પ્રેગ્નન્ટ થવા માટે કઈ સેક્સ પોઝિશન સૌથી બેસ્ટ છે?આ છે એક્સપર્ટ ની સલાહ…

0
436

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે. આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

સવાલ.હું એક ૨૪ વર્ષીય કામકાજી યુવતી છું. બોયફ્રેન્ડ સાથે ફીઝીકલ રીલેશન બનાવતી વખતે અમે નિરોધનો ઉપયોગ કરીએ છીએ. હું જાણવા માંગુ છું કે શું નિરોધનો ઉપયોગ અનિચ્છીત પ્રેગનેન્સીથી બચવા માટે સૌથી સારો ઉપાય છે? કારણકે અત્યારે અમારે બે વર્ષ સુધી લગ્ન નથી કરવા. મહેરબાની કરીને જણાવજો કે શું ડબલ નિરોધનો એક સાથે ઉપયોગ કરી શકાય છે, જેમાં સે*ક્સ પૂરેપૂરું સુરક્ષિત છે અને અમને ટેન્શન ફ્રી રહેવાની સલાહ આપો.

જવાબ.માર્કેટમાંથી સરળતાથી ઉપલબ્ધ સેક્સ દરમિયાન પુરુષો દ્વારા ઉપયોગમાં લેવાતા નિરોધ ગ્ર્ભ્નીરોધનો સરળ અને સારો વિકલ્પ માનવામાં આવે છે. તે ના માત્ર વણમાંગી પ્રેગનેન્સીથી તો બચાવે છે પરંતુ સેક્સ ટ્રાન્સમીટેડ ડીસીઝ જેવી ગંભીર સમસ્યાઓથી પણ શરીરને સુરક્ષિત રાખે છે.

સવાલ. હું ૪૨ વર્ષનો પરિણીત પુરુષ છું.મારી પત્નીની ઉંમર ૩૭ વર્ષની છે.અમારે ૧૯ વર્ષનો પુત્ર અને ૧૪ વર્ષની પુત્રી છે. અમારું પરિણીત જીવન સુખી છે.સમાગમ (સંભોગ) પહેલાંની પ્રક્રિયામાં થોડો સમય કાઢ્યો તો શિશ્નમાંથી પાતળી લાળ જેવું પ્રવાહી નીકળે છે. મારી આ સમસ્યા માટે યોગ્ય ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.અમુક વ્યક્તિઓમાં મનગમતી વ્યક્તિ જુએ અને કામેચ્છા વધુ જાગ્રત થાય તો આ પ્રમાણે લાળ આવી શકે એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. એ બીમારી નથી એટલે એનો કોઈ અલાજ નથી. લાળ દરેક વ્યક્તિમાં આવે એ જરૂરી નથી. આ લાળ ૫૫-૬૦ વર્ષની ઉંમર સુધી આવી શકે છે અને ત્યાર પછી વિશેષ જોવા નથી મળતી.સ્ત્રીમાં યોગ્ય કામેચ્છા જાગ્રત થાય અને તે ઉત્તેજિત થાય તો જેમ પુરુષની ઇન્દ્રિયનું ઉત્થાન થાય છે એ જ પ્રમાણે સ્ત્રીના યોનિમાર્ગમાં ચીકણાહટ પેદા થાય છે. પરાકાષ્ઠા વખતે ઘણાખરા પુરુષોમાં આનંદની અનુભૂતિ થાય છે અને સાથે – સાથે વીર્યસ્ખલન થાય છે, જ્યારે સ્ત્રીઓમાં માત્ર આનંદની અનુભૂતિ થાય છે અને વીર્યસ્ખલન નથી થતું.પ્રશ્ન:મને અસ્થમાની બીમારી છે. તો ભવિષ્યમાં હું લગ્ન કરું તો મારી પત્ની અને બાળકોને પણ અસ્થમા થઈ શકે.

સવાલ. તમારી પત્નીને અસ્થમા થવાની કોઈ શક્યતા નથી, કે અસ્થમા ચેપી બીમારી નથી. એ બાળકોને થવાની શક્યતા પણ ઘણી ઓછી છે. તમને જો ડાયાબિટીઝ જેવી બીમારી હોય તો જે વ્યક્તિને ડાયાબિટીઝ ન હોય એવી વ્યક્તિનાં બાળકો કરતાં તમારાં બાળકોમાં ડાયાબિટીઝની સમસ્યા આવવાની શક્યતા થોડીક વધુ રહે છે. અસ્થમાવાળી વ્યક્તિને સેકસની સમસ્યાઓ થવાની પણ કોઈ શક્યતા નથી રહેતી.

ક્યારેક જો દમ જેવું વધુ લાગે તો સમાગમ પહેલાં પંપથી અમુક નિર્દોષ દવા લેવાથી સમાગમ વખતે પણ કોઈ સમસ્યા સર્જવાની શક્યતા નથી.અસ્થમામાં યોગાભ્યાસ કરવામાં આવે અને તમારી પ્રકૃતિને સમજીને યોગ્ય આહાર આપવામાં આવે તો અસ્થમાને મહદંશે કાબૂમાં કરી શકાય છે.અસ્થમા સાથે સેક્સને કોઈ સીધો સંબંધ નથી, પણ ઘણી વખત જો વ્યક્તિને હાંફ ચડતી હોય તો એ સમાગમમાં બાધારૂપ બની શકે. અર્વાચીન યુગમાં આ સમસ્યા સહેલાથી નિવારી શકાય એવી દવાઓ કુશળ ડોકટરો અને વૈદ્યો પાસે ઉપલબ્ધ છે.

સવાલ.મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારી પત્ની ૩૧ વર્ષની છે. અમે સમાગમ કરતી વખતે કોન્ડોમ (નિરોધ)નો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભ ન રહે એ માટે કોન્ડોમ સિવાય સ્ત્રી અને પુરુષ માટે બીજો વિકલ્પ કયો છે.

જવાબ.પુરુષ માટે કોન્ડોમ સિવાય બીજી કોઈ સુરક્ષિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. એમાં તમે જે ગર્ભનિરોધક ગોળીમાં લો ડોઝ હૉર્મોન હોય એ લઈ શકો છો. તમારી પત્નીએ માસિકપાળી પૂરી થાય પછી રોજ રાત્રે એક ગોળી લેવી અને એક પેકેટમાં જેટલી ગોળી હોય એ બધી પૂરી કરવી. ગોળી પૂરી થયા પછી લગભગ અઠવાડિયામાં ફરી માસિકપાળી આવી જશે. ફરી પાછી માસિકપાળી પૂરી થાય એટલે ગોળી લેવાનું શરૂ કરી દેવું.

ગોળી લેવાનું પહેલી વાર શરૂ કરો ત્યારે એક અઠવાડિયા સુધી નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજી સાઈકલમાં ગોળી લો ત્યારે પહેલા દિવસથી જ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાઓ છો અને પછી નિરોધની આવશ્યકતા નથી રહેતી.આ ગોળી લેવાથી ઘણી વાર અનિયમિત માસિક પણ નિયમિત બની જાય છે. જો કોઈ સ્ત્રીને બ્રેસ્ટકેન્સર હોય અથવા હોર્મોનની બીજી કોઈ સમસ્યા હોય, ડાયાબિટીઝ અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની કોઈ તકલીફ હોય તો આ ગોળી લેવાનો નિષેધ છે.આ ગોળી શરૂ કરતાં પહેલાં તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી આવશ્યક છે.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે. બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે.શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે.સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે. સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી.

ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.અમે પરિણીત કપલ છીએ અને અમારી ઉંમર 44 વર્ષ અને 47 વર્ષ છે. ઈન્ટિમેટ ફિઝિકલ એક્ટ દરમિયાન લુબ્રિકન્ટની ઉણપના કારણે સમગ્ર એક્ટ અમારા માટે ખૂબ જ તકલીફદાયક હોય છે. હવે અમે ઈવ જેલ નામનું લુબ્રિકન્ટ યૂઝ કરવાનું શરુ કર્યુ છે.તમને શું લાગે છે શું આ જેલ સ્પર્મ ફ્રેન્ડલી અને પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે. એ પણ જણાવો કે કઈ સેક્સ પોઝિશન ગર્ભધારણ માટે સૌથી બેસ્ટ છે કારણકે અમે બન્ને લાંબા સમયથી મિશનરી પોઝિશનમાં સેક્સ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં ગર્ભધારણ કરી શક્યા નથી.

જવાબ.ડ્રાઈનેસની સમસ્યા દૂર કરવા માટે લુબ્રિકન્ટ યૂઝ કરવામાં કોઈ જ તકલીફ નથી. તમે જે લુબ્રિકન્ટનો ઉપયોગ કરો છો.તે સ્પર્મ અથવા તો પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે કે નહીં તેનો જવાબ તો માત્ર જેલ બનાવતી કંપની જ આપી શકે છે. અઢળક સેક્સ પોઝિશન્સ ગર્ભધારણ માટે યોગ્ય માનવામાં આવે છે અને તમે જે મિશનરી પોઝિશનને યૂઝ કરો છો તે પણ ખૂબ જ ફેમસ છે. મારી સલાહ એ જ છે કે તમે કોઈ સારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો અને પછી ડોક્ટરની સલાહથી કેટલાક જરુરી ટેસ્ટ કરાવો.