રેખાનાં જીવનની આ રહસ્યમય વાતોની પાછળ રહેલી કહાની હજી સુધી કોઈને નથી ખબર,જાણો સૌ પ્રથમ વાર…….

0
403

બોલીવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી એટલે રેખા. એક સમય એવો હતો કે જ્યારે બોલીવૂડની ફિલ્મોમાં રેખાનું નામ ખૂબ ચર્ચામાં હતું. આપણે સૌ કોઈને લાગતું હશે કે સેલિબ્રેટી લાઈફ કેટલી સરસ હોય છે. આ વાત ખોટી છે, કારણ કે રેખાએ તેના જીવનમાં ઘણા બધાં ઉતાર-ચઢાવ જોયા છે. રેખા એક વિધવા હોવા છતાં પણ પોતાની માંગમાં સિંદુર પૂરે છે. ખબર નહીં આ પાછળનું કારણ શું હોય શકે .રેખાને બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી કહેવામાં આવે છે. 65 વર્ષીય રેખાનું બોલિવૂડ કરિયર ખુબ જ સફળ રહ્યું છે.

જોકે તેની અંગત જિંદગીમાં ઘણી પરેશાનીઓ હતી. ખાસ કરીને તેની લવ લાઇફને લગતા ઘણા રહસ્યો આજસુધીવણઉકેલાયેલા રહે છે. રેખા તેના ફિલ્મી કેરિયરમાં સફળ થઈ ગઈ, પરંતુ તેની લાઈફમાં તે અસફળ રહી છે. એવું કહેવાય છે કે એક જ્યોતિષએ રેખાને કહ્યું હતું કે તેની જિંદગીના પતિ સુખ નથી.આ વાત આજે સાચી પડી છે. રેખા જીવન ઘણા પુરષો આવ્યા પરંતુ કોઈ પણ તેને જીવન ભરની સંગની બનાવી સકે તેવું કોઈ ન આવ્યું.રેખાનું અસલી નામ રેખા ગનેશન છે.

મૂળ તે તમિલની છે, તેમની માતા પણ એક અભીનેત્રી હતા. તેને પણ ઘણી લોકપ્રિય ફિલ્મો આપી છે. રેખાએ ફિલ્મીદુનિયામાં 1966થી કરી હતી. 1970માં તે એક લોકપ્રિય અભિનેત્રીની ઓળખ બનાવી ચૂકી હતી.રેખાએ 180 ફિલ્મોમાં કામ કર્યું છે અને રી રાજ્ય સભાના સાસંદ સભ્ય પણ છે. આજે રેખાનું જીવન એકલવાયુ છે.રેખાનું લગ્ન જીવન ખૂબ ખરાબ રહ્યું છે.

1990માં દિલ્હીના બીઝનેસમેન સાથે લગ્ન કર્યા પરંતુ લગ્નના થોડા મહિના પછી તેના પતિએ આત્મહત્યા કરી લીધી. રેખાએ લગ્ન કર્યા એ પહેલા અફવા ફેલાય હતી કે રેખાએ વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા મંદિરમાં.આ સીવાય સંજય દત્ત અને આખરે તેમનું નામ અમિતાબ બચ્ચ્ન સાથે જોડાયું. કહેવાય છે એક આજે પણ રેખા અમિતાબને બહુ પ્રેમ કરે છે.આ બંને ના લગ્ન પણ થવાના હતા પરંતુ રેખા માટે અમિતાબ એક સપનું બનીને રહી ગયા.આજે પણ રેખા સેથા પર સિંદુર પૂરે છે તે અમિતાબ નામનું પણ હોય શકે.

રેખાએ તેના ફિલ્મી સફરમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે.તેમાંથી એવી ફિલ્મો છે કે જે આજે પણ લોકો યાદ કરે છે.પહેલી ફિલ્મ સાવન ભાદો, નમક હરામ, મુકુંદર દા સિંકદર, ખૂબસુરત, સીલસિલા, ખૂન ભરી માંગ, ફૂલ બનેઅંગારે.ખિલાડીયો કા ખિલાડી. આ ફિલ્મો તેની યાદગાર ફિલ્મો છે.આવી સ્થિતિમાં આજે અમે તમને રેખાના જીવનના ત્રણ રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેનો આજ સુધી કોઈએ ઉકેલી નથી લીધો.

વિનોદ મહેરા સાથે લગ્ન.એક સમય એવો હતો જ્યારે રેખા અને અભિનેતા વિનોદ મેહરાના સંબંધો બોલિવૂડનો ચર્ચાનો વિષય હતો. આ બંને વચ્ચેના સંબંધ વિશે ઘણી ચર્ચાઓ કરવામાં આવતી હતી. કેટલાક કહે છે કે વિનોદ રેખાનો પહેલો પ્રેમ હતો, અને કેટલાક લોકો દાવો કરે છે કે બંનેના લગ્ન કરી લીધા હતા. લોકપ્રિય પત્રકાર યાસીર ઉસ્માનની ‘રેખા: એક અનટોલ્ડ સ્ટોરી’ પુસ્તકમાં બંનેના લગ્નનો ઉલ્લેખ જોવા મળે છે.

પુસ્તક મુજબ, રેખા અને વિનોદ એ એકબીજા સાથે લગ્ન કર્યા.આ બંનેના પહેલા લગ્ન હતા.જોકે તેણે આ વિશે ક્યારેય કોઈને કહ્યું નહીં. તેણે કોલકાતામાં લગ્ન કર્યાં હતાં.લગ્ન પછી વિનોદ રેખા સાથે ઘરે ગયો હતો, પરંતુ તેની માતા (કમલા મેહરા) રેખાને પુત્રવધૂ તરીકે સ્વીકારવા તૈયાર નહોતી.જ્યારે રેખા તેની સાસુ-સસરાના પગને સ્પર્શવા લાગી ત્યારે તેણે રેખાને ધક્કો માર્યો. જોકે, આ બધી બાબતો રેખાએ સિમી ગેરેવાલના ટોક શો રેન્ડેઝવુસમાં કચરો અને ખોટી ગણાવી હતી.

અમિતાભ બચ્ચન ના નામનું સિંદુર.રેખા સિંગલ છે, પરંતુ તેમ છતાં તે ઘણી વખત તેનું માંગ સિંદુર થી ભરેલી જોવા મળે છે.તેને સૌપ્રથમ 1980માં રિશી કપૂર અને નીતુ ના લગ્નમાં સિંદુર લગાવ્યું હતું .જ્યારે તે આ લગ્નમાં મહેમાન બનીને આવી ત્યારે તેની માંગમાં લાલ ઝગમગાટ સિંદૂર હતું.

ખરેખર, તે દિવસોમાં રેખા અને અમિતાભનું અફેર ચર્ચામાં હતું. આવી સ્થિતિમાં, બધાને લાગ્યું કે રેખાએ અમિતાભના નામની સિંદૂર લગાવી દીધી છે.જ્યારે સિમી ગેરેવાલે રેખાને તેના ટોક શો ‘Rendezvous’માં આ ઘટના વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું – ‘આખી દુનિયા અમિતાભ જીની ચાહક છે. જો હું પણ તેનો ચાહક હોઉં તો આ વાત ને મોટી કેમ બનાવવામાં આવે છે.’

સેક્રેટરી ફરજાના સાથે સંબંધ.જો તમે ધ્યાન થી જોશો, તો તસવીરમાં જોવા મળતી છોકરી હંમેશાં રેખા સાથે જોવા મળે છે.છોકરાની હેરકટ અને મેન આઉટફીટ વાળી આ છોકરીનું નામ ફરઝના છે.ફરઝના રેખાની સેક્રેટરી છે. પત્રકાર મોહનદીપના પુસ્તક ‘Eurekha’ અનુસાર, ફરઝના એક સમયમાંખાની હેર સ્ટાઈલિશ હતી.પરંતુ રેખા તેના પર એટલો વિશ્વાસ કરવા લાગી કે તેને તેણીએ તેને પોતાની અંગત સેક્રેટરી બનાવી.જણાવી દઈએ કે ફરઝાના છેલા ૩૨ વર્ષથી રેખા સાથે છે.

ફરઝનાની ગણતરી રેખાના નજીકના લોકોમાં થાય છે.આ બંને સંબંધો વિશે ઘણી વાતો ઉડતી પણ હોય છે. મોહનદીપની ‘યુરેખા’ માં કહેવામાં આવ્યું છે કે કોઈને રેખાના બેડરૂમમાં જવાની મંજૂરી નથી. ફક્ત રેખાના ખૂબ જ ખાસ લોકો પ્રવેશ કરી શકે છે.આવી સ્થિતિમાં ફરઝાનાનો પણ આ ખાસ લોકોમાં સમાવેશ થાય છે.તેઓ રેખાના કપડાં પસંદ કરવાથી લઈને ફોન પર કોની સાથે વાત કરશે તે બધું નક્કી કરે છે.

રેખા તેના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખે છે તે પોતાને ફિટ જાળવી રાખવા માટે ઘણું બધું કરે છે.રેખાની સુંદરતાનો મોટું રહસ્ય છે તે દિવસભરમાં 10-12 ગ્લાસ પાણી પીવે છે.કારણ કે પાણી આપણા શરીરના અંદરથી બધા ટોક્સિંગ અને ગંદકી બહાર કાઢે છે.પાણી વધુ પીવાથી સ્કીન ચમકદાર બને છે.એટલા માટે રેખા ગ્લોઇંગ ફેસ જ રહસ્ય છે. આમ તો રેખાની લાઈફ ના આ રહસ્યો આજે પણ કોઈ જાણી શક્યું નથી.