ખુબજ લક્ઝુરિયસ છે રવિન્દ્ર જાડેજા નો બંગલો,જુઓ અંદરની ખાસ તસવીરો……

0
167

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શાનદાર બોલિંગ, આકર્ષક બેટિંગ અને જબરદસ્ત ફિલ્ડિંગના કારણે રવિન્દ્ર જાડેજા આજે ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. આ વખતે આઈપીએલમાં તો જાડેજાએ ધમાકો મચાવ્યો છે. તેમાં પણ રવિવારે બેંગ્લોર સામે રમાયેલી મેચમાં જાડેજા જ છવાયેલો રહ્યો હતો. તેણે 28 બોલમાં 62 રન ફટકાર્યા હતા. તેમાં પણ છેલ્લી ઓવરમાં તો તેણે 5 સિક્સ સાથે 37 રન ઝૂંડી કાઢ્યા હતા. એટલું જ નહીં તેણે બોલિંગથઈ પણ કમાલ કરતાં 4 ઓવરમાં 13 રન આપી 3 વિકેટ ઝડપી હતી. એક ખેલાડીને રન આઉટ પણ કર્યો હતો.

જામનગરમાં એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલા રવિન્દ્ર જાડેજાની આજની સફળતામાં તેનો વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. આજે જાડેજાની બ્રાન્ડ વેલ્યૂ કરોડોમાં છે. આઈપીએલથી માંડીની જાહેરાતોમાં જાડેજા લાખો રૂપિયા કમાય છે. રવિન્દ્ર જાડેજાએ વતન જામનગરમાં ચાર માળનો લેવિસ બંગલો બનાવ્યો છે.આ ઉપરાંત જાડેજા ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટનો પણ માલિક છે. તો આવો નજર કરીએ જાડેજાના રોયલ બંગલોના ફોટો તેમજ તેની સંઘર્ષ કથા પર. જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ ચાર માળનો બંગલો બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ઘરનું નામ પોતાના માતાના નામ પરથી ‘શ્રીલતા’ રાખ્યું છે. આગળ લાકડાના બે મોટા દરવાજા ઘરને રજવાડી લૂક આપે છે.

ઘરનું ફર્નિચર પણ જૂની રજવાડી સ્ટાઈલનું છે. જાડેજાએ ઘરમાં જ જીમ પણ બનાવ્યું છે. આ ઉપરાંત પ્રેક્ટિસ માટે બંગલોની પાછળની તરફ ગાર્ડન પણ બનાવ્યો છે.ઘરમાં ઘણી એન્ટિક વસ્તુઓ છે. ખુરશી-સોફા વગેરે રોયલ સ્ટાઈલનું છે. જેનાથી ઘરની શોભા વધુ નિખરી ઉઠે છે. જાડેજાએ ટ્રોફી-એવોર્ડ માટે ખાસ રૂમ પણ બનાવડાવ્યો છે.જાડેજાની આજની લેવિસ લાઈફ સ્ટાઈલ પાછળ અનેક વર્ષોનો સંઘર્ષ છે. 6 ડિસેમ્બર, 1988ના રોજ જન્મેલા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા આર્મીમાં હતા. ઈજાના કારણે તેમને આર્મી છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડી હતી. પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આર્મી જોઈન કરે, પણ રવિન્દ્રને ક્રિકેટમાં વધુ રસ હતો.

રવિન્દ્ર જાડેજા તેમના માતા લતાબેનની ખૂબ નજીક હતો. જ્યારે તેમનું નિધન થયું ત્યારે રવિન્દ્ર જાડેજાની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માતાના નિધનથી દુ:ખી જાડેજાએ ક્રિકેટમાં રસ લેવાનો ઓછો કરી દીધો હતો. પણ તેમની મોટી બહેન તેમને સંભાળી લીધો અને રમવા માટે તૈયાર કર્યો.જે વર્ષે રવિન્દ્રની માતાનું નિધન થયું એ વર્ષે તેની પસંદગી સૌરાષ્ટ્રની અન્ડર-14ની ટીમમાં થઈ હતી. રવિન્દ્રએ પહેલી જ મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને 87 રન બનાવયા હતા. બાદમાં રવિન્દ્રના શાનદારના પ્રદર્શનના કારણે તેને અન્ડર-19ની ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું હતું. જાડેજાએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ 8 ફેબ્રુઆરી, 2009ના રોજ શ્રીલંકા સામે કર્યું હતું.

વન-ડે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવનાર અનિલ કુંબલે પછી રવિન્દ્ર જાડેજા એક માત્ર બોલર છે. રવિન્દ્ર જાડેજા એક માત્ર એવો ખેલાડી છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ વખત 300થી વધુ રન બનાવ્યા છે. જ્યારે આઈપીએલ શરૂ થઈ તે પહેલાં વર્ષે 2008માં સૌથી પહેલાં રાજસ્થાન રોયલ્સે રવિન્દ્રને ખરીદ્યો હતો. આજે જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. જાડેજાને ચેન્નાઈની ટીમે 2012માં 9.72 કરોડમાં ખરીદ્યો હતો.

જાડેજાએ તેની કરિયરમાં 51 ટેસ્ટ, 168 વન-ડે અને 50 ટી20 મેચ રમી છે. તેણે તમામ ઈન્ટરનેશનલ ફોર્મટમાં 400થી વધુ વિકેટ ઝડપી છે. જાડેજાએ રીવાબા સોલંકી સાથે 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના બહેને રીવાબાની તસવીર મોકલાવી હતી ત્યારે પ્રથમ નજરમાં જ રીવાબા રવિન્દ્રને ગમી ગયા હતા. બાદમાં રીવાબા ભાજપમાં જોડાયા હતા

રવિન્દ્ર જાડેજાને બધા ‘સર’ કરીને બોલાવે છે. ખુબ પ્રધાનમંત્રી મોદીએ પણ તેને સર કહીને બોલાવ્યા હતા. રવિન્દ્રના બહેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, રવિન્દ્ર ખૂબ જ શર્માળ છે, જ્યારે તેમના સાથીઓ તેને ‘સર’ કહે છે કે ત્યારે તે અસહજતા અનુભવવા લાગે છે. રવિન્દ્ર જાડેજાનું રાજકોટ-જામનગર હાઈવ પર એક ફાર્મ હાઉસ પણ છે. જાડેજા નવરાશની પળોમાં આ ફાર્મમાં આવીને આરામ કરે છે.

જાડેજાને ઘોડેસવારી અને તલવારબાજીનો ખૂબ શોખ છે. તેની પાસે અંદાજે 6થી વધુ જાતવાન ઘોડા છે. ઘોડા પ્રત્યેના પ્રેમના કારણે જ તેણે હાથ પર ઘોડાનું ટેટ્ટુ દોરાવ્યું છે. રવિન્દ્ર જાડેજાએ રાજકોટના પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફીલ્ડ કરીને એક રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ શરૂ થઈ ત્યાર પછીના થોડા દિવસોમાં ધોની સહિતના ક્રિકેટરોએ મુલાકાત લીધી હતી.

રવિન્દ્ર જાડેજા નો જન્મ 6 ડિસેમ્બર 1988 નારોજ ગુજરાત ના જામનગર જિલ્લા ના મધ્યમ વર્ગીય પરીવાર મા થયો હતો મિત્રો રવિન્દ્ર જાડેજા એ સાલ 17 એપ્રિલ 2016 મા રિવાબા સોલંકી સાથે લગ્નના બંધન મા બંધાઇ ગયા છે અને રિવાબા સોલંકી અત્યારે રાજનીતિ મા જોડાઈ ગયા છે અને તેઓએ 2019મા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા પણ મેળવી ચુક્યા છે અને અત્યારે રીવાબા સમાજ ના કાર્યો કરે છે.

તેમજ તેમને નીધ્યાયા નામની એક પુત્રી પણ છે મિત્રો રવિન્દ્ર જાડેજા ને કાર કલેક્શન નો ખુબજ શોખ છે તેમની પાસે બે ઓડી કાર છે અને તેમને 2016 માં તેમના સસરા દ્વારા ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટ કરી હતી આજે અમે તમને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાના પોલીસકર્મીઓ સાથે થયેલી ઝપાઝટ વિશે ખાસ જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણે રીવા હેડલાઇન્સનું કેન્દ્ર બની છે.

મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર જાડેજાની પત્ની રીવા સોલંકી જ્યારે ગુજરાતના જામનગરમાં તેની બીએમડબ્લ્યુમાં જઇ રહી હતી ત્યારે તેને પોલીસ કર્મચારીની બાઇક અથડાઇ હતી, ત્યારબાદ પોલીસ જવાન અને રીવા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને આ મામલો એટલો વધી ગયો કે પોલીસ જવાનોએ રીવા પર હાથ ઉઠાવ્યો હતો અને આ લડાઈ વચ્ચે સંજય આહિરની ધરપકડ કરવામાં આવી હતી

મિત્રો આ ઝઘડો દરમિયાન જાડેજાની માતા અને રેવા સાથે હતા અને તે સમયે મીડિયામાં આ મામલો ભારે છવાયેલો હતો મિત્રો આ સિવાય તમને જણાવી દઈએ કે રેવા મેકેનિકલ એન્જી નિયરિંગમાંથી સ્નાતક થઈ છે અને તે યુપીએસસી માટેની તૈયારી પણ કરી રહી છે. રીવા અને જાડેજાના લગ્ન 17 એપ્રિલ 2016 નાં રોજ થયાં હતા. આ ગ્રાન્ડ વેડિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતું. રીવા તેના માતાપિતાનો એકમાત્ર સંતાન છે. જેના કારણે તે ઘરની દરેકને પ્રિય છે.

મિત્રો લગ્ન પહેલા રીવાના માતાપિતાએ જમાઇ રવિન્દ્ર જાડેજાને તેની ઓડી ક્યૂ 7 ગિફ્ટ આપી હતી અને આ પછી રવિન્દ્ર જાડેજાની કાર લાંબા સમય સુધી હેડલાઇન્સનું કેન્દ્ર રહી છે તમને જણાવી દઇએ કે રીવા સોલંકી રાજકોટના કોન્ટ્રાક્ટર અને કરોડપતિ ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીની પુત્રી છે, જેની બે પ્રાઇવેટ સ્કુલ અને એક હોટલ છે અને એટલું જ નહીં, રીવાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓમાંના એક છે.

અને તેજ સમયે રીવાના માતા પ્રફુલ્લ રાજકોટ રેલ્વેમાં નોકરી કરે છે અને આ સાથે જણાવી દઈએ કે રીવા અને રવિન્દ્ર જાડેજાને પણ એક પુત્રી છે. ગયા વર્ષે જુલાઇમાં રીવાએ નિધ્યાના નામની એક બાળકીને જન્મ આપ્યો હતો, જે ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે રીવા અને રવિન્દ્ર જાડેજાના દંપતી ઘણીવાર તેમની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેને તેમના ચાહકો ખૂબ પસંદ કરે છે તેમજ મિત્રો ભારતના ડાબા હાથના સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા તેની રમતની વિસ્ફોટક શૈલીને કારણે જ નહીં પણ તેમની શૈલીને કારણે પણ ચર્ચામાં આવે છે.

મિત્રો 2016 માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથેના લગ્ન પહેલાં રીવા સોલંકી તરીકે જાણીતા રીવાબા જાડેજા આત્મિય ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ રાજકોટથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ છે અને તેણીને વર્ષ 2018 માં દીપિકા પાદુકોણ-અભિનિત ફિલ્મ પદ્માવતની સામે મોટા પાયે વિરોધ કરવા માટે અને પાછલા વર્ષે ક્ષત્રિય સમુદાયની દક્ષિણપંથી સંસ્થા કરણી સેનાની મહિલા પાંખના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે મે 2018 માં જામનગર માં તેમની બાઇકને ટક્કર માર્યા બાદ તેણીએ એક પોલીસ કોન્સ્ટેબલને લાફો માર્યા બાદ તેણી રાજકારણ માં પ્રવેશી હતી અને માર્ચ 2019 માં તેણી રાજ્યના કૃષિ પ્રધાન આર.સી. ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં તેણી ગુજરાત માં ભાજપમાં શામેલ થયા.મિત્રો તેમની તસવીરો ઘણીવાર સોશ્યલ મીડિયા પર જોવા મળે છે.

આ સિવાય રેવા સાથે તેમની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે.2016 ના આઈપીએલ દરમિયાન બંનેએ તેમના ભવ્ય લગ્ન કર્યા હતા. જાડેજાની પત્ની રિવાબા ભાજપ પાર્ટીના છે જાડેજા હાલમાં આઈપીએલ 2020 માટે યુએઈમાં છે. આઈપીએલની આ સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમતા જોવા મળે છે અને મિત્રો રવિન્દ્ર જાડેજાની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પણ ખુબજ સારી રહી છે.