રંગરલીયા મનાવતા પકડાઈ ગયાં યુવક-યુવતી પરિવારજનોએ કર્યું, બન્ને સાથે એવું જે જાણી દંગ થઈ જશો….

0
142

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તમે હમેશા જોયું હશે કે યુવતી સાથે કોઈ યુવક પકડાય તો યુવતીનો પરિવાર યુવક સાથે મારપીટ કરતો હોય છે પણ નોઇડામાં એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. વાત એવી છે કે યુવક-યુવતીને આપત્તિજનક સ્થિતિમાં પરિવારે પકડ્યા હતા. પહેલા તો યુવતીના પરિવારે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી પણ પછી જે થયું એ જાણીને નવાઈ લાગશે.

જાણકારી મુજબ રબૂપુરામાં રહેતો યુવક તેની મિત્રને મળવા માટે મોડીરાત્રે આવ્યો હતો. ઘરના બધા સુઈ ગયા બાદ યુવક અને યુવતી બંને રુમમાં આપત્તિજનક સ્થિતિમાં હતા ત્યારે જ પરિવારે જોઈ જતા બંનેને પકડી લીધા હતા. યુવતીના પરિવારે પોલીસ બોલાવીને યુવક સામે દુષ્કર્મનો આરોપ લગાવીને ફરિયાદ કરી હતી જેથી યુવકની ધરપકડ થઇ હતી.

જો કે તપાસમાં સામે આવ્યું કે થોડા સમય પહેલા બંને પરિવાર વચ્ચે યુવક-યુવતીના લગ્નની વાત કરવામાં આવી હતી પણ સબંધ શક્ય બન્યો ન હતો. છતા યુવક અને યુવતી મળતા રહેતા હતા. જેથી બંને વચ્ચે પ્રેમ સબંધ હોય યુવતીના પરિવારે સમાધાન કર્યું અને બંને ના લગ્ન કરાવી દીધા હતા.

ચાલો મિત્રો આજે કેટલાક સવાલ જવાબ ઉપર નજર નાખીએ.પ્રશ્ન: હું ૨૭ વર્ષની પરિણીતા છું. પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ, પીઠ, ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે. ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે. મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું, પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે? હું સંયુક્ત કુટુંબમાં રહું છું.એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી. છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે. અત્યારે મારું વજન ૪૫ કિલો છે. એક સ્ત્રી (રાજકોટ)

ઉત્તર: સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો. તમારાં શારીરિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે. રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે. જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી. મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો. તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે. આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું. આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો.એક યુવતી (ગોંડલ).

ઉત્તર: જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ. કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.

પ્રશ્ન: મારા પતિની સમસ્યા એ છે કે તેમને જનનાંગના આગળના ભાગમાં ત્વાચાની નીચે સફેદ રંગનો ઘટ્ટ પદાર્થ જામી જાય છે. જો તેને સાફ કરી નાખવામા આવે તો સ્થિતિ સામાન્ય થઈ જાય છે નહીંતર ખૂબ બળતરા થાય છે અને થોડી વાસ પણ આવે છે. આ સમસ્યાથી અમે બંને પરેશાન છીએ. તેમાંથી છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય બતાવો.
એક પત્ની (સુરત)

ઉત્તર: આ સફેદ દુર્ગંધયુક્ત પદાર્થ જેને કારણે તમે ચિંતિત છો તે સ્મેગમા છે. હકીકતમાં આ એક પ્રકારનો શિશ્ન મળ છે, જે તે ભાગની સપાટી પરના કુદરતી રીતે તૂટતા કોષમાંથી બને છે. આનાથી છુટકારો મેળવવા માટેની સૌથી સરળ રીત એ છે કે પતિ દરરોજ સ્નાન કરતી વખતે શરીરના બીજા અંગોની જેમ જનનાંગની સ્વચ્છતા તરફ પણ પૂરું ધ્યાન આપે. આટલી સાવધાની રાખશો તો જરૂર આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

પ્રશ્ન: હું ત્રણ બાળકોની માતા છું. લગ્ન પહેલાં મારા પતિને એક પરિણીત સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતો. તે બંને એક વખત શહેર છોડીને ભાગી પણ ગયા હતા. આ બધું મારા પતિએ પોતે મને જણાવ્યું હતું અને સોગંદ ખાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. તેમણે લગ્ન પછી પોતાનું વચન પાળ્યું અને મને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપ્યો. તે સ્ત્રી મારા દિયરની પાડોશણ છે એટલે અવારનવાર તેની સાથે મારો સામનો થાય છે તેને જોતાં જ મારું લોહી ઉકળી જાય છે અને હું બધો ગુસ્સો પતિ પર ઉતારું છું. તેમની સાથે ઝઘડું છું. પછી વિચારું છું કે મારે કારણ વગર પતિ પર ગુસ્સે ન થવું જોઈએ. પરંતુ મારી જાત પર કાબૂ નથી રાખી શકતી. શું આખી જિંદગી આમ જ વીતશે?
એક માતા (મુંબઈ)

ઉત્તર: જો તમારા પતિ ઇચ્છત તો લગ્ન પહેલાની પોતાના અનૈતિક સંબંધની વાત તમારાથી છુપાવી શકતા, પરંતુ તેમણે એવું નથી કર્યું. તમને બધું જણાવી દીધું છે. ઉપરાંત આ સંબંધ પર તેમણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. અને આટલા વર્ષો સુધી તેમણે તમને ફરિયાદનો એક પણ મોકો નથી આપ્યો. આમ છતાં તમે તેમના પર ગુસ્સે થાવ છો તો એ સ્ત્રીસહજ ઇર્ષા છે. તમારે જ પ્રયત્ન ખરીને તેમાંથી છુટકારો મેળવવો પડશે. કોશિશ કરો કે બંને ત્યાં સુધી તે સ્ત્રીનો સામનો ન થાય. તેથી દિયરના ઘરે ઓછા જાવ. પતિ પર ગુસ્સે થવું કે ઝઘડવું બરાબર નથી. જેમ બને તેમ ગૃહક્લેશથી બચો. તમારી સમસ્યા તમે પોતે જ ઊભી કરેલી છે. તેથી તેમાંથી છુટકારો તમારે જ મેળવવો પડશે.

પ્રશ્ન: હું ૧૭ વર્ષની યુવતી છું. એક યુવકને પ્રેમ કરું છું. તે કહે છે કે તે પગભર બને પછી જ લગ્ન કરશે. મેં મારો મત વ્યક્ત નથી કર્યો. આ વિશે ફક્ત મારી બહેનને જ જણાવ્યું છે, પરંતુ મારી બહેનને છોકરો પસંદ નથી. તે કહે છે કે છોકરો કાળો છે. માતાપિતા સાથે કેવી રીતે વાત કરું.એક યુવતી (વડોદરા)

ઉત્તર: તમારા માટે એ ઘણી સારી વાત છે કે તમારો પ્રેમી ખૂબ જ સમજું છે. યોગ્ય-અયોગ્ય સમજે છે. તમારે અત્યારે તમારો મત વ્યક્ત કરવાની કે તમારાં માતાપિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમીને નોકરી કે ધંધો જમાવતા કેટલાંક વર્ષો લાગશે. આ દરમિયાન તેની ચાલચલગત વિશે અથવા તો તમારી સાથે લગ્ન કરવાની બાબતે તે કેટલો ગંભીર છે તે ખબર પડી જશે. યોગ્ય સમય આવ્યે જ સાચો નિર્ણય લેવો ઉચિત રહેશે.

પ્રશ્ન: હું ૪૧ વર્ષનો યુવક છું. સ્ટીલ પ્લાન્ટમાં અધિકારી છું તથા સંયુક્ત કુટુંબમાં રહું છું. મારી સમસ્યા એ છે કે જ્યાં પણ લગ્નની વાત ચાલે છે ત્યાં છોકરી અલગ રહેવાની શરતે લગ્ન માટે સંમત થાય છે. મારા કુટુંબની આવક એટલી નથી કે હું તેમને છોડીને અલગ ગૃહસ્થી વસાવવાનું વિચારી શકું. શું કોઈ એવી છોકરી નહીં મળી શકે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય. એક પુરુષ (ગોધરા)

ઉત્તર: પ્રયત્ન કરવાથી તમને એવી છોકરી મળી શકે છે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય. લગ્ન પહેલાં પોતાની સંમતિ આપ્યા પછી પણ તે સંયુક્ત કુટુંબમાં નિભાવી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. વળી, સાથે રહેવું અને અન્ય કુટુંબીજનોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવી પણ શક્ય નથી. તમારા માટે યોગ્ય એ જ રહેશે કે દરેક પ્રકારના પૂર્વગ્રહમાંથી બહાર નીકળીને તમારા માટે કોઈ જીવનસાથી શોધી લો. આમ પણ ઘણી ઉંમર થઈ ગઈ છે. શરત મનાવવાના ચક્કરમાં વધારે મોડું ન કરો નહીંતર લગ્ન થવા મુશ્કેલ થઈ જશે. તમે ઘરનાથી અલગ ન રહીને પણ આર્થિક રીતે તેમને મદદ કરી શકો છો.

સવાલ: હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન  મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી (અમદાવાદ)

જવાબ: તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ: હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવતી (ભાવનગર).

જવાબ: નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે.નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ: હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક મહિલા (વડોદરા)

જવાબ: સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં  આગળ વધો.

સવાલ: હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.એક યુવતી (ગુજરાત).

જવાબ: આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી.આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

સવાલ: હું ૪૦ વર્ષનો છું. મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો  ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તેણે  એનો અસ્વીકાર કર્યો હતો. તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવું? એક પુરુષ (મુંબઇ)

જવાબ: શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

સવાલ: હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે?જવાબ: આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.છેલ્લા બે વર્ષથી મારું માસિક ૧૫-૨૦ દિવસ મોડું આવે છે. માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે માસિક શરૂ થતા  પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો.માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.

મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ  મારા પર નજર  રાખ્યા કરે છે. એકવાર તો તેણે  મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો. આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.શક્ય હોય તો તેનો સામનો  કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે. ગુ્રપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.

સવાલ: હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે.  આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.

જવાબ: ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો  ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે. આ ઉપરાંત મને હસ્તમૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી?

જવાબ: તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો. આ માટે વ્યાયામ કરો.તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો. આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધો. તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.

સવાલ: હું ૨૫ વર્ષની પરિણીતા છું અને મારે ત્રણ વર્ષની  એક પુત્રી છે. મારા સ્તન પહેલેથી જ નાના હતાં, પરંતુ ડિલીવરી પછી ખૂબ લબડી પડયા છે. મેં સાંભળ્યું છે કે  એવી દવાઓ મળે છે જેનાથી લબડી ગયેલા સ્તન ફરીથી પહેલાં જેવા બનાવી શકાય છે.મહેરબાની કરીને આ વિશે સંપૂર્ણ જાણકારી આપો જેથી કરીને મારાં સ્તન સુંદર અને સુડોળ બની શકે.

જવાબ: પ્રસૂતિ પછી  બાળકને દૂધ પીવડાવવાથી સ્તનના આકારમાં અમુક ફેરફાર થાય એ સ્વાભાવિક છે. આવા પરિવર્તનોથી નથી બચી શકાતું કે કોઈ  દવાથી એને દૂર કરી શકાતું.હજુ સુધી એવી કોઈ ભરોસાપાત્ર દવા અથવા ક્રીમ શોધી શકાયાં નથી કે જે મનગમતું પરિણામ આપી શકે. સ્તનને મનગમતો આકાર આપવાનો જો કોઈ ઉપાય હોય તો એ છે કોસ્મેટિક સર્જરી. તમે કોસ્મેટિક સર્જનને મળો અને ઓપરેશનના ફાયદા અને મર્યાદાઓ સમજીને યોગ્ય નિર્ણય લો.

સવાલ: હું ૩૫ વર્ષની પરિણીતા  છું. મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. અમારા લગ્નને ૧૪ વર્ષ થયાં છે. અમારે બે બાળકો છે. અમારું લગ્નજીવન સુખરૂપ છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પતિ ઘણા જ જલદી સ્ખલિત થઈ જાય છે. જેના કારણે મને ચરમસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. અમે ‘સ્ટોપ-સ્ટાર્ટ’ અને  ‘સ્ક્રુઈઝ’ રીત પણ અજમાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો ન થયો. જ્યારે તે ‘ક્લાઈમેક્સ’ અથવા ‘ઓન્લી મી’ જેવા સ્પ્રેનો ઉપયોગ કરે ત્યારે તેમને જરૂર ફાયદો થાય છે અને હું પણ સંતોષ પ્રાપ્ત કરી શકું છું. મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે પુરુષ જો  જાયલોકેનનો ઉપયોગ કરે તો શીધ્રસ્ખલનની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. હવે અમને એ ચિંતા થવા લાગી છે કે વારંવાર સ્પ્રેનો ઉપયોગ કરવાથી મારા પતિના  સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર તો નહીં થાય ને? અમે અન્ય ઉપાયો શોધી રહ્યાં છીએ. શું વિયાગ્રા ઉપયોગમાં લઈ શકાય?

જવાબ: શીઘ્રસ્ખનલનની સમસ્યા મુખ્યત્વે મનોવૈજ્ઞાાનિક છે. જાતીય જીવન સક્રિય થતા શરૂઆતના દિવસોમાં જો સમાગમ પ્રક્રિયા પૂરતી કરવાની  ઘણી ઉતાવળ તથા માનસિક દબાણ હોય ત્યારે આ બાબત બને છે. જે કિશોર છુપાઈને ઉતાવળમાં હસ્તમૈથુન કરે છે અને સ્ખલિત થવામાં ઉતાવળ કરે છે  તે વિવાહિત જીવનમાં પણ તાણમુક્ત થઈ શકતો નથી. જો તમારા પતિ ‘પેલ્વિક ફલોર’ એક્સરસાઈઝ  અજમાવી જાશે  તે સારું પરિણામ મળશે.

આ એક્સરસાઈઝ કરવાની રીત ઘણી સરળ છે. શિશ્નના સ્નાયુઓને મૂત્રત્યાગની ક્રિયાને રોકી રાખતા હો તે રેતી સંકોચી રાખો અને છ સુધીની ગણતરી   કર્યા બાદ તેને ઢીલા છોડી દો. ફરી છ સુધી ગણો.  ફરી આ જ  વ્યાયામ કરો. પહેલાં દિવસે ૧૦ થી ૧૨ વાર અને તે પછી ક્રમશ: વધારીને સવારસાંજ ૨૦ થી ૨૫ વાર સતત છ અઠવાડિયા સુધી કરવાથી આ પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.

જાયલોકેન એક પ્રકારનું સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક છે. તેનાથી અનુભૂતિ મંદ થાય છે. સ્ખલન ક્રિયા પરનું નિયંત્રણ સારું બનતું નથી. આના પ્રયોગથી સ્ત્રીના જાતીય સુખમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં સિલ્ડનાફિલ સાઈટ્રેટ (વિયાગ્રા) ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ આ એક પ્રિસ્ક્રિપ્શન ઔષધિ છે, જે ડોક્ટરની સલાહ લઈને લેવી જોેઈએ. જે વ્યક્તિને  હૃદયરોગ હોય, હાઈ બી.પી. હોય અથવા  એવી દવા ચાલતી હોય જેની સાથે સિલ્ડનાફિલ સાઈટ્રેટ લેવાથી દવાના આંતરિક રિએક્શનનો ભય હોય તેના માટે આ જોખમકારક સાબિત થઈ શકે છે.

પ્રશ્ન : હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું. મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી. મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર  થાય છે?
એક યુવતી  (વડોદરા).

ઉત્તર: હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો (મેટાબોલિક) અને વૈદકીય (ક્લિનિકલ), પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે.તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની. ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.

પ્રશ્ન : મારી ઉંમર ૩૫ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મારું શિશ્ન ઉત્થાન અવસ્થામાં સહેજ વાકું વળી જાય છે. શું એ સીધું થઈ શકે? મને સલાહ આપશો.એક યુવક  (ગોધરા).ઉત્તર: તમારા શિશ્નમાં છારી બાઝી ગઈ નથીને એ વિશે તમે ડોપલર એકઝામિનેશન કરાવી લો. આધુનિક તબીબીશાસ્ત્રમાં આ સમસ્યા વિશે સર્જરી સિવાય વિશેષ કોઈ ઉકેલ નથી. આવી પરિસ્થિતિમાં ઓલ્ટરનેટિવ મેડિસિન ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

પ્રશ્ન: હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહ્યાં કરે છે. મારા મેરિડ ફ્રેન્ડ્સનું કહેવું છે કે ડોગી પોઝિશનમાં સમાગમ કરીને બહાર વીર્યસ્ખલન કરવાથી પ્રેગ્નન્સીનું રિસ્ક ઘટી જાય છે. શું આ સાચું છે? એક વાર અમે અબોર્શન કરાવી ચૂક્યા હોવાથી ફરી રિસ્ક લેવું મુશ્કેલ છે. પાછળથી વજાઈનામાં પેનિટ્રેટ કરતાં ફાવતું નથી એટલે એનલ સેક્સ જ થઈ શકે છે. એ પોઝિશનમાં સમાગમ કરવાથી તેને વધુ દુખાવો થાય છે. જોકે એ પોઝિશનમાં પ્રેગ્નન્સીની શક્યતા નહીંવત હોવાથી અમે ઘણી વાર એમાં જ સમાગમ કરીએ છીએ. એનલ સેક્સમાં પેઈન ઘટાડવા શું થઈ શકે? ડોગી પોઝિશનમાં વજાઈનલ સેક્સ કરી શકાય એ માટે શું કરી શકાય?

જવાબ: તમે એક વાત સમજી લો કે પ્રેગ્નન્સી રહેવાને અને સમાગમની પોઝિશનને કોઈ જ લેવાદેવા નથી. એટલે જ પ્રેગ્નન્સીથી બચવા સમાગમની પોઝિશન બજલવાથ કોઈ ફરક નહીં પડે. તમે કોઈ પણ પોઝિશન અપનાવીને વીર્યસ્ખલ બહાર કરો તો પણ પ્રેગ્નન્સી ૧૦૦ ટકા ટળતી નથી.તમારે અનવોન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કોન્ડોમ ઈઝ ધ બેસ્ટ ઓપ્શન. માટે પરાણે પાછળથી યોનિપ્રવેશ કરાવવાની કોઈ જરૂરિયાત નથી. કૉન્ડોમ વાપરો અને જો વારંવાર ફાટી જવાની કે સરકી જવાની તકલીફ થતી હોય તો ગર્લફ્રેન્ડને ઓરલ કોન્ટ્રોસેપ્ટિવ પિલ્સ લેવાનું કહો.

એનલ સેક્સ પીડાદાયક હોવા છતાં પ્રેગ્નન્સી ટાળવા માટે થઈને એ કરવું યોગ્ય નથી. વ્યક્તિ સેક્સ માણે છે આનંદ મેળવવા માટે, પણ જો પીડા થતી હોય તો એ સમાગમનો આનંદ ક્યાંથી અનુભવાશે? તમે એનલ સેક્સ કરવાના હો તો પણ કોન્ડોમ વાપરવું મસ્ટ છે, નહીંતર એનાથી ઈન્ફેક્શન્સ અને ચીરા પડવાની સમસ્યા થઈ શકે છે.સેક્સ-પોઝિશનમાં વેરિએશન માણવું હોય તો બન્ને પાર્ટનરની બોડી-ફ્લેક્સિબિલિટી સારી હોવી જરૂરી છે. જો ન હોય તો નિયમિત સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરીને પગ અને કમરના સ્નાયુઓને કસરત આપો.