રશ્મિ દેસાઈ નો ચૉકાવનારો ખુલાસો કહ્યું હું પણ થઈ હતી કાસ્ટિંગ કાઉચ નો શિકાર જાણો…

0
778

બિગ બોસ 13 ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલ રશ્મિ દેસાઈ ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેમને ઘણા બધા સારા શો કર્યા છે. તેમની એક્ટિંગને પણ ખુબ પસંદ કરવામાં આવે છે, પરંતુ આ સફળતાને મેળવવા માટે રશ્મિને ખુબ મહેનત કરવી પડી છે. રશ્મિએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના ભયાનક કાસ્ટિંગ કાઉચ એક્સપિરિયન્સનો ખુલાસો કર્યો છે.

 

પિન્કવીલાની એક રિપોર્ટ મુજબ, રશ્મિ દેસાઈએ પોતાના કાસ્ટિંગ કાઉચનો ભયાનક એક્સપિરિયન્સ શેયર કરતા જણાવ્યું કે ’13 વર્ષ પહેલા મેં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે હું ખુબ જુવાન હતી અને પુરી રીતે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી હતી.

‘ઇન્ડસ્ટ્રીમાં જોઈને ઓળખાતી નહોતી, મને આજે પણ યાદ છે કે જયારે મને કહેવામાં આવ્યું કે જો તું કાસ્ટિંગ કાઉચથી ન ગુજરીશ તો તને કામ મળશે નહિ.’

રશ્મિએ જણાવ્યું : ‘તેનું નામ સૂરજ હતું, મને હવે ખબર નથી હવે તે ક્યાં છે? પહેલી વખત જયારે અમે મળ્યા હતા તો તેણે મને statistics વિષે પૂછ્યું. તે સમયે મને આનો મતલબ ખબર નહોતી અને તે આ વાત જાણતો હતો કે હું આ ફિલ્ડમાં બિલકુલ નવી છું’

 

‘તે પહેલો માણસ હતો, જેણે મારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મારી સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યું. એક દિવસ તેણે મને ઓડિશન માટે બોલાવી અને મેં ખુબ એક્સાઈટેડ હતી.’

આગળ તેને જણાવ્યું કે “હું ત્યાં પહુંચી ગઈ અને ત્યાં તેના સિવાય બીજું કોઈ હતું નહિ. કોઈ કેમેરો પણ નહોતો. તેણે મારા ડ્રિન્કમાં કંઈક મિક્ષ કર્યું અને મને બેભાન કરવાનો પૂર્ણ પ્રયાસ કર્યું. હું બોલતી રહી મને ડ્રિન્ક પીવી નથી.’

‘જેમ તેમ કરીને પણ અઢી કલાકમાં ત્યાંથી નીકળવામાં સફળ રહી અને મેં મારા માતા-પિતાને આ બધું જણાવી દીધું. બીજા દિવસે અમે તેને મળવા ગયા અને આ વખતે મારી માતાએ તેને લાફો માર્યો.

 

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.