ધનુર્માસમાં રાજા રણછોડરાયને ખીચડાનો ભોગ કેમ ધરાવવામાં આવે છે?

0
126

ધનુર્માસને સંવત્સરનો ભૂષણ માનવામાં આવે છે. આ માસમાં ધ્યાન, ધરણાં, જપ, તપ, વ્રત કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.ધનુર્માસનો પ્રારંભ થતાં જ માંગલિક કાર્યો એક મહિના માટે બંધ થઈ જશે. આ ધનુર્માસમાં લગ્ન વિધિ, મકાન કે ઓફિસોના શુભારંતી આદિ માંગલિક કાર્યો મોટા ભાગે કોઈ કરશે નહી. તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૂર્વદિશા સૂર્યની છે. પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, મહાભારતનો મહાસંગ્રામ ધનુર્માસ દરમ્યાન થયો હતો. જેમાં મોટો નરસંહાર થયો હતો. તેથી તેને અમાંગલિક માનવામાં આવે છે. સૂર્ય જ્યારે ધનુર રાશિમાં પ્રવેશ કરે તે દિવસથી ધનુર્માસ શરૂ થાય છે. સામાજીક કાર્યો લગ્ન જેવા માટે અશુભ ગણાયો છે. ભારદ્વાજ સંહિતા, પંચરાત્રમા બ્રહ્મ હંસ સંવાદમાં કુલ છ અધ્યાયમાં આનું વિશેષ મહત્વ સમજાવ્યું છે. એક કથા છે કે સતપસંદ નામનો રાજા નર્મદાના તીરે એક નગરમાં રાજ્ય કરતો હતો તેનાથી ધનુર્માસમાં એક પાપ થઈ ગયું. તેથી તેને એક સર્પદશનું ફળ મળ્યું. તેને પ્રભુની ભક્તિ અને દાન પુણ્ય કર્યું.

આથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા મૃત્યુબાદને વૈકુંઠમાં ગયો.આ માસમાં પ્રભુ પ્રભુની કરવી તે પુણ્યને વધારી આપે છે.માગસર માસ દેવતાઓનો પ્રાતઃકાળ ગણાય છે. આ સાત્વિક ગણાય છે.આ માસમાં નવા ધાન્ય ખેતીનો નવા પાક ધઉં, ચોખા, તલ, ગોળ ઉત્પન્ન થાય છે. આ બધુ પ્રભુને અર્પણ કરી સંસારિક કામમાં લેવું. આ બધા ધાન્યનો ખીચડો, બનાવી ડાકોરજીને ધરાવવામાં આવે છે.આ માસમાં મંગલમૂર્તિ ભગવાનનાં દર્શન કરવાં ધનુર્માસમાં દિવસ ટૂંકો બને છે.

ઘણા મંદિરોમાં સરસવ અને તેલના દાવા પ્રક્ટાવવામાં આવે છે.આ માસમાં બ્રહ્મભોજનનું મહત્વ છે. યુધિષ્ઠિર એક સ્વયં પાકા શુધ્ધ પવિત્રને જમાડયો તેનું પતરાળુ ઉપાડયું તો નીચે બીજુ પતરાળુ હતું. આમ યુધ્ષિઠિરે ૧૦૦૦ પતરામાં ઉઠાવ્યા. ભગવાન કૃષ્ણે કહ્યું કે તને એક હજાર બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય મળશે. ધનુર્માસ દરમ્યાન સૂર્યોદય વખતે મુદ્ગાન્ન ભગનો શીરો પ્રભુને ધરાવવામાં આવે છે. આ ધનુર્માસમાં પ્રભુની ભક્તિ કરવી.

 

તમને જણાવી દઈએ કે રણછોડરાયજી મંદિર માં ધનુર્માસ ઉત્સવને લઇ થનાર ઉજવણી માટે તૈયારીઓ કરી દેવાઈ છે. આ મહિના દરમિયાન દરરોજ ભગવાનને ડ્રાયફુટ ખીચડી-કઢી ધરાવવામાં આવતી હોય છે.આ ખીચડીનું પણ એક વિશેષ મહત્વ છે. મંદિર ના સેવક રવીન્દ્રભાઇના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુ દરમિયાન છાતીમાં કફ ભરાઈ જતો હોય છે, જે દુર કરવા માટે ઔષધીય ખીચડી-કઢી આરોગવાનું મહત્વ છે. બસ આજ ભાવ થી ભગવાનને ઔષધીય ખીચડી-કઢી ધરાવાય છે.

જેમાં દાળ, ચોખા, ઘી, મરી મસાલા, સુકો મેવો, કાજુ, દ્રાક્ષ, પિસ્તા, સફેદ મરીનો ઉપયોગ કરાય છે.આ સાથે રવૈયા નું શાક, કોઠાની ચટણી, આમળા, લીલી હળદર અને કઢી ધરાવવામાં આવે છે. ભગવાન ને ધરાવેલ ખીચડીનો પ્રસાદ મેળવવા ભકતો અધીરા બનતા હોય છે. 15 જાન્યુઆરી સુધી ચાલનારા ધનુર્માસ પર્વ દરમિયાન રાજાધિરાજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોઢી જતા હોઈ મંદિર બંધ થાય છે.