પુરુષો આ વસ્તુનું સેવન કરીલેતો સ્પર્મ કાઉન્ટ થઈ જાય છે ડબલ, આજેજ જાણીલો આ વસ્તુ વિશે.

0
233

નમસ્તે મિત્રો આપણા જીવનમાં તણાવનું સ્તર સતત વધી રહ્યું છે. જેનો હાનિકારક પ્રભાવ આપણી પ્રજનન ક્ષમતા પર પણ પડે છે. તેના કારણે કેટલીક મહિલાઓને ગર્ભ ન ધારણ કરી શકવાની સમસ્યા હોય છે તો કેટલાક પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટી જતાં હોય છે. તેના કારણે તેઓ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાં આવી ઘટના ન બને તેના માટે શું કરવું જોઇએ તે જાણી લેવું જોઇએ. ગત દિવસોમાં થયેલી એક શોધમાં સામે આવ્યું હતું કે, પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. આવું વિશ્વના કોઇ એક ખુણામાં નથી થતું પરંતુ સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યું છે.

જ્યારે તેના કારણ પર નજર કરવામાં આવી તો લગભગ તમામ ક્ષેત્રોમાં તેનું મૂળ ખોટી લાઇફ સ્ટાઇલ હોવાનું સામે આવ્યું. સવાર-ઉઠવાથી લઇને શારિરીક વર્ક ન કરવા અને ખોટા ડાયટ સેવન જેવી બાબત ખાસ જવાબદાર હતી. એટલે કે, એક બાબત સ્પષ્ટ છે કે આપણી પ્રજનન શક્તિ જાળવવા માટે, આપણે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જોઈએ. આ સાથે, ઉચ્ચ ગુણવત્તાવાળા ખોરાકની કાળજી લેવી પડશે.

હેલ્થ એક્સપર્ટની સલાહ.હેલ્થ એક્સપર્ટ કહે છે કે જો વંધ્યત્વનો અનુભવ કરનાર કોઈ વ્યક્તિ ચોક્કસ રકમ અને મર્યાદિત સમય માટે માછલીના તેલના કેપ્સ્યુલ્સનું સેવન કરે છે, તો તે શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદ કરી શકે છે. પણ આ કામ ડોક્ટરની સલાહ લીધા પછી જ થવું જોઈએ. જેથી આરોગ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે અને આ કેપ્સ્યુલ્સનો પૂરો લાભ લઈ શકાય.

હેલ્થ એક્સપર્ટનું એમપણ માનવું છે કે, જો કોઇ વ્યક્તિ યોગ્ય ડોઝ અથવા ડાયટની સાથે ફિશ ઓઇલ કેપ્સૂલ લે છે તો તેના પિતા બનવાની સંભાવના પહેલા કરતા ડબલ થઇ જાય છે. કારણ કે માછલીનું તેલ ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે. આ ફેટી એસિડ શુક્રાણુ કોષોને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે, જે વીર્ય અને શુક્રાણુઓની સંખ્યા બંનેમાં વધારો કરે છે.

આ ઉપરાંત સિગરેટ પીવી ધીરે-ધીરે યુવાનોમાં ફેશન બનતી જઈ રહી છે. દરેક વ્યક્તિ જાણે છે કે સિગરેટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે અને તેનાથી ઘણા પ્રકારના કેન્સર થવાનો ખતરો વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેન્સર થયા પહેલાં જ સિગરેટ તમારા લગ્નજીવનને ખરાબ કરવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી શકે છે? જી હાં, મહિલા હોય કે પુરૂષ સિગરેટ તેમના સેક્સ્યુઅલ લાઇફ પર ખૂબ ખરાબ અસર પડે છે.

પરંતુ પુરુષો માટે તે વધારે નુકસાનદાયક બની શકે છે. ઘણા હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે વધારે સિગરેટ પીવાથી પુરૂષોમાં વ્યંધત્વની સમસ્યા આવી શકે છે. જેનાથી પુરુષોમાં પિતા બનવાની ક્ષમતા પર અસર પડે છે. ચાલો તમને જણાવીએ કે પુરુષોની સેક્સ લાઈફ માટે સિગારેટની આદત કેટલી ખતરનાક છે અને શું તેનાથી હકીકતમાં પિતા બનવામાં પરેશાની આવે છે?

સિગરેટ પીવાથી ઘટે છે સ્પર્મ કાઉન્ટ.પુરુષોના પિતા બનવામાં સૌથી મોટી ભૂમિકા તેમના સ્પર્મની હોય છે. સ્પર્મ જેટલા વધારે હેલ્ધી હોય તેના મહિલાના ઈંડા સાથે નીશેચન ની સંભાવના એટલી વધારે રહે છે. પરંતુ દુનિયાભરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી જણાવે છે કે સિગરેટ પીવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઇ જાય છે.

તે સિવાય તેમના સ્પર્મ કાઉન્ટની ક્વોલિટી ખરાબ થાય છે, તેમનો આકાર બગડે છે અને મોબિલીટી ઘટે છે. જેના કારણે પુરુષોમાં વીર્ય બને છે, પરંતુ તેમાં સ્પર્મ ઓછા હોય છે અને ક્વોલિટી સારી હોતી નથી. એટલા માટે તે વાતની પૂરી સંભાવના છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સિગરેટ પીવે છે અથવા તો ખૂબ જ વધારે સિગરેટ પીવે છે, તો પિતા બનવામાં તેની આ આદત અડચણ ઉભી કરી શકે છે.

સિગરેટ સ્પર્મને કેવી રીતે પ્રભાવિત કરે છે.રિસર્ચ અનુસાર સિગરેટ પીવાથી ગુણવત્તા અને કંસટ્રેશન ૨૩ ટકા સુધી ઓછું થઈ જાય છે. સિગરેટ પીવાની આદત સ્પર્મનાં ડીએનએ ને નુકશાન પહોંચાડી શકે છે, જેનાથી સ્પર્મ ઈંડાની સાથે મળીને ફર્ટિલાઈઝ થઈ શકતા નથી.

સિગરેટ પીવાની આદતથી શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સનું બેલેન્સ બગડવા લાગે છે. આ હોર્મોનલ અસંતુલન પણ પુરુષોના પિતા બનવાની સંભાવના અને ખરાબ કરી શકે છે. સિગરેટ પીવાની આદત સ્પર્મનાં શેપને બગાડી શકે છે, જેનાથી તેને તરવામાં અને ઈંડા સુધી પહોંચવામાં પરેશાની આવી શકે છે. સતત સ્મોકિંગ કરવાથી પુરૂષોના વીર્યમાં ખૂબ જ ઓછા હેલ્ધી સ્પર્મ પહોંચે છે, જેનાથી પિતા બનવાની સંભાવના ઓછી થઈ જાય છે.

રિસર્ચ અનુસાર સિગરેટ પીવાવાળા લોકોમાં સ્પર્મની મોબિલીટી (તરવાની ગતિ) માં પણ ૧૩ ટકાનો ઘટાડો આવે છે, જેના કારણે ફર્ટિલાઈઝેશન પૂરું થઈ શકતું નથી અને પુરુષ પિતા બનવાથી વંચિત રહી શકે છે. એટલું જ નહીં સિગારેટની આદત પુરુષોની સેક્સ લાઇફને પણ પ્રભાવિત કરે છે, તેનાથી લિંગમાં ઉત્તેજનાની કમી અને શીઘ્રપતન જેવી સમસ્યા થઈ શકે છે.

સિગરેટ છોડવાથી કેટલા દિવસ બાદ બધું થઇ જશે નોર્મલ.રિસર્ચ અનુસાર જે લોકોને સિગારેટની આદત હોય છે, તેને ઉપર બતાવેલી સમસ્યા છે તો તેઓ સિગારેટ પીવાનું છોડી દે છે, તો તેમની સેક્સ લાઇફ અને ફર્ટિલિટીની સંભાવના નોર્મલ થઈ શકે છે. પરંતુ ચિકિત્સકોનું કહેવું છે કે સિગરેટ પૂરી રીતે છોડ્યા બાદ ૩ મહિના બાદ તેની અસર તમારા સ્પર્મમાં દેખાવાની શરૂ થાય છે અને ઘણી વખત આ સમસ્યા સંપૂર્ણ રીતે ખતમમાં વર્ષો લાગી શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે લગ્નજીવનને સફળ રીતે એન્જોય કરવા માટે અને પિતા બનવા માટે તમારે આજથી જ સિગારેટની આદત સંપૂર્ણ રીતે છોડી દેવી જોઈએ.

ખજૂર.સૌથી પહેલાં તો પુરૂષોમાં ફર્ટિલિટી વધારે અને ગુપ્ત રોગોના ઈલાજ માટે સેકડો વર્ષોથી ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે. ઘણાં રિસર્ચમાં સામે આવ્યું છે કે, ખજૂર ખાવાથી સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટી સારી થાય છે. પ્રજનન તંત્ર સ્વસ્થ રહે છે. ખજૂરમાં એસ્ટ્રાડિઓલ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે પુરૂષો માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. ફર્ટિલિટી માટે ખજૂર એક પોપ્યુલર ફૂડ છે. મહિલાઓ પણ આને ખાઈ શકે છે. આને ખાવાથી કામુકતા અને સ્ટેમિના વધે છે.

કિસમિસ.કિસમિસ ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે. કારણ કે દ્રાક્ષને જ્યારે સૂકવવામાં આવે છે તો તેમાં એનર્જી, વિટામિન્સ, ઈલેક્ટ્રોલાઈટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ કંસંટ્રેટ થાય છે. આમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી પુરૂષોની ફર્ટિલિટીની સમસ્યાઓ દૂર થાય છે. રોજ કિસમિસ ખાવાથી પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટી સારી થાય છે.

સૂકા અંજીર.અંજીરમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે પુરૂષોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આનું સેવન કરવાથી પુરૂષોની ફર્ટિલિટી સારી થાય છે સ્પર્મ કાઉન્ટ વધે છે. આમાં વિટામિન બી6, પેન્ટોથેનિક એસિડ અને કોપર હોય છે. આ સિવાય અંજીર ફાઈબરનો પણ બેસ્ટ સોર્સ છે. તેની પુરૂષોમાં ફર્ટિલિટી વધે છે.