રાત્રીના ભોજનમાં આટલું ધ્યાન રાખશોતો,જીવનમાં કયારેય નહીં વધે શરીરમાં વધારાની ચરબી.

0
174

બ્રેકફાસ્ટ અને લંચને મહત્વ આપનારા ઘણા લોકો ડિનરને મહત્વ ન આપીને મોટી ભૂલ કરે છે. ડિનર વ્યવસ્થિત ન કરવાથી, સમય પર ન લેવાથી, ન ખાવાની વસ્તુ ખાવાથી, વધુ કે સાવ ઓછું ખાવાથી તમારા આખા દિવસના પોષણ પર અસર થઈ શકે છે એટલું જ નહીં; ડિનરમાં થયેલી ભૂલો સીધી શારીરિક જ નહીં, માનસિક હેલ્થ પર પણ અસર કરે છે.જે વ્યક્તિ માત્ર એક જ સમય ભોજન કરે છે તે યોગી અને બે સમય કરે છે તે ભોગી કહેવાય છે. એક પ્રસિદ્ધ લોકોક્તિ છે કે ‘સવારનું જમવાનું જાતે ખાઓ, બપોરનું જમવાનું બીજાને આપો અને રાતનું ભોજન દુશ્મનને આપો’.શરીરમાં રહેલી જીદ્દી ચરબીને ઘટાડવા માટે લોકો ઘણું બધું જતન કરતા હોય છે.જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે તેમજ ખાવા પીવામાં કંટ્રોલ રાખતા હોય છે.તેમ છતાં પણ ઘણા લોકોનું વજન કે ચરબી ઘટતા નથી તેનું કારણ છે આપણી અમુક આદતો.ઘણા લોકો રાત્રીના ભોજનમાં એવી ભૂલો કરતા હોય છે કે જે વજન ઘટાડવાને બદલે આપણો વજન વધારે છે.જો તમે પણ મોટાપાનો શિકાર થવા માંગતા નથી તો જરૂર જાણો કે રાત્રીના ભોજનમાં કઈ ભૂલો કરવાથી થઇ શકીએ છીએ મોટાપાનો શિકાર.

જ્યારે પણ ખોરાકના મહત્વની વાત આવે ત્યારે આપણે બ્રેકફાસ્ટનાં ગુણગાન ગાઈએ છીએ. સવારનો નાસ્તો હેવી, બપોરનું જમવાનું એનાથી થોડું ઓછું પરંતુ સંતોષકારક અને રાત્રે જમવાનું સાવ ઓછું અને હળવું. આ દરરોજના ત્રણ મીલ લેવાનો મુખ્ય નિયમ છે. આ નિયમ સાચો જ છે, પરંતુ એ નિયમને કારણે ક્યારેક આપણે રાતના જમવાને ઓછું મહત્વ આપતા હોઈએ છીએ. ખરી વાત એ છે કે જેટલું મહત્વ બ્રેકફાસ્ટનું છે કે લંચનું છે એટલું જ મહત્વપૂર્ણ ડિનર છે. દિવસ દરમ્યાન લેવાતાં આ ત્રણેય મીલનું મહત્વ એકસરખું જ આંકી શકાય. એમાં શું ખાવું અને કેટલું ખાવું એ જુદું-જુદું હોવાથી એનું મહત્વ બદલાઈ જતું નથી. ઊલટું ડિનર વ્યવસ્થિત ન કરવાથી, સમય પર ન લેવાથી, ન ખાવાની વસ્તુ ખાવાથી, વધુ કે સાવ ઓછું ખાવાથી તમારા આખા દિવસના પોષણ પર અસર થઈ શકે છે એટલું જ નહીં; ડિનરમાં થયેલી ભૂલો સીધી શારીરિક જ નહીં, માનસિક હેલ્થ પર પણ અસર કરે છે. આજે જાણીએ ડિનર શા માટે મહત્વનું છે, એમાં શું ખાવું જોઈએ, કયો સમય એના માટે અનુકૂળ ગણાય અને કેવી ભૂલો આપણે ટાળવી જોઈએ.

રાત્રે તો સૂઈ જ જવાનું છે તો રાત્રે પોષણયુક્ત આહાર લેવાની જરૂર નથી એ સમજવું ભૂલભરેલું છે. એ વાત સાચી કે વધુ કૅલરીયુક્ત ખોરાક રાત્રે ન ખાવો, પરંતુ પોષણ અને કૅલરીમાં ઘણો મોટો ફરક છે. ડિનરનું મહત્વ સમજાવતાં ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘તમારું ડિનર પોષણથી ભરપૂર હોવું જ જોઈએ. રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આખા શરીરનાં બધાં જ તંત્રોનું રિપેરિંગ કામ શરૂ થાય છે. જે જગ્યાએથી દિવસ દરમ્યાન જે પણ ડૅમેજ થયું હોય રાત્રે ઊંઘ દરમ્યાન શરીર એને રિપેર કરે છે અને એ માટે એને પોષણની જરૂર પડે છે. આ ઉપરાંત સારી ઊંઘ આવે એ માટે પણ ડિનર યોગ્ય પ્રમાણમાં લેવું જરૂરી છે. ઘણા લોકો ડિનર સ્કિપ કરે અને રાત્રે કંઈ પણ આચરકૂચર ખાતા હોય છે, જે હેલ્થ માટે બિલકુલ યોગ્ય બાબત નથી. ડિનર ક્યારેય સ્કિપ કરવું નહીં.’

રાત્રિનું જમવાનું વહેલું લેવાની આદત પાડવી જોઈએ.સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જે લોકો રાત્રે મોડું ભોજન કરે છે તેઓ ઓવર ઇટીંગ કરતા હોય છે.જેથી જરૂરત કરતા વધારે ભોજન આપણા શરીરમાં ચરબી બનાવી શકે છે.માટે જો તમે તમારા વજનને કંટ્રોલમાં લાવવા માંગો છો તો રાત્રીનું ભોજન વહેલું કરી લેવું.

ડિનર હંમેશાં રાત્રે સૂતાં પહેલાંના ૩ કલાક પહેલાં લેવું જોઈએ એવો એક નિયમ છે. ઘણા લોકો મુંબઈમાં રાત્રે ૨-૩ વાગ્યા સુધી જાગતા હોય છે તો શું એ લોકો રાત્રે ૧૦-૧૧ વાગ્યે જમે તો ચાલે? આ પ્રશ્નનો જવાબ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘બિલકુલ નહીં. મોડામાં મોડું રાત્રે સાડાઆઠ સુધીમાં જમી લેવું જરૂરી છે. બાકી ૭ વાગ્યાનો સમય ડિનર માટે આદર્શ સમય ગણાય છે, કારણ કે ૧૦ વાગ્યા પછી જ્યારે આપણે જમીએ છીએ ત્યારે રાત પડી ગઈ હોવાથી પાચનતંત્ર એની મેળે ધીમું થઈ જાય છે અને લિવરમાંથી પાચનમાં મદદ કરતા એન્ઝાઇમ છૂટા પડવાની પ્રોસેસ પણ વીતી ચૂકી હોય છે. આમ જો તમે મોડું જમો તો એ પચતું નથી. બરાબર પચે નહીં એટલે એ બીજા પ્રૉબ્લેમ્સ ઊભા કરે જેમ કે ગૅસ, ઍસિડિટી, અપચો, પેટમાં હેવીનેસ વગેરે. આ સિવાય શરીરને જે જરૂરી પોષણ હોય એ પણ નહીં મળે.’

તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે તમારુ રાત્રીનું ભોજન પોષક તત્વો વાળું હેલ્ધી ડીનર હોય.તમે માત્ર પેટ ભરવા માટે જમો છો તો તમારું પેટ તો ભરાઈ જશે પરંતુ તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. રાત્રીના ભોજનમાં ફાઈબર, પ્રોટીન તેમજ જરૂરી પોષક તત્વયુક્ત ખોરાક લેવો જોઈએ.

આપણામાંથી ઘણા લોકોની આદત હોય છે જમ્યા બાદ તરત જ સુવાની.જો તમારે પણ આવી આદત છે તો આજે આ આદત છોડો.આ ઉપરાંત જમ્યા બાદ 20-30 મિનીટ માટે ટહેલવા જવું જોઈએ.તેનાથી ભોજન સારી રીતે પચી જશે.જમ્યા બાદ થોડું ટહેલવાથી વજન કંટ્રોલમાં રહે છે.માટે જો તમે બહાર ન જઈ શકતા હોય તો તમારા ઘરમાં પણ ચાલી શકો છો.

ઘણી વખત રાત્રે ભૂખનો અનુભવ થતો હોય છે તો ઘણા લોકો ચોકલેટ, બિસ્કીટ જેવા અનહેલ્ધી ફૂડનું સેવન કરતા હોય છે.જમ્યા બાદ રાત્રે આ વસ્તુઓ તમારા વજનને ઝડપથી વધારે છે.આ ઉપરાંત ચોકલેટ અને બિસ્કીટ જેવી વસ્તુમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે.તેનાથી બ્લડમાં સુગરનું પ્રમાણ વધે છે.અને પરિણામે શરીરમાં ઉર્જાનું પ્રમાણ પણ વધે છે અને તેના કારણે ઊંઘ ઉડી જાય છે.માટે જો તમને રાત્રે ક્યારેક ભૂખ લાગે છે તો તમારે અનહેલ્ધી ફૂડ ખાવાને બદલે બદામ ખાઈ લેવી જોઈએ.

ડિનર લાઇટ હોવું જોઈએ, પરંતુ એમાં બધાં જ પોષક તત્વો પણ હોવાં જોઈએ. ખાસ કરીને કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનું એક વ્યવસ્થિત બૅલૅન્સ હોવું જરૂરી છે. આમાંથી કોઈ પણ એક પદાર્થ ન હોય તો ન ચાલે એ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘણા લોકો રાત્રે કૅલરી ન વધી જાય એ માટે કાર્બોહાઇડ્રેટ્સ નથી લેતા તો ઘણા લોકો રાત્રે ભારે પડે એમ વિચારીને પ્રોટીન નથી લેતા. અમુક લોકો રાત્રે ફક્ત પ્રોટીન સૅલડ જ ખાય છે તો અમુક લોકો રાત્રે ફક્ત શાકભાજીમાંથી બનાવેલાં સૅલડ અને સૂપ જ લે છે. આ બધી જ રીતો યોગ્ય નથી. જો તમે વેઇટલૉસ પ્રોગ્રામ કરતા હો તો વાત અલગ છે, બાકી પોષણ માટે દરરોજના ડિનરમાં હેલ્થ ટકાવી રાખવા તમને વ્યવસ્થિત ખોરાક જોઈએ જ. ફક્ત એનું પ્રમાણ ઓછું રાખવું જરૂરી છે.’

ઘણા લોકોને જમ્યા બાદ રાત્રે મોડે સુધી જાગવાની આદત હોય છે.લગભગ મોટા ભાગના જમ્યા બાદ મોડે સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.જો તમે પણ આવું કરો છો તો આજે જ આ આદતને છોડો.કારણ કે રાત્રે મોડા સુધી જાગવાથી બરાબર ઊંઘ નથી આવતી અને પરિણામે તેની સીધી અસર આપણી પાચન શક્તિ પર પડે છે.ખાધેલો ખોરાક બરાબર પચતો નથી પરિણામે અજાણતા તે આપણા વજન વધવાનું સૌથી મોટું કારણ બને છે.

ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે રાત્રે જરૂરીયાત કરતા પણ વધારે જમી લેતા હોય છે.તો તમને જણાવી દઈએ કે રાત્રે વધારે માત્રામાં ભોજન ન કરવું જોઈએ.કારણે રાત્રે ખાધેલો ખોરાક પચતા સમય લાગે છે.તેથી જો વધુ જમી લો છો તો પેટના દુઃખાવા જેવી સમસ્યા થઇ શકે છે.જેના કારણે રાત્રે ઊંઘ પણ ઉડી શકે છે.અને પરિણામે તેની આડઅસર આપણી પાચન શક્તિ નબળી બનાવે છે.નબળી પાચન શક્તિ હોવાથી ખાધેલો ખોરાક પેટમાં સડવા લાગે છે જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે અને સાથે સાથે મોટાપાની સમસ્યા પણ થઇ શકે છે.

રાત્રે જ્યારે વ્યવસ્થિત માત્રામાં પોષણયુક્ત જમ્યા હોય ત્યારે કોઈ પણ પ્રકારની ચટપટું કે ગળ્યું ખાવાની ક્રેવિંગ થતી નથી. રાત્રે નાનાં બાળકોને કે મોડે સુધી ભણતાં બાળકોને કંઈક પોષણયુક્ત ઓટ્સ કે મુઝલી દૂધ સાથે આપી શકાય. આ સિવાય પૉપકૉર્ન, મખના, ડ્રાયફ્રૂટ્સ પણ આપી શકાય. જમ્યા પછી રાત્રે ખાવાનું લગભગ નાનાં બાળકોથી લઈને ૨૫ વર્ષની યુવાન વ્યક્તિઓ સુધીની ઉંમરમાં અને પ્રેગ્નન્ટ સ્ત્રીઓને મંજૂર હોઈ શકે છે, પરંતુ જમ્યા પછી રાત્રે બીજું કશું ખાવાની એ સિવાય કોઈને ખાસ જરૂર હોતી નથી એમ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘રાત્રે સૂતી વખતે એક કપ દૂધ લઈ શકાય છે. દૂધ વ્યક્તિને જરૂરી પોષણની સાથે શાંતિભરી ઊંઘ પણ આપે છે. આ દૂધ હૂંફાળું કરીને લેવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની ખાંડ, ફ્લેવરવાળાં પાઉડર, સિરપ કે ચૉકલેટ વગેરે ન નાખવાં. જો કફની સમસ્યા રહેતી હોય તો હળદર નાખી શકો છો. આ ઉપરાંત પીપરીમૂળનો પાઉડર કે ગંઠોડાનો ભૂકો કે એલચી વગેરે નાખીને પણ પી શકાય છે.’

આપણે ગુજરાતી લોકોનાં ઘરોમાં રાત્રે કોઈ દિવસ રોટલી, દાળ, ભાત, શાક કોઈ ખાતું નથી. રાત્રે ચટોરા ગુજરાતીઓ પાંઉભાજી, પાણીપૂરી, ભેળ, ઢોકળાં, હાંડવો, પીત્ઝા, પાસ્તા, ઢોસા, ઇડલી, સૅન્ડવિચ જેવું કંઈ પણ ખાઈ લે છે. કોઈ એક આઇટમ બનાવી એટલે રાત્રે ડિનર પતી ગયું. ખાલી થેપલાં અથાણા સાથે ખાઈ લીધાં, ચા સાથે ભાખરી ખાઈ લીધી કે ખાલી પૌંઆ વઘારીને ખાઈ લીધા, ઢોકળાની એક થાળી કરી તેલ સાથે ખવાઈ ગયાં અને પેટ ભરાઈ ગયું. આ રીત અત્યંત ખોટી છે, એમાંથી કોઈ પોષણ મળતું નથી. ભલે રાત્રે રોટલી, શાક, દાળ ન ખાઓ, તમને ભાવે એવી જ વસ્તુઓ ખાઓ, પરંતુ એમાં થોડા ફેરફાર કરો. રાત્રે આદર્શ ડિનરમાં શું ખાઈ શકાય એના અમુક ઑપ્શન આ હોઈ શકે છે