રાતો રાત ઘુંટણનો દુખાવો થશે દૂર, બસ કરો આ ઘરગથ્થુ ઉપચાર,જાણી લો ફટાફટ…..

0
276

પગમાં સામાન્ય દુખાવો પણ કેટલી તકલીફ આપે છે. ઘણીવાર તો ચાલવામાં પણ તકલીફ પડે છે. પગમાં ઈજા થઈ હોય કે ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો ચાલવામાં તકલીફ પડે છે. અગાઉ એવું હતું કે ઘૂંટણનો દુખાવો માત્ર વયોવૃદ્ધ લોકોને જ થાય છે પરંતુ હવે તો યુવાનો પણ ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ કરે છે. ઘૂંટણ શરીરના મહત્વના અંગો પૈકી એક છે. ચાલવા-દોડવામાં ઘૂંટણ જ મદદ કરે છે. પરંતુ ખાવાપીવામાં પોષકતત્વોની ઉણપ અને ખોટી કસરતના કારણે પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે છે.વધતી ઉંમર અને ડેલી રુટીનમાં અલગ-અલગ સ્થિતિઓના કારણે આપણા શરીરમાં અલગ-અલગ પ્રકારના બદલાવ થાય છે. તેના પરિણામ સ્વરૂપ અનેક પ્રકારની બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શરીરને પોતાનો શિકાર બનાવે છે. જેમા ઘુંટણોનો દુખાવો પણ મુખ્ય ગણવામાં આવે છે. ઘુંટણના દુખાવાની સમસ્યા ખાસ કરીને વૃદ્ધ લોકોને પરેશાન કરે છે તે સિવાય રમત-ગમત સાથે જોડાયેલા લોકોએ પણ આ સમસ્યાની પરેશાન રહે છે.

આવા લોકો માટે અહીં એક દેશી નુસખા અંગે જણાવીશું જે ઘુંટણમાં થતા દુખાવાના દૂર કરવા માટે અસરકારક રીતે કામ કરે છે. તો આવો જણાવીએ આ દેશી નુસખા શું છે.આ દેશી નુસખાને જાણતા પહેલ આ વાત જાણવી ખૂબ જરૂરી છે જે તમારા પગમાં થતા દુખાવાનું મુખ્ય કારણ શું છે. મુખ્ય રીતે જો વાત કરીએ તો ઘુંટણમાં થતા દુખાવા ટેંડનાઇટિસ, ગાઉટ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, બેકર્સ સિસ્ટ, બર્સાઇટિસ જેવી મેડિકલ કન્ડિશનના કારણે થાય છે.તે સિવાય રમત- ગમત દરમિયાન થનારી ઇજા કે કોઇ દુર્ઘટનામાં પડવાના કારણે પણ ઘંટણોમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. આવો જાણીએ કેટલીક એવી ઘરેલું વસ્તુઓથી તમે આ દુખાવાને દૂર કરી શકો છો.

સફરજનના વિનેગરમાં એવા ઘણા ઔષધીય ગુણ રહેલા છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી સફજનના વિનેગરમાં તમે ગરમ પાણીની સાથે મિક્સ કરીને પીવા માટે ઉપયોગ કરો છો તો તેમા રહેલા પેન રિલીવિંગ ગુણ તમારા ઘુંટણમાં થનારા દુખાવાને દૂર કરવા માટે અસરકારક છે. તમે સફરજનના વિનેગરનું દિવસમાં બે વખત સેવન કરી શકો છો. કોશિશ કરો કે ભોજન કર્યા પહેલા તેનું સેવન કરો.એક લીંબુ લો અને તેને કટ કરીને રસ નીકાળી લો હવે બે ચમચી તલના તેલમાં લીંબુના રસને મિક્સ કરીને હળવા હાથે તમારા ઘુંટણ પર આ મિશ્રણને લગાવો. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ એટલે મોર્નિગ વોક પર જતા પહેલા તમે આ દેશી નુસખાને ટ્રાય કરી શકો છો. લીંબુમાં રહેલા એન્ટી ઇંફ્લેમેટરી ગુણ ઘુંટણમાં આવતા સોજાને ઓછા કરી દુખાવાને દૂર કરી શકે છે.જો નિયમિત રૂપે અખરોટનુ સેવન કરવામાં આવે તો તમે ખૂબ જલ્દી ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો.

કેવી રીતે કરશો સેવન

રોજ સવારે ખાલી પેટ એક અખરોટની ગિરી સારી રીતે ચાવી-ચાવીને ખાવજો આ ઉપાય રોજ નથી કરતા તો તમને કોઈ ફાયદો નહી મળે. તેથી સારુ રહેશે કે તમે તેનુ રોજ સેવન કરો. થોડા જ દિવસોમાં તમને અસર જોવા મળશે.લોકો સવારે ગાર્ડનમાં ચાલવા અને દોડવા જાય છે. એમાંથી કેટલાક લોકો એવા હોય છે ગાર્ડનમાં બનાવેલા પેવર બ્લોકના રોડ પર જ દોડવા લાગે છે. જો તમે પણ આવું કરતા હશો તો ઘૂંટણના દુખાથી પીડાશો. ખેલ જગતના તજજ્ઞોનું માનીએ તો કોઈ કડક જમીન પર દોડવાથી ઘૂંટણો પર ખરાબ અસર પડે છે. માટે રનિંગ ટ્રેક અથવા ઘાસના મેદાન પર જ દોડવું જોઈએ જેથી ઘૂંટણ મજબૂત બને.

સ્ક્વોટ કરો

આ એક્સર્સાઈઝ કરવાની સલાહ જિમમાં પણ આપવામાં આવે છે. આ કસરત કરવાથી પગ અને ઘૂંટણની નસો ખુલી જાય છે અને માંસપેશીઓને રાહત મળે છે. આ ઉપરાંત કોઈ નસ સામાન્ય ખેંચાઈ જવાથી થતાં દુખાવામાંથી પણ રાહત અપાવે છે. આ કસરત અઠવાડિયામાં રોજ 10-15 વખત કરી શકો છો.

સ્ટેન્ડિંગ હેમસ્ટ્રિંગ કર્લ

આ કસરતમાં પગને પાછળની બાજુ ઘૂંટણ તરફ વાળો. સૌથી પહેલા એક ખુરશીને તમારી આગળ રાખો. ખુરશી પકડીને સીધા ઊભા રહો. હવે એક પગને પાછળની બાજુ વાળીને હિપ્સ સુધી લાવવાનો પ્રયાસ કરો. ત્યાર પછી બીજા પગે પણ આ જ રીતે કરો. આ કસરત ઘરે પણ કરી શકાય છે. આ કસરત કરવાથી પગનો દિવસભરનો થાક દૂર થશે.

પલંગ પર ઊંઘતા ઊંઘતા કરી શકો છો આ કસરત

આ કસરતને પલંગ પર સૂતા સૂતા પણ કરી શકો છો. આ કસરત લેગ લિફ્ટ એક્સર્સાઈઝ તરીકે પણ ઓળખાય છે. આ કસરતમાં તમારે પલંગ પર સૂતા-સૂતા જ પગ ઉઠાવવાનો છે. પલંગ પર પડખું ફેરવીને સૂઈ જાવ. સૌથી પહેલા ડાબો પગ 60 ડિગ્રી સુધી ઉઠાવો. ત્યારબાદ પડખું ફેરવીને જમણા પગ સાથે પણ આ જ પ્રકારે કરો. આ કસરત કરવાથી પગની નસોને આરામ મળે છે અને ઘૂંટણ પણ સક્રિય થાય છે.

આયુર્વેદ તો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય, આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે. આ રોગમાં પણ મહારાસ્નાદિ કવાથ સાથે એંરડતેલનો ઉપયોગ અને આહારમાં લઘુ ભોજન અને લંઘનને વધુ મહત્ત્વ આપે છે. મારી ચિકિત્સા માટે આવતાં આ રોગના રોગીઓમાં મારો અનુભવ એમ કહે છે કે, એક રોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું. એટલે કે રોગીની પ્રકૃતિ, રોગની અવસ્થા કે જુદાં-જુદાં ઔષધોની યોજના યોજું છું, સામાન્ય રીતે વાતવિધ્વંત રસ, એકાંગવીર રસ, વાતચિંતામણિ રસ, મલસિંદુર, મહા યોગરાજ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ, સિંહનાદ ગૂગળ તથા મહા રાસ્નાદિ કવાથ સાતે તૈયાર કરેલ એરંડતેલ તેનો ઉપયોગ સવિશેષ રીતે કરું છું. અને ઉપરનાં ઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા સૂચવું છું.

આ રોગની કોઈ પણ અવસ્થામાં રેતીનો શેક, વાતહર વનસ્પતિઓનું સ્વેદન, વાતહરલેપો, તથા સૂર્યના કિરણો સતત લાભકારી મને જણાયાં છે. આ રોગના રોગીને જા મધુમેહનો ઉપદ્રવ હોય તો મધપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી લોહીના ઊંચા દબાણમાં પણ ઓપરનાં સૂચવેલાં ઔષધો ખૂબજ સમજપૂર્વક વાપરવાં જાઈએ.આ રોગના રોગી મેદસ્વી હોય તો ક્રમશઃ વજન ઘટાડવું ખૂબ જ મહ¥વનું છે અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાં સુધી આ રોગને કાયમનો મટાડવો પણ દુષ્કર બની જાય છે. માટે સાથે સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.

ઉપચારોઃ

(૧) મેથી ભૂકો કરી ૧ ચમચી, ૧ કપ પાણીમાં ઉકાળી, ગાળી નિયમિત રીતે સવાર-સાંજ પીવું, આ રીતે ન પી શકાય તો મેથીનો ભૂકો કરી એરંડતેલમાં શેકી બાટલી ભરી લેવી અને ૧ ચમચી સવારે ગરમ પાણી અથવા ગરમ પીણા સાથે લેવી.(૨) મહારાસ્નાદિકવાથઃ ૨૦ ગ્રામ અને પુનર્નવાષ્ટક ક્વાથ ૨૦ ગ્રામ, આ બંન્ને કવાથો શા†ોકત છે. જાણીતી ફાર્મસીમાંથી મેળવી લઇ ૨૦-૨૦ ગ્રામ ભૂકો બંન્નેમાંથી લઈ, ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી સવારે નરણા કોઠે પીવું.(૩) આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડી,ટીકડીના ઘટકોઃ શુદ્ધ ગૂગળ ૧૨૦ મિલિ ગ્રામ, સુવર્ણ ભસ્મ ૧.૨ મિલિ ગ્રામ, ત્રિંભડિ ૩૦ મિલિ ગ્રામ, સુરંજાનશીરી ૧૫ મિલિ ગ્રામ, હિરાબોળ ૧૫ મિલિ ગ્રામ, શુદ્ધ કારસ્કર ૩૦ મિલિ ગ્રામ, લસણ ૩૦ મિલિ ગ્રામ, ચંદ્રોદય ૩૦ મિલિ ગ્રામ આયુર્વેદનું કહેવું છે કે વાયુના પ્રકોપ વગર પીડા થતી નથી. વિકૃત બનેલો વાયુ વૃદ્ધિ પામી આમ રક્ત સાથે શરીરના જે જે ભાગમાં જાય છે તે ભાગમાં પીડા વેદના પેદા કરે છે.