આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. દિવસે ને દિવસે રોડ અકસ્માતના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં આવો જ એક અકસ્માત નો કિસ્સો મુંબઈના બોરીવલી વેસ્ટ માં સાઈબાબા નગરમાં રહેતા 54 વર્ષના વાગડ જૈન સમાજના દિનેશ ગિંદરા ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત સર્જાયો હતો.
ટ્રેનની અડફેટે આવી જતા જીવ ગુમાવી બેઠા હતા, તેઓ મોડે સુધી ઘરે ન આવ્યા હોવાથી પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા અને તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. ત્યારે રાતના 10:30 થી 11 ની વચ્ચે ફોન આવ્યો કે તેમને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બોરીવલી માં રહેતા દિનેશભાઈ ની બોરીવલી ઇસ્ટ માં ફરસાણની શોપ છે.
શુક્રવારે દિનેશભાઈ દરરોજની જેમ પોતાના કામથી ઘરે આવી રહ્યા હતા ત્યારે રાતના સમયે આ અકસ્માત બન્યો હતો. અચાનક શું થયું એ સમજાતું નથી એમ કહેતા દિનેશભાઈ ના નાના ભાઈ શાંતિલાલે જણાવ્યું હતું કે ભાઈનું ઇસ્ટમાં કામકાજ છે અને માલ આપવા તેવો જતા હતા.
શુક્રવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અમારા એક સંબંધીને તેઓ સ્ટેશન પર મળ્યા હતા અને મજામાં છો એવી વાત પણ થઈ હતી. ત્યારબાદ આ બનાવ બન્યો હતો, રાતના મોડે સુધી તેઓ ઘરે પાછા આવ્યા ન હોવાથી અમે તેમની શોધખોળ કરી રહ્યા હતા.
તેમનો ફોન બંધ આવતો હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા, ત્યારે રાતના 10:30 વાગ્યા પછી ફોન આવ્યો હતો કે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જઈને જોયું તો તેમનું મૃત્યુ થયું હતું, તેમની તબિયત થોડા વખતથી સારી ન હતી તેમને ડાયાબિટીસ અને બીપી ની સમસ્યા હતી.
પરંતુ એક મહિનાથી સારું થઈ ગયું હતું, અચાનક આ રીતે ભાઈના મૃત્યુ થતા પરિવારો ના લોકો આઘાતમાં સરી ગયા છે. બોરીવલી જીઆરપી ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘ મિડ-ડે’ ને જણાવ્યું હતું કે દિનેશ ગિંદરા ને ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન નંબર 90946 ની ટક્કર લાગતા ગંભીર અવસ્થામાં શતાબ્દી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.