રાત્રે ઉંઘ નથી આવતી તો 1 ચમચી સૂતા પહેલા લો આ વસ્તુ,સેકન્ડો માં આવી જશે ઉંઘ….

0
1061

શું પથારીમાં જતા જ તમારી ઉંઘ ગાયબ થઈ જાય છે? શું તમારી ઉંઘ અડધી રાત્રે ઊડી જાય છે અને બીજી વખત આવવાનું નામ નથી લેતી? જો આવું હોય તો, હેરાન થવાની જરૂર નથી કેમકે તે દરેકની સાથે ક્યારેક ને ક્યારેક જરૂર થાય છે.પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી એકધારી જ રહે તો તમારે હેલ્થથી જોડાયેલી થોડી સમસ્યા હોઇ શકે છે. આજ અમે અનિંદ્રાથી જોડાયેલો એક ઘરગથ્થું ઉપાય જણાવીશું, જેને નિયમીત અજમાવીને તમે આરામથી ઉંઘી શકો છો.આ ઘરગથ્થું નુસખો ફક્ત બે સામગ્રીઓથી મળીને બને છે. સાથે જ તેના કોઈ સાઈડ ઈફેક્ટસ પણ થતા નથી. તો આવો જાણીએ તેને કેવી રીતે બનાવવામાં આવે છે અને કેવી રીતે સેવન કરાય છે.

સામગ્રી- ૧ ચમચી સીંધાલૂણ મીંઠુ , ૮ ચમચી કાચું મધ
બનાવવાની રીત-આ બન્ને વસ્તુને મિક્સ કરો અને એક જારમાં નાંખીને ઢાંકી દો.તેને કેવી રીતે કરશો ઉપયોગ?
દરરોજ રાત્રે સૂતા પહેલા કેટલીક મિનીટ પહેલા આ ઘરગથ્થું મિશ્રણને લો. તમે જ્યારે તેને તમારી જીભ પર રાખશો, તે આપમેળે મોંઢામાં ઓગળી જશે. જો તમે ઈચ્છો તો તેને હળવા ગરમ પાણીમાં નાંખીને પણ પી શકો છો..

મીઠું અને સાકર.
શરીરમાં તણાવના હાર્મોનને નિયંત્રિત કરે છે અને કોશિકાઓને ફરી વખત ભોજનના પાચનમાં મદદ કરે છે, આ સેલ ચાર્જર્સ તરીકે કામ કરવા માટે ગ્લુકોઝ માઈટોકોન્દ્રિયા માટે જરૂરી છે, શરીરને ઉર્જા અને સોડીયમના બેલેન્સ રાખવામાં મદદગાર છે.તે ઉપરાંત સાકર શરીર માટે એક સંદેશ મોકલે છે, એ હવે બીજા તનાવ હાર્મોન બહાર પડવાની જરૂર નથી. અને મીઠું એક હોમીયોસ્ટેટીક સ્થિતિને જાળવી રાખે છે એડ્રેનાલાઈનના નિયંત્રણ દ્વારા.

અશ્વગંધા એ આયુર્વેદનું ઉત્તમ નિદ્રાપ્રદક ઔષધ છે. અનિદ્રામાં વાયુની વૃદ્ધિ મુખ્ય હોય છે. અને અશ્વગંધા એ પરમ વાત શામક છે. તે બળવર્ધક, પૌષ્ટિક, રસાયન અને પીડાશામક પણ છે.એક કપ ભેંસના દૂધમાં એક કપ પાણી ઉમેરી તેમાં પાંચથી દસ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને જરૂરી સાકર યા ખાંડ નાખી ધીમા તાપે ઉકળવા દેવું. પાણી બળી જાય એટલે ઉતારીને નવશેકું હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં એકાદ કલાક અગાઉ પી જવું. હાઈ બી.પી. ન રહેતું હોય તેવા લોકો અશ્વગંધા સાથે પીપરીમૂળનું ચૂર્ણ પણ ઉમેરી શકે. ગંઠોડા પાચન સુધારી વાયુનો નાશ કરે છે. ગોળમાં ગંઠોડાનું ચૂર્ણ તથા થોડું ઘી નાખી ગોળી વાળીને રોજ રાત્રે ખાવાથી સરસ મજાની ઊંઘ આવે છે.

જેમનું પાચન નબળું હોય અને ગેસ થતો હોય તેમણે રોજ રાત્રે જમ્યા બાદ ચાર ચમચી દ્રાક્ષાસવમાં ચાર ચમચી અશ્વગંધારિષ્ટ અને સામે આઠ ચમચી પાણી ઉમેરી હલાવીને પી જવું. આ ઔષધથી વાયુનું શમન થતું હોવાથી સરસ મજાની ઊંઘ આવી જાય છે અને સવારે સ્ફૂર્તિ તથા ઉત્સાહ સાથે ઊઠવાનું પણ શક્ય બને છે. પોત પોતાની પ્રકૃતિ અને અનુકૂળતા પ્રમાણે બે ચમચી જેટલો અશ્વગંધા અવલેહ પણ સવાર સાંજ ભેંસના દૂધ સાથે લઇ શકાય.

રોજ રાત્રે સૂતા પહેલાં, અશ્વગંધા, મહા માષ તથા મહા નારાયણ તેલની માલિશ કરી હુંફાળા પાણીથી સ્નાન કરવામાં આવે તો પણ અનિદ્રાની તકલીફ દૂર થાય છે.રાત્રે સૂતા પહેલાં ગંઠોડાની રાબ બનાવીને પીવાથી પણ લાભ થાય છે. લસણ તથા તલનું તેલ નાખેલી અડદની દાળ રાત્રે જમતી વખતે અવાર નવાર લેવામાં આવે તો અનિદ્રાની તકલીફ થતી નથી.

ઉનાળામાં અને શરદ ઋતુમાં માથા પર અને પીઠ પર પાણી પડે (ધારા થાય) એ રીતે ફુવારામાં સ્નાન કરવું. રાત્રે અગાસીમાં કે કંપાઉન્ડમાં ઠંડો પવન આવતો હોય એ રીતે સૂવું. હાઈ બ્લડપ્રેશરના કારણે ઊંઘ ના આવતી હોય તો બ્રાહ્મી, શંખપુષ્પી, અશ્વગંધા, જટામાંસી, ખુરાસાની અજમો અને સર્પગંધાનું મિશ્રણ રોજ રાત્રે એક ચમચી જેટલું ફાકી જવું. ઉપર દૂધ યા પાણી પીવું.પિત્ત અને ગરમીના કારણે ઊંઘ ન આવતી હોય તો પગના તળિયે ઘી ઘસવું. સાકર નાખેલું એક ગ્લાસ ગાયનું કે ભેંસનું દૂધ પી જવું. શતાવરી, આમળા અને જટામાંસીનું સમભાગે ચૂર્ણ બનાવી રોજ રાત્રે એક ચમચી જેટલું ફાકી જવું.

દવાઓ કરવા છતાં પરિણામ ન મળે ત્યારે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિનો ય આશરો લેવો. આમાં ‘શિરોધારા’ અને સ્નેહબસ્તિનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે. ઘણા દિવસોથી સરખી ઊંઘ ન આવી હોય એવી વ્યક્તિ શિરોધારા ચાલતી હોય ત્યારે પણ ટેબલ પર ઊંઘી જતી હોય છે. રોજ રાત્રે માથામાં – વાળના મૂળમાં – આંગળીના ટેરવાથી મસાજ સાથે ચંપી થાય એ રીતે બ્રાહ્મી, ક્ષીરબલ્લા, અશ્વગંધા અથવા મહા નારાયણ તેલની માલિશ કરવી.

રોજિંદા ખોરાકમાં ઘી, દૂધ, માખણ, દહીં, ગોળ, કેળા, અડદની દાળ, ડુંગળી વગેરેનો પોતાની પ્રકૃતિ અને અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરવો. અનિદ્રાનો એક ઉત્તમ અને અસરકારક ઉપાય છે શવાસન. આ સિવાય પ્રાર્થના, ધ્યાન, પ્રિય સંગીત અને શાંત ખુલ્લું પવિત્ર વાતાવરણ પણ ઊંડી-મીઠી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

એક વિશેષ પ્રયોગ પણ ધ્યાનમાં રાખવા જેવો છે. એરંડતેલની જ્યોત દ્વારા બનાવેલું કાજળ આંખમાં આંજવાથી અનિદ્રા દૂર થાય છે. અથવા તો એકલા એરંડતેલનું રોજ રાત્રે આંખમાં અંજન કરવાથી સરસ મજાની ઊંઘ આવે છે.