રવિવારે ભૂલથી પણ ના કરશો આ કામ, માન સમ્માન અને સંપત્તિની થઇ શકે છે હાનિ….

0
364

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ની પોતાની એક વિશેષતા છે શાસ્ત્રોમાં ખાસ કરીને નોંધનીય છે કે કયો ગ્રહ માણસને ફળ આપી શકે છે તેથી આપણને ખબર હોવી જોઈએ કે કયા દિવસે આપણે કયું કાર્ય ન કરવું જોઈએ. રવિવારના દિવસે કેટલાક એવા કામ છે જે સાંજના સમયે ન કરવા જોઇએ.

શાસ્ત્ર અનુસાર જો આ કામને રવિવારે સાંજે કરવામાં આવે તો તેનાથી લક્ષ્મી સહિત બધા દેવી-દેવતાઓ નારાજ થાય છે. તેથી રવિવારે સાંજે આ કામકાજ કરવાનું ટાળવું જોઇએ. રવિવારે કોઈ કામ ન કરવું જોઈએ. આ કાર્યો કરવાથી સૂર્ય ગ્રહને ખરાબ અસરોનો સામનો કરવો પડે છે. તેથી, રવિવારે થોડી વસ્તુઓ ધ્યાનમાં રાખીને, સૂર્યદેવની હંમેશા કૃપા થઇ શકે છે.ભાગદોડ વાળા આ જીવનમાં દરેક વ્યક્તિ પરેશાન છે અને વ્યક્તિ તેને દૂર કરવા માટે ઘણી રીતો અપનાવે છે, પરંતુ જીવનમાં સુખ-શાંતિ જાળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે.

કેટલીકવાર જીવન ખૂબ મુશ્કેલીઓથી ભરેલું લાગે છે. આ સ્થિતિમાં, સૂર્યની પૂજા કરવાથી તમારા જીવનમાં આનંદ મળે છે. જ્યોતિષીઓ અનુસાર, રવિવારે સૂર્ય માટે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આપણા જીવનમાં સુખ અને શાંતિ મળે છે.રવિવારે સૂર્યની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યની ઉપાસના અને સૂર્યને જળ ચડાવવાથી વ્યક્તિનું તેજ વધે છે અને તેનું ભાગ્ય મજબૂત થાય છે.

રવિવારે સૂર્યની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે, સૂર્ય પોતાની સૌથી વધુ શક્તિ ધરાવે છે. જ્યોતિષીઓના કહેવા મુજબ, મૂળ કુંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. જેના કારણે વ્યક્તિને સમાજમાં માન મળે છે. આની સાથે જ તેના જીવનના વેદનાઓ દૂર થાય છે અને તે સુખી જીવન જીવે છે.માન્યતાઓ અનુસાર સૂર્યની પૂજા કરવાથી લાભ થાય છે. જો તમને પણ કોઈ સમસ્યા છે તો તમે કેટલાક સરળ ઉપાય અપનાવીને તમારા જીવનને ખુશ કરી શકો છો.

આ કામ રવિવારે ન કરવું જોઈએ.રવિવારે સૂર્ય અસ્ત થાય તે પહેલાં મીઠાનો ઉપયોગ ન કરવો. તે અશુભ માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિએ આ દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.રવિવારે વાળ કાપશો નહીં, રાયડાના તેલની માલિશ ન કરો, દૂધ બાળવું નહિ જો આ દિવસે શક્ય હોય તો તાંબાની બનેલી વસ્તુઓની ખરીદી અને વેચાણને ટાળો વાદળી, કાળો અથવા ભૂખરો રંગ ટાળો; જો જરૂરી ન હોય તો પગરખાં પણ ન પહેરો.

રવિવારે સાંજના સમયે તુલસીને જળ અર્પણ ન કરવું જોઇએ અને ન તો તેના પાંદડાં તોડવા જોઇએ પરંતુ દીવો અવશ્ય અર્પણ કરવો જોઇએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.રવિવારે સાંજે ક્યારેય પણ કોઇની નિંદા અથવા અવગણના ન કરવી જોઇએ.રવિવારે સાંજે કચરો ન વાળવો જોઇએ. આમ કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને નકારાત્મકતા રહી જાય છે. તેનાથી ગરીબાઇ આવે છે.

ક્રોધ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. ગુસ્સો કરનાર પોતે તો દુખી થાય જ છે સાથે સાથે આસપાસનું વાતાવરણ પણ બગાડી દે છે. સાંજના સમયે લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરવા માટે આવે છે અને એવામાં તમે અશાંત રહેશો તો લક્ષ્મી તમારી ઉપર પોતાની કૃપા રાખશે નહીં. તેથી રવિવારે સાંજે ગુસ્સો ન કરશો. આ કામ કરો જો તમારે સવારે ઉઠતાની સાથે જ સ્નાન કરવું હોય તો સૂર્યના દર્શન કરીને કરો જો ઘરમાં ઝઘડાઓ થતા હોય તો મનમાં ॐ सूर्याय नम: મંત્રનો જાપ કરો.મિત્રો જાણીએ રવિવાર ના ઉપાય વિશે.

જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન કોષ વધારવા રવિવારે એક મોટા પાનમાં તમારી તમામ મનોકામના લખી વહેતા જળમાં વહાવી દેવાથી તમારી એ ઇચ્છા જરૂરથી પુરી થશે, જો તમારે ધન, વૈભવ યશ મેળવવા ઇચ્છો છો તો રવિવારના દિવસે પ્રત્યક્ષ સૂર્યની સાધના કરવાનું ન ભૂલો.આ દિવસે ભગવાન સૂર્યની વિધિ વિધાનથી પૂજા આરાધના અને વ્રત કરવાથી તમામ પ્રકારની બાધાઓ મુશ્કેલીઓ દૂર થશે. નોકરી કારોબારમાં સફળતા પ્રાપ્ત થશે. રવિવારે સંધ્યા સમયે પીપળાના ઝાડ નીચે ચારમોઢાવાળો દિપક જલાવો. તમે આને લોટથી બનાવશો તો વધારે સારૂ ફળ મળશે. આ ઉપાય કરવાથી ધનનું આગમન થવા લાગશે. ધનનો ભંડાર વધવા લાગશે.

આર્થિક સમસ્યાઓથી બહાર આવવા માટે રવિવારના દિવસે કોઈ નદી કે સરોવરમાં માછલીઓને ખવડાવવાથી ખુબજ ફાયદો થશે. રવિવારે રાત્રે સુતા પહેલા માથા પાસે ઓશીકું હોય ત્યાં એક ગ્લાસ દૂધ ભરીને રાખો. વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી આ દૂધને બાવળના થડ પાસે રેડી આવો. આ ઉપાય 7 અઠવાડિયા સુધી કરવાથી નિશ્ચિત ફળ પ્રાપ્ત થાય છે.કોઈ ગરીબ બાળકોને જમવાનું આપો, અન્નનું દાન ખુબજ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસ્ત્રોનું દાન કરો. કીડીયારૂ પુરો, જરૂરિયાત વાળી વ્યક્તિને છત્રી અને માટલીમાં મગ ભરીને મૌન વ્રત રાખી હાથોહાથ દાન કરવાથી ફળ પ્રાપ્ત થશે. અથાગ મહેનતને ક્યારેય કોઈ સફળ થતા અટકાવી શકતુ નથી. આપણે જે પણ ઉપાય કરીશું તે સાત્વીક તેમજ કોઈને નુકસાન ન થાય તેવા જ કરીશુ જેનાથી ચોક્કસ ફળ પ્રાપ્ત થશે.