રાવણની આ સાત ઈચ્છા રહી ગઈ અધૂરી, જાણો શું હતી એ ઈચ્છાઓ……

0
494

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન દશ દસ આનન મુખ પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. જોવા જઈએ તો રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામનાં ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે.રાવણ ભગવાન શિવ નો અનન્ય ભક્ત હતો.પદ્મપુરાણ, શ્રીમદ્ ભાગવતમ્, કૂર્મપુરાણ, રામાયણ, મહાભારત, દશાવતારચરિત, વગેરે ગ્રંથોમાં રાવણનો ઉલ્લેખ થયો છે. રાવણના ઉદય વિષે વિવિધ ગ્રંથોમાં જુદો-જુદો ઉલ્લેખ મળે છે.પદ્મપુરાણ તથા શ્રીમદ્ ભાગવતમ્અનુસાર હિરણ્યાક્ષ તથા હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ સ્વરૂપે જન્મ્યા.વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિ નો પૌત્ર હતો.

અર્થાત્ તેના પુત્ર વિશ્વશ્રવાનો પુત્ર હતો.વિશ્વશ્રવાની વરવર્ણિની અને કૈકસી નામની બે પત્નિઓ હતી. વરવર્ણિનીએ કુબેરને જન્મ આપ્યો, શોક્યના પુત્રનો જન્મ થયો હોવાથી, ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભ ધારણ કર્યો, જેથી તેના ગર્ભમાંથી રાવણ અને કુંભકર્ણ ઉત્પન્ન થયા તો ચાલો મિત્રો જાણીએ આગળ.દશેરા અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ વર્ષે દશેરા ૨૫ ઓક્ટોબરનાં રોજ ઉજવવામાં આવશે. રાવણની દુષ્ટ પ્રવૃત્તિઓ વિશે બધા જાણે છે. દર વર્ષે દશેરા પર તેના પૂતળાનું દહન કરવામાં આવે છે.

રાવણનો અંત તેના અધર્મને કારણે થયો હતો. પરંતુ તેનામાં ઘણી શક્તિઓ પણ હતી. રાવણ ભગવાન શંકરનાં પરમ ભક્ત હતા. પોતાના તપ અને જ્ઞાનના બળ પર રાવણે વરદાનનાં રૂપમાં ઘણી શક્તિઓ પ્રાપ્ત કરી હતી.તુલસીદાસજીના રામચરિતમાનસમાં રાવણનો જન્મ શાપને કારણે થયો હતો. તે નારદ અને પ્રતાપભાનુની કથાઓને રાવણના જન્મનું કારણ બતાવે છે.રાવણ મહાન જ્ઞાની હતો.તેની પાસે ત્રણ પ્રકારનાં ઐશ્વર્યો હતાં, લક્ષ્મી, બુધ્ધી અને બળ. ભગવાન એક સાથે ક્યારેય આ ત્રણે વસ્તુ કોઇને આપતા નથી.

જોકે આ શક્તિઓ પર તેને ખૂબ જ અહંકાર હતો. જેના કારણે તે પોતાને ખૂબ જ શક્તિશાળી સમજતો હતો. રાવણના ભ્રમને દૂર કરવા માટે અને તેના આતંકને ખતમ કરવા માટે ભગવાન રામે તેનો વધ કર્યો હતો. રાવણના એવા ઘણા સપના હતા જે તેના મૃત્યુનાં કારણે પૂરા થઈ શક્યા નહીં. તો ચાલો જાણીએ કે રાવણનાં કયા સપના અધૂરા રહી ગયા.પૂર્વકાળ માં બ્રહ્માજી એ અનેક જીવ જંતુ બનાવ્યા અને તેમને સમુદ્ર ના જળ ની રક્ષા કરવા માટે કહ્યું ત્યારે તે જંતુઓંમાં થી અમુક બોલ્યાં કે અમે આનું રક્ષણ (રક્ષા) કેવીરીતે કરીશું અને અમુકો એ કહ્યું કે અમે આનું રક્ષણ (પૂજા) કરીશું.

આના પર બ્રહ્માજી એ કહ્યું કે જે રક્ષણ કરશે તે રાક્ષસ કહેવાશે અને જે યક્ષણ કરશે તે યક્ષ કહેવાશે. આ પ્રકારે તે બે જાતિયોં માં વહેંચાઈ ગયા. રાક્ષસોં માં હેતિ અને પ્રહેતિ બે ભાઈ હતાં. પ્રહેતિ તપસ્યા કરવા ચાલ્યો ગયો, પરંતુ હેતિ એ ભયા સાથે લગ્ન કર્યાં, જેથી તેને વિદ્યુત્કેશ નામક પુત્ર ઉત્પન્ન થયો. વિદ્યુત્કેશને સુકેશ નામક પરાક્રમી પુત્ર થયો.બનાવવી હતી સ્વર્ગ સુધી સીડી.રાવણ સમગ્ર પ્રકૃતિ પર કબજો જમાવવા માંગતો હતો. તેની એક ઇચ્છા સ્વર્ગ સુધી સીડી લગાવવાની હતી.

તે ઈચ્છતો હતો કે લોકોએ ઈશ્વરને પુજવાને અને સારા કર્મ કરવાને બદલે તેની આરાધના કરવાનું શરૂ કરી દે છે, જેથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઇ શકે. તે દરેક વ્યક્તિને સ્વર્ગ મોકલવા માગતો હતો, જે રાવણને આધીન હોય. જો કે રાવણની આ ઈચ્છા પૂરી થઈ શકે નહીં. સ્વર્ગ સુધી સીડીઓ બનાવતા પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું.સુકેશ ને માલ્યવાન, સુમાલી અને માલી નામક ત્રણ પુત્ર થયા. ત્રણે જણા એ ને બ્રહ્માજી ની તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કરી લીધું કે અમારો પ્રેમ અતુટ રહે અને અમને કોઈ પરાજિત ન કરી શકે. વરદાન પામી તેઓ નિર્ભય થઈ ગયાં અને સુરોં, અસુરોં ને સતાવવા માંડ્યાં.

તેમણે વિશ્‍વકર્મા ને એક અત્યંત સુંદર નગર બનાવવા માટે કહ્યું. તેના પર વિશ્‍વકર્મા એ તેમને લંકા પુરી નું સરનામું બતાવી મોકલી દીધા . ત્યાં તેઓ ખૂબ આનંદ સાથે રહેવા લાગ્યાં માલ્યવાન ને વજ્રમુષ્ટિ, વિરૂપાક્ષ, દુર્મુખ, સુપ્તઘ્ન, યજ્ઞકોપ, મત્ત અને ઉન્મત્ત નામક સાત પુત્ર થયા. સુમાલીને પ્રહસ્ત્ર, અકમ્પન, વિકટ, કાલિકામુખ, ધૂમ્રાક્ષ, દણ્ડ, સુપાર્શ્‍વ, સંહ્નાદિ, પ્રધસ એવં ભારકર્ણ નામ ના દસ પુત્ર થયા. માલીના અનલ, અનિલ, હર અને સમ્પાતી નામના ચાર પુત્ર થયા.સોનાને કરવું હતું સુગંધિત.આ પ્રકારે રાવણનું એક વધુ મોટું સપનું હતું સોનાને સુગંધિત બનાવવાનું.

તે વિચારતો હતો કે જો સુવર્ણમાં સુગંધ હોય તો આ ધાતુનું સૌંદર્ય વધી શકે છે. આવું કરવાથી સોનાને દૂરથી જ ઓળખી શકાય છે અને તેની ખોજ પણ સરળતાથી કરી શકાય છે. તેને સુવર્ણ સાથે પ્રેમ હતો, એટલા માટે રાવણે લંકા પણ સોનાની બનાવી હતી. જો કે રાવણની આ અચ્છા પણ અધૂરી રહી ગઈ.તે સૌ બળવાન અને દુષ્ટ પ્રકૃતિ હોવાને કે લીધે ઋષિ-મુનિયોં ને કષ્ટ આપ્યાં કરતા. તેમના કષ્ટોં થી દુઃખી થઇ ઋષિ-મુનિગણ જ્યારે ભગવાન વિષ્ણુ ના શરણે ગયા ત્યારે તેમણે આશ્વાસન આપ્યું કે હે ઋષિયોં હું આ દુષ્ટોંનો અવશ્ય નાશ કરીશ.

જ્યારે રાક્ષસો ને વિષ્ણુ ના આ આશ્વાસન ની સૂચના મળી તો તે સૌ મંત્રણા કરી સંગઠિત થઇ માલી ના સેનાપતિત્વ માં ઇન્દ્રલોક પર આક્રમણ કરવા માટે ચાલી પડ્યાં. આ સમાચાર સાંભળી ભગવાન વિષ્ણુ એ પોતાના અસ્ત્ર-શસ્ત્ર સંભાળ્યા અને રાક્ષસોં નો સંહાર કરવા માંડ્યા.દરેક વ્યક્તિને બનાવવા હતા ગોરા.કહેવામાં આવે છે કે રાવણનો રંગ શ્યામ હતો, જેના કારણે તેણે ઘણી વખત અપમાન સહન કરવું પડ્યું હતું.

રાવણ ઈચ્છતો હતો કે કોઈપણ વ્યક્તિનાં રંગમાં કોઈ અંતર ના રહે. જેનાથી કોઈપણ વ્યક્તિને તેના રંગને લઈને મજાક બનાવવામાં ન આવે. એટલા માટે રાવણ રંગભેદને ખતમ કરીને દરેક વ્યક્તિને ગોરા બનાવવા માંગતો હતો.જ્યારે રાક્ષસો ને વિષ્ણુ ના આ આશ્વાસન ની સૂચના મળી તો તે સૌ મંત્રણા કરી સંગઠિત થઇ માલી ના સેનાપતિત્વ માં ઇન્દ્રલોક પર આક્રમણ કરવા માટે ચાલી પડ્યાં. આ સમાચાર સાંભળી ભગવાન વિષ્ણુ એ પોતાના અસ્ત્ર-શસ્ત્ર સંભાળ્યા અને રાક્ષસોં નો સંહાર કરવા માંડ્યા.

સેનાપતિ માલી સહિત ઘણાં રાક્ષસ માર્યા ગયા અને શેષ લંકા તરફ ભાગી ગયાં. જ્યારે ભાગી રહેલા રાક્ષસોં નો પણ નારાયણ સંહાર કરતા રહ્યાં તો માલ્યવાન ક્રુદ્ધ થઇ યુદ્ધભૂમિ માં પાછો ફર્યો.લોહીનો રંગ કરવો હતો સફેદ.રાવણની એક ઇચ્છા લોહીના રંગ બદલવાની પણ હતી. તે ઇચ્છતો હતો કે લોહીનો રંગ લાલ ને બદલે સફેદ થઈ જાય. તેણે યુદ્ધમાં ઘણા નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું હતું. તેનાથી ધરતી લોહીથી લાલ થઇ ગઈ હતી. તે ઈચ્છતો હતો કે લોહી સફેદ થઈ જાય, જેથી પાણીની સાથે મળીને તેના અત્યાચારો છુપાવી શકે.

આવું કરીને તે પોતાના દ્વારા કરવામાં આવેલી હત્યાઓને છુપાવવા માંગતો હતો.ભગવાન વિષ્ણુ ના હાથે અંત માં માલ્યવાન શેષ બચેલા રાક્ષસ સુમાલી ના નેતૃત્વ માં લંકા ત્યાગી પાતાળ માં જઇ વસ્યો અને લંકા પર કુબેર નું રાજ્ય સ્થાપિત થયું. રાક્ષસોં ના વિનાશ થી દુઃખી થઈ સુમાલી એ પોતાની પુત્રી કૈકસી ને કહ્યું કે પુત્રી! રાક્ષસ વંશ ના કલ્યાણ માટે હું ચાહું છું કે તું પરમ પરાક્રમી મહર્ષિ વિશ્રવા પાસે જઈ તેમની પાસેથી પુત્ર પ્રાપ્ત કર. તે પુત્ર આપણાં રાક્ષસોં ની દેવતાઓં થી રક્ષા કરી શકશે.મદિરા માંથી દૂર કરવી હતી દુર્ગંધ.

રાવણ મદિરા પ્રેમી હતો. તેનું સપનું હતું કે મદિરા માંથી દુર્ગંધ દુર કરી દેવામાં આવે. તે ઈચ્છતો હતો કે બધા દુર્ગંધ વગર મદિરાપાનનો આનંદ લઈ શકે, પરંતુ તેમનું આ સપનું પણ પૂર્ણ થઈ શક્યું નહીં.પિતા ની આજ્ઞા મેળવી કૈકસી વિશ્રવા પાસે ગઈ. તે સમયે ભયંકર આઁધી ચાલી રહી હતી. આકાશ માં મેઘ ગરજી રહ્યાં હતા. કૈકસી નો અભિપ્રાય જાણી વિશ્રવા એ કહ્યું કે ભદ્રે! તુ આ ક્વેળા માં આવી છે.હું તારી ઇચ્છા તો પૂરી કરી દઈશ પરંતુ આનાથી તારી સંતાન દુષ્ટ સ્વભાવ વાળી અને ક્રૂરકર્મા થશે.

મુનિ ની વાત સાંભળી કૈકસી તેમના ચરણોં માં પડી અને બોલી કે ભગવન્ આપ બ્રહ્મવાદી મહાત્મા છો.સમુદ્રનું પાણી કરવું હતું મીઠું.રાવણ સમુદ્રનું પાણી મીઠું કરવા માંગતો હતો. એક શ્રાપને કારણે સમુદ્રનું પાણી ખારું થઈ ગયું હતું. રાવણ તે શ્રાપનાં અસરને ખતમ કરવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે ધરતી પર ક્યારે પણ પાણીની અછતના થાય. આવું કરીને તે બધાની નજરમાં પોતાને સર્વશક્તિમાન સાબિત કરવા માંગતો હતો.આ પ્રકારે કૈકસીએ દસ મુખ વાળા પુત્ર ને જન્મ આપ્યો જેનું નામ દશગ્રીવ (રાવણ) રાખવામાં આવ્યું.

તે પશ્‍ચાત્ કુમ્ભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ નો જન્મ થયો. દશગ્રીવ અને કુમ્ભકર્ણ અત્યંત દુષ્ટ થતા, પરંતુ વિભીષણ ધર્માત્મા પ્રકૃતિ નો હતો. પોતાના ભાઈ વૈશ્રવણ થી પણ અધિક પરાક્રમી અને શક્‍તિશાળી બનવા માટે દશગ્રીવે પોતાના ભાઈયોં સહિત બ્રહ્માજી ની તપસ્યા કરી. બ્રહ્મા ના પ્રસન્ન થવા પર દશગ્રીવે માંગ્યું કે હું ગરુડ઼, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ, રાક્ષસ તથા દેવતાઓં માટે અવધ્ય થઈ જાઊઁ. બ્રહ્માજી એ તથાસ્તુ કહી તેની ઇચ્છા પૂરી કરી. વિભીષણ ને ધર્મ માં અવિચલ મતિ નું અને કુંભકર્ણ ને વર્ષોં સુધી સુતા રહેવાનું વરદાન મળ્યું.ભગવાનની પૂજા બંધ કરાવવી હતી.

રાવણને પોતાની શક્તિઓ અને જ્ઞાન પર ખૂબ જ અભિમાન હતું. રાવણ પોતાની સામે દેવતાઓને કંઈ સમજતો ન હતો. રાવણ ઈચ્છતો હતો કે બધા લોકો ભગવાનની પૂજા બંધ કરી દે અને ફક્ત તેની આરાધના કરે. પરંતુ રાવણનું આ અભિમાન તેના મૃત્યુનું કારણ બન્યું અને તેના બધા જ સપના અધૂરા રહી ગયા.દશગ્રીવે લંકા ના રાજા કુબેર ને વિવશ કર્યો કે તે લંકા છોડી પોતાનું રાજ્ય તેને સૌંપી દે.

પોતાના પિતા વિશ્રવા ના સમજાવવા થી કુબેરે લંકા નો પરિત્યાગ કરી દીધો અને રાવણ પોતાની સેના, ભાઈયોં તથા સેવકોં સાથે લંકા માં રહેવા લાગ્યો. લંકા માં સ્થાયી થયા બાદ પોતાની બહેન શૂર્પણખા નો વિવાહ કાલકા ના પુત્ર દાનવરાજ વિદ્યુવિહ્વા સાથે કરી દીધો. તેણે સ્વયં દિતિ ના પુત્ર મય ની કન્યા મન્દોદરી સાથે વિવાહ કર્યા જે હેમા નામક અપ્સરા ના ગર્ભ થી ઉત્પન્ન થઈ હતી. વિરોચનકુમાર બલિ ની પુત્રી વજ્રજ્વલા સાથે કુમ્ભકર્ણના અને ગન્ધર્વરાજ મહાત્મા શૈલૂષ ની કન્યા સરમા સાથે વિભીષણ ના વિવાહ થયા.

થોડો સમય પશ્‍ચાત્ મન્દોદરી એ મેઘનાદ ને જન્મ આપ્યો. જે ઇન્દ્ર ને પરાસ્ત કરી સંસારમાં ઇન્દ્રજીત ના નામ થી પ્રસિદ્ધ થયો.સત્તાના મદમાં રાવણ ઉચ્છૃંખલ થઇ દેવતાઓં, ઋષિઓ, યક્ષો અને ગંધર્વોને અનેક પ્રકારે કષ્ટ દેવા લાગ્યો. એક વખત તેણે કુબેર પર ચઢાઈ કરી તેને યુદ્ધમાં પરાજિત કરી દિધો અને પોતાના વિજયની સ્મૃતિના રૂપમાં કુબેરના પુષ્પક વિમાન પર અધિકાર જમાવી લીધો. તે વિમાનનો વેગ મન સમાન તીવ્ર હતો. તે પોતાની ઊપર બેઠેલા લોકોની ઇચ્છાનુસાર નાનું કે મોટું રૂપ ધારણ કરી શકતું હતું.

વિમાનમાં મણિ અને સોના ની સીડીઓ બનેલી હતી અને તપેલા સોના સમાન ચળકતું આસન બનેલું હતું. તે વિમાન પર બેસી જ્યારે તે ‘શરવણ’ નામથી પ્રસિદ્ધ સરકણ્ડોના વિશાળ વનમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ભગવાન શંકર ના પાર્ષદ નંદીશ્વરે તેને રોકતા કહ્યું કે દશગ્રીવ! આ વનમાં સ્થિત પર્વત પર ભગવાન શંકર ક્રીડા કરે છે, માટે અહીં બધા સુર, અસુર, યક્ષ આદિનો પ્રવેશ નિષિદ્ધ કરવામાં આવ્યો છે. નંદીશ્વરના વચનોથી ક્રોધિત થઈ રાવણ વિમાનમાંથી ઉતરી ભગવાન શંકર તરફ ચાલ્યો.

તેને રોકવા માટે તેનાથી થોડેક દૂર હાથમાં શૂળ લઈ નંદી બીજા શિવની જેમ ઉભો રહી ગયો. તેમનું મુખ વાનર સમાન લાગતું હતું. તેને જોઈ રાવણ ઠહાકા મારી હસી પડ્યો. આથી કુપિત (ક્રોધિત) થઈ નંદી બોલ્યો કે દશાનન! તેં મારા વાનર રૂપની અવહેલના કરી છે, માટે તારા કુળનો નાશ કરવા માટે મારા સમાન પરાક્રમી રૂપ અને તેજ થી સમ્પન્ન વાનર ઉત્પન્ન થશે. રાવણે આ તરફ જરા પણ ધ્યાન ન દીધું અને બોલ્યો કે જે પર્વતે મારી વિમાન યાત્રામાં વિધ્ન પાડ્યું છે, આજે હું તેનેજ ઉખાડી ફેંકીશ.

આમ કહી તેણે પર્વતના નીચલા ભાગમાં હાથ નાખી તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પર્વત હલવા લાગ્યો તો ભગવાન શંકરે તે પર્વતને પોતાના પગના અંગૂઠાથી દબાવી દીધો આથી રાવણનો હાથ ખરાબ રીતે દબાઈ ગયો. અને તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. જ્યારે તે કોઈ રીતે હાથ ન કાઢી શક્યો તો રોતા-રોતા ભગવાન શંકરની સ્તુતિ અને ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો. આ સાંભળી ભગવાન શંકરે તેને માફ કરી દીધો અને તેની પ્રાર્થાના કરવાથી તેને એક ચંદ્રહાસ નામનું ખડ્ગ પણ આપ્યું.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.