પ્રિયંકા ખોલ્યું બેડરૂમનું રાજ,નિક સવારે ઉઠતાંની સાથે જ કરી લે છે આવું કાર્ય.

0
315

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પ્રિયંકા અને નિકના ગાઢ સંબંધ વિશ્વમા કોઈથી પણ છુપા નથી. બન્ને હાલ આ લોકડાઉનમા એકબીજા સાથે સારો એવો સમય ગાળી રહ્યા છે. ત્યારે એવુ જાણવા મળ્યુ છે કે, નિકને સવારે ઉઠીને સૌથી પહેલા તેમની ધર્મપત્ની પ્રિયંકાનુ મોઢુ જોવુ ગમે છે ત્યારબાદ જ તે પોતાના બીજા કોઈ કાર્ય કરે છે. પ્રિયંકા હાલ એક ચેટ શો મા આવી હતી ત્યારે તેણે પોતાના બેડરૂમ સિક્રેટ ખુલીને શેર કર્યા હતા. આ બેડરૂમ સિક્રેટ શેર કરતા સમયે તેમણે જણાવ્યુ હતુ કે, ઉંઘમાંથી ઉઠતા વેત જ સૌથી પહેલા નિકને મારો ચહેરો જોવો ગમે છે.

જ્યારે તે તેને કહે છે કે, ” એક મિનિટ રાહ જુઓ, હુ થોડી વ્યવસ્થિત તૈયાર થઈને આવુ’ ત્યારે નિક વારંવાર તેને એક જ વાત કહે છે કે, ‘હુ તમને આમ જ જોવા ઈચ્છુ છુ’. પતિ-પત્ની વચ્ચે સંબંધો એવા જ હોવા જોઈએ કે જ્યા બંને કોઈપણ પ્રકારના બંધન વિના એકબીજાને ખુબ જ પ્રેમ કરી શકે. જો કે, તેની વાત પુરી કરતી વખતે પ્રિયંકાએ બધા છોકરાઓને સારા પતિ બનવા માટેની અમુક ટીપ્સ પણ આપી.

પ્રિયંકા અને નિક જોનાસ બંને તેમના લગ્નજીવન ને આગળ વધારવા માટે એક જ નિયમનુ પાલન કરે છે, જે પતિ-પત્નીના સંબંધ માટે ખૂબ જ અગત્યનુ છે. પ્રિયંકા કહે છે કે, ‘અમે બંને શરૂઆતથી જ એકબીજા પ્રત્યે પ્રામાણિક રહીએ છીએ અને ભવિષ્યમા પણ એકબીજાની પાસેથી એવી જ આશા રાખીએ છીએ.’ પ્રિયંકા કહે છે કે, દરેક દંપતીએ સંબંધોમા પ્રમાણિક હોવુ અતિ આવશ્યક છે.

જો તમે વાસ્તવમા એક સારા પતિ બનવા ઈચ્છતા હોવ તો પત્નીથી કોઈપણ વાત છુપાવશો નહી. તમારી પત્ની મુશ્કેલીના સમયમા તમારી શ્રેષ્ઠ મિત્ર બનીને તમારી મદદ કરી શકે. પ્રિયંકાએ જણાવ્યુ હતુ કે, અમારી વચ્ચેનો નિયમ છે કે, અમે બંને બે-ત્રણ અઠવાડિયાથી વધુ એકબીજાને જોયા વિના જીવી ન શકીએ અને આ નીયમ દરેક દંપતીએ અપનાવવો જોઈએ. એક સારો જીવનસાથી બનવુ દરેક માટે સરળ નથી પરંતુ, જો તમે બંને ઇચ્છો તો એટલુ મુશ્કેલ પણ નથી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ફેન્સ વચ્ચે ખૂબ જ ફેમસ છે. આ બન્નેએ જે રીતે બે અલગ દેશ અને સંસ્કૃતિના હોવા છતાં પણ પોતાના સંબંધો જાળવી રાખ્યા છે તે અનેક લોકોને પ્રેરણા આપે છે. લોકો સ્ટાર કપલના ખૂબ જ વખાણ કરે છે કે બિઝી શેડ્યૂલ હોવા છતાં પણ આ બન્ને વચ્ચે એટલું જ ધમાકેદાર બોન્ડ અને પ્રેમ છે. જોકે, શું તમે એ જાણો છો કે આટલો પ્રેમ જાળવી રાખવા માટે પ્રિયંકા અને નિક કેટલાક નિયમોનું પાલન કરે છે. જેને કદાચ બીજા વર્કિંગ કપલ્સને પણ ફોલો કરવા જોઈએ.

ફોનથી કનેક્ટ રહેવુંપ્રિયંકા અને નિકના શેડ્યૂલ ભલે પેક હોય પરંતુ તેઓ કોલ દ્વારા આખો દિવસ કનેક્ટ રહેવાની કોશિશ કરે છે. આ સ્ટ્રેટેજી એ માટે પણ કામમાં આવે છે કે અનેકવાર કામના ચક્કરમાં આપણે બધું જ ભૂલી જઈએ છીએ. આપણા પાર્ટનરને પણ ભૂલી જઈએ છે.

જે સારી વાત નથી. જો તમે તેને કોલ નથી કરી શકતા તો મેસેજ દ્વારા કનેક્ટ રહો છો. તમારા નાના-નાના મેસેજ પણ કામ આવે છે. જેમ કે, શું જમ્યું? સાંજે શું પ્લાન છે? તબિયત કેવી છે? વગેરે નથી તોડતા આ નિયમનિક અને પ્રિયંકા પોતાના કામના કારણે ખૂબ જ મુસાફરી કરે છે.

આથી સામાન્ય વાત છે કે આ બન્ને એકબીજાને અનેક દિવસો સુધી મળી શકતા નથી. જોકે, બન્નેએ એક નિયમ બનાવ્યો છે કે તેઓ દુનિયાના કોઈપણ ખૂણે હોય પરંતુ બે અથવા તો ત્રણ અઠવાડિયામાં મળે જ છે. આ નિયમ લોંગ ડિસ્ટન્સ વાળા કપલ માટે ખૂબ જ કામનું છે. કારણકે દૂર રહેવાથી સૌથી વધારે અસર સંબંધો પર પડે છે.

આથી બે અથવા તો ત્રણ અઠવાડિયામાં મળવાનો નિયમ ખૂબ જ કામ આવે છે અને શંકા-કુશંકાઓને પણ સ્થાન મળતું નથી.એક-બીજાના નિર્ણયમાં સાથ આપવોપ્રિયંકા અને નિક હંમેશા એ વાતની કોશિશ કરે છે કે તેઓ એકબીજાના નિર્ણયમાં બન્નેને ભાગીદાર કરે. આવું બીજા વર્કિંગ કપલ્સને પણ કરવું જોઈએ. આ વાતનો સૌથી મોટો ફાયદો એ કે, તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે તે વિશે પાર્ટનરને પણ ખબર પડે છે. આવું થવા પર તમારું બિઝી શેડ્યૂલ, વર્ક પ્રેશર વગેરેને તે સારી રીતે સમજી શકશે અને તેના મનમાં ‘પ્રેમ ઓછો થઈ ગયો છે’ અથવા તો ‘અંતર વધી ગયું છે’ જેવા વિચાર ક્યારેય નહીં આવે.કામને ન બનાવો બહાનાપ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને નિક ક્યારેય વિચારતા નથી કે કામના કારણે તેમનો સંબંધ નહીં ચાલી શકે.

તેમણે કહ્યું કે જો આવું વિચારશું તો તેની અસર સંબંધ પર પડશે. જો તમે બન્ને બાજુથી પ્રયત્ન કરશો તો વાત જરુર બનશે. આ પોઝિટિવ વિચાર કપલ્સને પણ ફોલો કરવા જોઈએ. જેથી સંબંધોની સાથે સાથે તમારુ કરિયર પણ વધતુ રહે.સાથે જ સમય પસાર કરવોકામમાંથી પરવારીને જે પણ ક્ષણ મળે છે તેમાં રજા પસાર કરવી અથવા તો ડિનર ડેટ પર જરુર જાઓ.

આમ કરવાથી બન્નેને આઉટિંગ માટે પણ સમય મળશે અને સાથે સમય પસાર કરવાની તક મળશે. તમે પહેલાથી પણ પ્લાન બનાવી શકો છો જેથી રજાના સમયે પ્લાન બનાવવામાં સમય ન બગડે. પ્રિયંકા અને નિકને તમે વારંવાર આવું કરતા જોયા હશે. જેની તસવીરો પણ તેઓ સોશિયલ મીડિયામાં શૅર કરતા રહે છે.

બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે વર્ષ 2018માં ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી લીધા હતા. એ પછીથી જ બંને જણાં કપલ ગોલ્સ આપતા જોવા મળે છે. બંને મોટેભાગે બધે જ એક સાથે જોવા મળે છે. જોનસ બ્રધર્સના વીડિયોમાં હોય કે એકબીજાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બધે જ બંને જણા સાથે જોવા મળે છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપરા બંને પોતપોતાના કામમાં ખૂબ જ સફળ છે અને એના કારણે જ તેમની દિવસને દિવસે પ્રગતિ થતી જાય છે અને સાથે જ સંપત્તિ પણ વધતી જાય છે. તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, બંનેની કુલ સંપત્તિ 734 કરોડ રૂપિયા છે. ત્યારે આજે આપણે જાણીશું તેમની સંપત્તિ વિશે કે કેવી રીતે કમાય છે અને ક્યાં ખર્ચ કરે છે

પ્રિયંકા ચોપરા ફોર્બ્સ ઈન્ડિયા 2019 સેલિબ્રિટી 100 યાદીમાં 14મા સ્થાને હતી અને તેની વાર્ષિક કમાણી 23.4 કરોડ હતી. આ સિવાય તે પોતાની માતા મધુ ચોપરા સાથે પર્પલ પેબલ પ્રોડક્શન પણ ચલાવે છે. આ સિવાય તે દરેક ફિલ્મ માટે 12 કરોડ લે છે. 2015માં, 37 વર્ષની, પ્રિયંકા, અમેરિકન ટેલિવિઝન સિરીઝ ક્વાંટિકોના દરેક એપિસોડ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આટલું જ નહીં, પ્રિયંકા કોઈપણ સ્ટેજ પરફોર્મન્સ માટે 4 થી 5 કરોડ લે છે. તે ઘણી મોટી અને પ્રખ્યાત બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આ સિવાય પ્રિયંકા ઇન્સ્ટાગ્રામથી ઘણી કમાણી કરે છે. તે જે સ્પોન્સર્ડ પસ્ત અપલોડ કરે છે એ માટે તે 1.92 કરોડ લે છે. Hopper HQ પ્રમાણે ગયા વર્ષે તે $2,71,000 ની કુલ કમાણી સાથે રીચ લિસ્ટમાં 19મા ક્રમે હતી. CelebrityNetWorth.com અનુસાર, પ્રિયંકાની નેટવર્થ લગભગ $50 મિલિયન છે, જે લગભગ 367 કરોડ રૂપિયા થાય છે. પ્રિયંકા પોતાની કમાણીનો દસ ટકા ભાગ ‘ધ પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન’માં ડોનેટ કરે છે.

12 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નિક જોનસની કારકિર્દી ખૂબ જ સફળ રહી છે. જોનસ બ્રધર્સ બેન્ડ છૂટું પડ્યું અને પછી કમબેક કર્યું એ પછી તેની નેટવર્થ ડબલ થઇ ગઈ. આ પછી જોનસ બ્રધર્સએ હેપીનેસ બિગિન્સ ટૂર કર્યું જેમાં તેમને $100 મિલિયનથી વધુ કમાણી કરી.

આ સિવાય નિક મ્યુઝિક રિયાલિટી શો ધ વોઇસમાં જજ તરીકે જોવા મળે છે, જેનાથી તેમની નેટવર્થ વધી જશે. હાલમાં તેમની નેટવર્થ $50 મિલિયન છે. હાલમાં જ પ્રિયંકાએ નિક સાથે મળીને કેલિફોર્નિયામાં $20 મિલિયનનું ઘર ખરીદ્યુ હતું. બંને પાસે લક્ઝરી ગાડીઓ પણ ઘણી બધી છે. બંનેએ ઉદયપુરના ઉમ્મેદભવનમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેનો 4 દિવસનો ખર્ચ $584,000 હતો. કુલ મેળવીને પ્રિયંકા અને નીકળી નેટવર્થ કુલ 734 કરોડ છે.