રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ની દીકરી છે એકદમ ડાઉન ટુ અર્થ, કરે છે આ નોકરી.

0
386

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, રામ નાથ કોવિંદ 25 જુલાઈ 2017 થી ભારતના 14 મા રાષ્ટ્રપતિ છે. તેમણે અગાઉ 2015 થી 2017 સુધી બિહારના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને 1994 થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય હતા.

કોવિંદને સત્તાધારી એનડીએ જોડાણના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા અને 2017 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. આજે અમે તમને રામનાથ કોવિંદના અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે, તેઓ એક પુત્ર અને એક પુત્રીનો પિતા છે. તેમના પુત્રનું નામ પ્રશાંત અને પુત્રીનું નામ સ્વાતિ છે.

રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ ભારતીય એરલાઇન્સમાં એર હોસ્ટેસ છે. એરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દીકરી સ્વાતિ જે રાષ્ટ્રિય કેરિયર એર ઇન્ડિયાની એર હોસ્ટેસ હતી. રાષ્ટ્રપતિની દીકીરી હોવાથી સ્વાતિને સુરક્ષાના કારણોસર ગ્રાઉન્ડ ડ્યુટી આપવામાં આવી હતી. તેણે ક્યારેય પોતાના પિતાનું નામ લઈ કોઈ મોટી નોકરી માટે અરજી કરી નથી, તે પોતાના કામથી ખુશ છે અને તેનું કહેવું છે કે, તેના પિતા હંમેશા કહેતા હતા કે વ્યક્તિને સ્વનિર્ભર અને ખુદના દમ પર જીવવું જોઈએ. આ સિવાય તે ક્યારેય લાઈમલાઈટમાં આવવા માંગતી નથી.

અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની પુત્રી સ્વાતિ એર ઇન્ડિયાની બોઇંગ 787 અને બોઇંગ 777 ફ્લાઇટ્સ પર કેબિન ક્રૂ ડ્યૂટી કરતી હતી. આથી, હવે તે એર ઈન્ડિયાના મુખ્યાલયમાં સંકલન વિભાગમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. 2007 માં વિલીનીકરણ બાદથી, વિભાગ ભારતીય ભૂતપૂર્વ એરલાઇન્સ અને એર ઇન્ડિયાના ભૂતપૂર્વ કર્મચારીઓના એકીકરણ માટે કામ કરી રહ્યું છે.એરલાઇન્સ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, “રાષ્ટ્રપતિની પુત્રી તરીકે, મને નથી લાગતું કે તે ફ્લાઇટ સર્વિસમાં આસપાસના સુરક્ષા કર્મચારીઓ સાથે પોતાની ફરજ બજાવી શકે.” આ માટે, ઘણા મુસાફરોની બેઠકો અવરોધિત કરવી પડશે, જે શક્ય નથી.

AIના એક સૂત્રએ જણાવ્યું કે, સ્વાતિ અમારા સૌથી સારા ક્રુ મેમ્બર્સમાંથી એક છે. એક પોલિટિકલ ફેમિલીમાંથી આવતી હોવા છતાં સ્વાતિએ ક્યારેય તેનો પ્રભાવ કામ પર નથી પડવા દીધો. થોડાક દિવસો પહેલા સ્વાતિએ જ્યારે પ્રિવિલેજ લીવ માટે અપ્લાય કર્યુ હતુ ત્યારે પણ તેણે નહોતું જણાવ્યું કે તે પિતાના પ્રેસિડન્ટ ઈલેક્શન માટે રજા લઈ રહી છે. તે પોતાની સરનેમ પણ નથી જોડતી. ઓફિશિયલ રેકોર્ડ્સમાં તેની માતાનું નામ સવિતા લખવામાં આવ્યું છે અને પિતાનું નામ આર.નાથ.કોવિંદ લખવામાં આવ્યું છે.

સ્વાતિના વિનમ્ર સ્વભાવને કારણે તેમની ટીમના પણ ઘણાં ઓછા લોકો જાણે છે કે તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દીકરી છે. ક્રુ મેમ્બર્સ જે ઘણી વાર સ્વાતિ સાથે ટ્રાવેલ કરી ચુક્યા છે, તેમને પણ ગઈકાલે ખબર પડી કે પ્રેસિડન્ટ કોવિંદ સ્વાતિના પિતા છે.રામનાથ કોવિંદ જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ છે. તેઓ ૨૦૧૭ની ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચૂંટાયેલા છે. કોવિંદ ભારતીય રાજકારણી અને દલિત નેતા છે. અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સભ્ય છે. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી બિહારના રાજ્યપાલ હતા. કોવિંદે ૩૦ મે, ૧૯૭૪ના રોજ સવિતા કોવિંદ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર, પ્રશાંત કુમાર અને એક પુત્રી, સ્વાતિ છે.

કોવિંદનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુર દેહાત જિલ્લાનાં ગામ પરૌંખમાં કોળી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ હતુ મૈકૂ લાલ જે કોળી જાતિના હતા તથા ગામમાં વૈદ્ય તરીકે સેવા કરતા હોવાથી ગામના લોકો તેમને મૈકૂ લાલ વૈદ્ય કે મૈકૂ બાબાનાં નામથી ઓળખતા હતા. તેમણે કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યમાં સ્નાતક (બી.કોમ.)ની પદવી અને પછી કાયદાવિદ્દ (એલ.એલ.બી.)ની પદવી મેળવેલી છે.

કાનપુર વિદ્યાલયમાંથી કાયદાના સ્નાતકનું શિક્ષણ લીધા પછી કોવિંદ સિવિલ સેવાઓની પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયા. તેમણે ત્રીજા પ્રયાસે આ પરિક્ષા પાસ કરી, પણ તેઓની પસંદગી આઈ.એ.એસ. સેવાને બદલે અન્ય સેવાઓમાં થઈ આથી તેઓ સિવિલ સેવામાં જોડાણાં નહિ. તેને બદલે તેઓએ વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી. તેઓ ૧૯૭૭થી ૧૯૭૯ સુધી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં (દિલ્હી હાઈકોર્ટ) કેન્દ્ર સરકારના વકીલ હતા અને ૧૯૮૦થી ૧૯૯૩ સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયમાં (સુપ્રીમ કોર્ટ) સેવાઓ આપી. ૧૯૭૮માં તેઓ ભારતનાં સર્વોચ્ચ ન્યાયાલયનાં નોંધાયેલા વકિલ બન્યા.

તેઓએ ૧૯૯૩ સુધી, લગભગ ૧૬ વર્ષ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે કામ કર્યું. તેઓ ૧૯૭૧માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધયા હતા. વકીલ તરીકે તેઓએ નવી દિલ્હીના ‘મહિલાઓ અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સેવા મંડળ‘ દ્વારા સમાજનાં પછાત વર્ગને નિઃશુલ્ક કાનૂની સેવાઓ પુરી પાડી હતી. તેઓ ૧૯૭૭-૭૮ દરમિયાન ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત મદદનીશ પણ રહ્યા હતા.

તેઓ ૧૯૯૧માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ ૧૯૯૮થી ૨૦૦૨ વચ્ચે બીજેપી દલિત મોર્ચાના પ્રમુખ અને અખીલ ભારતીય કોળી સમાજનાં પ્રમુખ તરીકે સેવા આપી. તેઓએ પક્ષનાં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી. તેમણે દેરાપુર ખાતે આવેલું પોતાનું વારસાગત બાપીકું મકાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ને દાનમાં આપી દીધું હતું. તેમણે ઉત્તર પ્રદેશની ઘાતમપુર લોકસભા બેઠક અને ભોગનીપુર વિધાન સભા બેઠકો પરથી ભાજપાનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પણ બંન્ને ચૂંટણીઓ હારી ગયા હતા.

તેઓ એપ્રિલ ૧૯૯૪માં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી રાજ્ય સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ બાર વર્ષ, માર્ચ ૨૦૦૬, સતત બે મુદ્દત, સુધી રાજ્ય સભાના સભ્ય તરીકે સેવાઓ આપી. સાંસદ તરીકે તેઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, કાનૂન અને ન્યાય, આંતરીક બાબતો જેવી સંસદીય સમિતિઓમાં સેવા આપી હતી.

તેઓએ રાજ્ય સભા ગૃહ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. સાંસદ તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે, એમ.પી. એલ.એ.ડી. યોજના હેઠળ, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનાં પ્રચાર હેતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શાળાઓનાં મકાનો બાંધવામાં મદદ આપવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સાંસદ તરીકે તેમણે અભ્યાસ પ્રવાસ અંતર્ગત થાઇલેન્ડ, નેપાળ, પાકિસ્તાન, સિંગાપુર, જર્મની, સ્વિત્ઝરલૅન્ડ, ફ્રાન્સ, યુ.કે. અને યુ.એસ.એ.ની મુલાકાત લીધી હતી.

૮ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ કોવિંદને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા. તા.૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ, પટણા ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયમૂર્તિ ઈકબાલ એહમદ દ્વારા કોવિંદને બિહારના ૩૬મા રાજ્યપાલ તરીકે, રાજભવન, પટણા ખાતે શપથવિધિ સમારોહ યોજી શપથ લેવડાવાયા હતા.

રાજ્યપાલ તરીકે, તેમણે અયોગ્ય શિક્ષકોની બઢતીમાં વિસંવાદીતા, ભંડોળનો ગેર વહિવટ અને વિશ્વવિદ્યાલયમાં અયોગ્ય ઉમેદવારોની ભરતી જેવી બાબતોની તપાસ કરવા માટે ન્યાયિક કમિશનની રચના કરેલી એ પગલાંની પ્રશંસા થયેલી. ભારતના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નામાંકન થતાં, તેમણે બિહારના રાજ્યપાલ પદેથી રાજીનામું આપેલું હતું, અને ભારતના રાષ્ટ્રપતિએ ૨૦ જૂન, ૨૦૧૭ના રોજ રાજીનામું સ્વિકાર્ય કર્યું હતું.