પ્રેમ ની તાકાતએ તોડી ધર્મની દીવાલ બન્ને પરિવારની મંજૂરી સાથે રુબીના નામની મુસ્લિમ યુવતીએ ફર્યા અંકિત નામના હિન્દૂ યુવક સાથે ફેરા………

0
123

સોળે શણગાર સજીને રૂબીનાએ અંકિતને વરમાળા પહેરાવી, અંકિતે પુર્યો શેથો. બંને પરિવારની રાજીખુશીથી થયા લગ્ન,દેશમાં લવ જિહાદ ધર્માંતરણ અને હિંદુ-મુસ્લિમના મજહબી વાયરાની વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમની તાકાત સામે ધર્મના વાડા ટૂંકા વામણા પુરવાર થયા છે. જોકે, અહીંયા વાત ધર્મ જાતિ કે મજહબની નથી પરંતુ પ્રેમની છે.

પ્રેમની તાકાત સામે ધર્મના વાડા તૂટી જતા અંકિત અને રૂબીના એક થયા છે. માંડવામાં સોળે શણગાર સજીને આવેલી રૂબીનાએ પરિવારની હાજરીમાં અંકિતને વરમાળા પહેરાવી તો અંકિત પણ શાસ્ત્રોક્ત વિધિથી રૂબીનાની સાથે સાત ફેરા ફરી તેને મંગળસૂત્ર પહેરાવ્યું અને તેને શેથો પૂર્યો. પ્રેમ લગ્નની આ ઘટનાએ કેટલીય બાબતોનો જાકારો આપ્યો.

આ પ્રણયગાથા છે બિહારના છપરાની. અહીંયા જાતિવાદ અને ધર્મના વાડા તોડીને અંકિત કુમાર અને રૂબાની ખાતૂન એક થયા છે. બેડવાલિયાની નિવાસી નાસિર અંસારીની દીકીરી રૂબીના અને દિનેશ સિંહના દીકરા અંકિત શુભ લગ્ન બંને પરિવારની હાજરીમાં ધામધુમથી થયા હતા. બાળકોની જીદ સામે પરિવારે શરણાગતિ સ્વીકારી અને આ આંતર ધર્મ લગ્ન સંમતિ સાથે થયું. ગામના સુપ્રસિદ્ધ અંબિકા ભવાની મંદિરમાં બંને પરિવારોની હાજરીમાં સાત જન્મનો સાથ નિભાવવાના કોલ આપતા વર-વધૂએ પ્રભુતામાં પગલા પાડ્યા.

આ પ્રેમ અને પ્રેમ લગ્નની ચર્ચાએ છપરામાં નવી મોસમ ખીલાવી છે. જોકે, લગ્ન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કન્યા રૂબીના ખાતૂને જણાવ્યું કે ‘હું અને અંકિત એકમેવના પ્રેમમાં હતા. મેં તો નક્કી જ કરી લીધું હતું કે લગ્ન કરીશ તો અંકિત સાથે જ કરીશ બાકી કુંવારી રહીશ અથવા જીવ આપી દઈશ’ આખરે પ્રેમ સામે પરિવારની જીદ ઝૂકી ગઈ અને એ થયું જેની આ વિસ્તારમાં કોઈને કલ્પના નહોતી. વાજતે ગાજતે જાન આવી અને બે પ્રેમીઓના લગ્ન થયા. દેશમાં ઘટતી અનેક અઘટિત ઘટનાઓની વચ્ચે છપરાના આ પ્રેમ લગ્નએ નવો દાખલો બેસાડી દીધો છે.

વર્તમાન સમયે લવ જેહાદનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. દેશના કેટલાક રાજ્યોમાં આ બાબતે કાયદા પણ બનાવી દેવાયા છે. ત્યારે ભારતમાં મોટાભાગના લોકો પોતાને અને દેશને ધાર્મિક રીતે સહિષ્ણુ તો માને છે, પરંતુ અલગ અલગ ધર્મના વ્યક્તિઓ વચ્ચેના લગ્નને યોગ્ય માનતા નથી, તેવું અમેરિકાના થિંકટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેથી જાણવા મળ્યું છે.

આ સર્વેમાં પ્યુ રિસર્ચ સેન્ટરે દેશ આ 26 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસતા 17 ભાષા બોલનાર 30,000 લોકોનો મત જાણ્યો હતો. સર્વેમાં દરેક સમુદાયના મોટાભાગના લોકોએ આવા લગ્નો રોકવા તેમની પ્રાથમિકતામાં ટોચના સ્થાને હોવાનું કહ્યું હતું. સર્વેમાં ફલિત થયા મુજબ, 80 ટકા મુસ્લિમોએ તેમની કોમના લોકો અન્ય કોમમાં લગ્ન કરવાનું બંધ કરી દે તે જરૂરી હોવાનું કહ્યું હતું. જ્યારે 65 ટકા હિંદુઓએ પણ આવું જ ઈચ્છતા હોવાનું કહ્યું હતું.

ગુજરાત સરકારે પણ લવ જેહાદ મામલે કાયદો બનાવવા માટેનું મન બનાવી લીધુ છે. હાલમાં રાજ્યટમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે બજેટ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકાર લવ જેહાદ મામલે બીલ રજુ કરી શકે છે. સૂત્રો અનુસાર, લવ જેહાદ બીલ માટે સરકારે પુરી તૈયારીઓ કરી લીધી છે. બજેટ સત્રના અંતિમ દિવસે સરકાર વિધાનસભા ગૃહમાં બીલ રજુ કરશે. આ બીલમાં લવ જેહાદ મામલે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવશે, તથા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂહોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બીલમાં કેવી રહેશે સજાની જોગવાઈ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજાની જોગવાઈ હશે. આ સિવાય અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે. ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે. લવ જેહાદ મામલામાં ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે, તથા સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે.

સરકાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આ ઉપરાંત જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.કાયદા મુજબ મદદગારી કરનારની સામે પણ કાર્યવાહી થશે,લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે.

આ સાથે જ સરકારે આ કાયદા હેઠળ આરોપીના માથે પૂરાવા રજૂ કરવાના ભારને નાખ્યો છે. એટલે કે જેમના પર જબરજસ્તીથી ધર્માંતરણનો આરોપ લાગ્યો છે તેમણે આ કાયદા હેઠળ પોતાની નિર્દોષતાના પૂરાવા રજૂ કરવા સાથે સાબિત કરવું પડશે કે ધર્માંતરણ કોઈ ધાક ધમકી કે લાલચ કે પછી છેતરીના કરવામં આવેલા લગ્નના આધારે નથી થયું પરંતુ વ્યક્તિની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી થયું છે. તેમજ જ્યાં આ પ્રકારે ધર્માંતરણ થયું હોય તે સંસ્થા, વ્યક્તિ દ્વારા આ પૂરાવા રજૂ કરવા પડશે.

આ કાયદા મુજબ ફરિયાદ લવ જેહાદનો ભોગ બનેલી વ્યક્તિ અથવા વ્યક્તિ કે જેનું જબરજસ્તી, ધાક ધમકી કે લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવ્યું હોય તેની સાથે લોહીના સંબંધ ધરાવતા સગા સંબંધીઓ આ અંગે ફરિયાદ કરી શકશે. તેમજ ગેર જમાનતી ગુનાની આ ફરિયાદની તપાસ ડીવાયએસપી રેંકના અધિકારી દ્વારા કરવામાં આવશે.