રિયલ લાઈફમાં ખુબજ સુંદર અને બોલ્ડ લાગે છે “તારક મેહતાંની અંજલિ ભાભી”,તસવીરો જોઈ અચક પામી જશો…..

0
543

28 જુલાઈના રોજ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 12 વર્ષ પૂરા કર્યા હતા. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે સિરિયલમાં અંજલીભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહા છેલ્લાં 12 વર્ષથી આ શોમાં કામ કરે છે. નોંધનીય છે કે દિશા વાકાણી અઢી વર્ષથી શોમાં જોવા મળી નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જેની લોકપ્રિયતા દરેક ઘરમાં તમને જોવા મળશે. આ શો ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ શો ના મુખ્ય પાત્ર જેઠાલાલ અને દયાબેન લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ છે. જો કે શો લોકપ્રિયતા એટલી વધારે છે કે શો માં કામ કરવાવાળા બાકીના કલાકારો ની પોપ્યુલારિટી પણ કોઈનાથી ઓછી નથી. શો ની અંદર “અંજલી ભાભી” નું પાત્ર ટીવી એક્ટ્રેસ નેહા મહેતા નિભાવી રહી છે. તે શો માં તારક મહેતાની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. શો માં અંજલી ભાભી તમને ભલે સિમ્પલ દેખાઈ રહ્યા હોય પરંતુ રિયલ લાઇફમાં તેઓ ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી મહેકાનો રોલ ખૂબ જ ખાસ છે. શૉની શરૂઆતથી જ તે તારક મહેતાની પત્નીના કિરદારમાં છે. તારક મહેતાની સાથે તેની હળવી તકરાર ફેન્સને પસંદ આવે છે. સાથે જ એટીએમ સ્પેશિયલ હેલ્થ ડાયટને લઇને અંજલીની તારક મહેતા સાથે તકરાર થતી રહે છે.

જોકે, શો છોડવા અંગે વહેતા થયેલા અહેવાલો પર નેહા મહેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો શોના મેકર્સ તરફથી પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.નોંધનીય છે કે, સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.

ન્યૂયોર્કમાં કરી ચુકેલા છે ફિલ્મ મેકિગનો કોર્સ.

ખબરોનું માનવામાં આવે તો નેહા થોડા સમય માટે અભિનય છોડી દીધો હતો. હકીકતમાં તે ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો એક કોર્સ કરવા માટે ચાલ્યા ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફર્યા તો તેમને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં કામ મળી ગયું. નેહા મૂળરૂપથી ગુજરાતનાં રહેવાસી છે. પરફોર્મિંગ આર્ટસ માં તેમણે માસ્ટર્સ જ્યારે ડ્રામા ડિપ્લોમા પણ કર્યું છે.

થિયેટર સાથે પ્રેમ.નેહાને થિયેટર સાથે ખૂબ જ પ્રેમ છે. ટીવીની દુનિયામાં આવતા પહેલા ઘણા વર્ષો સુધી ગુજરાતી થિયેટરનો હિસ્સો રહેલા છે. તે ભારતનાટ્યમ ખૂબ સારી રીતે જાણે છે. ડાન્સ કરવામાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરેલ છે. નેહાનાં પિતા એક લેખક છે. એ જ કારણ છે કે તેમને એક્ટિંગ ફિલ્મમાં આવવા માટે ઘર પરિવારનો પુરો સપોર્ટ મળ્યો.

કારકિર્દી. નેહાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૧માં આવેલી સીરીયલ “ડોલર બહુ” થી કરી હતી. ત્યારબાદ દેશ મે નિકલા હોગા ચાંદ, આયુષ્માન, મમતા, ભાભી, શકુંતલા, દિલસે દી દુઆ.. સૌભાગ્યવતી ભવ અને વાહ વાહ ક્યા બાત હૈ જેવી સિરિયલોમાં નજર આવ્યા હતા. જોકે તેમને ઘરે-ઘરે ઓળખ સબ ટીવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી મળી હતી.

તારક મહેતા શૉ માં કેટલી ફી લે છે. તારક મહેતા શો નો એક એપિસોડ કરવા માટે નેહા અંદાજે ૩૫ થી ૪૦ હજાર રૂપિયા લેતી હોય છે. તે મહિનામાં ૧૫ દિવસ શૂટિંગ કરે છે. હવે તમે અંદાજો લગાવી શકો છો કે નેહા ની કમાણી કેટલી હશે. આટલી કમાણી હોવાને કારણે તેમની લાઇફ સ્ટાઇલ પણ ખૂબ જ શાનદાર છે. તેમની પાસે ઓડી થી લઈને બી.એમ.ડબલ્યુ સુધીની મોંઘી કાર છે.

રિયલ લાઇફમાં છે બોલ્ડ.નેહા તમને તારક મહેતાનાં શો ભલે એકદમ સીધી સાદી લાગી રહી હોય, પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ બોલ્ડ છે. તે ઇંસ્ટાગ્રામ ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહીંયા તે ફ્રેન્ડની સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેયર કરતા રહે છે.નેહા મહેતા તારક મહેતા સિરિયલમાં અંજલી મહેતાનું પાત્ર પ્લે કરી રહી છે. ચાલો ત્યારે આપણે તેના વીશે જાણીએ અંજલીએ સ્ટાર પ્લસ ટીવી ચેનલ પર દર્શાવાયેલ ધારાવાહિક ભાભી માં શીર્ષક ભૂમિકા અદા કરી હતી.

જેમાં તેણીએ સરોજનું પાત્ર નિભાવી ભારતીય ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી બની હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા મેહતા ભગવતી પ્રોડક્શન દિલ્હીના સ્ટાર મલ્ટી હંટ શો ના ઓડિશન કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી પસંદગી પામી હતી અને તેણી મુંબઈ ખાતે આવી હતી. મુંબઈ પહોંચી તેણીને થિયેટરોની ઓફર મળવા લાગી.

તેણીએ ‘તુ હી મેરા મૌસમ’, ‘હૃદય-ત્રિપુટી’, ‘પ્રતિબિંબ કા પરછાઈ’, ‘મસ્તી મજે કી લાઈફ’ જેવાં અનેક નાટકોમાં કામ કર્યું. ત્યાર પછી તેણીએ હિંદી અને ગુજરાતી ટીવી માટે કામ શરુ કર્યું. તેણીએ ‘પ્રેમ એક પૂજા’, ‘જન્મો-જનમ’, ‘બેટર હાફ’ જેવાં ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

નેહા મહેતાએ ગુજરાતી રંગભૂમિ માટે ઘણા વર્ષો કર્યું છે. તેણીએ ભારતીય ટેલિવિઝન કારકિર્દી વર્ષ ૨૦૦૧માં ઝી ટીવી ચેનલની ધારાવાહિક શ્રેણી ડોલર બહુથી શરૂ કરી હતી. ૨૦૦૨ થી ૨૦૦૮ના સમયમાં તેણીએ સ્ટાર પ્લસ ટીવીની ધારાવાહિક શ્રેણી ભાભી માટે મુખ્ય ભુમિકા નિભાવી હતી.

જે ભારતની ચોથા ક્રમની સૌથી લાંબી ચાલેલી ટીવી ધારાવાહિક શ્રેણી છે. તેણીએ સબ ટીવીના કાર્યક્રમ વાહ! વાહ! ક્યા બાત હૈ! નું ૨૦૧૨-૨૦૧૩ દરમિયાન શૈલેષ લોઢિયા સાથે સંચાલન કર્યું