રામ તેરી ગંગા મૈલીમાં હોટ શિન આપનાર મંદાકિની અત્યારે પણ છે બોલ્ડનેશથી ભરપૂર, જુઓ તસવીરો.

0
251

બોલિવૂડ એક્ટ્રસનું ફિલ્મી કરિયર ખૂબ જ નાનુ હોય છે. સમયની સાથે સુંદર ચહેરાવાળી આ દિગ્ગજ હીરોઈનનો લુક પણ બદલાઈ જાય છે, પણ તેમના દ્વારા નિભાવવામાં આવેલાં રોલ આજે પણ યાદ કરવામાં આવે છે. હિન્દી સિનેમામાં એવી ઘણી એક્ટ્રસ છે જેમણે પોતાના સમયમાં બોલ્ડ રોલ પ્લે કર્યો છે.પૂર્વ બોલિવૂડ અભિનેત્રી મંદાકિનીને રાજ કપૂરની શોધ કહેવામાં આવે છે. રામ તેરી ગંગા મેલી હો ગઈ નામની ફિલ્મ જે ૧૯૮૫માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એ તેમને ખૂબ જ મશહૂર બનાવી દીધી હતી. ખાસ કરીને આ ફિલ્મમાં જે તેમનો ઝરણામાં નહાવા વાળો સીન જોવા મળ્યો હતો તેના કારણે ઘણા લોકોએ આ ફિલ્મને વારંવાર જોઈ હતી.

એક સમયે બોલ્ડ અને બિંદાસ અદાઓના કારણે મંદાકિની ખૂબ જ ચર્ચા થતી હતી. તેમને ઘણી ફિલ્મોમાં મીથુન ચક્રવતીની સાથે ડાન્સ કરતા તો ઘણી ફિલ્મોમાં ગોવિંદાની સાથે પ્રેમ કરતા જોવા મળી હતી. તેમ છતાં પણ મંદાકિની અચાનકથી ૮૦નાં દશકમાં મોટા પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી.તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ રામ તેરી ગંગા મેલી હો ગઇ તેમના જીવનની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ત્યારબાદ મંદાકિનીને “લોહા” અને “તેજાબ” જેવી ફિલ્મમાં પણ કામ કરવાની તક મળી હતી પરંતુ જે પ્રકારની ભૂમિકા તેમણે ફિલ્મ “રામ તેરી ગંગા મેલી” માં મળી હતી તે પ્રકારનું પાત્ર તેમને અન્ય કોઈ ફિલ્મમાં મળી શક્યું નહી.

મંદાકિનીને હવાલાત, શેષનાગ, કમાન્ડો, જીતે હૈ શાન સે અને જીવા જેવી લગભગ ૪૨ ફિલ્મોમાં કામ કરતાં જોવા મળી હતી પરંતુ મોટાભાગની તેમની ફિલ્મો કંઈ ખાસ કમાલ કરી શકી નહી. મંદાકિનીનું અસલી નામ યાસ્મીન જોસેફ હતું. વર્ષ ૧૯૬૯ માં ૩૦ જુલાઈના રોજ તેમનો જન્મ થયો હતો. તેમની માં મુસ્લિમ હતી જ્યારે પિતા ઈસાઈ હતા.
નાનપણથી જ એક્ટિંગનો શોખ રાખવાવાળી મંદાકિનીને ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળી ગયો હતો. હિન્દી ફિલ્મો સિવાય બાંગ્લા અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. મંદાકિનીનું કરિયર નાનું પરંતુ ખૂબ જ વિવાદોથી ભરેલું રહ્યું હતું.

ઈશ્ક અને મોહબ્બત બહુ ઓછા લોકો ને આબાદ કરે છે નહિ તો વધારે કરીને તેમાં બરબાદ જ થાય છે અને એવું જ થયું અભિનેત્રી મંદાકિની ની સાથે, જયારે તેમના ઉપર મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ ડોન દાઉદ ઈબ્રાહીમ નું દિલ આવી ગયું હતું. પહેલી જ ફિલ્મ માં દરેક જગ્યાએ ધમાકો કરવા વાળી મંદાકિની ફિલ્મો માં પોતાના બોલ્ડ સીન માટે ઓળખવામાં આવતી હતી. ફિલ્મ રામ તેરી ગંગા મેલી હો ગઈ માં મંદાકિની એ એક સીધીસાદી ગામ ની છોકરી નો કિરદાર નિભાવ્યો હતો પરંતુ તેમના સીન ઘણા બોલ્ડ રહ્યા છે.

તેના પછી તે મિથુન ચક્રવર્તી ની સાથે ફિલ્મ ડાન્સ-ડાન્સ, ગોવિંદા ની સાથે ફિલ્મ પ્યાર કરકે દેખો અને અનીલ કપુર ની સાથે ફિલ્મ તેજાબ માં નજર આવી. પરંતુ તેના પછી તેમના જીવન માં દાઉદ ઈબ્રાહીમ આવ્યો અને તેમની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. 90 ના દશક માં મંદાકિની નું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ની સાથે તે સમય ના અખબારો માં છપાવા લાગ્યું. એવું કહેવામાં આવતું હતું કે મંદાકિની અને દાઉદ ની વચ્ચે અફેયર છે. હા મંદાકિની એ હંમેશા અફેયર ની વાતો ને સ્વીકાર ના કરી અને કહ્યું કે તે બન્ને સારા મિત્ર છે બસ.

જણાવવામાં આવે છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને મંદાકિનીનો પ્રેમ ૯૦ નાં દશકનાં શરૂઆતી દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. ત્યાં સુધી કે બંને સાર્વજનિક જગ્યાઓ પર પણ સાથે જોવા મળતા હતા. દાઉદને મંદાકિની પણ એટલી પસંદ કરી રહી હતી કે તેમને મળવા માટે તે દુબઈ સુધી જતી હતી.ડોનની જેટલી પણ પાર્ટી થતી હતી તે બધામાં મંદાકિની ભાગ લેતી નજર આવતી હતી. બંનેને સાથે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ પણ જોતા નજર આવ્યા હતાં.

પરિસ્થિતિ તો ત્યાં સુધી આવી ગઈ હતી કે દાઉદની પત્ની મહજબીનને તો હવે છૂટાછેડાનો ડર સતાવવા લાગ્યો હતો. બાદમાં કોઈ કારણથી મંદાકિની અને દાઉદની વચ્ચે અંતર વધવા લાગ્યું. ત્યારબાદ તે મુંબઈ પરત આવી ગઈ. એવું પણ કહેવામાં આવે છે કે મંદાકિનીથી દાઉદને એક પુત્ર પણ હતો.ફિલ્મી દુનિયાને જ્યારે મંદાકિનીએ અલવિદા કહી દીધું તો એક બુદ્ધિષ્ટ સંત કાગ્યુર ટી રીનપોચે ઠાકુર સાથે તેમણે ૧૯૯૫ માં લગ્ન કરી લીધા.

વર્તમાન સમયમાં તે મુંબઈમાં રહે છે અને તિબ્બતી હર્બલ સેન્ટર ચલાવી રહી છે. અહીંયા તે તિબ્બતી યોગા શીખવે છે.એટલું જ નહી તેમણે હવે બૌદ્ધ ધર્મ પણ અપનાવી લીધો છે. મંદાકિનીને રબ્બિલ નામનો એક દિકરો અને રાબ્જે નામની એક પુત્રી પણ છે. ફિલ્મની ઝાકઝમાળ વાળી દુનિયાથી તે હવે સંપૂર્ણ રીતે અલગ છે. તેમનો સંપૂર્ણ પરિવાર યોગાનો નિયમિત રૂપથી અભ્યાસ કરે છે. દલાઈ લામાના પણ તે અનુયાયી છે.

ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી લીડ એક્ટ્રસ મંદાકિનીએ બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં મંદાકિનીએ જબરદસ્ત બોલ્ડ સીન આપ્યાં હતાં. ખાસ તો ઝરણા નીચેવાળો સીન. આ સીનમાં મંદાકિનીએ માત્ર સફેદ રંગની પારદર્શક સાડી પહેરી હતી જેમાં તે ઝરણાં નીચે ઊભા હતાં. આ સીન માટે મંદાકિનીને આજે પણ લોકો યાદ કરે છે.

મંદાકિનીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1985માં બંગાળી ફિલ્મ ‘અંતારેર ભાલોબાશા’ સાથે કરી હતી. આ વર્ષે જ તેણે ફિલ્મ ‘મેરા સાથી’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી. 1985માં તેણે બે ફિલ્મ્સ કરી ‘આર પાર’ અને ‘રામે તેરી ગંગા મેલી’. રાજ કપૂરના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ બોક્સ-ઓફિસ મોટી હિટ સાબિત થઇ. આ ફિલ્મે મંદાકિનીની કારકિર્દીને નવી જ ઊંચાઇ આપી.મંદાકિનીએ સફળ થવા માટે આ ફિલ્મમાં કેટલાક એવા સીન્સ આપ્યાં હતાં, જે આજે પણ ચર્ચિત છે. તેને બોલ્ડ સીન્સ સામે કોઇ વાંધો નહોતો. કદાચ આ કરાણે જ તેની ફિલ્મી કારકિર્દી ઝડપથી આગળ વધી રહી હતી.

1985માં ‘મેરા સાથી’ દ્વારા શરૂઆત કરનાર મંદાકિનીની કારકિર્દી 1996માં ‘જોરદાર’ સાથે પૂરી થઇ ગઇ. ફિલ્મ્સથી સંન્યાસના બે વર્ષ પહેલા એટલે કે 1994માં મંદાકિનીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાયું હતું. 80ના દાયકામાં દર્શકોના દિલો પર રાજ કરનાર મંદાકિની આજકાલ તિબ્બતન યોગાના કલાસ ચલાવે છે અને તે દલાઇ લામાની ફોલોઅર છે.

વર્ષ 1993 માં મુંબઈ બ્લાસ્ટ માં જેને પુરા દેશ ને હલાવી દીધો આ ધમાકો દાઉદ ઈબ્રાહીમ એ પોતાનો ડર બેસાડવા માટે કરાવ્યો હતો. આ ધમાકા થી કોઈ પણ અજાણ્યું નથી અને તેને દરેક લોકો ને વિચારવા પર મજબુર કરી દીધા હતા, આ દરમિયાન દાઉદ નું નામ દરેક લોકો એ સાંભળ્યું. આ ધમાકા પછી દાઉદ એ ભારત છોડી દીધું અને આજ સુધી ભારત નો મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ છે પરંતુ તે હાથ ના લાગ્યો. તેના સિલસિલા માં ઘણા બોલીવુડ સિતારાઓ થી પણ પુછતાછ થઇ હતી કારણકે દાઉદ ને ફિલ્મો નો બહુ શોખ હતો અને તેનાથી ઘણા સેલેબ્રીટીજ મળી ચુક્યા છે.

જેમના ઉપર નામ આવ્યું તે સલમાન ખાન, મંદાકિની અને સંજય દત્ત જેવા મોટા નામ હતા હા પછી થી તેમને છોડી જ દેવામાં આવ્યા હતા. મંદાકિની એ બોલીવુડ માં લોહા, જાલ, જંગ બાજ, નાગ નાગિન, આગ અને શોલા, જીતે હે શાન સે, શાનદાર જેવી ઘણી બોલીવુડ ફિલ્મો માં કામ કર્યું છે.