રિશી કપુર,રજનીકાંત સહિત આટલી દિગ્ગજ કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે શ્રીદેવીનું નામ, જાણો કેવા હતાં સબંધ…….

0
322

રજનીકાંતથી લઈને અનિલ કપૂર સુધી શ્રીદેવીની આ કલાકારો સાથેની જોડીને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી,હિન્દી સિનેમાની પ્રથમ સુપરસ્ટાર કહેવાતી શ્રીદેવીએ 80 અને 90 ના દાયકામાં કરોડો દિલો પર રાજ કર્યું. તેમણે માત્ર હિન્દી જ નહીં, મલયાલમ, તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ અદભૂત કામ કર્યું. આ રીતે, શ્રીદેવીએ તેમના સમય દરમિયાન ઉદ્યોગના દરેક મોટા અભિનેતા સાથે કામ કર્યું, જેમાં જીતેન્દ્ર અને અનિલ કપૂર જેવા કલાકારો સાથે તેની જોડી વધુ લોકપ્રિય થઈ. તો આજની આ વિશેષ ઓફરમાં અમે તમને શ્રીદેવી સાથેના હિરોની જોડી વિશે જણાવીએ છીએ જેને દર્શકોએ ઘણી વાર સ્ક્રીન પર જોયો અને ઘણો પ્રેમ આપ્યો.

શ્રીદેવી, અનિલ કપૂર – આ બંનેએ ‘લમ્હે’, ‘શ્રી ભારત’, ‘શ્રી બેચારા’, ‘જુડાઇ’, ‘લાડલા’ જેવી ઘણી મોટી ફિલ્મો સહિત 13 ફિલ્મોમાં કામ કર્યું છે. પહેલીવાર અનિલ કપૂર અને શ્રીદેવીની જોડી ‘મિસ્ટર ઈન્ડિયા’માં જોવા મળી હતી.મિસ્ટર ઈન્ડિયા’ ની રીમેકને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે જાણવા મળ્યું છે કે બોની કપૂરે રીમેક માટે રાઈટ્સ આપતાં પહેલા અનિલ કપૂરને પૂછયું પણ નહોતું. આથી તેમની વચ્ચે તકરાર ચાલી રહી છે. ઝી સ્ટુડિયોઝ અને અલી અબ્બાસ ઝફર આ રીમેક બનાવવાના છે અને એની જાહેરાત થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી. આ વિશે સોનમકપુર આહુજા અને ‘મિસ્ટર ઈન્ડિયા’ ના ડિરેકટર શેખર કપુરે વાંધો ઉઠાવ્યો છે. બોની કપૂરે આ ફિલ્મને પોડયુસ કરી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે અનિલ કપૂરને જાણ કર્યા વગર બોની કપૂરે આ ફિલ્મના રાઈટ્સ ઝી સ્ટુડિયોઝને આપી દીધા છે. જો કે ફિલ્મના રાઈટ્સના ખરા હકદાર બોની કપૂર છે, કેમ કે તેણે જ આ ફિલ્મ પ્રોડયુસ કરી હતી એવામાં કોઈની મંજૂરી લેવાનો પ્રશ્ર્ન નથી આવતો.

સાથે જ ઝી સ્ટુડીયોઝ સાથે બોની કપૂરના સંબંધો પણ સારા છે. એથી તેણે આ રીમેક બનાવવાની પરવાનગી આપી દીધી છે. રીમેકની વાત સાંભળતા જ અનિલ કપૂર ચોંકી ગયો હતો. ‘મિસ્ટર ઈન્ડિયા’ માં અનિલ કપૂર અને શ્રીદેવી લીડ રોલમાં હતાં. જો કે અનિલ કપૂરનું માનવું છે કે આ રાઈટ્સ આપવા પહેલાં તેની સાથે વાત કરવી જોઈતી હતી.

શ્રીદેવી, કમલ હાસન- ફિલ્મ ‘સદ્મા’ શ્રીદેવીની કારકિર્દીની એક શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેની સાથે કમલ હાસનની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રીદેવી અને કમલ હાસન જુદી જુદી ભાષાઓમાં 27 ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

શ્રીદેવી, રીષિ કપૂર -સુપરહિટ ફિલ્મ ‘નગીના’ માં શ્રીદેવી અને રીષિ કપૂરની જોડી કોણ ભૂલી શકે છે. આ ફિલ્મમાં પહેલીવાર બંને પડદા પર દેખાયા હતા. જે પછી રીષિ કપૂર અને શ્રીદેવીએ 6 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.ઋષિ કપૂર ન્યુયોર્કમાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા છે. એમની પત્ની નીતૂ કપૂર પણ તેમની સાથે છે. નીતૂ કપૂર ઘણીવાર ફેમિલી ફોટોઝ અને ઋષિ કપૂરની ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. એમણે એક વીડિયો શેયર કર્યો છે જેમા એક જ ગીત પર ઋષિ કપૂર અને રણબીર કપૂર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

ઋષિ કપૂર શ્રીદેવી સાથે ‘ચાંદની’ ફિલ્મમાં ‘તેરે મેરે હોંઠો પર’ ગીત પર ડાન્સ કર્યો હતો. બાદમાં આ જ ગીત પર ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરે પોતાની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’માં અનુષ્કા શર્મા સાથે ડાન્સ કર્યો હતો. આ બંનેના ડાન્સને મિલાવી નીતૂ કપૂરે એક વીડિયો શેયર કર્યો છે. નીતૂ કપૂરે વીડિયો શેયર કરતા લખ્યું, ‘આ કેટલું સારું છે.’

ઋષિ કપૂરની વાત કરીએ તો, એમણે જલ્દી જ ભારત પાછા આવશે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઋષિ કપૂરે પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. હવે તે કેન્સર મુક્ત થઇ ચુક્યા છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ બાદ તે ભારત પાછા આવશે. રિપોર્ટ્સ મુજબ ઋષિ કપૂર પોતાના બર્થ ડે પહેલા ભારત આવશે.

શ્રીદેવી, જીતેન્દ્ર – 1983 માં આવેલી ફિલ્મ ‘હિંમતવાલા’માં, પહેલીવાર જીતેન્દ્ર અને શ્રીદેવીની જોડી જોવા મળી હતી જે સુપરહિટ હતી. આ ફિલ્મ પછી, બંનેએ 16 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેમાંથી 11 સુપરહિટ હતી. તે સમયે જીતેન્દ્રની જોડી પ્રેક્ષકોની સાથે સાથે નિર્માતાઓ-દિગ્દર્શકોની પ્રથમ પસંદગી બની ગઈ હતી.શ્રીદેવી અને જયાપ્રદાનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ એક જ વર્ષ ૧૯૭૯માં થયો, ત્યારે જયાપ્રદાએ ‘સરગમ’માં એક મૂંગી યુવતીની ભૂમિકા કરી હોઇ, તેમને ભાષાની કોઇ મુશ્કેલીનો સામનો કરવાનો નહોતો. જ્યારે સામાપક્ષે, શ્રીદેવીને પોતાના સંવાદો માટે ડબીંગ આર્ટિસ્ટની સહાય લેવાની થઈ હતી. આ દેખીતા તફાવત ઉપરાંતનો સૌથી મોટો ફરક હતો, મ્યુઝિકનો!

‘સરગમ’માં અમારા ઓલટાઇમ ફેવરિટ સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલનાં ગીતોએ મચાવેલી ધૂમ આજ સુધી ગૂંજે છે. તેમાંનું “ડફલીવાલે ડફલી બજા…” તો ‘બિનાકા ગીતમાલા’નો એક અનોખો રેકોર્ડ ધરાવે છે. એ ગમે એવા અરસિકને નચાવી શકનારું ગાયન ‘બિનાકા’માં આવ્યું તે સપ્તાહે સીધું નંબર વન પોઝિશન પર વાગ્યું એવું અગાઉ કદી નહોતું થયું. તેથી મોટો વિક્રમ એ કે તે સાપ્તાહિક રેસમાંથી ફરજિયાત રિટાયર કરાયું ત્યાં સુધીના તમામ બુધવારે તે આખરી પાયદાન પર વાગ્યું!

શ્રીદેવી, રજનીકાંત – શ્રીદેવી અને રજનીકાંતની જોડી 20 ફિલ્મોમાં જોવા મળી હતી. આ તે સમય છે જ્યારે શ્રીદેવી રજનીકાંત કરતા વધારે કોઈ ફિલ્મમાં કામ કરવા માટે ચાર્જ લેતી હતી. સમાચારો અનુસાર શ્રીદેવીને ફિલ્મ ‘મુન્દૂ મુડીછુ’ માટે પાંચ હજાર રૂપિયા ફી આપવામાં આવી હતી અને રજનીકાંતને માત્ર 2 હજાર રૂપિયા મળ્યા હતા. બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની ઉંમરમાં કાર્ડિએક અરેસ્ટથી નિધન થઇ ગયું.

થોડા દિવસો પહેલાં તે એક પારિવારિક સમારોહમાં ભાગ લેવા માટે દુબઇ ગઇ હતી અને ત્યાં તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા. શ્રીદેવીના મોતની જાણકારી મળ્યા બાદ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. શ્રીદેવી ફક્ત બોલીવુડમાં જ નહી પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ સુપરસ્ટાર રહી હતી. તેમની મોતની જાણકારી મળતાં જ રજનીકાંતે ટ્વિટર પર ટ્વિટ કરતાં દુખ વ્યક્ત કર્યું હતું. પોતાના ટ્વિટમાં લખ્યું, ‘હું હેરાન અને ડિસ્ટર્બ છું. મેં મારા એક મિત્રને ગુમાવ્યો છે અને ફિલ્મ જગતની એક લેજેંડ અભિનેત્રીને ગુમાવી છે. હું ખૂબ દુખી છું…ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

તમને જણાવી દઇએ કે રજનીકાંત અને શ્રીદેવીએ એકસાથે ઘણી ફિલ્મોમાં કર્યું છે. શ્રીદેવીએ પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત બાળપણમાં સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીથી કરી હતી. આ દરમિયાન તેમણે એક ફિલ્મમાં રજનીકાંતની માતાનું પાત્ર ભજવ્યું હતું. તે સમયે તેમની ઉંમરફક્ત 13 વર્ષની હતી જ્યારે રજનીકાંત તે સમયે 26 વર્ષના હતા. શ્રીદેવીએ ‘Moondru Mudichu’ માં રજનીકાંતની સાવકી માતાનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત એવી પણ ઘણી ફિલ્મો છે જેમાં તેમણે રજનીકાંતની પ્રેમિકાની ભૂમિકા ભજવી છે. તેમાંની એક સુપરહિટ ફિલ્મ ચાલબાજ પણ છે.