રાતોરાત પતિની કિસ્મત ચમકાવીદે છે આ ત્રણ આદતો વાળી સ્ત્રીઓ,જોઈલો ક્યાંક તમારી પત્નીમાં તો નથીને આ આદત…..

0
638

ઘરને મંદિર બનાવવું કે અખાડો એ એક સ્ત્રી ના હાથ ની વાત છે. સ્ત્રી જો ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ધારે તો નર્ક બનાવી દે છે. સ્ત્રી કોઈ પણ વ્યક્તિના જીવનને સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે. પત્નીના રૂપમાં સ્ત્રી પોતાના પતિના દરેક પગલાં પર તેનો સાથ આપે છે અને તેને જીવનમાં યોગ્ય રસ્તો બતાવે છે. તે દીકરીના રૂપમાં લક્ષ્મી સમાન પણ હોય છે. આજે આપણે પત્ની ની એવી ત્રણ આદત ની વાત કરવા જઈ રહ્યા છીએ જે ખોલી નાખશે પતિના નસીબ ના દરવાજા.

હિન્દુ ધર્મમાં ઘરની વહુ દીકરી અને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ સ્ત્રી કોઈપણ ઘરને ઇચ્છે તો સ્વર્ગ બનાવી શકે છે અને કોઈપણ ઘરને ઇચ્છે તો નર્ક પણ બનાવી શકે છે. બહુ દીકરીઓની અમુક આદતો ઘર-પરિવારમાં જ્યાં દરિદ્રતા માટે જવાબદાર હોય છે, તો અમુક આદતો એવી પણ હોય છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. દરેક વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને શાંતિ અમુક હદ સુધી સ્ત્રી પર નિર્ભર કરે છે. પતિની સૂતેલી કિસ્મતને પણ જગાડી દે છે પત્ની આ આદતો. તમે પણ જાણી લો કે જો તમારી પત્નીમાં આદતો છે, તો તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.

શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ આપણા જીવનમાં ઉપયોગી થાય એવી ઘણી વાતોનું વર્ણન કર્યુ છે. અને તેનો આપણે જીવનમાં અમલ કરીએ તો આપનું જીવન સફળ બની શકે છે. સફળ જીવન માટે ઘણી બધી બાબતો જવાબદાર હોય છે. અને એમાંથી એક છે પત્નીનો સાથ. જો તમારી સાથે તમારી પત્ની છે. તો તમે મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકો છો. આદર્શ પત્નીના અમુક ગુણ હોય છે જે પતિની સફળતા અને પરિવારના વિકાસ માટે જવાબદાર હોય છે.શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામ કથા સાથે જ સુખી અને સફળ જીવન માટે ઘણી નીતિઓ પણ દર્શાવી છે.આ નીતિઓનું ધ્યાન રાખવામાં આવે તો આપણે ઘણી તકલીફોથી બચી શકીએ છીએ.અહિયાં જાણો સીતા અને માતા અનસુયાના સંવાદના આધાર ઉપર આપણે કોઈ વ્યક્તિને ક્યારે ઓળખી શકીએ છીએ.માતા અનસુયા સીતા માતાને કહે છે,દીર્જ,ધર્મ અને મિત્ર અરુ નારી. આપદ કાલ પરખીએ ચારી.

હિન્દુ સંસ્કૃતિની ઓળખ અને આધાર તેના સંસ્કાર છે. તેના ખૂબ વિઘિ અર્થ છે સારું કરવું, વસ્તુના દોષ દૂર કરવા અને તેને નવું આકર્ષક રૂપ આપવું. અર્થાત જે ક્રિયાના યોગથી મનુષ્યમાં સદગુણોના વિકાસ તેમજ સંવર્ધન તથા દોષનું નિરાકરણ હોય છે તે ક્રિયા છે – સંસ્કાર. માનનીય સંવેદનાઓ, અનુભૂકિઓથી જોડાયેલા 16 સંસ્કારોનો ઉલ્લેખ ગૃહ્ય સુત્રમાં મળે છે. આ 16 સંસ્કાર છે -જ પુંસવન સંસ્કાર, સીમંતોનન્યન સંસ્કાર, જાતકર્મ, નામકરણ સંસ્કાર, નિષ્કરણ સંસ્કાર,અન્ન પ્રાશન સંસ્કાર, ચૌલકર્મ સંસ્કાર,મુંડન સંસ્કાર, પુટ્ટીપૂજન સંસ્કાર, યજ્ઞોપવીત સંસ્કા તેમજ ચતુર્વેદ અધ્યયન સંસ્કાર અથવા ગુરુકુલ સંસ્કાર,જન્મોત્સવ સંસ્કાર, વિવાહ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર.હંમેશા એવું કહેવામાં આવે છે કે ઘરની સ્ત્રી કોઈપણ ઘરને સ્વર્ગ અથવા નર્ક બનાવી શકે છે.ઘરની સ્ત્રીઓ જ હોય છે જે કોઈપણ વ્યક્તિના જીવનને ખૂબ જ સારું બનાવી શકે છે. પત્નીના રૂપમાં જ્યાં એક મહિલા દરેક પગલા પર પોતાના પતિનો સાથ આપે છે અને તેને જીવનમાં સાચો રસ્તો બતાવે છે. વળી દીકરીનાં રૂપમાં લક્ષ્મી સમાન પણ હોય છે. આજે અમે તમને ૩ કામ બતાવવા જઈ રહ્યા છીએ,જેને કરવાવાળી પત્ની તમારા જીવનને બદલી શકે છે.તો ચાલો જાણીએ કે ઘરની મહિલાઓની તે કઈ આદતો છે જે ઘર પરિવાર માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

સવારે જલ્દી ઉઠવું.

દીકરી જ્યારે માં-બાપ સાથે રહે છે ત્યારે તેની જીવન શૈલી અલગ હોય છેબદલતા જમાનાની સાથે લગ્ન બાદ યુવતીઓનો સ્વભાવ બદલી જાય છે. આજના જમાનામાં લગ્ન બાદ પત્નીને જલ્દી ઉઠવાનું પસંદ કરતી નથી, પરંતુ પુરુષો આજે પણ જલ્દી ઉઠવા વાળી પત્ની પસંદ કરે છે. જો તમારી પત્નીમાં સવારે વહેલા ઉઠવાની આદત છે, તો તમારા ઘરમાં બધા જ કાર્ય સમયસર અને યોગ્ય રીતે થઇ શકશે.

ક્યારેક ગુસ્સો ન કરવો.

લગ્ન બાદ પતિ-પત્નીમાં ઝઘડો થવો એ સામાન્ય બાબત છે. પરંતુ અમુક મહિલાઓનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાથી ભરેલો હોય છે. તેમના ઉગ્રવાદી સ્વભાવને કારણે ઘરની સુખ-શાંતિ છીનવાઇ જતી હોય છે અને ઘરમાં અશાંતિ ફેલાઇ જાય છે. પરંતુ અમુક મહિલાઓનો સ્વભાવ ખૂબ જ શીતળ હોય છે. જો તમારી પત્ની પણ એકદમ શાંત છે અને ક્યારેય પણ ક્રોધ કરતી નથી, તો તમે હકીકતમાં ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો. આવી પત્નીઓ પતિના જીવનમાં શાંતિનો રસ ઉમેરી દેતી હોય છે.

ઈચ્છાઓને સીમિત રાખવાની આદત.

આજના જમાનામાં ફિલ્મોથી પ્રભાવિત થઈને સ્ત્રીઓ પોતાના પતિ પાસેથી ઘણું બધું ઇચ્છતી હોય છે. તેવામાં પતિ પર તેમની ઈચ્છાઓને પૂરા કરવાનો બોજ આવી જતો હોય છે. જો તમારી પત્નીમાં ઇચ્છાઓની સીમા છે, તો તે તમારી કમાણીનાં હિસાબે પોતાને ઢાળી લેતી હોય છે, તો આવી પત્ની તમારા જીવનને ખૂબ જ સુંદર બનાવી દે છે. કોઈપણ વ્યક્તિની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, તેવામાં પત્ની પોતાના પતિના જીવનને સરળ બનાવી દે છે.જે સ્ત્રી ધર્મને સાથે રાખીને પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. એટ્લે કે જે સ્ત્રીને ભગવાન પર પૂરી શ્રદ્ધા. છે તે સ્ત્રી ઘરમાં ખુશીયા લઈને આવે છે. કેમકે ધર્મને સાથે રાખીને ચાલનાર વ્યક્તિ હંમેશા સારું જ કામ કરે છે. અને તે ભગવાનથી ડરે પણ છે. આ જ કારણોથી ધર્મ પ્રમાણે ચાલનારી સ્ત્રી તેના પતિના જીવનમાં હમેશા સુખ લઈને જ આવે છે.

ધેર્યવાન સ્ત્રી.

જો તમારી પત્નીમાં ધીરજ રાખવાની ક્ષમતા છે તો તમે સમજો કે તમે આ દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ છો. કેમકે સ્ત્રીની ધીરજ રાખવાનું કારણ એક જ છે કે તે તમારી દરેક પરિસ્થિતીમાં તમારી સાથે ઊભી રહેશે. તમારી પત્નીની અંદર એટલી શક્તિ હોય છે કે, તે તેના પતિ સાથે સાથે રહીને તે દરેક પરિસ્થિતિનો સામનો કરશે અને પતિની દરેક તકલીફ અને દુખને દૂર કરવા માટેની શક્તિ ધરાવે છે. તે પતિ માટે દરેક કાર્યને કરવા સક્ષમ હોય છે. આવી પત્ની હંમેશા તેના પતિ સાથે જ રહીને સાથ નિભાવી જાણે છે.

જેની પત્નીની વાણીમાં હોય મીઠાસ.

વ્યક્તિનું વાણી, વર્તન અને સ્વભાવ તેના જીવનમાં ખૂબ જ અસર કરતાં હોય છે. પોતાની વાણીથી જ વ્યક્તિ એના જીવનમાં સફળતા મેળવે છે. અને વાણીના કારણે જ વ્યક્તિ અસફળતાને પણ પ્રાપ્ત કરે છે. જો તમારી પત્નીની વાણીમાં પણ મીઠાસ છે તો તે તમારા ઘરને સ્વર્ગ બનાવી શકવાની તાકાત રાખે છે. અને જો તમારી પત્નીની વાણીમાં મીઠાસ નથી તો તે તમારા જીવનને નર્ક પણ બનાવી શકે છે.