈને આવે છે. દહીંમાં કેલ્શિયમ હોય છે તે ફેટ એટલે કે ચરબી જમા થવા દેતું નથી. એક શોધ મૂજબ રોજ સવારે પાંચ ચમચી દહીં ખાવાથી પેટ ઘટે છે તેમજ વધારાની ચરબી જમા નથી થતી.

વિટામીન ડી અને બી 12 યુક્ત દહીંમાં બધા ગુણો રહેલા છે. દહીંમાં કેલ્શિયમ રહેલું છે જેનું સેવન આપણા હાડકાને મજબુત બનાવે છે. આ ઉપરાંત દહીં ખાદ્ય પદાર્થને પાચન કરવા માટે સૌથી સારું છે. કારણ કે તે કોઈ પણ પ્રકારનું જમવાનું પચાવી શકે છે. કારણ કે દહીં ભોજન પ્રણાલીને સક્રિય રાખે છે. નિયમિત એક વાટકો દહીંનું સેવન તમને એસીડીટીથી દૂર રાખે છે. માટે જે લોકોને એસીડીટીની સમસ્યા રહે છે તેમણે તેમના ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.

વાળ ખરવાની સમસ્યા પણ દહીંની મદદથી દૂર થાય છે. ખાટા દહીંને વાળમાં લગાવી તેની માલીશ કરવાથી વાળ ખરવાનું બંધ થઇ જાય છે. આ ઉપરાંત જે લોકોના વાળ મૂળમાંથી ખરી ગયા હોય અને ટાલ પડી ગઈ હોય તે લોકોએ દહીંને તાંબાના વાસણમાં એટલું ઘસવું કે દહીંનો રંગ બદલાય જાય ત્યારબાદ તે દહીં પ્રભાવિત જગ્યાયે લગાવવાથી વાળ ફરીથી ઉગી જાય છે.

પેટમાં ગેસ થતો હોય તેના માટે પણ દહીં ફાયદાકારક છે. દહીંની છાસ પીવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. આંખમાં થતી રતુમણીની સમસ્યામાં પણ દહીં લાભદાયી છે. તેના માટે દહીંના પાણીમાં કાળા મરી પીસીને તેમાં મિક્સ કરી તે પાણી આંખમાં આંજણની જેમ લગાવવાથી તે ઠીક થઇ જાય છે.જીભમાં આવતા સોજામાં પણ દહીં ફાયદાકારક છે. રોજ સવારે દહીંમાં પાણી ઉમેરી તેના કોગળા કરવાથી જીભમાં થતી બળતરા તેમજ સોજો દૂર થઇ જાય છે.

આ ઉપરાંત દહીં હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ આ બંને તત્વો હાડકા અને દાંત માટે ખૂબ જ જરૂરી તત્વો છે. આ તત્વો દહીંમાંથી ભરપૂર માત્રમાં મળી રહે છે. જેથી દહીંનું રોજ નાસ્તામાં સેવન કરવાથી હાડકા અને દાંત બંનેને લાભ થાય છે. જે લોકોને ગઠીયા એટલે કે સંધિવા જેવા રોગો છે તે લોકો માટે દહીં ફાયદાકારક છે.

સ્વસ્થ હૃદય માટે, આજની ભાગદોડ ભરી જિંદગીમાં જંક ફૂડ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય જોખમાય છે. પરંતુ મિત્રો તમે નિયમિત જો નાસ્તામાં એક વાટકો દહીંનું સેવન કરો તો હૃદય સંબંધી બીમારીઓથી દૂર રહેશો. દહીં શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે અને હાઈ બ્લડપ્રેશરને પણ ઘટાડે છે. જેથી હૃદય સ્વસ્થ રહે છે.તો મિત્રો આ હતા સવારે નાસ્તામાં દહીંનું સેવન કરવાના ફાયદાઓ. તો આજ્થી જ નાસ્તામાં ચા ની જગ્યાએ એક વાટકો દહીં લેવાનું ચાલુ કરો.

ઘણા લોકોને રોજ દહીં ખાવાની આદત હોય છે. કેટલાક તો રોજ જમવામાં એક વાટકી દહી ખાઈ જાય છે. આ આદત કેળવવાથી એટલો ફાયદો થાય છે કે તમે સપનામાં પણ વિચાર નહિ કરી શો. દહીંમાં સારા બૅક્ટીરિયા હોય છે કે જે શરીરમાં હાજર વિવિધ સૂક્ષ્મજીવો સામે લડી પ્રતિરક્ષણ પ્રણાલી મજબૂત કરે છે. જોકે દહીંનાં અનેક છુપા લાભો છે કે જે દહીં ખાનારાઓને ખબર હોવી જોઇએ.

ભલે નાશ્તામાં પરોઠા સાથે હોય કે બપોરમાં છાશ બનાવીને, ભારતીય ભોજનમાં દહીં બહુ લોકપ્રિય છે. દહીંનો હળવો ખાટો સ્વાદ સૌને પોતાનું મનગમતુ બનાવી દે છે. દહીં માત્ર આપનાં ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો, પણ આપનાં આરોગ્યને પણ બહુ બધા ફાયદાઓ પહોંચાડે છે. ચાલો જાણીએ દહીં ખાવાથી આપનાં આરોગ્યને કયા-કયા ફાયદાઓ થાય છે.

નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઈ દૂર થાય છે. દૂધ દહીંનું રૂપ લે છે, તેનાં શુગર એસિડમાં પરિવર્તિત થઈ જાય છે કે જે પાચનમાં મદદ કરે છે. દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંત્ર રોગો અને પેટ સાથે જોડાયેલી બીમારીઓથી બચવામાં મદદ મળે છે. જો આપને પેટમાં ગરમી અનુભવાતી હોય, તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ. દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે.

દહીં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર રોકે છે. આ ઉપરાંત દહીં વધતું કૉલેસ્ટ્રૉલ રોકે છે અને હૃદયના ધબકારા કાબૂમાં રાખે છે. મસાથી પીડિત લોકો દહીં અને છાશ પી શકે છે. તેનાથી તેમને રાહત મળશે. અનિદ્રા રોગથી પીડિતા લોકોએ દહીં ખાવું જોઇએ. તેનાથી તેમને શ્રેષ્ઠ ઊંઘ આવેછે. જો આપ સામાન્યરીતે અલ્સરથી પીડાતા રહેતા હોવ, તો પોતાનાં મોઢામાં દિવસમાં બે વાર દહીં લગાવો. તેનાથી મોઢાના ચાંદાનો ઇલાજ થાય છે.