રક્ષાબંધનના દિવસે બહેને પોતાના ભાઈને આપી ખૂબ જ મોટી ગિફ્ટ.., ભાઈ માટે બહેને બીજા સંતાન ને આપ્યો જન્મ.., કારણ જાણીને ખૂબ જ ભાવુક થઈ જશો..

રક્ષાબંધનના દિવસે બહેને પોતાના ભાઈને આપી ખૂબ જ મોટી ગિફ્ટ.., ભાઈ માટે બહેને બીજા સંતાન ને આપ્યો જન્મ.., કારણ જાણીને ખૂબ જ ભાવુક થઈ જશો..

મિત્રો તમે જાણતા જ હશો કે કહેવામાં આવે છે કે બહેન નાની હોય કે મોટી તે હંમેશા તેના ભાઈને ખુશ રાખે છે. તો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બહેન પોતાના કાળજા ના કટકાને ભાઈને ગિફ્ટ માં આપે છે. સલોની જાની નામની વ્યક્તિએ પોતાના સંતાનને તેના ભાઈને ગિફ્ટ તરીકે રક્ષાબંધન પહેલા પહેલા જ આપ્યું હતું. કપડવંજ ના વતની સાગર ભટ્ટ અને ઋત્વી ભટ્ટ ના લગ્ન વર્ષો પહેલા થયા હતા પરંતુ તેમની ઘરે પારણું બંધાયું ન હતું જેથી કરીને તેની બહેન ને બહુ જ ચિંતા થતી.

જે દરમિયાન તેની બહેન સલોનીએ વિચાર્યું કે હું મારું બીજું બાળક મારા ભાઈને આપીશ અને તેના ઘરે ખુશી લાવીશ. સલોની આ વાત સૌ પ્રથમ તેના સાસુ-સાથે તથા તેના પતિને કરી હતી તેઓ અગ્ની થયા અને ત્યારબાદ તેના સંતાનને તેના ભાઈને સોંપ્યું હતું. આજની તારીખમાં તેની નાની બાળકી સારવી હાલમાં તેના ભાઈ અને ભાભી સાથે આફ્રિકામાં રહે છે. તે બંને આ દીકરીને બહુ જ ખુશ રાખે છે. બસ આ જ રીતે સલોની તેના ભાઈ ભાભી ને રક્ષાબંધન પર બહુ જ ખુશ કરી અને આ ગિફ્ટ આપી હતી. આ સમયે મીડિયાએ બાળકીની માતા સલોની તેના મામા સાગર અને મામી ઋત્વી તથા તેના દાદા દાદી અને સલોનીના પતિ સાથે પણ વાતચીત કરી હતી.

મારો ભાઈ મારા કરતાં પણ સારું મારી દીકરીને રાખે છે….. સલોની મીડિયાને જણાવતા કહે છે કે મારે એક દીકરો છે પરંતુ મારા ભાઈના ઘરે પાણી ન હતું તે હું દુઃખી હતી મને પણ એમ થતું હતું કે મારા ભાઈના લગ્નને ઘણા વર્ષ થયા તો એની ઘરે પણ એક સંતાન તો હોવું જ જોઈએ. જેથી કરીને તેમનો પરિવાર સંપૂર્ણ થાય અને ઘરમાં ખુશી આવે. આવા જ સૌપ્રથમ મેં મારા સાસુ સસરા અને મારા પતિને પૂછી હતી તો તે ખુશ થઈ ગયા અને હા પાડી ત્યારબાદ મેં મારા માતા-પિતાને જણાવ્યું તો તેમનો તો ખુશીનો પાર જ ન રહ્યો.

સલોની જણાવતા કહે છે કે જ્યારે મેં મારી નાની બાળકીને ભાઈ ભાભી જોડે સોંપી ત્યારે અમારા ભાભી દૃષ્ટિના આંસુ રડવા લાગ્યા હતા જેમને જોઈને મારા આંસુ પણ આવી ગયા. અત્યારે મારા ભાઈ ભાભી આફ્રિકા રહે છે અને મારી દીકરીને રાજકુમારી કરતાં પણ વધારે રાખે છે એકવાર વિચાર આવ્યો હતો કે હું એક માં છું તો મારી દીકરીને આપી દઈશ પરંતુ પછી વિચાર આવ્યો કે મારી દીકરી મારા ભાઈના ઘરે જ છે હું જ્યારે છું ત્યારે તેને મળી શકું છું અને તે મારા કરતાં પણ વધારે ધ્યાન રાખશે. હું દરરોજ વાત કરું છું અને વિડીયો કોલ કરું છું એ પરથી મને લાગે છે કે મારા કરતા પણ એ બંને સારું રાખે છે અને મારી દીકરીને મોટી કરી રહ્યા છે.

મારી બહેને આપેલી ગિફ્ટ હું જિંદગીભર ભૂલી નહિ શકું…… સલોની નો ભાઈ જણાવતા કહે છે કે જ્યારે મારી બહેને તેનું બીજું સંતાન મને સોંપવાની વાત કરી ત્યારે મારા હોશ ઉડી ગયા હતા હું એટલો ખુશ થઈ ગયો હતો કે હું શું કહું એને તેની માટે મારી જોડે શબ્દ ન હતા. મેં તરત જ હા પાડી દીધી અને મારી પત્નીને કહ્યું તે પણ બહુ જ ખુશ થઈ ગઈ અને તેણે પણ હા પાડી દીધી તેથી જ હું મારી બહેનની આપેલી આ ગિફ્ટ ને જિંદગી પણ નહીં ભૂલી શકું. આજે અમે આ દીકરી ના મામા મામી નહીં પરંતુ તેના માતા-પિતા છીએ અને તેને ખૂબ જ ખુશ રાખીએ છીએ અને તેનું બહુ જ ધ્યાન રાખીએ છીએ.

મારી નણંદના એક ડીસીઝનથી આંખો ભરી આવી….. સલોનીની ભાભી ઋત્વી ભટ્ટ જણાવે છે કે જ્યારે મારા પતિએ વાત કરી કે એમની બહેન આપણને તેની નાની દીકરી ગિફ્ટ કરે છે ત્યારે મારી ખુશીનો પાર ન હતો મારી જોડે કોઈ શબ્દ નહોતા અને મને વિચાર આવ્યો કે બસ મારી નણંદ મારા માટે આટલું બધું વિચારે છે. આ મારી ભાણી નહીં પરંતુ મારી દીકરી છે અમે નિર્વિને બહુ જ રાખીએ છીએ. મારી દીકરી નિર્વીને લીધે ભાઈ બહેન નહીં પરંતુ અમારો પણ સંબંધ બહુ જ સ્ટ્રોંગ બન્યો છે. આ મારી નણંદના લીધે નહીં પરંતુ મારા પરિવારજનોને લીધે જ ખુશી આવી છે.

સલોનીના પતિ મિતેશ જાની નું કહેવું છે કે આ એક પગલું દરેક માટે ખુશી લાવે છે. જ્યારે મારી પત્ની સલોની એ મને વાત કરી કે આપણી નાની દીકરીને મારા શાળા સાગરને સોંપીએ ત્યારે મારે ખુશીનો પાર ન રહ્યો હતો અને મને વિચાર આવ્યો કે હા દીકરી તેને ગિફ્ટ આપીને તેનો પણ સંસાર પૂર્ણ કરી અને ત્યાર પછી અમે ડિસિઝન લઈને ગર્વથી મારા સાળાને દીકરી સોંપી હતી.

સલોનીના સાસુ હીનાબેન જાની તેમનું કહ્યું હતું કે મેં નક્કી કર્યું હતું કે મારા ઘરે બીજો પુત્ર આવે કે પુત્રી તેને સાગરને સોંપવાનો છે અને તેનું ઘર સંસાર પૂર્ણ કરવાનો છે. મારો સુપુત્ર જ્યારે સાત વર્ષનો થયો ત્યારે સલોનીના ભાઈના ઘરે કોઈ જ સંતાન ન હોતા ત્યારથી જ મેં આ નક્કી કર્યું હતું. પરંતુ અચાનક એકવાર સલોની આ વિશે વાત કરી અને અમે તેની વાત પર સંમત થઈ ગયા.

સલોનીના સાસુ હીનાબેન કહે છે કે જ્યારે અમે સાગરને બાળક સોંપવાની વાત કરી હતી ત્યારે તેને ખુશી નો કોઈ પાર ન હતો. તે સમયે હું પણ સલોની ને કહેતી હતી કે બીજું બાળક આવે તે તારા ભાઈ સાગરને જ આપવાનું છે.
ગમે તેમ કરીને તારા ભાઈનું સપનું અને તેનું ઘર સંસાર પૂર્ણ કરવાનો છે. તેથી કરીને મારી વહુની બીજી પ્રેગનેન્સી વખતે મેં તેનુ બહુ જ ધ્યાન રાખ્યું હતું.

સલોનીના સસરા હરિઓમ જાની કહે છે કે મારા દીકરા અને વહુએ તેના ભાઈનું સપનું પૂર્ણ કર્યું. તે કહે છે કે અમે કંઈ પણ નિર્ણય લઈએ તે પરિવારના ચારે સભ્યો ભેગા લઈને નિર્ણય લઈએ છીએ તેમ જ આ નિર્ણય પણ ચારેય ભેગા મળીને જ લીધો હતો. ત્યારબાદ અમે વિચાર્યું હતું કે આ અંગે એકવાર સાગરને પણ પૂછી લઈએ તેને પૂછતા જ રાજી રાજી થઈ ગયો અને અમારી વાત પણ સહમત થઈ ગયો હતો. આપણે જોઈએ છે કે દર રક્ષાબંધન એ ભાઈ બહેનને ગિફ્ટ આપે છે પણ મારા દીકરા અને વહુએ તો તેના ભાઈને એક ગિફ્ટ આપી.

હાલમાં અમારી એ નાની દીકરી આફ્રિકા સલોનીના ભાઈ ભાભી જોડે છે તે તેને બહુ જ ખુશ રાખે છે અને દરરોજ સવારે અમે તેને વિડીયો કોલ થી વાત કરીએ છીએ અને તેને રમાડીએ છીએ. અમારી કરતા પણ વધારે ત્યાં તેનું ખ્યાલ રાખે છે. અમે માનીએ છીએ કે સાગર પણ અમારો બીજો દીકરો જ છે.

સલોની ના પિતા રાજેશ ભટ્ટ કહે છે કે દીકરી આપનાર પણ દીકરી અને દીકરી લેનાર પણ મારો દીકરો છે. મારા દીકરા સાગરને થોડી તકલીફ હોવાથી તેનો ઘર સંસાર પૂર્ણ થઈ શકે તેમ ન હતું તો તે બંને એક એડોપ્ટ બેબી લેવાનું વિચારી રહ્યા હતા પરંતુ ત્યારે જ મારી દીકરીએ કહ્યું કે મારી નાની દીકરી તમે લઈ લો. અમારી માટે ખુશીનો પાર ન હતો અને જિંદગીનો સૌથી સુખનો પ્રસંગ હતો.

ઉપરાંત તેમણે જણાવ્યું કે મારું દીકરો અને વહુ બંને આફ્રિકા રહે છે અને મારો દીકરો ત્યાં જોબ કરે છે આ દીકરીને ત્યાં લઈ ગયા પછી તેનું પ્રમોશન થયું અને એક નવો બંગલો પણ ખરીદો ખરેખર આ દીકરી અમારા ઘર માટે સાચે જ લક્ષ્મીનો વાસ છે. જ્યારે આ દીકરી આપી ત્યારે તેને આફ્રિકામાં તેનું બહુ જ જોરદાર થી વેલકમ કર્યું હતું.

અમિતા ભટ્ટ સલોનીના માતાનું કહેવું છે કે જિંદગીભર હું આ પ્રસંગ ભૂલી નહીં શકું. તેમના માતા અમિતા ભટ્ટનું કહેવું છે કે જ્યારે સલોનીએ મને કહ્યું હતું કે હું પ્રેગનેટ છું અને મારું આવનારું આ બાળક બોય હશે કે બેબી હું આ બાળકને ભાઈને સોંપી દઈશ તે વખતે મારા ખુશીનો પાર ન રહ્યો હતો. મારી દીકરી એ મારા દીકરા નો ઘર સંસાર પૂર્ણ કર્યો છે અમે તેમનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે.

ડોક્ટર મંજુબેન નું કહેવું છે કે દરેક લોકો આ રીતે એકબીજાને સાથ આપે તો કોઈનું ઘર સંસાર બાકી ન રહે. ડોક્ટર મંજુબેન કહે છે કે જ્યારે સલોની શરૂઆતના મહિનામાં ચેકિંગ માટે આવતી હતી ત્યારે તેને જણાવ્યું હતું કે આવનારું આ બાળકો મારા ભાઈ સાગરને સોંપવાની છું. આ વાત સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને મારી પોતાની દીકરીની જેમ સલોની ની ડીલેવરી કરાવી હતી. મારું માનવું છે કે જો દરેક લોકો આવી રીતે હરી મળીને એકબીજાને સાથ આપે તો કોઈનો ઘર સંસાર અધૂરો ન રહે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial