પોતાની મેનેજર પરજ ફિદા થઈ ગયો હતો મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી,આ રીતે કરી નાખ્યું હતું પ્રપોઝ…….

0
426

ઇન્ડિયન ક્રિકેટની શાન રોહિત શર્માએ એક કેપ્ટન તરીકે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેમની આગેવાનીમાં ચાર વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. આ સાથે જ 2018ના એશિયા કપમાં પણ તેઓ ભારતીય ટીમના કેપ્ટન તરીકે દેશને વિજયી બનાવવામાં સફળ રહ્યા છે.દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાં સામેલ અને હિટમેનનાં નામથી ફેમસ રોહિત શર્મા હાલના દિવસોમાં આઇપીએલ ની ૧૩મી સિઝનમાં પોતાનો કમાલ દેખાડી રહ્યા છે. કોલકત્તા અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈની ટીમે ૪૯ રનથી જીત પ્રાપ્ત કરી હતી. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર હાફ સેન્ચુરી બનાવી હતી.

જેના કારણે તેમની ટીમે પ વિકેટ પર ૧૯૫ રન બનાવી લીધા હતા. આ લક્ષ્યનો પીછો કરતા કોલકત્તાની ટીમ ફક્ત ૧૪૬ રન બનાવી શકી હતી.રોહિતને તેમની શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.વળી રોહિત પોતાની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ હાલના દિવસોમાં હિટમેન પોતાના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં બનેલા છે. તો ચાલો જાણીએ કે તેની પાછળનું કારણ શું છે.

હકીકતમાં રોહિત શર્મા અને તેમની મેનેજરની લવ સ્ટોરી હાલનાં દિવસોમાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. એક સમય હતો જ્યારે હિટમેને પોતાના મેનેજર અને ઘૂંટણ પર બેસીને બોલીવુડ સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું. જણાવી દઈએ કે ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર રોહિત શર્મા આજે ખૂબ જ નામ કમાયેલા છે.રોહિતનું નામ આજે દુનિયાના ટોપ-૧૦ બેટ્સમેનોમાં સામેલ છે. તે ફક્ત બેટ્સમેન તરીકે જ શ્રેષ્ઠ નથી, પરંતુ પોતાની કપ્તાનીમાં મુંબઇ ઇન્ડિયન્સને ૪ વખત આઇપીએલ નો ખિતાબ પણ અપનાવી ચૂક્યા છે.

રોહિત શર્માનો જન્મ 30, એપ્રિલ 1987માં નાગપુરમાં થયો હતો. રોહિત શર્મા જ્યારે ટીમ ઇન્ડિયામાં આવ્યો નહતો ત્યારે તે મુંબઇની ટીમ સાથે જ ક્રિકેટ રમતો હતો અને આઇપીએલમાં પણ તે પોતાની ઘરેલુ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માટે જ રમે છે. જોકે, કેટલાક દિવસ તે ડેક્કન ચાર્જર માટે રમ્યો પરંતુ બાદમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયો અને અત્યાર સુધી આ ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે. રોહિત શર્મા પોતાની કેપ્ટન્સીમાં મુંબઇ ઇન્ડિયન્સને ચાર વખત આઇપીએલ ટ્રોફી પણ જીતાડી ચુક્યો છે.

રોહિત શર્મા અને રિતિકા સજદેહની લવસ્ટોરી કેવી રીતે અને ક્યાથી શરૂ થઇ અને પછી બન્નેએ ક્યારે લગ્ન કરી લીધા. રોહિત શર્મા અને રિતિકાની મુલાકાત યુવરાજ સિંહે કરાવી હતી. રિતિકા સજદેહ યુવરાજ સિંહની રાખડી બાંધતી બહેન લાગે છે. જ્યારે રોહિત શર્મા પ્રથમ વખત રિતિકાને મળ્યો ત્યારે તેને જોતો જ રહી ગયો હતો. તે બાદ યુવરાજ સિંહે રોહિત શર્માને કહ્યું પણ હતું કે તેની તરફ ના જો, આ મારી બહેન છે.જોકે, આ વાત મજાકમાં કહેવામાં આવી હતી, તે બાદ રિતિકા અને રોહિત શર્માની મુલાકાત વધતી ગઇ હતી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રોહિત શર્માની મેનેજર અન્ય કોઈ નહીં પરંતુ રિતિકા સજદેહ જ છે. રિતિકા પહેલા રોહિતની મૅનેજર હતી, પરંતુ હવે તેની પત્ની છે. બન્નેની લવસ્ટોરી કોઈ ફિલ્મની કહાની ઓછી નથી. જણાવી દઈએ કે રોહિત અને રિતિકા ની મુલાકત વ્યવસાયિક રીતે થઈ હતી. પહેલા તે રોહિતની ક્રિકેટ મેનેજરના રૂપમાં કામ કરતી હતી. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. ધીરે-ધીરે પ્રેમ વધવા લાગ્યો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.તમને જણાવી દઇએ કે રિતિકા એક સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર છે અને તે રોહિત શર્માની ક્રિકેટ મેનેજર તરીકે કામ કરતી હતી. પહેલા મિત્રતા થઇ અને તે બાદ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ.

આશરે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ રોહિત શર્માએ રિતિકાને પ્રપોઝ કર્યુ હતુ પરંતુ આ પ્રપોઝ કરવાની વાર્તા પણ રસપ્રદ છે. રોહિત શર્માએ બોરિવલી સ્પોર્ટ્સ ક્લબ, મુંબઇમાં ઘુંટણીયે પડીને રિતિકાને વીંટી સાથે પ્રપોઝ કર્યુ હતું. રોહિત શર્માના આમ કરતા જ રિતિકા ચોકી ગઇ હતી પરંતુ રિતિકાના મનમાં રોહિતને લઇને કઇક ચાલી રહ્યુ હતું. રિતિકાએ પ્રપોઝલને સ્વીકારી લીધુ અને તે બાદ રોહિત શર્માએ ખુદ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી સગાઇની જાણકારી આપી હતી. રોહિત શર્માએ તસવીર શેર કરી અને તેની સાથે કેપ્શનમાં લખ્યુ, બેસ્ટ ફ્રેન્ડથી સોલમેટ બન્યા, તેનાથી શાનદાર બીજુ કઇ ના હોઇ શકે. રોહિત શર્મા અને રિતિકાએ 13 ડિસેમ્બર 2015માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ લગ્ન મુંબઇની તાજ લેન્ડ્સ હોટલમાં થયા હતા, તેમના ભવ્ય લગ્નમાં ક્રિકેટ, બોલિવૂડ અને બિઝનેસ જગતની હસ્તીઓ સામેલ થઇ હતી.

ખૂબ ઓછા લોકોને ખબર છે કે ઋતિકા અને રોહિતની પ્રથમ મુલાકાત પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે કરાવી હતી અને પહેલી જ મુલાકતમાં રોહિત ઋતિકાનો દીવાના થઇ ગયા હતા. બંને વચ્ચે પ્રેમ થયો અને રોહિતે અનોખા જ અંદાજમાં સ્ટેડીયમમાં પ્રપોઝ કર્યુ. આ તે જ સ્ટેડીયમ હતું જ્યાં રોહિતે બેટ પકડતા શીખ્યું હતું.ઋતિકા ઘણીવાર પતિ સાથે પબ્લિક પ્લેસ પર દેખાય છે અને સોશિયલ મીડિયામાં પણ રોહિત-ઋતિકાની ખૂબ ચર્ચા રહે છે. વિરાટ-અનુષ્કાની જેમ જ રોહિત-ઋતિકા ખૂબ લોકપ્રિય કપલ છે.નોંધનીય છે કે ઋતિકા સોહેલ ખાનની પત્ની સીમા સચદેહ ખાનનાં બહેન છે.અવાર-નવાર ફેમિલી ફંકશનમાં તે બધા મળતાં રહે છે.રોહિતે ફિલ્મી સ્ટાઇલમાં કર્યું હતું પ્રપોઝ,જેમકે અમે તમને જણાવ્યું કે બન્નેની લવસ્ટોરી ફિલ્મી કહાની થી ઓછી નથી.

જેથી એક દિવસ રોહિતે મુંબઈના બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં પોતાના ઘુંટણ પર બેસીને અને હાથમાં એક વીંટી લઈને રિતિકાને પ્રપોઝ કર્યું હતું. રોહિતનાં આ રોમેન્ટિક સ્ટાઇલને જોઈને રિતિકા ની ખુશીનું ઠેકાણું રહ્યું ન હતું અને તેમણે તુરંત રોહિતનુ પ્રપોઝલ સ્વીકારી લીધું હતું.ત્યાર બાદ બંનેએ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૫નાં લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે આ લગ્નમાં ક્રિકેટથી લઈને બોલિવૂડની તમામ હસ્તીઓ સામેલ થઈ હતી. આ લગ્નને ૩ વર્ષ બાદ રિતિકાએ દીકરી સમાયરા ને જન્મ આપ્યો હતો.જણાવી દઈએ કે આઇપીએલની પાંચમી સિઝન શરૂ થતાં પહેલાં રોહિત પોતાની ફેમિલી સાથે દુબઈનાં બીચ પર ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવી રહ્યા હતા. આ દરમિયાન ઘણા ફોટો રોહિતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કર્યા હતા.

જેના પર તેમના પ્રશંસકોએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કર્યા હતા.13 ડિસેમ્બર રોહિત અને રિતિકાની લગ્નની બીજી એનિવર્સરી છે. મેચ બાદ રોહિતે કહ્યું કે તેની આ બેવડી સદી પત્ની રિતિકા માટે વેડિંગ એનિવર્સરીની ગિફ્ટ છે. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી તેના લગ્ન હોઇ ટીમ સાથે નથી એટલા માટે રોહીત શર્મા શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 શ્રેણીમાં સુકાની તરીકે ફરજ બજાવી રહ્યો છે.રોહિતે મેચ બાદ કહ્યું કે, મને ખુશી છે કે આ ખાસ દિવસ પર તે અહીંયાં હતી. હું જાણું છું કે તેને મારા તરફથી આ ખાસ ગિફ્ટ ખૂબ જ પસંદ આવશે. રોહિતે કહ્યું કે રિતિકા તેનો મજબૂત પક્ષ રહી છે અને તેના સાથથી જ તેને ઉત્સાહ પણ મળે છે. રોહિતના ઈનિંગની આ ત્રીજી બેવડી સદી છે અને આમ કરનારો તે દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે. મોહાલીમાં જ્યારે તેણે બેવડી સદી ફટકારી તો તેની પત્ની રિતિકા ભાવૂક થઈ ગઈ