રાશિ પ્રમાણે કરો આ ઉપાય થશે અઢળક ધન લાભ,જાણો કેવી રીતે કરશો…..

0
89

જીવનમાં ધન પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. ધન ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ બેઈમાની લાગે છે અને જો ધન છે તો દરેક દિવસ એક નવી ખુશી હોય છે. અનેક ધર્મ ગ્રંથોમાં પણ ધનના મહત્વનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તંત્ર શાસ્ત્રના અંતર્ગત ઘણા એવા ઉપાય બતાવવામાં આવેલ છે. જેને કરવાથી ધનની ઈચ્છા પૂરી થાય છે અને જીવનમાં ફરી ક્યારેય ધનની કમી નથી આવતી. આ ઉપાય દરેક રાશિના લોકોની ધનની ચિંતા કરશે દૂર અને અપાવશે ધન લાભ. દરેક રાશિના લોકોએ અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી આજે અમે એવા જ્યોતિષીય ઉપાય લાગ્યા છીએ જે તમારી આર્થિક તંગીને ઘણી હદ સુધી ઓછી કરી શકશે.

મેષ રાશિવાળાએ જો ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે, તો તેમણે સાંજના સમયે સૂર્યાસ્ત થયા પછી પોતાના ઘરના મુખ્ય દરવાજા પાસે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. વધારે ફાયદા માટે એમાં બે કાળા મરી નાખી દો. આ ઉપાયથી જલ્દી જ આર્થિક પરેશાની દૂર થાય છે. આ સિવાય જો ધન સંબંધી કોઈ વિવાદ હોત તો એમાં પણ ફાયદો થાય છે અને એવું કહેવામાં આવે છે કે તેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થાય છે.

તુલા રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિ માટે સરળ ઉપાય છે. પણ તમારે શુક્ર-પુષ્ય નક્ષત્રની રાહ જોવી પડશે.  તુલા રાશિવાળાએ ધન પ્રાપ્તિ માટે રોજ સવારે લક્ષ્મી માં ના મંદિરમાં જવું જોઈએ, અને તેમને શ્રીફળ અર્પણ કરવું જોઈએ.

કન્યા રાશિવાળાને જો ધન પ્રાપ્તિ નથી થઈ રહી, તો તેમણે પોતાના લોકરમાં લાલ કપડામાં શ્રીફળ બાંધીને મૂકવું જોઈએ.આર્થિક  સ્થિતિ સુધારવા માટે બે કમલકાકડી લઈને એને માતા લક્ષ્મીના મંદિરમાં અર્પિત કરતા ધનની પ્રાપ્તિની કામના કરો.

તેમજ વૃશ્ચિક રાશિના લોકોએ ખરાબ આર્થિક સ્થિતિમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તેના માટે મંગળવારે વડના વૃક્ષની નીચે લોટનો બનાવેલો દીવો પ્રગટાવીને મુકવો જોઈએ. આવું 5 મંગલવાર સુધી કરવાથી દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો અંત થાય છે. તેના સિવાય લક્ષ્મી માં ના મંદિરમાં ઉગેલા પીપળાના ઝાડ પર પાણી અર્પણ કરવાથી પણ આર્થિક સ્થિતિ સુધરે છે.

મીન રાશિવાળાએ જો પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેમણે કાળી હળદરની પૂજા કરવી જોઈએ. તેની પૂજા કર્યા પછી તમે તેને પોતાના લોકરમાં રાખી શકો છો.જો વ્યાપારમાં લાભ નહી થઈ રહ્યા હોય યો આ સમસ્યાથી દૂર થઈ જશે.

કુંભ રાશિના જાતક  માટે   ધન પ્રાપ્તિ માટે ખૂબ જ સુંદર ઉપાય છે. તમે વિષ્ણુ-લક્ષ્મીની સંયુક્ત રૂપથી પ્રાર્થના -પૂજન કરો. જ્યાં પૂજન કરે ત્યાં રાત ભર જાગરન કરો. તમારી આર્થિક તંગી દૂર થઈ જશે.

મકર રાશિના જાતક  માટે આર્થિક તંગીથી છુટકારો મેળવા માટે ખૂબ જ ઉત્તમ ઉપાય છે. એના માટે તમે સાંજે રૂનું દીપક કે એક રોટલી તમારા ઉપરથી ઉતારીને કોઈ તિરાહા પર રાખી શકો છો. આથી ઘરમાં બરકત રહેવા લાગશે.

ધનુ રાશિના જાતક જો એમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઈચ્છો છો તો ગુલરના અગિયાર પાન તોડી લાલ દોરાથી બાંધી વડના ઝાડ પર બાંધી દો. તમારી મનોકામના પૂરી થશે. આ સિવાય પીળી કોડિઓને ખિસ્સામાં મુકી શકો છો.

મિથુન રાશિના જાતકોને વ્યાપાર કે ઘરમાં ધન વૃદ્ધિ માટે વડના પાંચ ફળ લઈને એને લાલ ચંદનમાં રંગીને  નવા લાલ કપડામાં થોડા સિક્કા સાથે બાંધીને પોતાના ઘર કે દુકાનના આગળના ભાગમાં લગાવવા જોઈએ એનાથી ધનની પ્રાપ્તિ થાય છે.

કર્ક રાશિના જાતકને ધન પ્રાપ્તિ માટે સાંજના સમયે પીપળના ઝાડના નીચે તેલના પંચમુખી દીવો પ્રગટાવવો  જોઈએ. ત્યારબાદ માતા લક્ષ્મીને  ધન લાભ માટે  પ્રાર્થના કરો. અચાનક ધનની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિના જાતકોને આર્થિક ફાયદા માટે પીપળના 5 પાન લઈને એના પર પીળુ ચંદન લગાવવું જોઈએ. આ પાનને કોઈ નદી કે વહેતા જળમાં વહાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે. જમા મૂળીમાં વૃદ્ધિ કરવા કે વધારવા માટે પીપળના ઝાડ પર ચંદન લગાવો અને જળ ચઢાવો.