પ્રકાશ રાજે ગરીબ દલિત યુવતીને UK ભણવા મોકલી, હવે નોકરી શોધવા માટે પણ આર્થિક મદદ કરી…

0
123

ફિલ્મી પડદે નેગેટિવ અને વિલનના રોલમાં જોવા મળતા પ્રકાશ રાજ રિયલ લાઈફમાં કોઈ હીરોથી ઓછા નથી. પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતનાર પ્રકાશ રાજ હાલમાં એક દલિત છોકરીની મદદ કરવા બદલ ચાહકોના વખાણ કરી રહ્યા છે. આ છોકરીને ભણવાનું સપનું હતું, જે પ્રકાશ રાજે પૂરું કર્યું.ફિલ્મમાં મોટા ભાગે વિલનના રોલમાં જોવા મળતો એક્ટર પ્રકાશ રાજ રિયલ લાઇફમાં હીરો કરતાં સહેજેય ઓછો નથી. પ્રકાશ રાજ અવારનવાર ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.

હાલમાં જ પ્રકાશે પિતા વિહોણી દલિત યુવતીની મદદ કરી હતી.ખરી રીતે આ યુવતીએ ઇંગ્લેન્ડ જઈને ભણવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવામાં પ્રકાશ રાજે મદદ કરી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં નોકરી મળે તે માટે પણ પ્રકાશ રાજે યુવતીની મદદ કરી હતી. જાણીતા ફિલ્મમેકર નવીન મોહમદઅલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.નવીન મોહમદઅલીએ પ્રકાશ રાજ તથા યુવતીની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આભાર તથા પ્રકાશ રાજને સલામ.

 

તેમણે એક અનાથ ગરીબ હોંશિયાર દલિત યુવતી શ્રીચંદનાની આર્થિક મદદ કરી.બ્રિટનની યુનિવર્સિટીમાં તેનું એડમિશન કરાવ્યું. માસ્ટર્સનો અભ્યાસ પૂરો કરાવ્યો અને હવે નોકરી શોધવા માટે પણ પૈસા આપ્યા. કોઈના જીવનમાં પરિવર્તન લાવવા માટે થેંક્સ સર.નવીન મોહમદઅલીની પોસ્ટ પર પ્રકાશ રાજે કહ્યું હતું,આ રીતે મારુ ધ્યાન દોરવા માટે તમારો આભાર. આ ખુશીની વાત છે. જ્યારે અનેક હાથ સાથે મળીને પરિવર્તન લાવે છે.સ્ટે બ્લેસ્ડ.સશક્ત બનાવવાનો આનંદ.પ્રકાશ રાજની આ પોસ્ટ પર સેલેબ્સ સહિત ચાહકોએ પણ વખાણ કર્યા હતા.

એક યુઝરે કહ્યું હતું, તમારી પર ગર્વ છે સર.તમને મળવાની ઈચ્છા છે. અન્ય એકે કહ્યું હતું, ગ્રેટ જોબ સર.ઉલ્લેખનીય છે કે શ્રીચંદનાની ઈચ્છા હતી કે તે ઇંગ્લેન્ડમાં જઈને અભ્યાસ કરે પરંતુ આર્થિક તંગીને કારણે તેનું આ સપનું પૂરું થવું શક્ય નહોતું. એન્ટ્રેસ એક્ઝામમાં શ્રીચંદનાને સારા માર્ક્સ આવ્યા હોવા છતાં પૈસાના અભાવે તે વિદેશ જઈ શકે તેમ નહોતી. શ્રીચંદનાના પિતા નથી.તમિળ ડિરેક્ટર નવીન મોહમદઅલીને આ વાતની ખબર પડી તો તેમણે પ્રકાશ રાજને આ અંગે કહ્યું હતું. ત્યારબાદ પ્રકાશ રાજે યુવતીને ઇંગ્લેન્ડમાં એડમિશન મળે તે માટે આર્થિક મદદ કરી હતી.

 

રિપોર્ટ અનુસાર,તમિલ નિર્દેશક નવીન મોહમ્મદને આ વાતની જાણ થઈ અને તેણે પ્રકાશ રાજને છોકરીની વાર્તા સંભળાવી. તેણે છોકરીની સમસ્યા ધ્યાનથી સાંભળી અને તેને યુકેમાં એડમિશન અપાવવામાં પણ મદદ કરી. હવે શ્રીચંદના યુકેમાંથી તેની માસ્ટર્સ ડિગ્રી મેળવશે.આટલું જ નહીં નવીને એ પણ જણાવ્યું કે પ્રકાશ રાજે માત્ર અભ્યાસ અને એડમિશન માટે જ નહીં પરંતુ તે છોકરીને યુકેમાં લાવવામાં પણ ઘણી મદદ કરીટ્વિટર પર આ માહિતી શેર કરતા નવીને પ્રકાશ રાજનો આભાર માન્યો છે.