પ્રેમમાં અંધ પત્ની પતિને છોડી પ્રેમી સાથે ફરાર, બે મહિના પછી એવુ થયું કે તમારા હોંશ ઉડી જશે…

0
555

મિત્રો ઘણા કિસ્સા એવા જોવા મળતા હોય છે જેમાં પત્ની કોઈ અન્ય પુરુષ સાથે ભાગી જતી હોય છે અથવા કોઈ અન્ય પુરુષ સાથે સબંધ બનાવતી હોય છે તેથી મિત્રો આજે અમે તમને એક કિસ્સા વિશે જણાવા જઇ રહ્યા છે જેમાં છોકરા અને છોકરીઓને ભણવાની ઉમરમાં પ્રેમ થવો એ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. ઘણા કિસ્સાઓમાં તેમના લગ્ન પરિવારની મરજીથી બીજે થઈ જાય છે.અને એમનો પ્રેમ અધુરો રહી જાય છે. એવામાં તેઓ લગ્ન પછી પોતાના જુના પ્રેમી સાથે ભાગી જાય છે. તમે પણ તમારા ગામ કે શહેરમાં આવા કિસ્સા ઘણા જોયા હશે. આજે પણ અમે એક એવા જ કિસ્સા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ જે ઘણો જ આશ્ચર્યજનક છે.મિત્રો પહેલાના જમાનામાં પ્રેમનો અર્થ જ જુદો થતો હતો, પરંતુ આજના જમાનામાં તો લોકો પ્રેમના નામે ન જાણે શું શું કરી રહ્યા છે. આજકાલ એવા ઘણા સમાચારો સાંભળવા મળે છે, જેમાં એ ખબર પડે છે કે લોકો પ્રેમની લાલચ આપીને દગો આપી દે છે.

આજે એક એવી જ ઘટના સામે આવી છે જે છત્તીસગઢની છે. આ કેસ દુર્ગ જીલ્લાનો છે.અન્ય સાથે સબન્ધ બાંધવો તે ધર્મ ના વિરુદ્ધ હોય છે અને દુનિયા ની નજર માં તે તેમનું સમ્માન ખોઈ બેસે છે.આ કિસ્સામાં બન્યું એવું કે, એક પરીણિત મહિલા પોતાના પતિ સાથે કાંઈક એવું કરે છે, જેના વિષે એના પતિએ ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય. એને એ વાતનો જરા પણ અંદાજો નહિ હોય કે તેની પત્ની તેની પીઠ પાછળ આવું પગલું ભરી લેશે.જણાવી દઈએ કે તે વ્યક્તિની પત્ની પોતાના બોયફ્રેન્ડ માટે પતિને છોડી દીધો.

પણ થયું એવું કે થોડા દિવસો પછી એના બોયફ્રેન્ડે એને દગો આપી દીધો. મળેલી જાણકારી અનુસાર આ ઘટના થોડા સમય પહેલાની છે. પોલીસે જણાવ્યું કે મહિલા પરણિત છે, અને આરોપી શીવદલાલ યાદવે તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાંની લાલચ આપી હતી.એ આરોપીએ મહિલાને એવું કહ્યું હતું કે, તે તેની સાથે લગ્ન કરીને રહેશે અને તેને પત્નીનો હક્ક પણ આપશે. એવું સાંભળ્યા પછી એ મહિલા તેની સાથે જવા માટે રાજી થઇ ગઈ.

પરંતુ તેને શું ખબર હતી કે તે વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે. આરોપીએ મહિલાને રાયપુર નાકા ક્ષેત્રમાં પોતાના બનેવીના મકાનમાં રાખી હતી.અને એટલું જ નહિ, તે વ્યક્તિ મહિલા સાથે શારીરિક સંબંધ પણ બનાવતો હતો, અને બીજું તો ઠીક તે તેની સાથે બે મહિના સુધી રહ્યો અને પછી એ મહિલાને છોડીને ત્યાંથી જતો રહ્યો. મહિલાએ તેની સાથે રહેવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપીએ એની સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દીધી.

પછી પીડિત મહિલાએ આરોપી શિવદયાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. એવું થયા પછી આ મહિલાની ફરિયાદ પર પદ્મનાભપુર પોલીસ ચોકીમાં દુષ્કર્મનો કેસ દાખલ થયો. ત્યારબાદ આરોપી અરસનારા નિવાસી શિવદયાલ યાદવની ધરપકડ કરી લેવામાં આવી. તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો જ્યાં કાયદાકીય રિમાંડ ઉપર તેને જેલમાં મોલકી દેવામાં આવ્યો.આ બધું થયા પછી એ મહિલાનું કહેવું છે કે, તેણે એ છોકરાને કારણે જ પોતાનું સાસરું છોડી દીધું છે,

અને તે ત્યાં ફરી વખત જઈ નથી શકતી. એટલું જ નહિ આ ઘટના પછી તેણે પોતાના સંબંધિઓ સાથે સંપર્ક કર્યો, પરંતુ તેની મદદ માટે કોઈ તૈયાર ન થયું. અને મહિલાએ પોતાની સાથે થયેલ દગાની ફરિયાદ મોડેથી કરવાને કારણે, એણે જ્યાં ત્યાં ભટકવું પડયું હતું એવું પણ જણાવ્યું છે.ઘણું બધું દુઃખ સહન કર્યા પછી તેણે પોલીસની મદદ લીધી અને તે છોકરાની ધરપકડ કરાવી, જેથી તે આગળ જઈને બીજાનું જીવન બરબાદ ન કરી શકે.

પણ બીજા આવા સમાચાર આપણને હંમેશા સમાચાર પત્રોમાં વાંચવા મળી જ જાય છે.આમ મિત્રો ઘણા કિસ્સા તો એવા હોય છે જે સમાચાર માં પણ જોવા મળતા હોય છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં પ્રેમીઓના અનોખા કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં એક અજીબોગરીબ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નજીવનનાં 8 વર્ષ બાદ એક પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવે છે,

એટલું જ નહીં બન્ને ભાગી છૂટ્યા બાદ પત્નીના પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ મામલે પતિએ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદના વેજલપુરનો આ કિસ્સો છે. જ્યાં સંગીત ટીચરનાં પત્ની એક બ્યુટીશીયન હતા. તેઓનાં લગ્નજીવનને 8 વર્ષ થયા હતા. પણ તેઓની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.8 વર્ષ બાદ પાંગરેલાં આ પ્રેમમાં બ્યુટિશિયન પત્ની પતિને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

એટલું જ નહીં, તેના પ્રેમીએ સંગીત ટીચરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જાનથી મારી નાખવાની ધમકી પતિએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, 8 વર્ષ બાદ પત્ની ભાગી જતાં આ સમગ્ર કિસ્સાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે. આઠ વર્ષના લાંબા સમયગાળા બાદ એવું તો શું થયું હશે કે બન્ને ભાગી છૂટ્યા તેવી ચર્ચાઓ થવા લાગી છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે

જેમાં પતિ સાથે ખરીદી કરવા ગયેલી પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ તો ચાલો મિત્રો જાણીએ.લગ્નજીવનમાં સંતાનો હોવા છતાં પણ પરિણીતા તેના પ્રેમી સાથે પતિને છોડી ભાગી ગઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક પરિણીતા તેના પિતાના ઘરે રોકાવા માટે આવી હતી અને જ્યારે પતિ તેને લેવા માટે ગયો તે સમયે પરિણીતા પતિને ખરીદી કરવી હોવાનું કહી માર્કેટમાં લઈ ગઈ હતી.

માર્કેટમાં ભીડનો લાભ ઉઠાવી પરિણીતા પતિને છોડી તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. આ સમગ્ર મામલે પરિણીતાના પિતાએ પરિણીતાને ભગાડી જનાર યુવકના ઘરે આ બાબતે જાણ કરતા યુવકના પરીવારજનોએ પરિણીતાના ભાઈને માર માર્યો હતો. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે પરિણીતાને ભગાડી જનાર યુવક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 63 વર્ષના આધેડ પશુપાલનનો વ્યવસાય કરે છે. આધેડને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. આધેડે દીકરીના લગ્ન 8 વર્ષ પહેલા કરાવી દીધા હતા અને હાલ દીકરીને પણ બે સંતાનો છે. લગ્ન પછી પરિણીતા અવારનવાર તેના માતા-પિતાના ઘરે મળવા માટે આવતી હતી.પરિણીત માતા-પિતાના ઘરે આવી ત્યાર પછી અમદાવાદમાં એક યુવક સાથે તેની આંખ મળી ગઈ હતી.તો બીજી તરફ પરિવારને શંકા હતી કે, નજીકમાં રહેતા ચિંટુ નામના યુવક સાથે દીકરીનો પ્રેમ સંબંધ છે.

થોડા દિવસો પહેલા જ પરિણીતા તેના માતા-પિતાને મળવા માટે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવી હતી. જેથી 13 જૂલાઈના રોજ પતિ પત્નીને લેવા માટે સસરાના ઘરે આવ્યો હતો. પતિ આવ્યો તે સમયે પત્નીએ ખરીદી કરવા માટે જવાનું કહ્યું. તેથી પતિ-પત્નીને અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી માર્કેટમાં પત્નીને ખરીદી કરવા માટે લઈ ગયો હતો.જે સમયે પતિ પત્ની ખરીદી કરી રહ્યા હતા. તે સમયે પત્નીએ પુત્ર માટે એક વસ્તુ લેવી છે, તેવું કહીને પતિ પાસેથી થોડી દૂર ગઈ હતી

અને ત્યારબાદ પતિને મૂકી પરિણીતા તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી અને આ વાતની જાણ થતાં તે તાત્કાલિક પતિ સાસરે આવ્યો હતો અને પરિણીતાના માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માતાપિતાને ચીંટુ નામનો યુવક દીકરીને ભગાડી ગયો હોવાની શંકા હોવાથી તેઓ ચીંટુના ઘરે ગયા હતા અને તેના માતા-પિતાને ચીંટુ તેમની દિકરીને ભગાડી ગયો હોવાની જાણ કરી હતી. આ સમગ્ર મામલે ચીંટુ અને તેના પરિવારજનોએ યુવતીના ભાઈની સાથે મારામારી પણ કરી હતી અને સમગ્ર મામલો વધારે ઉગ્ર બનતા પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો.

પોલીસે સમગ્ર મામલે ચીંટુ સોની નામના ઇસમની સામે આઇપીસી ની કલમ 323, 294, 506 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનો કિસ્સો સુરતમાં થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવ્યો હતો.જેમાં સુરતનો વેવાઈ અને નવસારીની વેવાણ ભાગી ગયા હતા. દીકરા દીકરીના લગ્ન નક્કી થતા વેવાઈ વેવાણ પરિચયમાં આવ્યા હતા અને વર્ષો જૂનો પ્રેમ ફરીથી જાગૃત થયો હતો. તેથી દીકરા દીકરીના લગ્ન પહેલાં વેવાઈ વેવાણ ભાગી ગયા હતા. આ કિસ્સાએ ઘણી ચર્ચાઓ જગાવી હતી.