પ્રેમી સાથે અનૈતિક સબંધ બાંધવા યુવતીએ પતિનાં એવાં હાલ કરી નાખ્યા કે જાણી ચોંકી જશો……

0
747

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે અનૈતિક સબંધોનો લોહિયાળ અંત આવતો હોય છે, રાજકોટમાં નશાખોર પતિના સિતમ અને પરપુરૂષ સાથેના સબંધ ધરાવતી પત્નીના સબંધોમાં ત્રીજા પાત્ર તરીકે પરપુરૂષ ઉમેરાયા બાદ અંજામ એ આવ્યો કે મહિલાએ પ્રેમીને ઉશ્કેરી પોતાના પતિનું ખૂન કરાવી નાખ્યું.પતિની જરાસરખી વેદનાથી પત્ની ધ્રુજી ઉઠતી હોય છે પરંતુ અહીં તો આ મહિલાએ પ્રેમીને એમ કહ્યું કે તું જ્યારે મારા પતિનું ખૂન કરે ત્યારે તેની મરણચીસો મને સંભળાવજે જો તું નહીં મારે તો આપણને બંનેને એ મારી નાખશે.

કોઠારીયા સોલવન્ટના મચ્છોનગરમા રહેતા પરેશ ઉર્ફે પવો નાથાભાઈ ગોહેલ ઉ.વ.42ની ત્રણ દિવસ પહેલા હત્યા કરાયેલી લાશના ભેદમાં પરેશની પત્ની કિરણે જ પ્રેમી મયુર ઉર્ફે મયલો ચંદુભાઈ ચાવડીયા ઉ.વ.30 (રહે. પ્રહલાદપ્લોટ શેરી નં.૩૫ કેનાલ રોડ)ના હાથે હત્યા કરાવ્યાનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કરી બંનેની ધરપકડ કરી છે.નશો કરાવાનો આદી પરેશ પત્ની બે બાળકોથી અલગ માતા સાથે રહેતો હતો.

પત્ની બાજુમાં મકાનમાં બાળકો સાથે રહેતી હતી. રાત્રે પરેશ ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો અને બીજા દિવસે ઘરથી દુર કોઠારીયાથી કોઠારીયા સોલવન્ટ જવાના રસ્તેથી લાશ મળી હતી. ગળા પર હાથના નિશાન હોવાથી ફોરેન્સિક પી.એમ. કરાવાતા ગળેટુંપો દઈ હત્યા થયાનું ખુલ્યું હતું. હત્યા હોવાનું સ્પષ્ટ થતા આજીડેમ પોલીસે મૃતકના ભાઈ કાળુની ફરિયાદ આધારે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.મૃતક પરેશ મોબાઈલ ફોન પણ રાખતો ન હોવાથી આજીડેમ પોલીસ ગોટાળે ચડી હતી.

દરમિયાનમાં ક્રાઈમબ્રાન્ચના એ.એસ.આઈ. બલભદ્રસિંહ જાડેજા, નગીન ડાંગર, યુવરાજસિંહને મળેલી માહિતીના આધારે ઈન્ચાર્જ પી.આઈ. એ.એસ.સોનારા તથા ટીમ સાથે મળી બંનેને ઉઠાવી લેવાયા હતા. હાથ ધરાયેલી પુછપરછમાં બંનેએ હત્યાની કેફિયત આપી હતી.ઘટના અંગે એ.સી.પી. જે.એચ. સરવૈયાએ આપેલી વિગતો મુજબ કિરણનો સંપર્ક બે વર્ષ પહેલા મયુર સાથે દ્વારકા રેલવે સ્ટેશને થયો હતો. બંનેએ એકબીજાને મોબાઈલ નંબર આપે લે કરી હતી.

સંપર્કો પ્રેમ સબંધમાં પરિર્વિતત થયા હતા. પરેશ ધારે ત્યારે કામે જાય અને રખડું જેવું બેકાર જીવન જીવતો અને દારૃ પીવાની ટેવ વાળો હતો. નશામાં પત્ની સાથે માથાકુટ કરીને ત્રાસ ગુજારતો હતો.ત્રાસી ગયેલી પત્ની કિરણે પ્રેમી મયુરને ત્રાસમાંથી મુક્ત કરાવવા વાત કરી કાસડ કાઢી નાખવા કહ્યું હતું. મયુરનું મન માનતું ન હોવાથી કિરણે મયુરને દબાવ્યો હતો. અંતે મયુરે રાત્રીના પરેશને ઉઠાવી જઈ રાત્રે સાડાબાર વાગ્યા બાદ ગળુ દબાવી હત્યા નિપજાવી ઘટનાને ક્રુર અંજામ આપ્યો હતો. આરોપી મયુર વ્યવસાયે પશુપાલક હોવાનું અને તેને પણ સંતાનમાં બે બાળકો છે.

ક્રાઈમબ્રાન્ચે બંનેની ધરપકડ કરી આજીડેમ પોલીસને સોંપ્યા હતા.અભણ છતાં અતિ ચાલક એવી કિરણે પ્રથમ તો પ્રેમી મયુરને બચાવવા પરિવારને ફસાવી દેવા માટે પોલીસ સમક્ષ ખોટી સ્ટોરી રજુ કરી હતી. પતિ ત્રાસ ગુજારતો હોવાથી પોતે અને બાળકોએ પતિ પરેશના હાથ,પગ પકડી રાખ્યા હતા અને દિયરે ગળુ દબાવી દીધું હતું. હત્યા કર્યા બાદ દિયર લાશને બાઈકમાં લઈ જઈ ફેંકી આવ્યા હતા. આ ઉપરાંત પોતે મોબાઈલ ફોન રાખતી ન હોવાનું જો કે ઘરમાંથી પોલીસને મોબાઈલ ફોન મળતા કહ્યું કે બાળકોને ગેમ રમવા રાખ્યો હતો.પોલીસને મહિલા જ સુત્રધાર હોવાની પુરી શંકા હતી.

જેથી મોબાઈલ ઈએમઆઈ નંબર આધારે જે નંબર વપરાશમાં હતો તે મળ્યો હતો. જે નંબરના સીડીઆર ચેક કરતા મયુર સાથે રાત્રી દરમિયાન સતત કોન્ટેક્ટ નીકળ્યા હતા. પોલીસ ક્રુર કિરણને પોલીસની પરિભાષામાં પરચો બતાવતા અંતે ભાંગી પડી હતી અને આખી સાચી સ્ટોરી પોલીસ સમક્ષ વર્ણવી હતી. જેના આધારે મયુરને ઉઠાવી લેવાયો હતો અને મયુરે પણ પરેશની હત્યાની કબુલાત આપી હતી.પતિ પરેશને પતાવી દેવાનો ક્રુર કિરણનો સાત દિવસથી પ્લાન હતો.પ્રેમી મયુર સાથે મળી પતિ પરેશનેપતાવી દેવા માટે ક્રુર કિરણ છેલ્લા સાત દિવસથી ફિરાકમાં હતી.પ્રેમી મયુરને ફોન કરીને કહ્યું કે આજે તો તેનું પુરૃ કરી જ નાખજે અગાઉ કિરણે દુરથી પતિ પરેશને બતાવ્યો હતો.

બનાવના દિવસે પતિ પરેશે કેવા કપડા પહેર્યા ક્યાં, ક્યાં બેઠક છે તેની પણ માહિતી પ્રેમી મયુરને આપી હતી. મયુર રાત્રે રસુલપરામાં ગયો હતો ત્યાં ઈંડાની રેકડી પાસે ઉભેલા પરેશ પાસે ગયો હતો. કાં ભેરૂ કરીં ઓળખ કાઢી આપણે બંને ભરવાડ કહીં ચાલ આગળ ચક્કર લગાવવા જઈએ કહીં પોતાના પ્લેટીના બાઈકમાં બેસાડયો હતો. પરેશને નશો કરેલો હોય આમ તેમ ચક્કર લગાવડાવી રાત્રીના કોઠારીયા સોલવન્ટ તરફ લઈ ગયો હતો અને હત્યા નિપજાવી મયુર કાંઈ બન્યું ન હોય એ રીતે ઘરે જઈને સુઈ ગયો હતો.ઘટનાની રાત્રે મયુર પરેશને કોઠારીયા સોલવન્ટ તરફ લઈ ગયો ત્યાં રસ્તામાં પાણીનો અવેડો હોય પરેશે બાઈક ઉભુ રખાવ્યું અને અવેડામાં ન્હાવા પડયો હતો.

એક સમયે મયુરનો હત્યાનો જીવ ન ચાલતા પરેશેને રેઢો મુકી નીકળી ગયો હતો પરંતુ ફરી કિરણનો ફોન આવ્યો અને શું થયું પુછતાં મયુરે પોતે નીકળી ગયાનું કહ્યું હતું જેથી કિરણ મયુર સાથે પણ ઝગડવા લાગી અને બંનેના સબંધો વચ્ચેની ધમકી આપતા મયુર ગભરાઈ ગયો હતો અને પરેશ પાસે પરત ફર્યો હતો.અવેડામાંથી બહાર નીકળીને રોડ પર ઉભેલા પરેશે મને મુકીને કેમ ચાલ્યો ગયો હતો કહીં ગાળો દીધી હતી. પ્રેયસીનું દબાણ અને પરેશે ગાળો આપતા ખુન્નસે ભરાયેલો મયુર પરેશને બગલ વચ્ચે દબાવી ખેંચીને રસ્તાથી અંદર લઈ ગયો હતો.

જ્યાં પછાડી દઈ છાતી પર બેસી બે હાથથી ગળુ દબાવીને હત્યા નિપજાવી હતી. હત્યા બાદ મયુરે પોતાનું સીમકાર્ડ કાઢીને ફેંકી દીધું હતું.પતિથી ત્રસ્ત અથવા તો પરપરૃષના પ્રેમમાં પાગલ કિરણ કોઈપણ કાળે પતિનું કાસળ કાઢી નાખવા માંગતી હતી. ઘટનાના આઠ દિવસ પહેલા દંપતી પરેશ અને કિરણ વચ્ચે ઝગડો થયો હતો. ઝગડામાં ઉશ્કેરાયેલી કિરણે પતિ પરેશના માથામાં ધોકો ફટકારી દીધો હતો જેથી પરેશના માથામાં ઈજા થતાં સ્ટીચ પણ આવ્યા હતા. જે તે સમયે પારિવારીક ઘટનાને લઈને કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં પત્ની પોતાના પ્રેમી સાથે હોટલમાં રંગરલીયા મનાવતી હતી અને અચાનક પતિ આવી ગયો પછી જાણો આગળ શું થયું.લખનૌમાં એક મહિલાને તેના પતિએ હોટલમાં રૂમની બહાર તેના પ્રેમી સાથે રંગે હાથ પકડી. મહિલા તેના પ્રેમી સાથે સટ્ટો રમવા આવી હતી, જ્યારે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને હંગામો કરવા લાગ્યો હતો. પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. મહિલા પોતાની સાથે દોઢ લાખના દાગીના અને 20 હજાર રૂપિયા લઈને આવી હતી.

બડાઉનના બીનાવર વિસ્તારમાં રહેતી મહિલા શિક્ષણ વિભાગમાં શિક્ષિકા છે. 3 વર્ષ પહેલા સહેલી મારફત બરેલીના વીર સાવરકરનગરનો એક યુવાન મળ્યો અને પ્રેમસંબંધ શરૂ થયો. પરિવારનો વિરોધ હોવા છતાં તેણે ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. તેને છ મહિના પહેલા એક પુત્ર પણ થયો હતો. પતિને છેલ્લા કેટલાક દિવસથી મહિલાની ગતિવિધિઓ અંગે શંકા હતી. આ પછી એક દિવસ પતિએ પત્નીનો મોબાઈલ લઇને વોટ્સએપ હેક કર્યું હતું. આ રીતે તેના ફોન પર પણ પત્નીના બધા મેસેજીસ આવવા લાગ્યા. પત્ની સટ્ટા વિશે અને મળવા માટે તેના પ્રેમીને જે મેસેજ કરતી તે મેસેજ પતિ વાંચી લેતો.

પત્નીને રંગેહાથ પકડવા માટે પતિએ તેની પત્ની ને કહ્યું કે તે શુક્રવારે પોતાના દાદાજી પાસે લખનઉ જઇ રહ્યો છે. પરંતુ તે બરેલીમાં મિત્રના ઘરે રોકાયો હતો. તેમનાં જતાની સાથે જ પત્નીએ વોટ્સઅપ ખોલીને પ્રેમી સાથે મળવાનું નક્કી કર્યું. મહિલા શનિવારે સવારે એક હોટલમાં આવી હતી. થોડા સમય પછી પતિ પણ હોટલ પહોંચ્યો. તેણે જોયું કે પત્ની તેના પ્રેમી સાથે રૂમની બહાર ફરવા જઇ રહી છે. તેણે ત્યાં બંનેને પકડ્યા અને પોલીસને બોલાવી. આ દરમિયાન પતિ રસ્તા પર ચીસો પાડીને પત્નીની બેવફાઈ કહેવા લાગ્યો હતો. જ્યારે હંગામો વધતો ગયો, ત્યાં પોલીસે પત્ની પ્રેમી અને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ ગઇ.

પત્નીએ કહ્યું પતિ લગ્ન પહેલા જાણતો હતો કે તેના ઘણા બોયફ્રેન્ડ છે, તેમને સટ્ટાની પણ જાણકારી હતી. લગ્ન પહેલા લાખો રૂપિયાની કમાણી કરી હતી. તે જ પૈસાથી પતિને ફરવા લઈ જતી અને તેના શોખ પૂરો કરતી હતી. મહિલાનું બડાઉનનાં એક યુવક સાથે પ્રેમ સંબંધ હતું. તેના થકી, તે સટ્ટામાં પૈસા નાખતી. તેની થેલીમાંથી આશરે દોઢ લાખના દાગીના અને વીસ હજાર રૂપિયા મળી આવ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બિહારના દરભંગા જિલ્લામાં લગ્નની પહેલી જ રાતે એક નવી પરણેલી દુલ્હન તેના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ. પરેશાન થઈ ગયેલા દુલ્હનના પિતાએ બુધવારે યનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસે આ મામલે દુલ્હનની સખી અને તેના એક યુવક મિત્રને તલબ કર્યા છે. પોલીસને કરાયેલી ફરિયાદમાં દુલ્હનના પિતાએ પોતાની પુત્રીની સખી રેશ્મા સરકાર અને યુવક મિત્ર સિરાજ અહેમદ ખાન પર પુત્રીને ભગાડવાનો આરોપ લગાવ્યો છે.

આ ફિલ્મી કહાનીમાં,વાત જાણે એમ છે કે દરભંગા જિલ્લા સ્થિત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કાદિરાબાદ મોહલ્લામાં રહેલા કન્હૈયાલાલ દાસે પુત્રી પૂજાના લગ્ન મધુબની નિવાસી શેખર સાથે નક્કી કર્યા હતાં. સગા સંબંધીઓ, મહેમાનો તમામ લગ્નમાં સામેલ થવા માટે ત્યાં પહોંચ્યાં હતાં. યુવતીએ કોલકાતાથી તેના મિત્ર અને પ્રેમી સિરાજ અહેમદ ખાનને પણ લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. યુવતીના ઘરવાળા સિરાજને યુવતીના સારા મિત્ર તરીકે પહેલાથી જાણતા હતાં. આથી જ્યારે તે ઘરે આવ્યો ત્યારે કોઈને તેના પર શંકા ગઈ નહતી.

થોડા મહિના પહેલા વાજતે ગાજતે જાન આવી. ધૂમધામથી જયમાલાનો કાર્યક્રમ થયો અને ત્યારબાદ લગ્ન થયા. યુવતીના મિત્ર સિરાજે પણ લગ્નમાં ખુબ આનંદ કર્યો. તેણે દુલ્હા-દુલ્હન સાથે સેલ્ફી પણ પડાવી. પરંતુ બીજા દિવસે તો જાણે ભૂકંપ આવી ગયો. દુલ્હન ગાયબ થઈ ગઈ. હકીકતમાં તે સવાર સવારમાં મિત્ર સિરાજ સાથે ફરાર થઈ ગઈ હતી.

દુલ્હાના ભાઈ રજનીતકુમારે જણાવ્યું કે તેના ભાઈને જ્યારે ખબર પડી કે દુલ્હન તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે તો તે બીમાર પડી ગયો. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવતીના પિતા કન્હૈયાલાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિરાજ ખાન અને યુવતીની એક મિત્ર રેશ્મા સરકાર સામે એફઆઈઆર નોંધાવી છે.

યુવતીના ભાઈ ઉદયકુમાર દાસે સ્વીકાર્યું કે તેની બહેન સિરાજ સાથે ભાગી ગઈ. તેણે એમ પણ કહ્યું કે ઘરમાં બંનેના સંબંધો અંગે કોઈને જરાય જાણ નહતી. ઘટનાથી નારાજ દુલ્હાના પરિવારજનોનું કહેવું છે કે હવે કોઈ પણ હાલતમાં યુવતીને ઘરમાં પાછા નહીં લે. રંજીતકુમારે કહ્યું કે હવે તેમના ભાઈના લગ્ન અન્ય કોઈ યુવતી સાથે કરશે.આ બાજુ દરભંગાના એએસપી દિલનવાઝ અહેમદે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ જ્યારે તેના લગ્ન એક દિવસ પહેલા જ થયા હતાં. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ આદરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.લગ્ન વાંછુક યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલના કાલોલમાં સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના બરોલા ગામથી એક એવી ટોળકી ઝડપાઇ છે જે લગ્ન વાંચ્છુ યુવકોને પટાવી-ફોસલાવી પોતાની જાળમાં ફસાવીને યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપતી હતી, અને બાદમાં રૂપિયા પડાવી ગાયબ થઇ જતી હતી. શું છે આ લૂંટેરી દુલ્હન ગેંગનો કિસ્સો જોઈએ વિશેષ અહેવાલમાં.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બરોલા ગામના સોમાભાઈ વણકરને પરિવારમાં એક પુત્ર અને બે દીકરીઓ છે. તેઓ પોતાના એકના એક 23 વર્ષના પુત્ર અરવિંદ માટે વહુ શોધી રહ્યા હતા, ત્યારે સમાજના કોઈ વ્યક્તિએ તેમને એક ગરીબ પરિવારની દીકરી છે, પણ તેના માટે તેના માતાપિતાને એક લાખ રૂપિયા રોકડા આપવા પડશે. લગ્ન માટે ઉત્સુક યુવક અરવિંદ પોતાના માતાપિતાને લઇ અગાઉથી નક્કી એક જગ્યાએ છોકરી જોવા માટે ગયા હતા. જ્યાં છોકરીના માતા પિતા સાથે વાત કરી હતી, અને અરવિંદને યુવતી ગમી ગઈ હતી. બંનેએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. ગત 24 જૂનના રોજ છોકરા છોકરી તરફી બંને પરિવારો બરોડા કોર્ટ બહાર ભેગા થયા. બંને પક્ષ વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનાર ઈસમોએ અરવિંદના પિતા સોમાભાઈ વણકર પાસેથી રોકડા રૂપિયા એક લાખ લઈ કોર્ટ મેરેજના નામે નોટોરાઈઝ એફિડેવિટ કરી આપી છોકરીને અરવિંદ સાથે તેના ગામ બરોલા મોકલી આપી.

માત્ર નોટરી જેવા દસ્તાવેજોના આધાર કોર્ટ મેરેજ માની બેઠેલ યુવક અરવિંદ પોતાની પરિણીતા સંગીતાને ઘરે લઈ આવ્યો હતો, અને સમાજમાં પોતાની પત્ની બતાવી હતી. પરિવાર પણ દીકરાના લગ્નથી હરખાયેલા હતા. લગ્ન વિધિ પતાવી સમી સાંજે ઘરે આવેલા નવયુગલને લગ્નની પ્રથમ રાત્રિ હોય એકાંત આપવા માટે ઘરના પાછળના ભાગે સૂવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આખા દિવસની લગ્ન પ્રક્રિયાની દોડભાગથી થાકી ગયેલા અરવિંદની આંખ લાગી ગઈ. મોડી રાત્રે પોતાની પાસે સૂતેલી પત્નીને જોતા તે બાજુમાં ન હતી. તેથી તેણે પરિવારને આ વાતની જાણ કરી હતી.

નવોઢા અને માસુમ લાગતી સંગીતા પોતાના પતિ અરવિંદના ઘરેથી લગ્નની પ્રથમ રાત્રિએ જ પૂર્વઆયોજિત કાવતરા પ્રમાણે ફરાર થઇ ગઈ હતી. લૂંટેરી દુલ્હન એવી સંગીતાને શોધતા ગામ નજીકથી જ અંધારામાં ઉભેલી એક રીક્ષામાં તેના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી આવી. આ સમગ્ર મામલો ચર્ચાને ચગડોળે ચડતા બરોલા ગામ આખું ભેગું થઇ ગયું હતું. અરવિંદે પોતે લૂંટેરી દુલ્હન અને તેની ઠગ ટોળકીના કાવતરામાં કઈ રીતે છેતરાયા તે સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

સમગ્ર મામલો કાલોલ પોલીસ મથકે પહોંચ્યો હતો. કાલોલ પોલીસે ભોગ બનનાર યુવક અરવિંદ વણકરની ફરિયાદના આધારે ઠગ ટોળકીના ત્રણ ઈસમો તેમજ લૂંટેરી દુલ્હન એવી સંગીતાની ધરપકડ કરવામાં આવી. જેના બાદ તેમના પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસ મુજબ, કાલોલ તાલુકાના જ વાંટા રીંછીયા ગામના અન્ય એક યુવક જશવંત સાથે પણ આ ઠગ ટોળકીએ લગ્નનું નાટક રચી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

અગાઉ આ ટોળકીના ભોગ બનેલા યુવક અરવિંદના સગા થતા એવા વાંટા રીંછીયા ગામના જશવંત મંગળભાઈ પરમારને પણ વચેટિયાઓએ અરવિંદની જેમ જ લગ્નની લાલચ આપી હતી. જશવંતને પણ છોકરી જોવા માટે આ ટોળકી લઇ ગઈ હતી અને તેવી જ મોડેસ ઓપરેન્ડીથી તેના લગ્ન કરાવ્યા હતા. જશવંત ઓછું ભણેલ અને છૂટક મજૂરી કરતો હોઈ લાચાર પિતાએ પોતાની જમીન ગિરવે મૂકી પુત્રનું ઘર વસાવવા જેમતેમ કરી એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.

કાલોલ તાલુકા ના બરોલા ગામ ના અરવિંદ વણકર અને વાંટા રીંછીયા ગામ ના જશવંત પરમાર બન્ને ને આ ટોળકી એ એક જ તારીખે બે અલગ અલગ યુવતીઓ બતાવી લગ્ન કરવા માટે બોલાવ્યા હતા અને તત્યાં બંને યુવકો ના કોર્ટ મેરેજ ના બહાને નોટરી કરી મેરેજ થઇ ગયા નું કહી ઘરે મોકલી દેવા માં આવ્યા હતા.30 વર્ષ વટાવી ચૂકેલ જશવંત પરમાર પોતાની પત્ની નામે નીલમ ને પોતાના ઘરે લઇ ને આવ્યો હતો.જ્યાં માત્ર 4 કલાક જેટલા જ સમય માં નીલમ પણ જશવંત ને આવું છું નું બહાનું બતાવી રફુચક્કર થઇ ગઈ હતી.

કાલોલ પોલીસની તપાસમાં એક મોટી ગેંગ કેટલીક યુવતીઓ સાથે સક્રિય હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર મુન્ની ઉર્ફે મદીના ઇમામ ચૌહાણ છે. જે પોતે પોતાના પ્રેમી વસંતગીરી ગોસ્વામી સાથે મળી આવા લગ્ન વાંછુક યુવકોની શોધ ચલાવે છે અને કોઈ વચેટિયાને શોધી યુવકોનો સંપર્ક કરતી હોય છે. લગ્ન કરાવ્યા હોય તે ગામમાં રાત્રે આ ટોળકીના ઈસમો રીક્ષા લઇ પહોચી જતા હોય છે. જ્યાં લગ્નની પ્રથમ રાત્રિએ જ નવોઢા પતિને ગાઢ નિંદ્રામાં પોઢી જવા દઈ ફરાર થઇ જતી હોય છે. આ જ મોડેસ ઓપરેન્ડીથી મુન્ની અને તેના પ્રેમીએ પંચમહાલ ના કાલોલ તાલુકા ના બે યુવકોને ફસાવી રૂપિયા પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાથે જ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નાહરપુરા ગામના યુવક સાથે તેમણે છેતરપીંડી કરી હતી.

પોલીસે મુખ્ય સૂત્રધાર મુન્ની ઉર્ફે મદીના ઇમામ ચૌહાણ, લૂંટેરી દુલ્હન એવી સંગીતા મગનભાઈ વસાવા, ગણેશ જયંતિ વસાવા જે સંગીતાનો પ્રેમી છે અને મુન્ની સાથે મળી યુવકોને લાલચ આપતો, ચીમન મહીજી નાયક જે રીક્ષા ડ્રાઈવર તરીકે આ ટોળકીમાં સામેલ હતો અને યુવતીઓને લગ્નની પ્રથમ રાત્રિએ ભગાડવામાં મદદ કરતો, દત્તૂભાઈ ખોડાભાઈ રાણા આ તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો આ ટોળકીના અન્ય સભ્યો નરસિંહ તથા વિક્રમ, જે વચેટિયાની ભૂમિકા ભજવતા હતા, તેમજ અન્ય જશવંત સાથે લગ્ન કરનાર યુવતી નીલમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.