રસોડાનાં સિંક પડવા લાગ્યાં છે કાળા તો કરીલો આ સરળ ઉપાય,થઈ જશે એકદમ નવા જેવાં……….

0
441

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે જાણીએ છીએ કે ઘરની સફાઈ કરવી એ કેટલી જરૂરી છે. ખાસ કરીને રસોડામાં ઘણા પ્રકારના ડાઘા, તેલના ડાઘ, ફ્રીજ માથી દુર્ગંધ આવવી વગેરે જેવી સમસ્યા હોય છે. તેથી આજે અમે તેને દૂર કરવા સરળ ઉપાય લાવ્યા છીએ. આપણે જાણીએ છીએ કે દરેક ઘરમા સાફસફાઇની જવાબદારી એ ઘરની ગૃહિણીની હોય છે. આખા ઘરમા સૌથી વધુ સમય રસોઈઘરની સાફ-સફાઈમા લાગે છે.

રસોઈઘરમા તો આપણે નિયમિત સાફ-સફાઇ કરતા હોઇએ છીએ પરંતુ, અનેકવિધ વસ્તુઓ એવી હોય છે જેની નિયમિત સાફ-સફાઇ થઇ શક્તી નથી. પરંતુ, આ વસ્તુઓની અઠવાડિયામા એકવાર સાફ-સફાઇ કરવી અત્યંત આવશ્યક છે. અમુકવાર રસોઈઘરમા ભેજનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે, તેના કારણે ભેજની સ્મેલ આવતી હોય છે. આમ, જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો આજે આ લેખમા દર્શાવેલી ટીપ્સને અવશ્યપણે અજમાવો.

જો તમે એક બાઉલમા બે કપ પાણી અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી, ત્યારબાદ તે બાઉલને માઇક્રોવેવમા પાંચ મિનિટ સુધી રાખી મૂકીને માઇક્રોવેવ ચાલુ કરો અને પાંચ મિનીટ બાદ બંધ કર્યા પછી ટુવાલ દ્વારા તેને અંદરથી સાફ કરો તો માઇક્રોવેવ સાફ પણ થશે અને તેમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થશે. આ સિવાય જો તમારા રસોડાની સિન્કમા શેવાળ જામી જતો હોય અથવા તો ચીકાશ થઇ જતી હોય તો બેકિંગ પાવડરમા વિનેગર ઉમેરી અને ગરમ પાણી દ્વારા તેને સાફ કરો જેથી, આ સમસ્યા દૂર થાય. આ ઉપરાંત જો તમે ગરમ પાણીમા બેકિંગ સોડા ઉમેરી અને તેનાથી ફ્રીઝ સાફ કરો તો તેમા થયેલી ચીકાશ અને પીળા દાગ સહેલાઇથી દૂર થઇ જશે.

આ સિવાય રસોઈઘરમા રહેલા કેબિનેટને સાફ કરવા માટે લિક્વિડ સોપ અને વિનેગરનુ પાણી મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરો અને તેનાથી કેબિનેટ લુછો. ત્યારબાદ એક સાફ કપડાંને ગરમ પાણીમાં બોળીને કેબિનેટને અંદરથી સાફ કરો. વિનેગર એ તમારા ભોજનમા સ્વાદ વધારવાની સાથે જ સફાઇકામમા પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેથી, હમેંશા પ્લેટફોર્મ, રસોડાની ટાઇલ્સ, વાસણ વગેરેની સાફ-સફાઇમા વિનેગરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત જો તમે રસોડામા રહેલ સિન્કની પાઈપમા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ખાવાનો સોડા ઉમેરો તો તે પાઇપ સંપૂર્ણપણે સાફ થઇ જશે અને સાથે જ તેમા રહેલા બેક્ટેરિયાનો પણ નાશ થશે.રસોડામાં ઘણી વખત વાસણ સાફ કરવા તે મહિલાઓ માટે અઘરો ટાસ્ક હોય છે, કારણ કે અમુક દાઝેલા, કે પીળા પડી ગયેલા વાસણ સાફ કરવામાં તકલીફ પડે છે. આવો જાણીએ રસોડાના વાસણને સરળ રીતે સાફ કરવાની ટ્રિક્સ…

લીંબુની છાલને ઉપયોગમાં લેવાયેલા તવા પર ઘસો. એનાથી તવો સાફ થઈને ચમકી ઉઠશે. કાચની બાટલી સાફ કરવા માટે એમાં થોડું મીઠું અને સરકો નાખી દો. હવે એને સારી રીતે હલાવો. પછી બ્રશથી સાફ કરીને સાદા પાણીથી ધોઈ નાંખો. બાટલી એકદમ ચમકી ઉઠશે. થરમોસ અંદરથી પીળું પડી જાય અને હાથ નાંખીને સાફ કરી શકાય તેમ ન હોય તો સાફ કરવા માટે, પહેલા અંદર થોડું પાણી નાખી, છાપાના નાના-નાના ટુકડા અંદર નાખી દો. અડધા કલાક પછી અંદર પાણી નાખી ધોઈ નાખો. થરમોસ બિલકુલ સ્વચ્છ, ચમકી ઉઠશે. થરમોસને છાશ વડે ધોવાથી એમાંથી ચા-કોફીની ગંદી વાસ નીકળી જાય છે. પીત્તળના વાસણોને લીંબુની છાલથી ઘસીને સાફ કરો. વાસણો એકદમ ચમકી ઉઠશે. સ્ટીલના વાસણોને અઠવાડિયામાં એક વખત લીંબુ અને આંબલીના પાણીથી ધોઈ લો. એનાથી વાસણો ચમકતા રહેશે. પ્લાસ્ટિકની ડોલ તથા ટમ્લર પર મેલ અને ચીકાશ ચોંટી ગયા હોય, તો સહેજ કેરોસીનવાળા કપડાંથી લૂછી લો અને ત્યાર પછી સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાંખો. ડોલ ટમ્લર વગેરે નવા જેવા થઈ જશે.

ચિનાઈ માટીના વાસણ પર જો ડાઘ લાગી જાય, તો તેને મીઠું બોળેલા ભીના કપડાંથી સાફ કરો. એ એકદમ ચમકી ઉઠશે. જો કોઈ વાસણ દાઝી ગયું હોય, તો એની વાસ દૂર કરવા માટે સાફ કરતી વખતે એમાં થોડોક બોરીક પાઉડર નાખીને, પાણી ઉમેરી. એને ગરમ કરો. વાસણ એકદમ સાફ થઈ જશે. ચા બનાવ્યા પછી ઉકાળેલી પત્તી સૂકવીને વાસણ માંજવાના પાઉડરમાં મેળવી એનાથી વાસણ સાફ કરો. વાસણો ચમકી ઉઠશે…

પ્રેશર કૂકરને સાફ કરવા માટે એમાં પાણી સાથે એક ટુકડો લીંબુનો રસ નાંખી એનું ઢાંકણું બંધ કરી દો. થોડીવાર સુધી ગેસ પર રાખી, ઉતારી લો. કૂકર એકદમ સાફ થઈ ચમકી ઉઠશે. ક્રોકરી સાફ કરતી વખતે સાબુમાં થોડુંક દળેલું મીઠું નાખવાથી ક્રોકરી સરસ રીતે ચમકવા લાગશે. ઉનાળામાં ટિફિન બોક્સમાં જમવાનું લઈને જ્યારે ખોલીને બેસીએ છીએ, ત્યારે એમાંથી વાસ આવવા લાગે છે. આવું ન થાય એ માટે ટિફિન બોક્સને ઢાંકણા સાથે ગેસ પર ગરમ કરો. ઠંડં પડે એટલે તરત જ જમવાનું ભરી દો. એનાથી ખોરાક લાંબા સમય સુધી સારો રહેશે અને એમાંથી વાસ પણ નહિ આવે. કાચના વાસણને ચાના ઉકાળેલા કૂચાના પાણીથી સાફ કરવાથી તે ચમકદાર થશે.

રસોડાની ટાઇલ્સ ચમકાવવા માટે આ ઉપયોગ કરોતાત્કાલિક કરવી પડતી સફાઇમાં તે ઉપર ઉપર સફાઇ કરે છે, જેના કારણે રસોડાની ટાઇલ્સ પર ચીકાશ વધારે જામી જતી હોય છે. રોજ રોજ સફાઇ કરવામાં આવતી આળસના કારણે ઘણી મહિલાઓ તે સફાઇ નથી કરતી અને તેની પર ચીકાશ જામતી જાય છે. તેમાટે અમે તમારી માટે ઘરેલુ ઉપાય લાવ્યા છીએ.

રસોડામાં પોતું કરતી વખતે ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરો. તમારા રસોડામાં કીડીઓનો ઉપદ્રવ રહેતો હોય તો તે માટે પોતાના પાણીમાં મીઠું નાંખવું.જો તમે અઠવાડિયે એક વખત ટાઇલ્સ સાફ કરતા હોવ તો પોતાનું પાણી ગરમ લેવું. રસોડામાં પોતું કર્યા બાદ તેને ચમકાવવા માટે કોરું પોતું પણ તેની પર અવશ્ય કરવું.

૨ કપ વિનેગર અને ૨ કપ પાણીના મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરો, તેનાથી ટાઇલ્સ પર સ્પ્રે કરો અને માઇક્રો ફાયબર કપડાંથી તે ટાઇલ્સને લૂછો. ટાઇલ્સ પરથી ચીકાશ દૂર થશે. બેકિંગ સોડાના ઉપયોગથી ટાઇલ્સ પરના ડાઘ દૂર થશે. બેકિંગ સોડા અને પાણીને મિશ્ર કરીને, ૧૦-૧૫ મિનિટ સુધી ડાઘ પર આ મિશ્રણ લગાવીને સુકવા દો, પછી ભીના કપડાંથી તે સાફ કરો. ટાઇલ્સ પર વધારે પડતી ચીકાશ જામી ગઇ હોય તો બ્લીચિંગ, તેમાં પાણી ઉમેરીને ટાઇલ્સ પર કુચા વડે ગોળ ગોળ ઘસો તેનાથી ચીકાશ દૂર થશે. બ્લીચિંગનો ઉપયોગ કરતી વખતે ગ્લોવ્ઝ અવશ્ય પહેરવા.