રાહતની વાત / કોરોનાની ત્રીજી લહેરમાં નહીં થાય બીજી લહેર જેટલા ભૂંડા હાલ,મોત 600 ટકા ઓછા..

0
110

કોરોના વાયરસના કેસ દેશમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરના આતંક પછી ત્રીજી લહેરમાં તેના વિશે વિચારીને પણ રૂવાટા ઉભા થઈ જાય છે. વર્ષ 2022ની શરૂઆતથી વધી રહેલા કોરોના કેસને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ચૂકી છે. વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને દેશમાં કુલ 4,83,790 લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 10.21% પર પહોંચ્યો છે.

પહેલા અને બીજા ડોઝની રસીની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 151.58 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેરને સ્પીડ મળી છે. પરંતુ જો મોતના આંકડાની વાત કરીએ તો બીજી લહેરની સરખામણીએ લગભગ 600 ટકા મોત ઓછા નોંધાયા છે. પહેલી લહેરની સરખામણીએ આ ઘટાડો લગભગ 900 ટકા છે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે આવનારા દિવસોમાં મોતના આંકડામાં સામાન્ય વધારો થઈ શકે છે.દેશમાં ગત 24 કલાક દરમિયાન કોરોનાના 159632 નવા કેસ તથા 327 મોત નોંધાયા છે. જેમાં 242 મોત કેરળના એવા છે કે જે પૂર્વના છે.

જ્યારે કેરળમાં ગત 24 કલાકમાં કુલ 33 મોત થયા છે. આ પ્રકારના તાજા મોત માત્ર 118 છે જ્યારે ગત વર્ષ કોરોનાની બીજી લહેર દરમિયાન 11 એપ્રિલ 2021ના રોજ દેશમાં કોરોનાના 152879 નવા મામલા નોંધવામાં આવ્યા હતા. આ દરમિયાન 839 મોત નોંધવામાં આવ્યા હતા. આ ગત 24 કલાકમાં થયેલા મોતોથી 721 એટલે કે લગભગ 600 ટકા વધારે છે.પહેલી લહેરમાં જો કે એક દિવસમાં મહત્તમ સંક્રમણ એક લાખથી નીચે રહ્યું હતુ. પરંતુ મોતના આંકડો ઉંચો રહ્યો હતો. 12 સપ્ટેમ્બર 2020ના કુલ 97570 નવા કેસ નોંધવામાં આવ્યા હતા. હવે 1201 મોત થયા હતા. જે ગત 24 કલાકમાં થયેલા મોતના લગભગ 900 ટકા વધારે છે.

આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં હળવો વધારો જોવા મળી શકે.મેડિકલ વિશેષજ્ઞોનું કહેવું છે કે ઓમિક્રોન ઓછો ઘાતક છે. આ ફેફસાને નુકસાન નથી પહોચાડી રહ્યો. એટલા માટે હોસ્પિટલમાં દાખલ થવાનો રેસિયો ઓછો છે. જેના કારણે મોત પણ ઓછા છે. વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કમ્યુનિકેશન વિભાગના પ્રોફેસર જુગલ કિશોરે કહ્યું કે ઓમિક્રોન સંક્રમિત 5-7 દિવસની અંદર સાજા થઈ રહ્યા છે તથા ત્રીજી લહેરને 10 દિવસથી વધારે સમય લાગી ચૂક્યો છે.ગત લહેરોની સરખામણીમાં દર્દીઓના મોત 9-10 દિવસ બાદ થઈ રહ્યા છે.એટલા માટે આ શંકા છે કે આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં હળવો વધારો જોવા મળી શકે.પરંતુ બીજી લહેરની સરખામણીમાં બહું ઓછો રહેશે.

તબીબી નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન ઓછો ઘાતક છે તે ફેફસાંને નુકસાન કરતો નથી.તેથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે જેના કારણે મૃત્યુ પણ ઓછા છે.વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કોમ્યુનિકેશન વિભાગના પ્રોફેસર જુગલ કિશોરે જણાવ્યું હતું કે ઓમિક્રોન સંક્રમિત પાંચ-સાત દિવસમાં સાજા થઈ રહ્યા છે અને ત્રીજી લહેર આવ્યાને દસ દિવસથી વધુ સમય થઈ ગયો છે.અગાઉના લહેરની તુલનામાં દર્દીઓ નવથી દસ દિવસ પછી મૃત્યુ પામતા હતા.તેથી આગામી દિવસોમાં મૃત્યુઆંકમાં થોડો વધારો થવાની આશંકા છે.પરંતુ તે બીજા લહેર કરતા ખુબ ઓછી હશે.